- The Marksheet and Certificates for CTS Dec 2023 Examination will be available for download tentatively from 8th January 2024.
- CTS Dec -2023 માં લેવાયેલ નાપાસ થયેલાઓની પરીક્ષાની માર્કશીટ અને સર્ટિફિકેટ તારીખ 8th, Jan 2024થી ડાઉનલોડ થશે.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Sunday, December 31, 2023
DGT updates: તારીખ: 31/12/23 ના રોજ અપડેટ કરવામાં આવી... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Wednesday, December 27, 2023
થર્મલ પાવર સ્ટેશન, ગાંધીનગર ખાતે Apprentice ની 350 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Saturday, December 16, 2023
Friday, December 8, 2023
Fitter (ગુજરાતી) બ્લોગ ની સફર: વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
આ વાત શરૂ થાય છે .....2014 નું એ વર્ષ હતું. મારી પ્રથમ એપોઈંટમેંટ આઈ.ટી.આઈ. , સિદ્ધપુર ખાતે થાય છે .એ વાતને આજે 10 વર્ષ જેટલો સમય થઈ ગયો .મને ત્યાના તત્કાલિન પ્રિન્સિપાલ ,શ્રી સી .બી .ઝાલા સાહેબ દ્વારા ફિટર ,ટ્રેડનો ચાર્જ આપવામાં આવેલ .શરૂઆતનો બે ,ત્રણ વર્ષનો સમય આ બધી સિસ્ટમ સમજવામાં વીતી ગયો. ત્યાર બાદ, 2017માં ડીજીટી , ન્યુ દિલ્લી દ્વારા NSQF ( National Skills Qualifications Framework) લાગુ પાડવાનો આદેશ સમગ્ર દેશ ની આઈ.ટી.આઈ . માં કરવામાં આવે છે. આમાં ટ્રેડ ,ફિટર ના NSQF લેવલ -5 ના કોર્ષ નું વિગતવાર વિશ્લેષણ કરતાં તાલીમાર્થીઓ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનું મનોમન એજ સમયે નક્કી કરી લીધું .આ ચીલાચાલૂ પદ્ધતિઓને તિલાંજલિ આપી એક પ્લેટફોર્મ ના શ્રી ગણેશ કરવાનું નક્કી કરી , કોર્ષની જરૂરિયાત, ગુજરાતી તાલીમાર્થીઓને કેન્દ્રમાં રાખી આ સમગ્ર પ્લેટ ફોર્મ બનાવવાની શરૂઆત કરેલ. તમને એ જાણીને નવાઈ લાગશે કે --એ વખતે મારા જોડે lava નો સસ્તો કહી શકાય એવો android મોબાઈલ ફોન હતો. તેમાં blogger વિષે , મે મારા Engineering ના અભ્યાસ દરમિયાન શીખેલી બાબતોનો ઉપયોગ કરી Fitter (ગુજરાતી) બ્લોગના શ્રી ગણેશ કર્યા. આ બ્લોગનું 95 % કામ Mobileપર કરેલ. અહી હું એકબાબત તમામ મિત્રોને કહીશ કે ઓછા સાધનો વગર પણ શ્રેષ્ઠ કરી શકાય છે,તેનું આ ઉદાહરણ છે .ફક્ત મનમાં આત્મવિશ્વાસ અને કઈંક કરવાની ભાવના હોવી જોઈએ!!!!ત્યારબાદ કોરોના કાળ , 2020-21 દરમ્યાન- જ્યારે આ તાલીમાર્થીઓને કઈ રીતે તાલીમ આપવી? તે પ્રશ્ન સતત મારા મનને કોરી ખાતો હતો . તે દરમિયાન અમને દરેક ટ્રેડમાં Computer આપવામાં આવે છે..અને અહી શરૂઆત થાય છે એક ડિજિટલ યુગ ની.... જ્યારે Nimi app દ્વારા ડિજિટલ -એમસીક્યુ પ્રકારનું પીડીએફ મટીરિયલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું ,તે પહેલા આ પ્લેટફોર્મ ઉપર આ કામ થયેલ હતું . આ બ્લોગમાં અમે વધુમાં વધુ લખેલા ઓરિજનલ ગુજરાતી કન્ટેન્ટ ઉપર ભાર મુકેલ છે. એ જણાવતા મને આનંદ થાય છે ,કે આજે સમગ્ર ગુજરાતની આઈ.ટી.આઈ. ના ફિટર Instructors અને તાલીમાર્થીઓ દ્વારા આનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે . હાલમાં 2023 ના વર્ષમાં આ પ્લેટફોર્મની Android App પણ બનાવવામાં આવેલ ,જેનો ઉપયોગ તાલીમાર્થીઓ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર -નિશુલ્ક વપરાશ કરે છે. આ પ્લેટફોર્મ Google Adsense દ્વારા એપ્રુવ થયેલ છે. જેના દ્વારા જે પણ રેવેન્યૂ જનરેટ થાય છે .તે તાલીમાર્થી અને આઈ.ટી.આઈ. ના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે.આ પ્લેટ ફોર્મ એ પોતાના કામ પ્રત્તેની ભાવના અને તાલીમાર્થીઓને મદદ કરવાના સંકલ્પને કારણે બની શક્યું છે .હાલ આ કામ આઈ.ટી .આઈ ,પાલનપુર ખાતે કરવામાં આવે છે.પાલનપુર પરિવારના માનનીય પ્રિન્સિપાલ ક્લાસ-1, શ્રી આર.જી. ચૌધરી સાહેબ દ્વારા માર્ગદર્શન અને સપોર્ટ મળી રહે છે. સેવાના આ કામમાં સાથ આપનાર તમામનો હું હ્રદય પૂર્વક આભાર માનું છું.
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...