- ટ્રાય સ્કેવરના સતત ઉપયોગના કારણે તેની ચોકસાઈમાં ઘટાડો થતો હોય છે.
- તેથી તેની ચોકસાઈ માપવી જરૂરી બને છે.
- ટ્રાય સ્કેવરને સરફેસ પ્લેટની ધાર સાથે અડાવીને મૂકવામાં આવે છે.અને તેની બ્લેડને અનુલક્ષીને એક લાઈન ચોક કે પેન્સિલ વડે દોરવી.
- હવે , ટ્રાય સ્કેવરને ઉલટાવી દઈ બ્લેડની સામેની ધાર , ઉપર મુજબ જે લાઈન દોરી એને બાજુમાં આવે. હવે ચોકની મદદથી આ ધારને અનુલક્ષીને એક લાઈન ચોક કે પેન્સિલ વડે દોરવી.
- હવે ટ્રાય સ્કેવર ને બાજુમાં મૂકી દો.અને ઉપર મુજબ દોરવામાં આવેલ સરફેસ પ્લેટ ઉપરની બે લાઈનો ચોક્કસ સમાંતર હોવી જરૂરી છે.
- આ બે લાઈનોની સમાંતરતા ચેક કરવા માટે આ બે ઉભી (vertical) લાઈનો વચ્ચેનું અંતર 4 થી 5 જગ્યાએ ઉપરથી લઈને નીચે સુધી માપો.
- Try Square ની ચોકસાઈ કઈ રીતે તપાસવી ? : જોવા માટે અહીં ક્લિક કરો
- આ રીતે બંને લાઈનોની સમાંતરતામાં જે ફરક હશે તેટલી માત્રામાં ટ્રાય સ્કેવારમાં ભૂલ છે તેમ કહી શકાય, જો આ બે ઉભી (vertical) લાઈનો વચ્ચેનું અંતર 4 થી 5 જગ્યાએ સરખું આવે તો સમજવું કે આપણો ટ્રાય સ્કેવર ઉપયોગ કરવા યોગ્ય છે.