આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label ટેપર એન્ગલ. Show all posts
Showing posts with label ટેપર એન્ગલ. Show all posts

Saturday, March 11, 2023

Tailstock offset method: Lathe ઉપર ટેપર એંગલ કઈ રીતે સેટ કરવો? રાઉન્ડ બાર ઉપર ટેપર કઈ રીતે કરવું?.... વધું માહિતી માટે અહીં ક્લિક કરો


પદ્ધતિ: 
  • રાઉન્ડબારની બંને બાજુ યોગ્ય  ઊંડાઈના સેન્ટર હોલ કરો.
  • આપેલ  રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે લેથ ડોગનો ઉપયોગ કરી , ટ્રુ ફરે એ રીતે ફિટ થાય છે કે નહિ તે ચેક કરો.
  • લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.
  • જોબ પર ટેપર લંબાઈનું માર્કિંગ કરો.
  • Offset Length ,S શોધવાનું  સૂત્ર:
 Offset Length ,S = (D - d)x L/2l
જ્યાં, D=Major Diameter, d= Minor diameter,L=  Total Length of the Work piece,  l= ટેપર લંબાઈ
  • ઉપર મુજબ Offset Length ,S શોધ્યા બાદ નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેને tailstock ઉપર સેટ કરો.
  • ત્યારબાદ જોબને  બંને સેન્ટર વચ્ચે લેથ ડોગનો ઉપયોગ કરી ફિટ કરો.
  • ત્યારબાદ, ટેપર લંબાઈમાં કમ્પાઉન્ડ સ્લાઈડ વડે ફીડ આપી ટેપર Turning કરો.
  • બેવેલ પ્રોટેક્ટર વડે Taper Angle ચેક કરો.
  • દરેક Sharp edge ને ફાઈલ વડે ડી- બર કરો.
Taper Turning by Tailstock offset method નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો

Saturday, March 4, 2023

Compound rest method: Lathe ઉપર ટેપર એંગલ કઈ રીતે સેટ કરવો? રાઉન્ડ બાર ઉપર ટેપર કઈ રીતે કરવું?.... વધું માહિતી માટે અહીં ક્લિક કરો


પદ્ધતિ: 
  • આપેલ  રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે , ટ્રુ ફરે એ રીતે ફિટ કરો.
  • લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.
  • જોબ પર ટેપર લંબાઈનું માર્કિંગ કરો.
  • Taper Angle શોધવાનું  સૂત્ર:
 tan [Angle°] = (D - d)/2l
જ્યાં, D=Major Diameter, d= Minor diameter, l= ટેપર લંબાઈ
  • ઉપર મુજબ Taper Angle શોધ્યા બાદ નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેને કમ્પાઉન્ડ રેસ્ટ ઉપર સેટ કરો.

  • ત્યારબાદ, ટેપર લંબાઈમાં કમ્પાઉન્ડ સ્લાઈડ વડે ફીડ આપી ટેપર Turning કરો.
  • બેવેલ પ્રોટેક્ટર વડે Taper Angle ચેક કરો.
  • દરેક Sharp edge ને ફાઈલ વડે ડી- બર કરો.
Taper Turning by Compound rest method નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો