આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label OJT ( On Job Training ) કઈ રીતે કરાવવી?. Show all posts
Showing posts with label OJT ( On Job Training ) કઈ રીતે કરાવવી?. Show all posts

Thursday, December 15, 2022

OJT ( On Job Training ) બાબત: NSQF લેવલ- 4 પ્રમાણે કઈ રીતે કરવી? તેની સંપૂર્ણ માહિતી ... જાણવા માટે અહીં ક્લિક કરો


NSQF લેવલ-4, updated course , revised in July-2022,Ver. 2.0 પ્રમાણે,
  • ફિટર ટ્રેડ માટે, પ્રથમ વર્ષમાં 150hrs. અને દ્વિતિય વર્ષમાં 150hrs. -- નજીકની Industry માં OJT ફરજિયાત- Mandatory લેવાની છે. અથવા જ્યાં Industry નથી ત્યાં ગ્રુપ Project કરવો ફરજિયાત છે.
  • 150/8hrs.per day =19 કે 20 વર્કીંગ દિવસની OJT થાય. અથવા અનુકૂળતા પ્રમાણે નિયમ મુજબ.
  • પરમિશન લેટર: સંસ્થામાંથી એક લેટર, સંસ્થા દ્રારા અથવા રૂબરૂ Industry માં આપવાનો થાય, જેમાં સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ કોર્ષ ,OJT બાબતનો ઉલ્લેખ અને પરમિશન માટે Request કરવાની થાય અને તાલીમાર્થીઓની સંખ્યા દર્શાવવી .અથવા વર્બલી પણ Request કરી શકાય. Request લેટરના ફોર્મેટની Pdf માટે: અહીં ક્લિક કરો ત્યારબાદ આ Request ને આધારે Industry દ્વારા પરમિશન લેટર આપવામાં આવશે. પરમિશન લેટરના ફોર્મેટની Pdf માટે: અહીં ક્લિક કરો
  • પરમિશન લેટર મળ્યા બાદ તાલીમાર્થીઓની બાંહેધરી લેવી પડે. બાંહેધરીના લેટરની Pdf માટે: અહીં ક્લિક કરો
  • ત્યારબાદ તારીખવાઈઝ 10 થી 20 તાલીમાર્થીઓ અનુકૂળતા પ્રમાણે પ્લાનિંગ કરી સંસ્થા માગે ત્યારે અંદાજીત આપવું. જેમાં તારીખની રેન્જ લખવી, અનુકૂળતા પ્રમાણે આગળ પાછળ  કરી શકાય.
  • જો એક આખી બેચ OJT માં હોય તો ઈન્સ્ટ્રક્ટરની હાજરી હોય તો સારું અથવા  તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકાય.
  • તાલીમાર્થીઓની હાજરીની વિગત નિયત નમૂનામાં રાખવી.
  • OJT નો રિપોર્ટ તાલીમાર્થીઓ પાસે તૈયાર કરાવવો-- રિપોર્ટ માં મુખ્યત્વે  જે તે Industry માં કયા ક્યા Department છે?, દરેક Department માં મશીનોની વિગત, તેના ઉપર થતા ઓપરેશન , ફાઈનલ Products, કામદારોની સંખ્યા, Industry નું નામ, સરનામું વગેરેનો સમાવેશ થાય છે. એ પ્રમાણે રિપોર્ટ તૈયાર કરાવવો.
  • તાલીમાર્થીઓને અલગ અલગ Department-- Production, Quality, HR, Store વગેરેમાં 2-4 દિવસ માટે રોટેશન પદ્ધતિથી ગોઠવી શકાય.
  • ત્યારબાદ, છેલ્લે દરેક તાલીમાર્થીનું  અથવા બધાનું કોમન OJT બાબતનું સર્ટિફિકેટ સિક્કા સાથે તૈયાર કરાવવું પડે.
  • સર્ટિફિકેટના ફોર્મેટની Pdf માટે : અહીં ક્લિક કરો
  • OJT દરમ્યાન કંપનીના જવાબદાર વ્યક્તિ અને તાલીમાર્થીઓ વચ્ચે સુમેળ ભર્યા સંબધો બન્યા રહે એ જોવાનું કામ ઈન્સ્ટ્રક્ટર મિત્રનું છે. કારણ કે હવે દર વર્ષે OJT કરવાની થાય છે. વાદ - વિવાદ માં પડવું નહી, અને ખાસ Practical થવું.
  • નોંધ: ઉપરના તમામ ફોર્મેટમાં પોતાની રીતે જરૂર જણાય ત્યાં બદલાવ કરી શકાય. પત્ર વ્યવહાર ઈ મેઈલ દ્વારા પણ કરી શકાય.
  • ઉપરના તમામ ફોર્મેટની કોમ્પ્યુટરાઈઝ સોફ્ટ કોપી માટે: અહીં ક્લિક કરો
 નીચે મુજબના Record સાચવવા
  • પરમિશન લેટર
  • તાલીમાર્થઓની બાંહેધરી
  • હાજરીની વિગત
  • OJT રિપોર્ટ
  • તાલીમાર્થીઓના સર્ટિફિકેટ ( સોફ્ટકોપી રાખવી)