આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, December 15, 2022

OJT ( On Job Training ) બાબત: NSQF લેવલ- 4 પ્રમાણે કઈ રીતે કરવી? તેની સંપૂર્ણ માહિતી : Updated on 02/03/2026.. જાણવા માટે અહીં ક્લિક કરો


NSQF લેવલ-4, updated course , revised in March-2023,Ver. 2.0 પ્રમાણે,
  • ફિટર ટ્રેડ માટે, પ્રથમ વર્ષમાં 150hrs. અને દ્વિતિય વર્ષમાં 150hrs. -- નજીકની Industry માં OJT ફરજિયાત- Mandatory લેવાની છે. અથવા જ્યાં Industry નથી ત્યાં ગ્રુપ Project કરવો ફરજિયાત છે.
  • 150/8hrs.per day =19 કે 20 વર્કીંગ દિવસની OJT થાય. અથવા અનુકૂળતા પ્રમાણે નિયમ મુજબ.
  • પરમિશન લેટર: સંસ્થામાંથી એક લેટર, સંસ્થા દ્રારા અથવા રૂબરૂ Industry માં આપવાનો થાય, જેમાં સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ કોર્ષ ,OJT બાબતનો ઉલ્લેખ અને પરમિશન માટે Request કરવાની થાય અને તાલીમાર્થીઓની સંખ્યા દર્શાવવી .અથવા વર્બલી પણ Request કરી શકાય. Request લેટરના ફોર્મેટની Pdf માટે: અહીં ક્લિક કરો ત્યારબાદ આ Request ને આધારે Industry અને ITI વચ્ચે MOU કરવા. MOUના ફોર્મેટની Pdf માટે: અહીં ક્લિક કરો (MOU તથા તમામ ફોર્મેટ અપડેટ - 02/03/2026 થી  આ ફોલો કરવું )

  • પરમિશન લેટર મળ્યા બાદ તાલીમાર્થીઓની બાંહેધરી લેવી પડે. બાંહેધરીના લેટરની Pdf માટે: અહીં ક્લિક કરો
  • ત્યારબાદ તારીખવાઈઝ 10 થી 20 તાલીમાર્થીઓ અનુકૂળતા પ્રમાણે પ્લાનિંગ કરી સંસ્થા માગે ત્યારે અંદાજીત આપવું. જેમાં તારીખની રેન્જ લખવી, અનુકૂળતા પ્રમાણે આગળ પાછળ  કરી શકાય.
  • જો એક આખી બેચ OJT માં હોય તો ઈન્સ્ટ્રક્ટરની હાજરી હોય તો સારું અથવા  તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકાય.
  • તાલીમાર્થીઓની હાજરીની વિગત નિયત નમૂનામાં રાખવી.
  • OJT નો રિપોર્ટ તાલીમાર્થીઓ પાસે તૈયાર કરાવવો-- રિપોર્ટ માં મુખ્યત્વે  જે તે Industry માં કયા ક્યા Department છે?, દરેક Department માં મશીનોની વિગત, તેના ઉપર થતા ઓપરેશન , ફાઈનલ Products, કામદારોની સંખ્યા, Industry નું નામ, સરનામું વગેરેનો સમાવેશ થાય છે. એ પ્રમાણે રિપોર્ટ તૈયાર કરાવવો.
  • તાલીમાર્થીઓને અલગ અલગ Department-- Production, Quality, HR, Store વગેરેમાં 2-4 દિવસ માટે રોટેશન પદ્ધતિથી ગોઠવી શકાય.
  • ત્યારબાદ, છેલ્લે દરેક તાલીમાર્થીનું  અથવા બધાનું કોમન OJT બાબતનું સર્ટિફિકેટ સિક્કા સાથે તૈયાર કરાવવું પડે.
  • સર્ટિફિકેટના ફોર્મેટની Pdf માટે : અહીં ક્લિક કરો
  • OJT દરમ્યાન કંપનીના જવાબદાર વ્યક્તિ અને તાલીમાર્થીઓ વચ્ચે સુમેળ ભર્યા સંબધો બન્યા રહે એ જોવાનું કામ ઈન્સ્ટ્રક્ટર મિત્રનું છે. કારણ કે હવે દર વર્ષે OJT કરવાની થાય છે. વાદ - વિવાદ માં પડવું નહી, અને ખાસ Practical થવું.
  • નોંધ: ઉપરના તમામ ફોર્મેટમાં પોતાની રીતે જરૂર જણાય ત્યાં બદલાવ કરી શકાય. પત્ર વ્યવહાર ઈ મેઈલ દ્વારા પણ કરી શકાય.
  • ઉપરના તમામ ફોર્મેટની કોમ્પ્યુટરાઈઝ સોફ્ટ કોપી માટે: અહીં ક્લિક કરો
 નીચે મુજબના Record સાચવવા
  • MOU
  • Weekly Log Book Format
  • On the Job Training (OJT) : Trainee Performance Evaluation and Marking Scheme
  • Certificate of Completion for OJT/Project Work 

Trade: Fitter, બીજું વર્ષ: MCQ test સિરીઝ.... ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

  • ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: 
  1. ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ.
  2. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં.
  3. ટોટલ-     ટેસ્ટ.
  4. સાચા જવાબોનું વિશ્લેષણ.
  5. NSQF લેવલ-૪ પ્રમાણે.
  6. આઈ.ટી.આઈ. નાં તાલિમાર્થિઓને ધ્યાનમાં રાખીને બનાવેલ.
  7. આ વખતે NCVT પરીક્ષા ઓનલાઇન લેવાવાની છે. તેને અનુલક્ષીને બનાવેલ.

 
નોધ: આ પેજ અપડેટ થશે જોતા રહેવું . 

Wednesday, December 14, 2022

ITI માં એડમિશન લેવાનો હેતુ(Objectives): આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવાથી તાલીમાર્થી શું કરી શકશે?, શા માટે આઈ. ટી. આઈ. માં ટ્રેનીંગ લેવી?....... અહીં ક્લિક કરો


આઈ. ટી. આઈ. માં તાલીમ લેવાનો હેતુ:

તાલીમ લીધા બાદ, તાલીમાર્થીઓ શું કરી શકશે? (They are able to)
  • ટેકનીકલ બાબતોનું જ્ઞાન મેળવશે-- ટેકનીકલ બાબતોને સમજવી, કામનું યોગ્ય રીતે સમય મુજબ આયોજન કરવું. જરૂરી મટીરિયલ અને ટુલ્સને ઓળખવા (થિયરી જનરલ).
  • કોઈ પણ કાર્ય દરમ્યાન-- સેફ્ટી અને એવી કામ કરવાની પદ્ધતિને અનુસરવી કે જેમાં એકસીડેન્ટ ન થાય (સેફ્ટી).
  • જોબ બનાવતી વખતે-- તાલીમ દરમ્યાન લીધેલ ટેકનીકલ જ્ઞાન, આવડત (skill), employability skills નો ઉપયોગ કરવો.
  • Job/Assembly કરતી વખતે ડ્રોઈંગને ચેક કરવું, સમજવું, તેને લગતી error (ભૂલ) સુધારવી (Practical job).
  • કરેલ કામની ટેકનીકલ બાબતોને ડોક્યુમેન્ટ્સ સ્વરૂપે તૈયાર કરવી (પ્રેક્ટિકલ જનરલ).

શા માટે આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવી? (Career- Progression Pathways)
  • Industry માં ટેકનીશિયન તરીકે જોડાઈ શકે છે અને ત્યાં સીનીયર ટેકનીશિયન, સુપરવાઈઝર વધુમાં મેનેજર સુધી બઢતી મળી શકે છે.
  • પોતાના ફિલ્ડમાં Entrepreneur- ઉદ્યોગ સાહસિક પણ બની શકાય છે.
  • 10+2 પદ્ધતિમાં NIOS ની પરીક્ષા આપી શકાય છે, ધોરણ-12 સમકક્ષ પ્રમાણપત્ર પણ મેળવી શકાય છે.
  • Diploma engineering માં રિલેટેડ ફિલ્ડમાં એડમિશન લઈ આગળ ભણી શકાય છે.
  • એપ્રેન્ટીસ કરીને National Apprentice Certificate (NAC) મેળવી શકાય છે.
  • CITS - Craft Instructor Training Scheme ને જોઈન કરી ITI માં Instructor  બની શકાય છે.

નોંધ: હમણાં જ આપણા માનનીય નિયામક સાહેબ શ્રી અમુક આઈ. ટી. આઈ.ની મુલાકાત લીધેલ જેમાં તેઓએ તાલીમાર્થીઓને આ બાબતે પૂછેલ. વધુમાં તાલીમાર્થીઓને ખરેખર આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવાનો આ મૂળ હેતુ સમજાશે તો જ તેની ટ્રેનીંગ સાર્થક થઈ ગણાશે.

Friday, December 9, 2022

રોજગાર ભરતી મેળો-2022, આઈ. ટી.આઈ. , પાલનપુર... તારીખ: 12/12/2022 ના રોજ યોજાશે........ વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • કંપનીનું નામ અને સ્થળ: 12 કંપની, પાલનપુર ખાતે.
  • તારીખ અને સમય, ઈન્ટરવ્યૂ માટેનું સ્થળ: 12/12/2022, 10:00 વાગે, આઈ. ટી. આઈ., પાલનપુર, બનાસડેરી રોડ, પાલનપુર, જી- બનાસકાંઠા.
  • લાયકાત: ITI પાસ તમામ ટ્રેડ.
  • પાસ આઉટ વર્ષ: 2018,2019,2020,2021,2022.
  • સાથે લઈ જવાના ડોક્યુમેન્ટસ: આઈ. ટી. આઈ પાસ આઉટ ની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝ ફોટો, એલ. સી. ઝેરોક્ષ, આઈ. ડી. પ્રૂફ -- તમામની બે નકલ.