યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
હાજર થતા વખતની એ યાદોને વાગોળતા વાગોળતા
યાદ કરું છું કે સાલું ક્યાં જઉં તો બેસવા માટે જગ્યા મળે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડમાં પ્રવેશતાની સાથે જ ઘણા ચહેરાઓ યાદ આવે છે,
યાદ કરું છું એ ખુશ મિજાજી ચહેરાઓને.........
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ચર્ચાઓ વખતની એ વાતોને વાગોળતા વાગોળતા ,
યાદ કરું છું એ દોસ્તોના મુખેથી સાંભળેલા મજાકિયા શબ્દોને..
સાલાઓ પાછળથી કહેતા ખોટું ના લગાડતો, સ્વભાવ મજાકયો છે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડ માં કામ કરતી વખતો ને વાગોળતા વાગોળતા,
કહેતા કે મિત્ર આટલું મારું કામ કરી દે ને યાર, મારે અરજન્ટ કામ છે આવું છું!!!!
પાછળથી ખબર પડતી કે સાલાઓ બધા મને મૂકીને ચા નાસ્તો કરવા ગયા હતા!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ફોરમેનશ્રીઓની સવારની "જાદુ કી જપ્પી" ઘણાને નર્વસ કરતી, તો ઘણાને પોતાનો હોવાનું અનુભવ કરાવતી....
પાછળથી કહેતા "ચિંતા" ના કર "હું" છું,આ "શબ્દ" જ જાણે અમને "ફ્રી" કરી દેતો!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
પ્રિન્સિપાલ સાહેબ શ્રી ની મોટીવેશનલ વાતો, ખરેખર બધાને પ્રેરણા આપતી....
એ ડેડીકેશનથી કામ કરવાની પ્રેરણાને યાદ કરું છું....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
વોલીબોલ અને ક્રિકેટ રમતી વખતની એ રમુજ પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરું છું કે મિત્રોના હસ્તા ચહેરાઓને....
કે જે ઇન્સ્પેક્શનના ટેન્શનને પલભરમાં ભૂલાવી દે!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
અને છેલ્લે બદલીના ઓર્ડર મુકાય છે અને મિત્રો વિખુટા પડે છે ત્યારે હિન્દી ફિલ્મ Mr. India નું એ ગીત યાદ આવે છે... "જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ, થોડે આંસુ હૈ થોડી ખુશી....."
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....