આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label લેખકની કલમે. Show all posts
Showing posts with label લેખકની કલમે. Show all posts

Friday, June 30, 2023

છેલ્લો દિવસ... (dedicated to all my ITI Staff)


જીવનની આ સુંદર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
હાજર થતા વખતની એ યાદોને વાગોળતા વાગોળતા
યાદ કરું છું કે સાલું ક્યાં જઉં તો બેસવા માટે જગ્યા મળે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડમાં પ્રવેશતાની સાથે જ ઘણા ચહેરાઓ યાદ આવે છે,
યાદ કરું છું એ ખુશ મિજાજી ચહેરાઓને.........
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ચર્ચાઓ વખતની એ વાતોને વાગોળતા વાગોળતા ,
યાદ કરું છું એ દોસ્તોના મુખેથી સાંભળેલા મજાકિયા શબ્દોને..
સાલાઓ પાછળથી કહેતા ખોટું ના લગાડતો, સ્વભાવ મજાકયો છે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડ માં કામ કરતી વખતો ને વાગોળતા વાગોળતા,
કહેતા કે મિત્ર આટલું મારું કામ કરી દે ને યાર, મારે અરજન્ટ કામ છે આવું છું!!!!
પાછળથી ખબર પડતી કે સાલાઓ બધા મને મૂકીને ચા નાસ્તો કરવા ગયા હતા!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ફોરમેનશ્રીઓની સવારની "જાદુ કી જપ્પી"  ઘણાને નર્વસ કરતી, તો ઘણાને પોતાનો હોવાનું અનુભવ કરાવતી....
પાછળથી કહેતા "ચિંતા" ના કર "હું" છું,આ "શબ્દ" જ જાણે અમને "ફ્રી" કરી દેતો!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
પ્રિન્સિપાલ સાહેબ શ્રી ની મોટીવેશનલ વાતો, ખરેખર બધાને પ્રેરણા આપતી....
 એ ડેડીકેશનથી કામ કરવાની પ્રેરણાને યાદ કરું છું....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
વોલીબોલ અને ક્રિકેટ રમતી વખતની એ રમુજ પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરું છું કે મિત્રોના હસ્તા ચહેરાઓને....
કે જે ઇન્સ્પેક્શનના ટેન્શનને પલભરમાં ભૂલાવી દે!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
અને છેલ્લે બદલીના ઓર્ડર મુકાય છે અને મિત્રો વિખુટા પડે છે ત્યારે હિન્દી ફિલ્મ Mr. India નું   એ ગીત યાદ આવે છે... "જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ, થોડે આંસુ હૈ થોડી ખુશી....."
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....

Tuesday, July 12, 2016

છેલ્લો દિવસ (મારા વ્હાલા તાલીમાર્થીઓને અર્પણ)

જીવનની આ સુંદર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

એડમિશન લેતા વખતનીએ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ ચિંતાતુર ચહેરાઓને....
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

એડમિશન મળ્યા પછીની એ યાદગાર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ ખુશ મિજાજી ચહેરાઓને....
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

લેક્ચર વખતની એ વાતો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ દોસ્તોના મુખે થી સાભળેલા એ મજાકિયા શબ્દોને....
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

પ્રાથના વખતનીએ યાદો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું અમારા એ નર્વસ ચહેરાઓને......
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

પ્રેક્ટીકલ વખતની એ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ દિવસો ત્યારે હસવું આવે છે કે શું અમે જ હતા એ બહાનાબાજો...
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

પરીક્ષા વખતની યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  એ દિવસો ને ત્યારે હસવું આવે છે કે બહાર આવીને કહેતા સાલુ  કેટલુ  'ભારે'  પેપર હતું.....બકવાસ પેપર કાઢેલુ હો!!!!!!
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

મિત્રો સાથેની એ યાદો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  એ મિત્રોના હસ્તા ચહેરાઓને
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

સ્ટાઈપેન્ડ મળ્યા પછીની એ ખુશીને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ બેન્કોના ધકકાઓને!!!!!
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

છેલ્લા દિવસની એ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  એ મિત્રો, સાહેબો, મેડમોને...
ખાસ તો મારા એ મિત્રો ના ચહેરાઓને...
રડવુ આવે છે એ ચહેરાઓને ગુમ થતા જોઈને...

જ્યારે  જ્યારે આકાશ તરફ જોવુ છું ત્યારે
અમુક ચહેરાઓ યાદ આવી જાય છે........
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......


Wednesday, October 21, 2015

જાપાનીઝ એજ્યુકેશન સીસ્ટમ - સ્કીલ ઇન્ડિઆ, મેક ઈન ઇન્ડિઆ,ડિજિટલ ઇન્ડિઆ અને બીજું ઘણું બધુ -આ બધા પ્રોજેક્ટ સફળ કરવાનો એક જ ઈલાજ અને ખરેખર અપનાવવા જેવો.....

એક વખત એવું બન્યું કે વર્લ્ડ વોર -૨ પછી...જાપાનના ઘણા બુદ્ધિજીવીઓ - પોતાના  દેશની સ્થિતી વિશે અને એને ફરીથી પાટા ઉપર કઈ રીતે લાવી શકાય ? અે માટે ભેગા થયા એમાં એક મુદ્દો એજ્યુકેશન સીસ્ટમનો હતો...અને આ લેખમાં આપણે આ  મુદ્દે જ વાત કરવી છે...
આજે આ દેશ દુનિયામાં પોતાની એજ્યુકેશન સીસ્ટમ અને પોતાના વિધાર્થીઓ અને હા ટીચર્સના કારણે વિશ્વમાં ટોપ ઉપર છે. કેમ ?
જાપાનના બુદ્ધિજીવીઓ ઘણા દેશોમાં ગયા જેવા કે -ફ્રાન્સ, અમેરિકા, જર્મની,ઈંગ્લેન્ડ વગેરે વગેરે અને ત્યાંથી અે જે વિચારો લાવ્યા તેના  પરીણામ સ્વરૂપ ઉદભવ થયો એક બિરદાવવા લાયક - એજ્યુકેશન સીસ્ટમનો. તેમણે આ દેશો સાથે ટેકનોલોજી, બૌધિકતા, વેપાર, ફાઇનાન્સ જેવા છેત્રોમાં સ્પર્ધા કરવાની હતી, અને એ પણ કોઈ પણ જાતના ભરોસેમંદ રિસોર્સ વગર. આમેય જાપાનનું અક્ષરજ્ઞાન ખરેખર વર્લ્ડ ક્લાસ છે..અને તે દેશમાં ટીચર્સનું સ્ટેટ્સ બહુ ઊંચુ કહેવાય છે,અને હા તમારી જાણ ખાતર કહી દઉ કે ત્યાં કોઈ પણ નાગરિક જોબ ના લેવલે સૌથી વધારે પગાર ટીચર્સનો છે.

જાપાન દેશની અંદર તક(opportunity)નો આધાર મેરિટ ઉપર છે. સામાન્ય રીતે મેરિટનો અર્થ અે થાય છે કે સ્કૂલની અંદર પરીક્ષા દરમિયાન માર્કસ સ્વરૂપે મેળવેલુ અચીવમેન્ટ.પણ જાપાનીઓ આ  અચીવમેન્ટને વિધાર્થીઓનો શ્રમ (effort ) કહે છે. તેઓ એવું માને છે કે જો વિધાર્થી ફેલ થાય - તે ફક્ત વિધાર્થી ફેલ નથી થયો પણ સાથે તેના પેરન્ટ્સ અને ટીચર્સ પણ ફેલ થયા કહેવાય. તેઓ તેમની ફેમિલી અને સ્કૂલ પોતાની સમજે છે અને એના માટે કઈ પણ કરી છૂટવા તૈયાર છે. તેઓ બહુ જ ટફ કોર્ષ અને હાર્ડ વર્ક ને મહત્વ આપે છે કારણ કે તેઓ જાણે છે કે દેશનો અને સમાજનો  વિકાસ એના પર રહેલો છે.
જાપાનીઝ કરીક્યુલમ આમેય વર્લ્ડ ફેમસ છે. આ કરીક્યુલમમાં મેથેમેટિક્સ અને વિજ્ઞાન બહુજ મહત્વ ધરાવે છે. મિન્સ્ટ્રી ઑફ એજ્યુકેશન, જાપાન દ્વારા કલ્ચર,સ્પોર્ટસ,સાયન્સ,ટેકનોલોજીને  કરીક્યુલમમાં ઘણું જ મહત્વ અપાયુ છે એના કારણે ત્યાંની કરીક્યુલમમાં સીસ્ટમ ઘણી જ ગુણવત્તા વાળી છે. કરીક્યુલમનો મુખ્ય હેતુ એ છે કે જે તે વિષયની માસ્ટરી અને ખાસ નોંધવા જેવી બાબત એ કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ સૉલ્વ કરવાની ક્ષમતા વિકસાવવી -જુદી જુદી એજ્યુકેશન પદ્ધતિ દ્વારા.આ  પધ્ધતિના કારણે ત્યાના વિધાર્થીઓ કરીક્યુલમના ટેસ્ટ ઉપરાંત એપ્લિકેશન બેઝ ટેસ્ટ માં ઉત્તમ હોય છે.આ પદ્ધતિમાં વિધાર્થીને એ શીખવવામાં આવે છે કે કોઈ વસ્તુ કામ કઈ રીતે કરે છે નહી કે એની થિયરી શું છે. અને આપણે અહીઁ થિયરી ઉપર વધારે ભાર મૂકયો છે જે ખરેખર બદલવાની જરૂર છે. આ કારણે તેઓ આ જ્ઞાનનો ઉપયોગ સારી રીતે કરી શકે છે. આ સીસ્ટમમાં કોઈ પ્રશ્નનો સાચો જવાબ આપવો એના કરતા અે સાચો કેમ છે એની સમજ ઉપર ભાર મુકાય છે. વિધાર્થીઓને ગ્રેડ (ધોરણ )સ્કીપ કરવા દેવામાં નથી આવતા. જાપાનમાં હાઇ સ્કૂલ (ગ્રેડ ૧થી ૯) સુધીનું  એજ્યુકેશન ફરજિયાત છે. સ્કૂલમાં વિધાર્થીના  સ્વતંત્ર વિચારોને મહત્વ અપાય છે,એના ઉપર લેશન થોપી દેવામાં નથી આવતુ.પુસ્તકીયા જ્ઞાનને બદલે કંઈક નવું કરવાની પ્રેરણા આપવામાં આવે છે.આપણે ત્યાં વિધાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી માટે ફોર્સ કરવામાં આવે છે. કંઈક નવું વિચારવાની તો કોઈ વાત જ નહીં. ઇનોવેશનની તો કોઈ વાત કરતુ જ નથી.છેલ્લા વીસ વર્ષોમાં આપણે ત્યાં કેટલી શોધો થઈ ? ગણતરી કરવા જઈએ તો કદાચ બે આગળીના વેઢા વધારે પડે...

જાપાનીઝ એજ્યુકેશન સીસ્ટમ 

જાપાનીઝ એજ્યુકેશન સીસ્ટમ (વિસ્તૃત)

Program for International Student Assessment (PISA) નામની એક સંસ્થા ઇન્ટરનેશલ લેવલે કામ કરે છે કે જેઓ ઇન્ટરનેશનલ વિધાર્થીઓનું અસેસમેન્ટ - રિડીંગ, ગણિત અને વિજ્ઞાનની બાબતો ઉપર કરે છે.તેનો ૨૦૧૨ નો રિપોર્ટ નીચે પ્રમાણે છે કે જેમા  આપણે જોઈ શકીએ છીએ કે જાપાનનો ગ્રાફ બીજા દેશોની સરખામણીએ કેવો છે.

આપણને લાગતું નથી કે આપણે કંઇ ક વિચારવાનો અને સાચું કહું તો આવી સીસ્ટમ અપનાવવાનો સમય આવી ગયો છે.