આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label ITI Trainee Verification Process-2023. Show all posts
Showing posts with label ITI Trainee Verification Process-2023. Show all posts

Monday, April 22, 2024

Trainee Verification Date લંબાવવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • Trainee Verification Date extension બાબતનો DGT, ન્યુ દિલ્હી નો આદેશ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 

  • સૂચના: 

  1. Trainee Verification ની તારીખ:  30 April, 2024 કરવામાં આવી છે.
  2. જે તાલીમાર્થીઓના અગાઉ ના મોબાઈલ નંબરમાં problem હતો તેઓએ Copa Instructor , સંસ્થા દ્વારા નવા  update કરાવી રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવું. તરત જ થઈ જાય છે. જે તાલીમાર્થીઓને આધાર વેરીફીકેશન થતું નથી તેઓએ નીચે મુજબ ધોરણ -10 ની માર્કશીટ અને ફોટો દ્રારા, રજિસ્ટ્રેશન કરવું. R વાળો નંબર જનરેટ થઈ જશે.
  •  For Trainee Verification by 10 th Marksheet: Click here

Thursday, March 28, 2024

Trainee Verification (SIDH PORTAL) ના પ્રોબ્લેમ વિગતવાર સોલ્યુશન બાબત : વધુ માહિતી માટે અહી ક્લિક કરો

 

DGT દ્વારા 21-03-2024 ના રોજ આ બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.



   
   પરિપત્ર ડાઉનલોડ કરવા  માટે : અહી ક્લિક કરો

નોધ : ઉપર લિંકમાં આપેલ પરિપત્ર માં Trainee Verification (SID PORTAL) ના પ્રોબ્લેમ  વિગતવાર સોલ્યુશન  આપેલ છે . જે પ્રમાણે આગળની કાર્યવાહી કરવી.


 Trainee Verification (SID PORTAL)  છેલ્લી તારીખ:  30-03-2024  છે

Friday, March 15, 2024

Trainee Verification દરમ્યાન E-kyc થયેલ નથી , તેઓની SSC Marksheet અને Photo દ્વારા કઈ રીતે વેરિફિકેશન કરવું ?.....જાણવા માટે અહી ક્લિક કરો

 

  • કોણ  SSC Marksheet  અને Photo દ્વારા  વેરિફિકેશ કરી શકે ?( આ પ્રક્રિયા ત્યારે જ કરવી જ્યારે કોઈ પણ સંજોગોમાં E-kyc થતું ન હોય, કારણ કે આ પ્રક્રિયા ફક્ત એક જ વાર કરી શકાય છે.એટલે સમજી વિચારીને કરવું ,પછી તેમાં ભૂલ હશે તો બદલાવ નહીં કરી શકાય )
  1. Trainee Verification દરમ્યાન E-kyc  થતું  નથી.(કોઈ પણ પ્રોબ્લેમ ને કારણે -મોબાઈલ નંબર, OTP.... વગેરે)
  2. બે અલગ અલગ મોબાઈલથી  રજીસ્ટર થયેલ હશે , તો જેમાં state Registration Number જે log in માં બતાવશે .તેમાં થઈ શકશે.
  3. અથવા બીજા કોઈ અન્ય પ્રોબ્લેમ હોય તો.

  • નીચે દર્શાવેલ પ્રક્રિયા પ્રમાણે કરવું .

1. સૌ પ્રથમ જે મોબાઈલ સંસ્થા ખાતે આપેલ હતો તેના દ્વારા સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર Log in કરો .

Log in કરવા માટે : અહી ક્લિક કરો 

Log in કર્યા બાદ , નીચે પ્રમાણે સ્ક્રીન દેખાશે .


 


ત્યારબાદ,

સ્ક્રીન નીચે સ્ક્રોલ કરવાથી  ITI Application ઓપ્શન બતાવશે. તેમાં " View Details" ઉપર ક્લિક કરો।


ત્યારબાદ ,

થોડા સમય બાદ , નીચે પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લેય થશે .


તેમાં : " I do not have Aadhar " ઉપર ક્લિક કરવું. ત્યારબાદ, ઓપન થયેલ સ્કિનમાં " EDIT DETAILS " બટન પર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે .




તો આ સ્ક્રિનમાં આપ્યા મુજબ , પ્રથમ Photo (મસ્ટર રોલ માં છે) અને SSC Marksheet  (ઓરીજનલ) , અને કોઈ પણ બે વિગતો સુધારી( જો કોઈ સુધારો ન હોય તો નામ પછી એક space અને પિતાના નામ પછી એક space આપી દેવાથી SSC Marksheet અપલોડ કરવાનો ઓપ્શન ખુલશે.) , ટીક કરી SUBMIT બટન ક્લિક કરવું . ત્યાર બાદ, સ્ક્રીન ઓપન થાય તેમાં "Yes" બટન પર ક્લિક કરી પ્રક્રિયા પુરી કરવી .

ત્યાર બાદ , PRN નંબર in progress બતાવશે. જે state દ્વારા અપ્રૂવ થયા બાદ R...વાળો નંબર જનરેટ થશે.જેનો sms તમને મોબાઈલ પર મળશે .
નોંધ: E kyc તો pending જ બતાવશે.

Tuesday, February 13, 2024

ITI Trainee Verification Process: વિગતવાર માહિતી માહિતી માટે અહીં ક્લિક કરો

   
How to verify trainee at Skill India Digital Portal: 
Step 1: સૌ પ્રથમ તાલીમાર્થી ના રજિસ્ટર્ડ ફોન પર આવેલ મેલ અથવા મેસેજ માં આવેલ જ લિંક ઓપન કરવી. લિંક ન આવેલ હોય તો રાહ જોવી.(જો લિંક ઉપર ક્લિક કર્યા પછી open થઈને સ્થિર થઈ જાય તો, back button ઉપર ક્લિક કરવાથી નીચે મુજબ ઓપન થઈ જશે.)
Step 2: લિંક ઓપન કરતા સ્ક્રીન પર સૌ પ્રથમ તમને તાલીમાર્થીનો મોબાઈલ નંબર ડિસ્પ્લે થશે. જ્યાં સુધી ડિસ્પ્લે ના થાય ત્યાં સુધી રાહ જોવી. મોબાઈલ નંબર ઓકે હોય તો નીચે continue બટન પર ક્લિક કરીને આગળ વધવું.

Step:3 ત્યારબાદ રજિસ્ટર્ડ નંબર પર 6 digit નો otp આવશે. જે આપેલ સ્ક્રીન માં નાખવો

Step 4: ત્યારબાદ સ્ક્રીન પર પાસવર્ડ સેટ કરવા માટેની સૂચના મળશે .જેમાં પાસવર્ડ સેટ કરીને આગળ વધવું.

Step 5: આગળની સ્ક્રીન માં 2 ઓપ્શન જોવા મળશે. 1. I HAVE ADHAAR અને 2. I do not have Adhaar જેમાંથી આપને પ્રથમ ઓપ્શન જ પસંદ કરવાનો રહેશે. જેને આધાર આપેલો હશે તેને ડાયરેક્ટ આધાર વેરીફીકેશન માટે પૂછશે.

Step 6: ત્યારબાદ kyc verification માટે ઓપ્શન સિલેક્ટ કરવાનું આવશે.જેમાંથી by otp પસંદ કરવો. ત્યારબાદ તમને આધારકાર્ડ નંબર નાખવા જણાવવામાં આવશે.જેમાં તાલીમાર્થી નો આધારકાર્ડ નંબર નાખવો. આધારકાર્ડ નંબર નાખ્યા બાદ આધાર સાથે લિંક મોબાઈલ પર 6 આંકડાનો otp આવશે જે આપેલ સ્ક્રીન માં નાખવો.
 
Otp નાખ્યા બાદ પોર્ટલ પર verify થશે. આ પ્રોસેસ સંપૂર્ણ કરવી. ખાસ ઉતાવળ કરવી નહી.
ત્યારબાદ ઉપર સ્ક્રીન શોટ મુજબ eKYC completed બતાવશે. ઘણી વાર સામાન્ય તફાવત ને કારણે આધાર ની વિગત અને અપલોડેડ વિગત માં different નો msg ડિસ્પ્લે સ્ક્રીન પર થતો હોય છે. પરંતુ details same જ અને ok હોય તો submit કરી દેવું. તેવા કેસમાં State Approval મળ્યા બાદ eKYC completed બતાવશે. રાહ જોવી.
હવે,  My Dashboard માં જશો તો, નીચે પ્રમાણે ઓપન થશે. જેમાં  છેક નીચે ITI Application સ્ક્રોલ કરતાં નીચે સ્ક્રીન શોટ મુજબ વિગત બતાવશે 
જેમાં PRN Number માં in Progress લખેલું આવશે, જેમાં 48 hrs માં R2023..... વાળો નંબર જનરેટ થશે.
ત્યારબાદ જ રજિસ્ટ્રેશન થયું કહેવાશે.
નોંધ
1.જે આઈ. ટી. આઈ. માં એડમિશન લીધેલું છે એની જ લિંક ઉપર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરવું. કારણ skill India Portal પર બીજી પણ Institute હશે... જેવી કે Technical school.
For ex. INDUSTRIAL TRAINING INSTITUTE PALANPUR (GOVERNMENT) મેસેજ માં લખેલું હશે.
2. ADMISSION -2023 NCVT TRADE ના તમામ ડેટા skill India digital પોર્ટલ પર ઉપલોડ થઈ ગયેલ છે, દરેક તાલીમાર્થીને વિરિફિકેશન માટેની લિંક મળી ગઈ હશે અને ના મળી હોય તો ગૂગલ શીટ માં આપેલ મોબાઈલ નંબરથી લોગીન કરી વેરિફિકેશન ની કામગીરી પૂર્ણ કરવાની થાય છે. હવે જે તાલીમાર્થીઓને e kyc થતું નથી, તેમને " I don't have Aadhar no. " ઓપ્શન ઉપર ક્લિક કરી - પોતાનો ફોટો અને Original SSC એટલે કે ધોરણ 10 ની માર્કશીટ  અપલોડ કરી, કોઈ પણ બે સુધારા કરી Submit કરવું. ત્યારબાદ state authorities દ્વારા એપ્રુવ થશે.
3. R2023... નંબર જનરેટ થયા પછી, SMS મોબાઈલ માં આવશે.