- આ એકમાત્ર મેગેઝીન છે ,જે ગુજરાતી ભાષામા દર મહિને (માસિક) અમદાવાદથી હર્ષલ પબ્લિકેશનના નેજા તળે પ્રસિદ્ધથાય છે . જેના કર્તા હર્તા -નગેન્દ્ર વિજય: પ્રસિદ્ધ વિજ્ઞાન પત્રકાર છે. હું ધોરણ -૮ થી આ મેગેઝીન વાચુ છું .હું આજે જે પણ છું એમાં Safari Science Magazine નો ખુબ મોટો ફાળો છે. આ મેગેઝિનમાં વિજ્ઞાન, કરન્ટ અફેર્સ, અવનવી વાતો , રોજિંદા વિજ્ઞાનને લગતાપ્રશ્નોની યોગ્ય સમજાય એવી શૈલીમાં સમજાવટ, સચિત્ર ઇતિહાસના લેખનો સમાવેશ થાય છે . મારા મતે આ જ્ઞાનનો એવો ભંડાર છે ,કે કદી ખૂટવાનો નથી. તમારી વિચારસરણી , આવડત, ભણતર, ઘડતરમાં આ મેગેઝીન ખૂબ મોટો ફાળો આપી શકે એમ છે.મારા મતે આ મેગેઝીન એક શ્રેષ્ઠ " Teacher "- શિક્ષક છે .
- વધુ માહિતી અને સફારી ખરીદવા માટે: અહીં ક્લિક કરો