આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label CBT Result Grievance. Show all posts
Showing posts with label CBT Result Grievance. Show all posts

Monday, September 8, 2025

CBT Result Grievance case-1 બાબત......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Case 1 : જો કોઈ તાલીમાર્થીને પોતાના Result માં નીચે પ્રમાણે ભૂલ જણાઈ આવતી હોય તો શું કરવું?


 ઉપરના કેસમાં ,  તાલીમાર્થીએ પ્રેક્ટિકલ પરીક્ષા આપેલ છે પરંતુ by mistake પ્રેક્ટિકલમાં AB અથવા ખોટા માર્કસ મુકાયેલ છે તો .......

  1. સૌ પ્રથમ  CBT Result Grievance  કરવાનું થાય , એ માટે જે તે સંસ્થામાં તમારા સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર મારફત Result કોપી લઈ સંસ્થામાં જે કોપા સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર અથવા પ્રિન્સિપાલ સર જોડે રૂબરૂ જવું.
  2. ત્યાં તેઓ દ્વારા આ બાબતની સંપૂર્ણ ખરાઈ બાદ, તેના Proof-Evaluation Sheet, Attedance Sheet વગેરે ચેક કરી સંસ્થાના Log in માં તમારી હાજરીમાં  Grievance પ્રોસેસ કરવામાં આવશે.  છેલ્લે તાલીમાર્થીના મોબાઈલમાં OTP આવશે.જે સબમિટ કરવાનો રહેશે. એ વખતે સ્ક્રીન ઉપર  Grievance Submit નો મેસેજ પણ જોવા મળશે.
  3. ત્યારબાદ નોડલ સંસ્થા દ્વારા જરૂરી એપ્રૂવલ આપ્યા બાદ , માર્કસ માં સુધારો થશે . (સમય લાગશે)
  4.  ત્યારબાદ સમયાંતરે તાલીમાર્થીના Log in ચેક કરતા રહેવું. જેવો સુધારો થશે કે તરત જ Log in માં માર્કસ બતાવશે .
  5. આ પ્રક્રિયા સમયસર કરવી.