- આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એસટી બસ માં પાસ સંપૂર્ણ ફ્રી કરવામાં આવેલ છે .વધુમાં પાસ ઓનલાઈન E- Pass System દ્વારા કઢાવવાનો રહે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- GSRTC ની E- Pass System લોગ ઈન: Click Here ( ઈ મેઈલ અને મોબાઈલ નં ની જરૂર પડશે)
- લોગ ઈન કરવાથી નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે.તેમાં " Student Pass System" ઉપર ક્લિક કરવું.
2. ત્યાર બાદ, ફોર્મ ખૂલે તેમાં જરૂરી વિગતો ભરવી, આધાર કાર્ડ માં જે એડ્રેસ હોય એ લખવું, ગામનું નામ, આઈ.ટી.આઈ. નું નામ, કેટલા કિલોમીટર અંતર છે અને બસ સ્ટેન્ડનું કાઉન્ટર તે લખવું, પાસ -3 મહિના નો કઢાવી શકાય. છેલ્લે તમારી આઈ.ટી.આઈ. માટેની સત્રની તારીખો નાખવાની છે: જેમાં સત્ર શરૂ તારીખ: 01/09/2025 અને સત્ર પૂરું તારીખ:31/07/2026 લખવી. તેની એક પ્રિન્ટ એક જ પેજ માં લેવી. સાથે આધારકાર્ડની ઝેરોક્ષ અને 250/- ની ફી પાવતીની ઝેરોક્ષ લગાવવી.
3.આ ફોર્મ (ફોર્મ + આધારકાર્ડની ઝેરોક્ષ +250/- ની ફી પાવતી+2 પાસપોર્ટ સાઈઝ ફોટા) ઉપર તમારી આઈ.ટી.આઈ.ના રાઉન્ડ શીલ અને પ્રિન્સિપલ સર નો સિક્કો અને સહી કરાવવાની રહેશે.
4.બસ સ્ટેન્ડનું જે કાઉન્ટર લખ્યું હતું. તે કાઉન્ટર ઉપર ફોર્મ આપી પોતાનો પાસ મેળવી લેવો. જેમાં આઈ.ડી. કાર્ડ હશે. જે સાચવી રાખવું. પાસ રિન્યૂ કરતી વખતે તે માગશે. પાસમાં ભાડાના પૈસા આપવાના નથી. સરકાર શ્રી દ્વારા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ માટે પાસ ફ્રી કરવામાં આવેલ છે.
5.જો ફોર્મ માં કોઈ ભૂલ હોય તો, ફોર્મ સુધરશે નહીં--નવેસરથી ફોર્મ ભરવાનું થશે.જેમાં નવું ઈ મેઈલ અને મોબાઈલ નં ની જરૂર પડશે.