આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label e-Sarkar (Instuctor Module). Show all posts
Showing posts with label e-Sarkar (Instuctor Module). Show all posts

Wednesday, July 30, 2025

e-Sarkar (Instuctor Module): e-સરકાર કઈ રીતે ઉપયોગ કરવું ? જાણવા માટે અહીં ક્લિક કરો .

 

 
 
1. સૌ પ્રથમ e-Sarkar વેબસાઇટ ઉપર લોગ ઈન કરો : https://esarkar.gujarat.gov.in/login.jsp
નીચે પ્રમાણે લોગ ઈન પેજ ખુલશે .જેમાં સૌ પ્રથમ Forget Password ઉપર ક્લિક કરી User ID (સંસ્થા આપશે ) જરૂરી એન્ટ્રી કરી Password બનાવી લેવો. ત્યારબાદ,  User ID, Password captcha નાખી OTP મોબાઇલ પર આવશે .નાખી Verify OTP પર ક્લિક કરી,લોગ ઈન કરવું. નીચે પ્રમાણે સ્ક્રીન શોટ દેખાશે.
 


 2. નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે . જેમાં "Register e-Tappal"  -નવો લેટર લખવા માટે અને "New e-Tappal"-તમને મળેલ લેટર  જોવા માટે ઉપયોગ થાય છે.
 
 


3. "Register e-Tappal"  ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે. જેમાં સ્ક્રીન શોટમાં બતાવેલ સૂચના પ્રમાણે લેટર ભરવો. Upload Pdf કે image માટે -સૌ પ્રથમ વર્ડ ફાઈલમાં ફોરર્વર્ડિંગ લેટર તેમજ બિડાણ મર્જ  કરી એક જ pdf કે  image તૈયાર કરવી. ત્યારબાદ જ અપલોડ કરવી. આ ઓપ્શન ફક્ત વેબસાઈટ ઉપર જ ઉપ્લબ્ધ છે. એપમાં નથી.
 
 

 4."New e-Tappal" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે. બતાવેલ એરો માં આપેલ ફાઇલ ઉપર ક્લિક કરતાં તમને મળેલ લેટર ઓપન થશે .તેમાં આદેશ હોય શકે અથવા જાણ સારું હોય શકે.

5.તમે જે લેટર"Register e-Tappal" ઓપ્શન દ્વારા ફોરમેનને મોકલેલ છે .તે તેમને મળેલ છે કે નહિ? અને તેઓદ્વારા આગળ મોકલેલ છે કે નહિ? તે જાણી શકાય છે.જે નીચે  સ્ક્રીન શોટમાં બતાવેલ છે. જેમાં "Transffered e-Tappal Tracker" ઓપ્શન ઉપર ક્લિક કરવું.

 

6. મોબાઇલમાં e-Sarkar એપ્લિકેશન વાપરવા માટે, સૌ પ્રથમ વેબસાઈટ ઉપર લોગ ઈન કરવું.ત્યારબાદ setting ઓપ્શનમાં જઈ "Update Personal Details" ઓપ્શનમાં જઈ પોતાનો મોબાઈલ નંબર અને ઈ મેઈલ આઈડી verify કરવાનું રહેશે.ત્યારબાદ playstore ઉપર જઈ  e-Sarkar એપ્લિકેશન ડાઉનલોડ કરી install થયા બાદ જ--User ID, Password captcha નાખી OTP મોબાઇલ પર આવશે .નાખી Verify OTP પર ક્લિક કરી,લોગ ઈન કરી શકાશે.