આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label ફિટર ટેકનિકલ. Show all posts
Showing posts with label ફિટર ટેકનિકલ. Show all posts

Tuesday, September 27, 2022

Vernier Height Gauge ના ઝીરો સેટિંગ બાબત: Vernier Scale અને Main Scaleનો " Zero " એડજસ્ટ કઈ રીતે કરવો? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • Vernier Height Gauge માં તાલીમાર્થીઓ દ્વારા જ્યારે જોબ ઉપર માર્કિંગ કરવામાં આવે છે, તે દરમિયાન તાલીમાર્થીઓ  તેમાં ઝીરો સેટિંગ કર્યા વગર જ માર્કિંગ કરતા હોય છે. જેના કારણે વારંવાર માર્કિંગમાં ભૂલ આવે છે.
  • તો આ બાબત ધ્યાને લઈ જયારે સૌ પ્રથમ માર્કિંગ કરવાનું શરૂ કરો એ પહેલો Vernier Height Gauge નો ઝીરો સેટ કરવો પડે છે. જેના માટે નીચેના સ્ટેપ અનુસરવા:
Step- 1 : સૌ પ્રથમ Vernier Height Gaugeનો "Zero" સેટિંગ ચેક કરો નીચે આકૃતિમાં "Zero" સેટિંગ ન હોય તેવું ઉદાહરણ આપેલું છે:
Step-2 : હવે,  મેઈન સ્કેલનું એડજસ્ટમેન્ટ "ફાઈન એડજસ્ટર" દ્વારા કરી નીચે પ્રમાણે Vernier Scale અને Main Scaleના ઝીરો ને મેચ કરી સ્ક્રુ ટાઈટ કરો. નીચે આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ.
  • ત્યારબાદ જ માર્કિંગ કરવાની શરૂઆત કરો તો ભૂલ થવાની શક્યતા નહીવત રહેશે.

Tuesday, September 6, 2022

Circlip (સરક્લીપ) અને Circlip Plier (સરક્લીપ પક્કડ): ઓટોમોબાઈલ વિભાગમાં બહુ જ ઉપયોગી ..... જાણવા માટે અહીં ક્લિક કરો

આકૃતિ-1
આકૃતિ-2

  • આકૃતિ 2 માં બતાવેલ ખાસ પ્રકારના Circlip Plier (સરક્લીપ પક્કડ) વડે  આકૃતિ 1 માં બતાવેલ એક્ષ્ટરનલ અને ઈન્ટરનલ સરક્લીપને પહોળી કરીને ફિટ કરી શકાય છે.
  • તેના " જો" પોઈન્ટેડ આકારના અને તીક્ષ્ણ હોય છે.
  • ખાસ કરીને ઓટોમોબાઈલ્સમાં તેનો ઉપયોગ સૌથી વધુ થાય છે.
  • આકૃતિ 1 માં બતાવેલ એક્ષ્ટરનલ સરક્લીપ નો ઉપયોગ શાફ્ટ ના છેડે કોઈ પાર્ટ જેમકે વ્હીલ, બેરિંગ કે અન્ય ભાગ બહાર ન નીકળે એ માટે શાફટ ઉપર સરક્લીપ ગ્રુવ- ખાંચો આપેલો હોય છે ,ત્યાં સરક્લીપ લગાવાય છે. જે શાફટ ઉપર તે લગાવાય તેની આકૃતિ નીચે આપેલ છે. 
  • Circlip ની સાઈઝ શોધવા તેને સેન્ટરમાં એક બાજુ અંદરથી અને તેની સામેની બાજુ બહાર સુધી માપવામાં આવે છે. જે તમે નીચે આપેલ વિડીઓ માં જોશો.
  • Circlip Plier ની સાઈઝ શોધવા તેની આખી લંબાઈ માપવામાં આવે છે.
  • Circlip (સરક્લીપ) અને Circlip Plier (સરક્લીપ પક્કડ) ની સમજ અને ઉપયોગ દર્શાવતો વિડીઓ જોવા માટે: અહીં ક્લિક કરો