- કારીગર તાલીમ યોજના(સીટીએસ) અંતર્ગત અખિલ ભારતીય વ્યવસાય કસોટી(સીટીએસ) માટે તાલીમાર્થીઓની ન્યુનત્તમ હાજરી બાબતનો વડી કચેરીનો Letter No: DET/0693/08/2024 Approved Date: 02-09-2024 : અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Showing posts with label આઈ.ટી.આઈ. પરીપત્રો. Show all posts
Showing posts with label આઈ.ટી.આઈ. પરીપત્રો. Show all posts
Wednesday, September 4, 2024
કારીગર તાલીમ યોજના(સીટીએસ) અંતર્ગત અખિલ ભારતીય વ્યવસાય કસોટી(સીટીએસ) માટે તાલીમાર્થીઓની ન્યુનત્તમ હાજરી બાબત.... વડી કચેરીનો તા -2/9/2024 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
Wednesday, January 24, 2024
DGT Updates: CTS Supplementary Examination For Semester System for Session 2017-2019 : Date 16/01/2024 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- CTS Supplementary Examination For Semester System for Session 2017-2019 : Date 16/01/2024 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- Fees payment: 1Feb,2024 to 15Feb, 2024.
- CBT Exam start from: 20 March,2024.
- Result date: 10April, 2024.
નોંધ: જો કોઈ તાલીમાર્થી સેમેસ્ટર સિસ્ટમ (session 2017-19) માં બાકી રહી ગયેલ હોય તો તેને આઈ. ટી.આઈ. નો સંપર્ક કરવો.
Saturday, April 29, 2023
CBT પરીક્ષા July -2023 વિશે: ફી, જરૂરી તારીખો, કેટલા પ્રશ્નો આવશે? , પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા ? તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
- કોની CBT પરીક્ષા લેવાશે?
રેગ્યુલર તાલીમાર્થીઓની પરીક્ષા લેવાનાર છે.
Session 2021-23 : 2nd year (બીજું વર્ષ)
Session 2022-24 : 1st year (પ્રથમ વર્ષ)
Session 2022-23 : 1 year & Six months કોર્ષ
પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થવાની તારીખ: 03/07/2023.
પ્રેક્ટીકલ પરીક્ષા પૂરું થવાની તારીખ: 07/07/2023.
CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 10/07/2023.
CBT પરીક્ષા બંધ થવાની તારીખ: 04/08/2023.
Result જાહેર થવાની તારીખ: 19/08/2023.
Practical માટેની Hall ticket 26-6-2023 થી ડાઉનલોડ થશે. જે તમને આઈ. ટી. આઈ માંથી મળશે.
- CBT ફી: 213/- રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે. આ માટે આઈટીઆઈ દ્વારા તમને જાણ કરવામાં આવશે. જે 1-06-2023 થી 10-06-2023 દરમ્યાન ભરાશે.
- CBT પરીક્ષા માટે: 80% હાજરી, Formative Assessment માં 60%, CBT અને Practical પરીક્ષા ની ફી ભરેલ હોવી જોઈએ.
- CBT પરીક્ષા પદ્ધતિ:
બે કલાકની પરીક્ષા રહેશે.
ટોટલ 75 પ્રશ્નો પુછાશે. દરેકના બે માર્કસ લેખે 150 માર્ક્સનું પેપર આવશે.
- એન્જિનિયરિંગ ટ્રેડ માટે: ex. ફિટર....
100 માર્ક્સ ટ્રેડ થિયરી ( ટ્રેડ થિયરી-38 પ્રશ્નો, વર્કશોપ સાયન્સ-6 પ્રશ્નો, ડ્રોઈંગ-6 પ્રશ્નો નો સમાવેશ થશે.)
50 માર્ક્સ એમ્પ્લોયબિલિટી સ્કિલ-25 પ્રશ્નો પુછાશે.
- નોન -એન્જિનિયરિંગ ટ્રેડ માટે:
100 માર્ક્સ ટ્રેડ થિયરી ( ટ્રેડ થિયરી-50 પ્રશ્નો સમાવેશ થશે.)
50 માર્ક્સ એમ્પ્લોયબિલિટી સ્કિલ-25 પ્રશ્નો પુછાશે.
- પાસ થવા માટે:
ટ્રેડ થિયરી માં 33 માર્ક્સ અને ઈ. એસ માં 17 માર્ક્સ લાવવા પડે.[ 33%]
- Guideline for AITT July -2023 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Friday, April 28, 2023
ITI Academic Calendar -2023-24/25: એડમિશન, સેશન સ્ટાર્ટ, પરીક્ષા અને અન્ય બાબતો..... તા- 27/04/2023 નો DGT નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો
પરિપત્ર અનુસાર,
- એડમિશન શરૂ કરવા માટે જાહેરાત આપવાની તારીખ: 01-06-2023.
- એડમિશન માટેની અંતિમ તારીખ: 31/08/2023.
- Academic Session શરૂ થવાની તારીખ: 25/09/2023.
- Academic Session બંધ કરવાની તારીખ: 28/06/2024.
વધુ માહિતી માટે,
- Academic Calendar -2023-24/25: એડમિશન, સેશન સ્ટાર્ટ, પરીક્ષા અને અન્ય બાબતો..... તા- 27/04/2023 નો DGT નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લીક કરો
Thursday, April 20, 2023
AITT 2023: Practical / CBT પરિક્ષાની તારીખ આવી ગઈ છે... Schedule જાણવા માટે અહીં ક્લિક કરો
કોની પરીક્ષા લેવાશે?
- રેગ્યુલર તાલીમાર્થીઓની પરીક્ષા લેવાનાર છે.
- Session 2021-23 : 2nd year (બીજું વર્ષ)
- Session 2022-24 : 1st year (પ્રથમ વર્ષ)
- Session 2022-23 : 1 year & Six months કોર્ષ
પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થવાની તારીખ: 03/07/2023.
પ્રેક્ટીકલ પરીક્ષા પૂરું થવાની તારીખ: 07/07/2023.
CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 10/07/2023.
CBT પરીક્ષા બંધ થવાની તારીખ: 04/08/2023.
Result જાહેર થવાની તારીખ: 19/08/2023.
Convocation ની તારીખ: 17/09/2023.
AITT 2023: Practical / CBT પરીક્ષાનું વિગતવાર Schedule જાણવા માટે , પરિપત્ર તા-20/04/2023: અહીં ક્લિક કરો
Tuesday, April 18, 2023
Implementation and Assessment of Revised CTS - 1200 Learning hours બાબતનો DGT નો પરિપત્ર, તા-18/04/2023....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
આ પરિપત્ર અનુસાર,
1. આ પરિપત્ર હાલમાં ચાલતા ટ્રેડના (existing trainees) ટ્રેઈની માટે અને નવા એકેડમિક સેશન - 2022,23 માટે લાગુ પડે છે.
2. દરેક ટ્રેઈનીનું એસેસમેન્ટ લર્નિંગ આઉટકમના ફોર્મેટીવ એસેસમેન્ટ અને ફાઈનલ CBT Examination દ્વારા થશે. જેમાં:
- Formative assessment : પ્રેક્ટીકલ અને થીયરીનું એસેસમેન્ટ જે તે ઇન્સ્ટ્રક્ટર દ્વારા થશે. જેમાં તેના થીયરી નોલેજ અને પ્રેક્ટીકલ સ્કીલ અને તેના ઓવરઓલ વર્તનમાં થયેલ બદલવાનો સમાવેશ થશે.
- Summative assessment : DGT દ્વારા ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) થીયરી અને એમ્પ્લોબિલિટી સ્કિલ અને ટ્રેડ પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે. એક CBT પરીક્ષા બે કલાકની લેવાશે જેમાં:
a. For engg. Trades: Trade Theory (WSC +ED) અને E.S.
b For Draughtman group of Trades: Trade Theory (WSC) અને E.S.
c. For Non engg. Trades: Trade Theory અને E.S.
3. માર્કિંગ પેટર્ન:
છેલ્લી બે કોલમ બે વર્ષના કોર્ષ માટે લાગુ પડશે (Ex. Fitter)
છેલ્લી થી બીજી કોલમ એ એક વર્ષના કોર્સ માટે લાગુ પડશે.
છેલ્લે થી ત્રીજી કોલમ એ છ મહિનાના કોર્સ માટે લાગુ પડશે
4. ટ્રેડ પ્રેક્ટીકલ અને લર્નિંગ આઉટકમના ફોર્મેટિવ એસેસમેન્ટ માટે પાસ થવા બંનેમાં ઓછામાં ઓછા 60% (ટ્રેડ પ્રેક્ટીકલ માં 250 માંથી 150, ફોર્મેટિવ એસેસમેન્ટમાં 200 માંથી 120 માર્ક્સ) અને CBT એટલે કે ટ્રેડ થીયરી અને E.S. માટે પાસ થવા બંનેમાં ઓછામાં ઓછા 33% (ટ્રેડ થીયરી માં 100 માંથી 33 અને E.S.માં 50 માંથી 16.5 માર્ક્સ) માર્કસની જરૂર પડશે.
5. લાગતા વળગતા બધાને જાણ સારું અને ઈમ્પલિમેન્ટ કરવા સારું.
Implementation and Assessment of Revised CTS - 1200 Learning hours બાબતનો DGT નો પરિપત્ર, તા-18/04/2023 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Thursday, March 16, 2023
Teaching of WSC & ED બાબત: DGT દ્વારા તેના Teaching બાબતે આદેશ કરવામાં આવ્યો.. તા: 10-11-2022... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- આદેશ ક્રમાક: MSDE (DGT)- 19/03(02)/2022-CD, date: 05/04/2022 ના રોજ કરેલ આદેશ અનુસાર WSC,EDના સિલેબસને સિમ્પ્લિફિકેશન કરી બંનેને 40 કલાક- 40 કલાક કરવા અને તેને ટ્રેડ થિયરી સાથે merge કરવા.
- આ બાબતે અલગ અલગ સ્ટેટ ડિરેક્ટરોટ દ્વારા WSC/EDના Teaching બાબતે વિસંગતતા દૂર કરવા માટે રજૂઆત કરેલ જે અન્વયે DGT દ્વારા નીચે મુજબ માર્ગદર્શન કરેલ છે:
"ED--144 engg. Seats માટે 1 Drawing Instructor.... એજ પ્રમાણે 144 સ લેખે તેની સંખ્યા વધારી શકાય. એજ પ્રમાણે ,WSC-- 144 engg. Seats માટે 1 Vocational Instructor or Instructor રાખી શકાય."
- WSC અને EDના ટીચિંગ બાબતે 26 જૂન 2013 ના રોજ થયેલ પરિપત્ર અનુસાર ટીચિંગ કરવું.આ માટે ટ્રેડ ઇન્સ્ટ્રકટરનો જરૂર જણાય તો ઉપયોગ કરી શકાય છે.
- WSC અને ED ના ટીચિંગ બાબતના તમામ પરિપત્રો ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Saturday, March 11, 2023
Certificate & Marksheet of Trainee બાબત: તાલીમાર્થીઓને આપવામાં આવતા Physical Certificate ને બંધ કરી e -DSC (Digitally signed Certificate) આપવા બાબત. તારીખ: 24/06/2019 નો આદેશ.... ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
પરિપત્ર અનુસાર,
DGT દ્વારા નીચે મુજબ ના કોર્ષ માટે Certificate issue કરવામાં આવે છે:
1) CTS, CTS (DST), NTC (private)
2) CITS, CITS (RPL)
3) NAC (National apprenticeship Certificate)
4) Flexi MOU
5) AVTS (short term)
6) Diploma courses
હવેથી ઉપર મુજબના તમામ તાલીમાર્થીઓને e-Certificate આપવામાં આવશે. Certificate ઉપર barcode અને digital signed હશે.
તાલીમાર્થીઓને આપવામાં આવતા Physical Certificate ને બંધ કરી e -DSC (Digitally signed Certificate) આપવા બાબતનો પરિપત્ર ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
Friday, March 10, 2023
Exam Material Weight/ Trainee : પરીક્ષા માટે ના મટીરીયલના વધુમાં વધુ વજન બાબતનો DGT નો પરિપત્ર-- તારીખ: 26/02/2019
પરિપત્ર અનુસાર,
તારીખ: 30/01/2019 ના રોજ થયેલ મીટીંગ અન્વયે નીચે મુજબ નક્કી થયેલ:
- AITT Under CTS,ATS,CITS અને DGT દ્વારા લેવાતી examમાં વધુમાં વધુ 3Kg metal/trainee આપી શકાશે જેથી કરીને તાલીમાર્થી easily મેટલને handle કરી શકે.
- Exam metal/trainee Max. Weight બાબતનો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Wednesday, November 23, 2022
Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- ITI પાસ આઉટ તાલીમાર્થીઓ કે જે ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે તેમને માઈગ્રેશન સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે.
- આ માટે જે તે આઈ. ટી. આઈમાં જઈ માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા બાબતની લેખિત અરજી કરતાં ત્યાંથી સંસ્થાના પ્રિન્સિપાલ દ્વારા આ સર્ટિફિકેટ જે તે તાલીમાર્થીને મળી શકે છે.
- Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર અને Cerificateનું ફોર્મેટ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Wednesday, November 16, 2022
DGT Alerts: WSC અને ED ને ટ્રેડ થીયરી સાથે મર્જ કર્યા પછી teaching કરવા બાબત નો તારીખ: 10/11/2022 નો પરિપત્ર.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Clarification in brief as per above letter (સૂચનાઓ):
1. DGT માં અલગ અલગ રાજ્યો દ્વારા WSC અને ED, CTS કોર્ષના teaching બાબતે પૂછતાં-- 26 june, 2013 ના લેટર મુજબ અનુસરવું આ માટે:
- 144 seats માટે એક Engg. Dwg Instructor જરૂરી છે. વધારાની 144 seats માટે વધારાનો Engg. Dwg Instructor જરૂરી બને.144 seats માટે એક WSC Instructor જરૂરી છે.
2.WSC અને ED ના teaching માટે Vocational Instructor (ટ્રેડ Instructor) નો, તેમની Qualifications પ્રમાણે ઉપયોગ કરી શકાશે.
- WSC અને ED ને ટ્રેડ થીયરી સાથે મર્જ કર્યા પછી teaching બાબતનો, 26 june 2013 નો modification of NCVT norms, 5Apr 2022 નો WSC અને ED ના સિલેબસ બાબતનો પરિપત્રની PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Friday, October 7, 2022
Craftsman Training Scheme (CTS) ના સિલેબસના રિવિઝન અને બદલાવ બાબતનો તા: 01/09/2022 નો પરિપત્ર....... વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
- પરિપત્રનો ટુંકમાં સાર નીચે મુજબ છે:
નોંધ: DGT દ્વારા જાહેર કરેલ English પરીપત્ર જ આખરી ગણાશે. આ ફક્ત તમારી જાણ માટે છે.
1.CTS ટ્રેડ Curriculum ના Learning માટેના વાર્ષિક 1600 hrs માંથી 1200hrs કરવામાં આવ્યા, તેથી બે વર્ષના કોર્ષ માટે 2400hrs અને 6 મહિનાના કોર્ષ માટે 600hrs થાય.
2.WSC અને ED ને ટ્રેડ થિયરી સાથે મર્જ કરવા અને એજ પ્રમાણે Curriculum બનાવવા.
3. ઈન્ડ્ટ્રીઝની જરૂરિયાત પ્રમાણે, ES નો કોર્ષ બનાવવો જેમાં 1 વર્ષ માટે 120hrs, 2 વર્ષ માટે 180 hrs, 6 મહિનાના કોર્ષ માટે 60hrs ના Learning Hours કરવા.
4. નવા CTS કોર્ષમાં અત્યારના માર્કેટ/ઈન્ડ્ટ્રીઝની જરૂરિયાત પ્રમાણે ના ટોપીક, ટુલ્સ, ઈકવિપમેન્ટમાં બદલાવ કરવો.
5. Learning Hours ઓછા કર્યા, અને On Job Training -OJT ફરજીયાત કરવી. જ્યાં OJT થઈ શકે એમ ન હોય તો ત્યાં પ્રોજેક્ટ ફરજીયાત કરવો.
6.NIOS દ્વારા ચાલતા 10th/12th Certificate , Language માટેની સ્ટડીની વ્યવસ્થા કરવી.
7. આ Revised Curriculum ને તાત્કાલિક અસરથી એટલે કે 1 Sept,2022 for all existing CTS Trainees અને નવા Session-2022 23 ના trainees માટે અમલ કરવો.
- DGT દ્વારા જાહેર કરેલ English પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Friday, September 23, 2022
એડમિશન-2022 બાબત: DGT દ્વારા તા- 22/09/2022 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- DGT દ્રારા જાહેર કરેલ પત્ર નો ટુંકમાં સારાંશ નીચે મુજબ છે:
1.DGT દ્વારા અગાઉ 12/05/2022 અને 16/08/2022 ના રોજ કરેલ પરિપત્ર મુજબ CTS કોર્ષ -2022,23/24 માટે એડમિશનની છેલ્લી તારીખ :31/08/2022 હતી.
2. બધા સ્ટેટ ડિરેકટર તરફથી મળેલ રજૂઆતો અને સૂચનો ધ્યાનમાં લેતાં હવે એડમિશનની તારીખ: 31/09/2022 સુધી લંબાવવામાં આવે છે.
3. ડેટા અપલોડ કરવા માટે ની API લીંક NCVT MIS પોર્ટલ ઉપર તારીખ: 1/10/2022 થી 15/10/2022 દરમ્યાન ઓપન થશે.
4. આ એડમિશનમાં વધારેમાં વધારે એડમિશન થાય એવા પ્રયત્નો કરવા.
5. 31/05/2023 (31/05/2022-લેટર માં ભૂલ હોય એવું લાગે છે) સુધીમાં તાલીમાર્થીઓ નો સિલેબસ પૂરો કરવાનો થાય છે જે માટે જરુર પડે તો Extra Classes નું એરેંજમેન્ટ કરવું.
6. બીજી activities અગાઉ ના બે પરિપત્રો મુજબ જ રહેશે. જે નીચે લીંકમાં આપેલા છે.
- એડમિશન-2022 બાબતનો લેટેસ્ટ પરિપત્ર ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
નોંધ: ઉપર લિંક માં આપેલ English પરિપત્ર જ આખરી ગણાશે.
Wednesday, September 14, 2022
Employability Skills (ES) ના સિલેબસ અને Learning Hours બાબત: DGT નો તા:5/09/2022 નો પરિપત્ર...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
માનનીય, Atulkumar Tiwari, IAS Add. secretary, DGT દ્વારા નીચે પ્રમાણે આદેશ કરવામાં આવ્યો. જેેના
મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે:
1. Revised. Syllabus ES-120hrs for Students of 1 year Course અને 1st year of 2 year Course & 60hrs Advance Course in the 2nd year of 2 year Course, 60hrs for Six Month Course આ પ્રમાણે ગણવું.
2. આ Revised Syllabus Session-2022/23થી ..... હવે પછી લાગુ કરવો.
- Employability Skill ના Revised Syllabus માટે : ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉપરનું ગુજરાતી રૂપાંતરણ ફક્ત સમજ માટે છે.English પરીપત્ર જ આખરી ગણાશે: ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
WSC અને ED ના સિલેબસ અને Learning Hours બાબત: DGT નો તા:5/09/2022 નો પરિપત્ર...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
WSC અને ED ના (40hrs. Each) ને Trade Theory સાથે મર્જ કરી નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા.
1. WSC અને ED નો Revised Syllabus હાલમાં અભ્યાસ કરતા તાલીમાર્થી Admission વર્ષ-2021/22 અને નવા એડમિશન થયેલ તાલીમાર્થીઓને લાગુ પડશે.
2. જે તાલીમાર્થીઓ અગાઉ (ex. trainees) WSC અને ED માં નાપાસ છે તેઓની પરીક્ષા અલગથી Supplementary examination લેવામાં આવશે.
નોંધ : ED અને WSC નો Revised Syllabus Annexure-A અને Annexure-B માં આપેલો છે.
- નોંધ: ઉપરનું ગુજરાતી રૂપાંતરણ ફક્ત સમજ માટે છે.English પરીપત્ર જ આખરી ગણાશે: ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
CTS અને CITS Learning Hours બાબત: DGT નો તા: 5/09/2022 નો પરિપત્ર..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
માનનીય, Atulkumar Tiwari, IAS Add. secretary, DGT દ્વારા નીચે પ્રમાણે આદેશ કરવામાં આવ્યો.
1. 1-Year Courses અને 1-Year of Two Year Courses માટે સુધારેલા સિલેબસ પ્રમાણે (1200+150hrs OJT/Group Project) Session 2022-23 થી લાગુ કરવું. ( 2Year of Two Year Course હાલ જે ચાલે છે તેમને લાગુ પાડવાનું કે નહી તેનો ઉલ્લેખ નથી)
2. Six Month ITI Courses, સુધારેલા સિલેબસ પ્રમાણે (600+150hrs OJT/Group Project) Session 2022-23 થી લાગુ કરવું.
3. ITI માં 10 અને 12 મા ધોરણ માટેના સેન્ટર/NIOS ખોલવા.
4. MSDE દ્વારા IGNOU સાથે MOU કરવામાં આવે કે જેમાં 12 સમકક્ષ પછીના ગ્રેજ્યુએટ કોર્ષ - કોલેજ માટે ITI ના તાલીમાર્થીઓને એનરોલ કરવામાં આવે.
5. નવા કોર્ષના Reorganize માટે CSTARI, NIMI, DGT/NSTI,SSC, ITI Instructors, INDUSTRIES Experts ની ટીમ બનાવવામાં આવે કે જે કોર્ષ તૈયાર કરશે.
ઉપર પ્રમાણે હમણા જ નવા CTS કોર્ષ Syllabus રજૂ થયા છે.
- નોંધ: ઉપરનું ગુજરાતી રૂપાંતરણ ફક્ત સમજ માટે છે.English પરીપત્ર જ આખરી ગણાશે: ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
Friday, September 9, 2022
NSQF સંલગ્ન ટ્રેડો ના સ્ટડી મટીરિયલ, એસેસમેન્ટ રિફોર્મ, ES ના મોડયુલ અને તાલીમાર્થી ઓનાહિતોના નિર્ણય બાબત: તા-29/08/2022 નો પરીપત્ર...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- " Skill India " મિશનને Successful બનાવવા અને "Trainee Centric" ઈકો સીસ્ટમ બનાવવા ના હેતુથી, અને આ આખી સીસ્ટમ ને સરળ બનાવવા માટે માનનીય, રાજેશ અગ્રવાલ, IAS, સચિવ શ્રી Govt of India,Ministry of Skill Development & Entrepreneurship દ્વારા આ પરિપત્ર તારીખ - 29/08/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો. જેમાં પ્રથમ નજરે નીચેના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા.
- NSQF સંલગ્ન ટ્રેડો ના સ્ટડી મટીરિયલ, એસેસમેન્ટ રિફોર્મ, ES ના મોડયુલ અને તાલીમાર્થી ઓનાહિતોના નિર્ણય બાબત: તા-29/08/2022 નો પરીપત્ર: અહીં ક્લિક કરો
a. MSDE, દ્વારા ચાલતા અલગ અલગ કોર્ષના સ્ટડી મટીરિયલ English ભાષામાં ઉપલબ્ધ છે પરંતું લોકલ રિજનલ ભાષામાં ઉપલબ્ધ નથી તો આ સ્ટડી મટીરિયલ લોકલ રિજનલ ભાષામાં ઉપલબ્ધ થાય તે જરૂરી છે. જેથી કરીને વધારેમાં વધારે તાલીમાર્થીઓ Skill બધ્ધ થાય.
b. સ્ટડી મટીરિયલ ના ફોર્મેટ જેવા કે PDF ફોર્મેટમાં, હિન્દી અને લોકલ ભાષામાં ઉપલબ્ધ હોય અને QR CODE બેઝ વિડીઓ Learning, Self Learning મટીરિયલ પણ ઉપલબ્ધ થાય.
c. ઉપરનું તમામ મટીરિયલ Free ઉપલબ્ધ થાય- વેબસાઈટ, NSDC ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવે.
d. ઉપરનું તમામ મટીરિયલ up to date, હાલની ઈન્ડસ્ટ્રીઝ ની જરૂરિયાત મુજબ હોય,OJT (On Job Training) ફરજીયાત કરવામાં આવે.
e. Assessment નો સમય અને Cost વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ કરી ઘટાડી શકાય.
f. Focus on જોબ પ્લેસમેન્ટ અને Industry MOU.
g. નવો ES નો કોર્ષ અને સ્ટડી મટીરિયલ Free of Cost ઉપલબ્ધ કરાવવો.
h. Short Duration ના કોર્ષ, Practical એપ્રોચ વાળો કોર્ષ એક મહિનાની અંદર તૈયારી કરવા - Skill Hub Initiative.
i. Free Mock Test- PDF,Apps અને વેબસાઈટમાં ઉપલબ્ધ કરાવવા.
j. સમય મર્યાદામાં Result , e Marksheet , e Certificate વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવા. ઈ મેઈલ/ વેબસાઈટ દ્વારા પણ Result ની જાણ કરવી તેમજ તાલીમાર્થીઓ ડાઉનલોડ કરી શકે એવી વ્યવસ્થા કરવી. Re- evaluation process, Supplementary exam process- Students Friendly રાખવું અને એ પણ સમય મર્યાદામાં કરવું.
k. Question wise Performance - દરેક તાલીમાર્થીનું એનાલીસિસ એજન્સી મારફત કરાવવું.
l. જે તાલીમાર્થીમિત્રો નાપાસ થયેલા છે , તેમના માટે Extra Classes, Supplementary exam કરાવવી.
m. Short term કોર્ષ માટે આધાર અને મોબાઈલ OTP બેઝ ટ્રેઈનર અને Assesors દરેક જિલ્લા વાઈઝ ઉપલબ્ધ થાય તેવું કરવું.
n. Job role Licence માટેની પ્રોસેસ ને ઓળખવી અને અભ્યાસ કરવો.
o. વધારાનું ફંડ MSDE ને Return કરવું.
p. Daily Attendance of Candidates, Trainer, Assesors through આધાર બેઝ બાયોમેટ્રિક એટેડન્સ સીસ્ટમ (AEBAS) ફરજીયાત કરવી- buffer time 20minutes before class start.
ઉપરના તમામ મુદ્દાઓનો અમલ કરવો.
નોંધ: ઉપર લીંક માં આપેલ Original English પરીપત્ર આખરી ગણાશે.
Friday, August 19, 2022
આઈ.ટી.આઈ.ના કર્મચારીને મળવાપાત્ર રજાઓ બાબત....... વધું માહિતી માટે અહીં ક્લિક કરો
- રજા એટલે સક્ષમ અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી કર્મચારીની ફરજ ઉપરની ગેરહાજરી.
- આમ તો ગુજરાત મુલ્કી સેવા નિયમોના GCSR ગ્રંથમાં રજાના પ્રકાર અને વિવિધ નિયમો 44 પાનામાં આપેલા છે. અહીં માત્ર અગત્યની હાઇલાઇટ્સ છે.
- વર્ષના તમામ રવિવાર, તમામ બીજો અને ચોથો શનિવાર તથા જાહેર રજાઓ (લગભગ 20 થી 25) સરકારી કર્મચારીને મળે છે.
- એ ઉપરાંત કેટલીક અન્ય રજાઓ નીચે પ્રમાણે મળતી હોય છે.
1)CL / પ્રાસંગિક રજા
આખા અંગ્રેજી વર્ષ દરમિયાન 12 દિવસની CL મળે છે.એક સાથે આઠથી વધુ CL મંજૂર કરી શકાતી નથી. આ રજા બીજી કોઈપણ રજા સાથે જોડી શકાતી નથી. અર્ધા દિવસની પણ CL મંજૂર કરી શકાય છે. વર્ષ-2004થી CL આ રજાનો હિસાબ CL CARD માં રાખવામાં આવે છે.CL કાર્ડ બે નકલમાં બનાવવામાં આવે છે-એક-ઓફિસ કોપી અને બીજી-કર્મચારીની કોપી.બંને કાર્ડમાં રજાની વિગત ભરીને ઉપલા અધિકારી પાસે રજા મંજૂર કરાવવાની હોય છે. કોઈ કારણસર અગાઉથી રજા મંજૂર કરવાની રહી જાય ત્યારે રજા પરથી પરત આવ્યા બાદ તુરત જ કાર્ડમાં નોંધ કરી રજા મંજૂર કરાવવાની રહેશે.
2) મરજીયાત રજા/ RH (Restricted Holidays)
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આગામી વર્ષની સરકારી જાહેર રજાઓની યાદી સાથે મરજીયાત ૨જાઓની યાદી પણ જાહેર કરવામાં આવે છે. જેમાંથી વધુમાં વધુ બે રજાઓ ભોગવી શકાય છે.જેને CL કાર્ડમાં જ અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
3) વળતર રજા/C-Off
જાહેર રજાના દિવસે સરકારી કામે કચેરીમાં હાજરી આપવી પડે ત્યારે વળતર રજા મળે છે. આ રજા CL ની સાથે જોડી શકાય છે.
રજા દરમિયાન આખા દિવસના સાડા ત્રણ કલાક કે તેથી ઓછા સમય માટે પરંતુ બે કલાકથી ઓછી નહીં તેટલી હાજરી માટે અડધા દિવસની વળતર રજા મળી શકે છે.તેનાથી વધારે સમય પરંતુ પાંચ કલાકથી ઓછો ન હોય તે માટે આખા દિવસની વળતર રજા મળે છે. આ રજાઓ પણ CL કાર્ડમાં પ્રથમ જમા લઇ ત્યારબાદ ભોગવી શકાય છે. ન ભોગવેલી વળતર રજાઓ આગલા વર્ષમાં કેરી ફોર્વડ થતી નથી.
4) પ્રસુતિ રજા/મેટરનીટી લીવ
કાયમી નોકરીમાં હોય તેવા અને જેમને બે કરતાં વધુ જીવિત બાળકો ન હોય તેવા મહિલા કર્મચારીને 180 દિવસની પ્રસૂતિની રજા મળે છે.ફિક્સ પગારના મહિલા કર્મચારીને પણ આ રજાઓ મળે છે.
5) પિતૃત્વ રજા/પેટરનીટી લીવ
બે કરતાં ઓછા બાળકો ધરાવતા પુરુષ કર્મચારીને તેની પત્નીના પ્રસૂતિ પ્રસંગે 15 પેટરનીટી લીવ મળે છે. પ્રસૂતિના 15 દિવસ અગાઉથી શરૂ થઈને પ્રસુતિના છ માસ સુધીની સમય મર્યાદામાં આ રજાઓ ભોગવી શકાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને પણ આ રજા મળે છે.
6) પ્રાપ્ત રજા/EL(Earned Leave)
વેકેશન ખાતા સિવાયના આપણા ખાતાના કમચારીને નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક (છ માસ) ગાળા માટે 15 દિવસની EL પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઇના દિવસે સર્વિસ બુકમાં રજાના હિસાબમાં અગાઉથી જમા કરવામાં આવે છે. વર્ષની કુલ 30 EL જમા થાય છે. વર્ષ દરમિયાન વધુમાં વધુ ત્રણ પ્રસંગોમાં EL મંજૂર થઈ શકે છે. આ રજાઓ જમા થતી જાય છે.વધુમાં વધુ 300 રજા જમા રહે છે.
આ રજા નિયત પત્રકમાં વિગતો ભરીને અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
7) અર્ધપગારી રજા
EL ની જેમ પ્રત્યેક અર્ધવર્ષે 10 દિવસની અર્ધપગારી રજા સર્વિસ બુકમાં રજાના હિસાબમાં 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ જમા કરવામાં આવે છે. વર્ષની 20 રજા જમા થાય છે.આ જમા રજા -- રૂપાંતરિત રજાના સ્વરૂપે ,તબીબી પ્રમાણપત્રના આધારે મંજૂર કરી શકાય છે. આ રૂપાંતરિત રજા અર્ધપગારી રજા કરતાં બમણી સંખ્યામાં સર્વિસ બુકમાં રજાના હિસાબમાં ઉધારવામાં આવે છે. જનરલી આ રજાઓને મેડીકલ રજાને નામે કર્મચારીઓ ઓળખે છે.
- ફિક્સ પગારી કર્મચારી માટે:
12CL મળશે.
- 15 ખાસ રજાઓ મળશે. જે કેરી ફોર્વર્ડ કરી શકાશે. પરંતુ આવી રજાઓ 30થી વધુ જમા થઈ શકશે નહીં. કોઈપણ હેતુ માટે આ રજાઓ વાપરી શકાશે.
- માંદગીના હેતુ માટે--પુરા પગારમાં 10 અને અડધા પગારમાં 20 રજા મેડીકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર છે. આ રજાઓ એકઠી થઈ શકશે. સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રી આ રજાઓ મંજૂર કરી શકશે.
- તમે કોઈપણ રજા ઉપર જાવ ત્યારે તમારા હવાલાની બેચના તાલીમાર્થીના ચાર્જની વ્યવસ્થા કરવાની રહેશે અને તાલીમાર્થીના હાજરીપત્રક તથા ડે-વાઈઝ રજીસ્ટર અન્ય કર્મચારીને સાંપીને જવાનું રહેશે.
Wednesday, June 15, 2022
CITS (RPL) Main exam September-2022 બાબત : છેલ્લી તારીખ: 23/07/2022, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે શું શું જોઈશે? થીયરી ,પ્રેક્ટીકલ, TOT, Tentative ટાઈમ ટેબલ, હોલ ટીકીટ ડાઉનલોડ કરવા ......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- CITS (RPL) Main exam , September-2022,તાલીમાર્થીઓની પરીક્ષા બાબત : ટ્રેડ થીયરી ,પ્રેક્ટીકલ, TOTનુ Tentative ટાઈમ ટેબલ તારીખ - 14/06/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું.
- CITS (RPL)પરીક્ષા આઈ.ટી.આઈ. ના S.I. એ આપવાની હોય છે.
- જે S.I. ના ડિપાર્ટમેન્ટ માં ત્રણ વર્ષ કે તેથી વધુ થયા હોય તે CITS (RPL) આપી શકતા હોય છે.
- વધુ જાણકારી માટે CITS (RPL) નવી ગાઈડ લાઈન વાંચવી: ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો
- ટ્રેડ થીયરી ,પ્રેક્ટીકલ, TOTનુ Tentative ટાઈમ ટેબલ: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 20/06/2022 થી 23/07/2022.
- ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે કઈ કઈ વિગત જોઈશે ? જાણવા માટે અહીં ક્લિક કરો
- Photo with Sign (ફોટાની નીચે સહી રાખવી) , ધોરણ-10 કે 12 માર્કશીટ, Diploma કે B.E. અથવા B.Tech માર્કશીટ, સંસ્થા દ્વારા આપેલ અનુભવનું પ્રમાણપત્ર -- ની સોફ્ટ કોપી તૈયાર રાખવી.
- CPF કે GPF નંબર માગે તો સંસ્થાના પ્રિન્સિપાલ ને જાણ કરી તે કહે તેમ કરવું.
- રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
- Download Hall Ticket from 15/09/2022 :Click Here
- રિઝલ્ટ જાહેર કરવાની તારીખ: 17/10/2022.
Sunday, April 10, 2022
DGT દ્વારા નાપાસ થયેલ તાલીમાર્થીઓ (Supp.) બાબત અને બાકી રહી ગયેલા તાલીમાર્થીઓની (Left over)પરીક્ષા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો..... વધુ માહિતી માટે અહીં ક્લીક કરો
બાકી રહી ગયેલા તાલીમાર્થીઓ (Left over trainees) ની પરીક્ષા બાબત:
- 2018-20,2019-21 (2nd year), 2019-20,2020-21 (1st year, 6 month) ની પરીક્ષા લેવાશે.
- Fee status- હાલ જોવાનુ નથી, જ્યારે રિઝલ્ટ ડિકલેર કરવાનું હોય એ વખતે fee ભરાયેલ હોવી જોઈએ.
- CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 25-04-2022.
- રિઝલ્ટ જાહેર કરવાની તારીખ: 2nd week of June, 2022.
નાપાસ થયેલ તાલીમાર્થીઓની પરીક્ષા અલગથી લેવામાં આવશે. તેની CBT પરીક્ષા ની ફી ભરવાની લીંક ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
- DGT દ્વારા નાપાસ થયેલ તાલીમાર્થીઓ (Supp.) બાબત અને બાકી રહી ગયેલા તાલીમાર્થીઓની પરીક્ષા બાબતે પરિપત્ર : અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...