આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label કર્મચારીની રજાઓ બાબત. Show all posts
Showing posts with label કર્મચારીની રજાઓ બાબત. Show all posts

Friday, August 19, 2022

આઈ.ટી.આઈ.ના કર્મચારીને મળવાપાત્ર રજાઓ બાબત....... વધું માહિતી માટે અહીં ક્લિક કરો

           
  • રજા એટલે સક્ષમ અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી કર્મચારીની ફરજ ઉપરની ગેરહાજરી.
  • આમ તો ગુજરાત મુલ્કી સેવા નિયમોના GCSR ગ્રંથમાં રજાના પ્રકાર અને વિવિધ નિયમો 44 પાનામાં આપેલા છે. અહીં માત્ર અગત્યની હાઇલાઇટ્સ છે.
  • વર્ષના તમામ રવિવાર, તમામ બીજો અને ચોથો શનિવાર તથા જાહેર રજાઓ (લગભગ 20 થી 25) સરકારી કર્મચારીને મળે છે.
  •  એ ઉપરાંત કેટલીક અન્ય રજાઓ નીચે પ્રમાણે મળતી હોય છે.
1)CL / પ્રાસંગિક રજા
આખા અંગ્રેજી વર્ષ દરમિયાન 12 દિવસની CL મળે છે.એક સાથે આઠથી વધુ CL મંજૂર કરી શકાતી નથી. આ રજા બીજી કોઈપણ રજા સાથે જોડી શકાતી નથી. અર્ધા દિવસની પણ CL મંજૂર કરી શકાય છે. વર્ષ-2004થી CL આ રજાનો હિસાબ CL CARD માં રાખવામાં આવે છે.CL કાર્ડ બે નકલમાં બનાવવામાં આવે છે-એક-ઓફિસ કોપી અને બીજી-કર્મચારીની કોપી.બંને કાર્ડમાં રજાની વિગત ભરીને ઉપલા અધિકારી પાસે રજા મંજૂર કરાવવાની હોય છે. કોઈ કારણસર અગાઉથી રજા મંજૂર કરવાની રહી જાય ત્યારે રજા પરથી પરત આવ્યા બાદ તુરત જ કાર્ડમાં નોંધ કરી રજા મંજૂર કરાવવાની રહેશે.
2) મરજીયાત રજા/ RH (Restricted Holidays)
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આગામી વર્ષની સરકારી જાહેર રજાઓની યાદી સાથે મરજીયાત ૨જાઓની યાદી પણ જાહેર કરવામાં આવે છે. જેમાંથી વધુમાં વધુ બે રજાઓ ભોગવી શકાય છે.જેને CL કાર્ડમાં જ અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
3) વળતર રજા/C-Off
જાહેર રજાના દિવસે સરકારી કામે કચેરીમાં હાજરી આપવી પડે ત્યારે વળતર રજા મળે છે. આ રજા CL ની સાથે જોડી શકાય છે. 
    રજા દરમિયાન આખા દિવસના સાડા ત્રણ કલાક કે તેથી ઓછા સમય માટે પરંતુ બે કલાકથી ઓછી નહીં તેટલી હાજરી માટે અડધા દિવસની વળતર રજા મળી શકે છે.તેનાથી વધારે સમય પરંતુ પાંચ કલાકથી ઓછો ન હોય તે માટે આખા દિવસની વળતર રજા મળે છે. આ રજાઓ પણ CL કાર્ડમાં પ્રથમ જમા લઇ ત્યારબાદ ભોગવી શકાય છે. ન ભોગવેલી વળતર રજાઓ આગલા વર્ષમાં કેરી ફોર્વડ થતી નથી.
4) પ્રસુતિ રજા/મેટરનીટી લીવ
કાયમી નોકરીમાં હોય તેવા અને જેમને બે કરતાં વધુ જીવિત બાળકો ન હોય તેવા મહિલા કર્મચારીને 180 દિવસની પ્રસૂતિની રજા મળે છે.ફિક્સ પગારના મહિલા કર્મચારીને પણ આ રજાઓ મળે છે.
5) પિતૃત્વ રજા/પેટરનીટી લીવ
બે કરતાં ઓછા બાળકો ધરાવતા પુરુષ કર્મચારીને તેની પત્નીના પ્રસૂતિ પ્રસંગે 15 પેટરનીટી લીવ મળે છે. પ્રસૂતિના 15 દિવસ અગાઉથી શરૂ થઈને પ્રસુતિના છ માસ સુધીની સમય મર્યાદામાં આ રજાઓ ભોગવી શકાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને પણ આ રજા મળે છે.
6) પ્રાપ્ત રજા/EL(Earned Leave)
વેકેશન ખાતા સિવાયના આપણા ખાતાના કમચારીને નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક (છ માસ) ગાળા માટે 15 દિવસની EL પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઇના દિવસે સર્વિસ બુકમાં રજાના હિસાબમાં અગાઉથી જમા કરવામાં આવે છે. વર્ષની કુલ 30 EL જમા થાય છે. વર્ષ દરમિયાન વધુમાં વધુ ત્રણ પ્રસંગોમાં EL મંજૂર થઈ શકે છે. આ રજાઓ જમા થતી જાય છે.વધુમાં વધુ 300 રજા જમા રહે છે.
આ રજા નિયત પત્રકમાં વિગતો ભરીને અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
7) અર્ધપગારી રજા
EL ની જેમ પ્રત્યેક અર્ધવર્ષે 10 દિવસની અર્ધપગારી રજા સર્વિસ બુકમાં રજાના હિસાબમાં 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ જમા કરવામાં આવે છે. વર્ષની 20 રજા જમા થાય છે.આ જમા રજા --  રૂપાંતરિત રજાના સ્વરૂપે ,તબીબી પ્રમાણપત્રના આધારે મંજૂર કરી શકાય છે. આ રૂપાંતરિત રજા અર્ધપગારી રજા કરતાં બમણી સંખ્યામાં સર્વિસ બુકમાં રજાના હિસાબમાં ઉધારવામાં આવે છે. જનરલી આ રજાઓને મેડીકલ રજાને નામે કર્મચારીઓ ઓળખે છે.
  • ફિક્સ પગારી કર્મચારી માટે:
         12CL મળશે.
  • 15 ખાસ રજાઓ મળશે. જે કેરી ફોર્વર્ડ કરી શકાશે. પરંતુ આવી રજાઓ 30થી વધુ જમા થઈ શકશે નહીં. કોઈપણ હેતુ માટે આ રજાઓ વાપરી શકાશે.
  • માંદગીના હેતુ માટે--પુરા પગારમાં 10 અને અડધા પગારમાં 20 રજા મેડીકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર છે. આ રજાઓ એકઠી થઈ શકશે. સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રી આ રજાઓ મંજૂર કરી શકશે.
  • તમે કોઈપણ રજા ઉપર જાવ ત્યારે તમારા હવાલાની બેચના તાલીમાર્થીના ચાર્જની વ્યવસ્થા કરવાની રહેશે અને તાલીમાર્થીના હાજરીપત્રક તથા ડે-વાઈઝ રજીસ્ટર અન્ય કર્મચારીને સાંપીને જવાનું રહેશે.