આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label ધોરણ 10 અને 12 સમકક્ષતા ના પ્રમાણપત્રો મેળવવા બાબત. Show all posts
Showing posts with label ધોરણ 10 અને 12 સમકક્ષતા ના પ્રમાણપત્રો મેળવવા બાબત. Show all posts

Friday, March 19, 2021

આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓએ ધોરણ 10 અને 12 સમકક્ષતા ના પ્રમાણપત્રો મેળવવા અંગેની વિસ્તૃત માહિતી મેળવવા નીચે લિંક ઉપર કિલક કરો

  


  • ગુજરાત રાજ્યની સરકારી/ ગ્રાન્ટ ઈન એઈડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓને ધોરણ 10 / ધોરણ 12 સમકક્ષ ગણવા /ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા તથા આ અંગેના પ્રમાણપત્રો મેળવવા અંગેનો તા: 01.01.2013 નો પરિપત્ર વાંચવા માટે Click Here

 

 

  • ગુજરાત રાજ્યની સરકારી/ ગ્રાન્ટ ઈન એઈડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓએ " સમકક્ષતા પ્રમાણપત્ર " મેળવવા સઁલગ્ન સંસ્થા ખાતે નીચે મુજબ ની કાર્યવાહી હાથ ધરવાની રહેશે,
ધોરણ 8 પછી આઈ.ટી.આઈ નો 2 વર્ષ કે તેથી વધુ સમયગાળાનો NCVT/GCVT નો કોર્સ પાસ કર્યો હોય તેવા તાલીમાર્થીઓ માટે (ઘોરણ 10 સમકક્ષ માટે):

  1. નિયત નમૂના માં તાલીમાર્થી ની અરજી  (અરજીપત્રક નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.)

  2. ધોરણ 8 પાસ ની માર્કશીટ 

  3. શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC)

  4. NCVT / GCVT  પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ

  5. પૃથ્થક તરીકે અંગ્રેજી તથા ગુજરાતી વિષય પાસ કર્યાની ધોરણ 10 ની માર્કશીટ

  6. રૂ.50/- નો સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તાલીમાર્થીઓ પાસેથી અરજી સાથે લેવાનો રહેશે.

ધોરણ 10 પછી આઈ.ટી.આઈ નો 2 વર્ષ કે તેથી વધુ સમયગાળાનો NCVT/GCVT નો કોર્સ પાસ કર્યો હોય તેવા તાલીમાર્થીઓ માટે (ઘોરણ 12 સમકક્ષ માટે):

  1. નિયત નમૂના માં તાલીમાર્થી ની અરજી  (અરજીપત્રક નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.)

  2. ધોરણ 10 પાસ ની માર્કશીટ 

  3. શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC)

  4. NCVT / GCVT  પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ

  5. પૃથ્થક તરીકે અંગ્રેજી વિષય પાસ કર્યાની ધોરણ 12 ની માર્કશીટ

  6. રૂ.50/- નો સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તાલીમાર્થીઓ પાસેથી અરજી સાથે લેવાનો રહેશે.

પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા: (સંસ્થા / સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ  માટે)

  • ઉપર મુજબની સંપૂર્ણ વિગતો સાથેની અરજીઓ એકત્રિત કરી સંસ્થા મારફતે સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરને રજૂ કરવાની રહેશે , જેથી તેઓશ્રીની કચેરી દ્વારા સમકક્ષતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

  • જે તે સંસ્થા ના અને જે તે ટ્રેડ ના સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરશ્રીઓએ તાલીમાર્થીઓએ મેળવેલ સમકક્ષતા પ્રમાણપત્ર નંબર અને તારીખ સાથે તાલીમાર્થીનું નામ, સરનામું, વ્યવસાય, બેચ નંબર, તાલીમનો સમયગાળો તથા રિઝલ્ટ ની વિગતો સાથે રેકર્ડ નિભાવવાના રહેશે.

"સમકક્ષતા પ્રમાણપત્ર" ના નમૂના:

  • ઘોરણ  10 સમકક્ષ પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

  • ઘોરણ  12 સમકક્ષ પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

  • ઘોરણ  12 સમકક્ષ (10 + 3 વર્ષ ડિપ્લોમા ધરાવતા તાલીમાર્થીને સરકારી નોકરી માટે)પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.