આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label CBT Answer Sheet. Show all posts
Showing posts with label CBT Answer Sheet. Show all posts

Tuesday, September 27, 2022

DGT Alerts: CBT Answer Sheet ડાઉનલોડ કરવા બાબત ...... વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • સૌ પ્રથમ NCVT MIS portal : https://www.ncvtmis.gov.in/ ઉપર જવું. તેના ઉપર " Trainee" ઓપ્શન માં " Trainee Profile " માં જવું અને જરૂરી વિગતો જેવી કે...Roll no. R210840..... વાળો નંબર, Father name, D.O.B. -જન્મ તારીખ, કેપચા- અંગ્રેજી ના અક્ષરો... નાખવાથી પોતાની વ્યક્તિગત Profile ખુલશે. જેના Screen shot નીચે પ્રમાણે છે... જૂઓ.
  • ઉપર જણાવ્યા પ્રમાણે Profile ખુલ્યા બાદ " View CBT Exam Center " ઉપર ક્લિક કરવું. આમ કરવાથી નીચે મુજબ સ્ક્રીન ખુલશે.
  • તેમાં જમણી બાજુ આંગળીના ટેરવા થી જવાથી છેલ્લે ઉપર Screen shot માં બતાવ્યા પ્રમાણે "View Response Sheet" ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમારી Answer Sheet  નીચે Screen shot મુજબ જોવા મળશે.
  • જેને તેમ " Save and Print "  ઓપ્શન દ્વારા Save અથવા Print કરી શકો છો.
  • Answer Sheet માં તમે ટિક કરેલા જવાબ અને સાચો જવાબ - ગ્રીન કલરથી કરેલ બતાવેલ છે.
  • નોંધ: જે તાલીમાર્થીની Answer Sheet આ પ્રમાણે ડાઉનલોડ ના થાય તો જરૂરી વિગતો સાથે Comment box -નીચે આપેલ Post a Comment માં Reply કરશો.તમારું ઈ મેઈલ આઈ ડી ઉલ્લેખ કરશો.જરૂરથી  જવાબ આપીશું.

Monday, September 12, 2022

CBT Answer Sheet જોવા માટે: NCVT ની વેબસાઈટ ઉપર કઈ રીતે જોવી ? જાણવા માટે અહીં ક્લિક કરો

Step-1: સૌ પ્રથમ નીચે આપેલ Result જોવાની Link ઉપર ક્લિક કરી તમારી વિગત જેવી કે Roll no. (21082..... વાળો),Exam System (Annual), Year (1 or 2)  નાખતા તમારી માર્કશીટ ખુલશે જેમાં 600 માંથી ટોટલ માર્ક્સ આવે તે જ સાચા ગણવા.

Step-2 : તમારી Marksheet ની નીચે - છેક નીચે બતાવેલ
આકૃતિમાં " Redirect To Answer Sheet " ના ઓપ્શન ક્લિક કરવું. ક્લિક કર્યા બાદ તેના નીચે  આપેલ --તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર " OTP " આવશે. જે ત્યાં આપેલા બોક્સમાં નાખી Submit બટન ઉપર ક્લિક કરવાથી તમારી Answer Sheet  તમે જોઈ શકશો જેમાં તમે આપેલ જવાબો સાથે ખોટા અને સાચા જવાબો ની વિગત આપેલ હશે.
નોંધ: કેટલાક તાલીમાર્થીઓ ની માર્કશીટ માં 700 માંથી બતાવે છે જે ખોટું છે... વેબસાઈટ અપડેટ થઈ રહી છે... રાહ જોવી.