આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, January 22, 2016

હેકસોફ્રેમ અને બ્લેડ (Hacksaw frame and Blade)

1) હેકસોફ્રેમના ભાગોને ઓળખી બતાવો. (Identify the  parts of a Hacksaw frame )
1) વિંગ નટ (Wing nut)
2) એડજસ્ટેબલ બ્લેડ હોલ્ડર (Adujstable Blade holder)
3) રિટેનીંગ પિન (Retaining pin)
4) બ્લેડનું તાણ વધારે અથવા ઓછું કરવા (To increase or release tension of blade)
5) અલગ-અલગ બ્લેડોને આ ભાગ દ્વારા એડજસ્ટ કરી શકાય ( By adjusting this part different standard Blades can be fitted to the frame)


Ans. 1-B,2-D,3-C,4-B,5-A.                                                                                                                                                      
2) હેકસોબ્લેડના પ્રકારોના નામ જણાવો. (Name the types of hacksaw blade)
Ans. ઓલ હાર્ડ બ્લેડ (All hard blade), ફલેક્સીબલ બ્લેડ(Flexible blade).

3) હેકસોબ્લેડ પીચ એટલે શું? (What is hacksaw blade pitch?)
Ans. બ્લેડના બાજુ-બાજુના બે દાંતા વચ્ચેનું અંતર.

4) હેકસોબ્લેડમાં T. P. I. એટલે શું? (What is T.P.I. in hacksaw Blade?)
Ans. T.P.I.- Teeth per Inch(1ઇંચમાં દાંતાની સંખ્યા).

5) હેકસોબ્લેડ બનાવવા માટે વપરાતા બે મટીરીયલના નામ  જણાવો.(Name the two metals by which  hacksaw blades are made)
Ans. 1) લો એલોય સ્ટીલ (Low alloy steel)
         2) હાઈ સ્પીડ સ્ટીલ (High speed steel)

6) પાતળી ટ્યુબ કાપવા માટે હેકસોબ્લેડની કઈ પીચ યોગ્ય છે? (for cutting thin tubing,the most suitable pitch of the hacksaw blade is...)
         a) 1.8mm
         b) 1.4mm
         c) 1mm
         d) 0.8mm
Ans. d) 0.8mm.

7) સોલીડ બ્રાસ  કાપવા માટે હેકસોબ્લેડની કઈ પીચ યોગ્ય છે? (for cutting solid brass,the most suitable pitch of the hacksaw blade is...)
         a) 1.8mm
         b) 1.4mm
         c) 1mm
         d) 0.8mm
Ans. d) 1.8mm.

8) નવી હેકસોબ્લેડથી થોડો કટ લીધા પછી તે શેના કારણે ઢીલી પડી જાય છે?
        a) બ્લેડ ખેંચાઈ જવાથી (Stretching of the blade)
        b) વીંગ નટના થ્રેડ ઘસાઈ જવાથી (wing nut thread being worn out)
        c) બ્લેડની ખોટી પીચથી (Wrong pitch of the blade)
        d) સેટ ઓફ સૉની અયોગ્ય પસદંગી (Improper selection of the set of saws)
Ans. a) બ્લેડ ખેંચાઈ જવાથી (Stretching of the blade).

9) નાના વ્યાસની પાઇપ કાપતી વખતે સતત ધ્યાન આપવું અને ખાતરી રાખો કે ..(While cutting small diameter pipes, it is advisable to watch regularly and ensure that...)
           a) કર્વ લાઈન ઉપર જ કટ પડે (The cut is along the curvelined  line)
           b) બ્લેડના વધુમાં વધુ દાંતા સંપર્કમાં આવે (more saw teeth are in contact)
            c) જોબનું  ઓવરહીટીંગ ના થાય (The  work is not overheated)
            d) બ્લેડનું યોગ્ય બેલેન્સીંગ જળવાઈ રહે (Proper balancing of hacksaw is maintained)
Ans. d) બ્લેડનું યોગ્ય બેલેન્સીંગ જળવાઈ રહે (Proper balancing of hacksaw is maintained)

10) એવી હેકસોફ્રેમનું નામ આપો કે જેમાં ફક્ત એકજ પ્રકારની સ્ટાન્ડર્ડ બ્લેડ ફીટ થાય.(Name the hacksaw frame in which only one standard blade can be fitted)
Ans. સોલીડ હેકસોફ્રેમ. (Solid Hacksaw frame)

11) કોઈ પણ બે પ્રકારની સ્ટાન્ડર્ડ હેકસોબ્લેડની લંબાઈ જણાવો.(state the two standard lengths of hacksaw blades)
Ans. 250mm ,300mm.

12) હેકસોબ્લેડના છેડે આવેલા બે હોલ નો હેતુ શો છે? (What is the purpose of holes on either side of the hacksaw blade?)
Ans. હેકસોફ્રેમમાં બ્લેડને હોલ્ડ કરવા માટે.(for holding blade in hacksaw frame)

13) કયા પ્રકારની હેકસોબ્લેડમાં બે હોલ વચ્ચેની પુરી લંબાઈને હાર્ડ કરવામાં આવે છે?( In which type of hacksaw blade total length between the two holes are hardened?)
Ans.ઓલ હેન્ડ બ્લેડ (All hand blade).

14) ક્યા પ્રકારની હેકસોબ્લેડ કર્વ લાઈન આગળ કટ કરવા વાપરી શકાય છે? (Name the type of blade which can be used to saw along the curved line)
Ans. ફલેક્સીબલ બ્લેડ (Flexible blade).

15) હેકસોબ્લેડમાં સો કટ તેની જાડાઈ કરતા વધારે રાખવામાં આવે છે. કેમ અને શા માટે? (A saw cut is normally wider than the thickness of the hacksaw blade. How and why?)
Ans. સો ના સેટીંગ કારણે  , બ્લેડને બાઈન્ડીંગ થતી રોકવા or બ્લેડની ફ્રી મુવમેન્ટ માટે.(Due to setting of saw, to prevent binding of blade or allow free movement of blade)

16)નીચે આપેલી આકૃતિમાં સો ના બે સેટ આપેલા છે.તેના નામ જણાવો.(in the fig. given below are two types of sets of saw. Name them)


Ans. A-Staggered set (સ્ટેગર્ડ સેટ), B-Wave set (વેવ સેટ).

17) કટીંગ માટેની હેકસોબ્લેડ ના સિલેકશન માટે જરૂરી બે પરિબળોના નામ આપો.(What are thetwo factors to be considered while selecting the hacksaw blade for cutting)
Ans. કટીંગ માટેના મટીરીયલની હાર્ડનેસ અને આકાર.(Shape and Hardness of material to cut)






                                                                                                                                 

જાહેર રજાઓ-૨૦૧૬ (Public Holidays and Optional Holidays-2016 , Govt of Gujarat)

ફરજીયાત રજાઓ

મરજીયાત રજાઓ-૧

મરજીયાત રજાઓ-૨

બેન્ચ વાઇસ (Bench Vice)

1) એન્જિનિયર્સ વાઇસની સાઈઝ કઈ રીતે દર્શાવાય છે? (The size of an engineer's vice is specified by the...)
     a) height of the vice (વાઇસની ઊંચાઈ)
     b) length of the movable jaw ( મુવેબલ જો ની લંબાઈ)
     c)  width of the jaws (જો ની પહોળાઈ)
     d) maximum opening of the jaws (જોની વધુમાં વધુ ખુલવાની સાઈઝ)
Ans.   c)  width of the jaws (જો ની પહોળાઈ)

2) બેન્ચ વાઇસના ભાગોને ઓળખો.( Identify the Bench vice parts.)
   1) Fixed jaw
    2) Movable jaw
    3) Spindle
    4) Hard jaw
    5) This part is fixed to the work bench.(આ ભાગ વર્ક બેન્ચ ઉપર ફિટ થાય છે)

Ans. 1-C,2-B,3-A,4-D,5-C.

3) વાઇસ કલેમ્પ શા માટે વપરાય છે? (The vice clamps are used to..)
   a) protect hard jaws (હાર્ડ જો ને રક્ષણ આપવા)
   b) clamp the workpieces rigidly (જોબને મજબૂત પકડવા)
   c) protect the finished surfaces (ફીનીશ થયેલી સપાટીને રક્ષણ આપવા)
   d) prevent the movable jaw being filed (મુવેબલ જો પર ફાઈલને ઘસાતી રોકવા)
Ans. c) protect the finished surfaces (ફીનીશ થયેલી સપાટીને રક્ષણ આપવા).


4) નીચેના ડ્રાઇંગમાં દર્શાવ્યા મુજબ એન્જિનિયર્સ વાઇસને બેન્ચ પર ફિટ કરવા માટે નીચે પૈકી કયું કારણ યોગ્ય છે?
(Which one of the following is the reason for an engineer's vice being fixed to the bench in the position illustrated?)

a)Filing will fall on  to the floor and not on the bench
(ચીપ્સ બેન્ચ પર ન પડતા જમીન પર પડે છે)
b)Rotation of the tommy bar will not be restricted by the bench
(બેન્ચને લીધે ટોમી બારનું રોટેસન અવરોધાય નહીં)
c)long job can be held upright in the vice
(લાંબો જોબ વાઇસમાં પકડી શકાય)
d)The fixing bolts can pass through the bench top
(બેન્ચનાં ઉપરના ભાગેથી ફિક્સિંગ બોલ્ટને નાખી શકાય)
Ans. c)long job can be held upright in the vice
(લાંબો જોબ વાઇસમાં પકડી શકાય)




Thursday, January 21, 2016

ફિટર ટ્રેડનું સેમેસ્ટર-૧ માટે NCVT- પ્રેક્ટિકલ પેપર જાન્યુઆરી ૨૦૧૬ (તારીખ-૨૧/૦૧/૨૦૧૬)

Practical Exam Paper-jan 2016


નોંધ:
  • પ્રેક્ટિકલ પપેરમાં હકસોઇંગ, માર્કિંગ, ફાઈલીંગ, ડ્રીલિંગ વગેરે જેવી બધીજ સ્કિલ્સ આવરી લીધેલ હતી.
  • આ પ્રકારનું આદર્શ પેપર તાલીમાર્થીઓની સ્કિલ્સ ટેસ્ટ માટે ઘણું જ યોગ્ય છે.

Tuesday, January 19, 2016

હેમર (Hammer)

Ball pen hammer

1) હેમર બનાવવા ક્યા મટીરીયલનો ઉપયોગ થાય છે? (Which material is used for making hammer?)
Ans. હાઈ કાર્બન સ્ટીલ   (High carbon steel) or carbon steel.

2) હેમરના મુખ્ય ભાગો ક્યા ક્યા છે? ( Which are the main parts of hammer?)
Ans. ફેસ ( Face), પેન (Pein), ચીક (Cheek), આઈ હોલ (Eye hole).


3) હેમરના ઉપયોગો જણાવો. (State the uses of Hammer.)
Ans.પંચીંગ, સ્ટ્રેઈટનીંગ, બેન્ડીંગ, ચિપીંગ, ફોર્જીગ ,રિવેટીંગ દરમિયાન સ્ટ્રાઇકિંગના હેતુ માટે.

4) હેમરના મુખ્ય પ્રકારોના નામ આપો. (Name the main types of Hammer)
Ans. 1) બોલપેન હેમરહેમર
         2) ક્રોસપેન હેમર
         3) સ્ટ્રેઈટપેન હેમર
         4) હેન્ડ હેમર
         5) સ્લેજ હેમર

5) નીચેના હેમરના ભાગોને ઓળખી બતાઓ.(Indentify Hammer's Main parts.)
      1) Eyehole(આઈ હોલ)  2) Face(ફેસ)  3) Pein  (પેન)  4)Cheek  (ચીક) 5) Wedge(વેજ).

Ans. A-1/5,B-4,C-3,D-2.
6)આકૃતિ 1,2,3 માં દર્શાવેલ હેમરના નામ જણાવો. (Name the types of Hammer shown in fig. 1,2,3)
Fig.1

Fig.2

Fig.3


Ans. 1.બોલપેન હેમર   2. સ્ટ્રેઈટપેન હેમર    3.ક્રોસપેન હેમર

7) આકૃતિમાં આપેલ હેમરના B-ભાગનું નામ આપો. (Give the name of part of Hammer in fig.)
                       
Ans. ચીક  (Cheek).

8) ઉપરની  આકૃતિમાં આપેલ હેમરના C- ભાગનું નામ આપો. (Give the name of part of Hammer in fig.)
Ans. પેન (Pein)

9) ઉપરની આકૃતિમાં આપેલ હેમરના A- ભાગનું નામ આપો. (Give the name of part of Hammer in fig.)
Ans. આઈ હોલ (Eye hole).

10) ઉપરની આકૃતિમાં આપેલ હેમરના D-ભાગનું નામ આપો. (Give the name of part of Hammer in fig.)
Ans. ફેસ (Face).

11) હેમરની સાઈઝ કઈ રીતે દર્શાવવામાં આવે છે? (The Size of Hammer is specified by... )
   1) આઈહોલના આકારથી (Shape of Eye hole)
   2) વજન અને પેનના આકારથી (Weight and shape of Pein)
   3) હેન્ડલની લંબાઈ વડે (Length of Handle)
   4) ચીકની સાઈઝ વડે (Size of Cheek)
Ans.  2) વજન અને પેનના આકારથી (Weight and shape of Pein)

12) હેમરના ક્યા ભાગને હાર્ડનીંગ કરવામાં આવતો નથી? ( Which portion of Hammer is not hardened?)
         1) પેન (Pein)
         2) ચીક (Cheek)
         3) ફેસ (Face)
         4) આઈ હોલ (Eyehole)
Ans. 2) ચીક (Cheek)

13) માર્કિંગના હેતુ માટે કેટલા વજનની હેમર યોગ્ય છે ? (Weight of the hammer for the marking purpose is...)
       1) 250gm   2) 500gm  3)2Kgs  4)1Kg
Ans. 250gm.

14) હેમરના ક્યા બે ભાગોને હાર્ડેન્ડ કરવામાં આવે છે?(Which are the two parts of the hammer are hardened?)
Ans. પેન અને ફેસ (Pein  and Face).





Saturday, January 16, 2016

આઈ.ટી.આઈ. અને ફિટર ટ્રેડનો પરિચય (Introduction)


1) I.T.I. નું પુરૂ નામ જણાવો.
Ans. Industrial Training Institute (ઔધોગિક તાલીમ સંસ્થા).

2) N.C.V.T. નું પુરૂ નામ જણાવો.
Ans. National Council for Vocational Training(નેશનલ  કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ).

3) G.C.V.T. નું પુરૂ નામ જણાવો.
Ans. Gujarat Council for Vocational Training(ગુજરાત  કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ).

4) ફિટર એટલે શું? (What is fitter?)
Ans. એક એવો કારીગર છે જે મશીનના ભાગોને છુટા પાડી અને  તેનું રીપેરીંગ કરી ફરી પાછા મશીનમાં જોડી શકે છે. તેવા કારીગરને ફિટર કહે છે.

5) ફિટરના મુખ્ય પ્રકારો જણાવો.(Name the types of fitter)
Ans. 1)Bench fitter fitter--બેન્ચ વાઇસ ઉપર કામ કરનાર
         2)Pipe fitter--પાઇપને લગતું કામ કરનાર.
         3)Assembly fitter--મશીનોની એસેમ્બલી કરનાર.
         4)Maintenance fitter-- કંપનીઓમાં મશીનોની જાળવણી કરનાર.
         5)Tool Room fitter--ટૂલ રૂમમાં ફિટિંગનું કામ કરનાર.


Thursday, January 14, 2016

સ્ટીલરૂલ (Steel rule)

સ્ટાન્ડર્ડ 30cm સ્ટીલરૂલ

1) સ્ટીલરૂલ કયા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે?(Which material is used for making steel rule?)
Ans. સ્ટેઇનલેસ સ્ટીલ.(કાટ ન લાગે તેવું સ્ટીલ)

2) રૂલના પ્રકારોના નામ જણાવો. (Name the types of  rule)
Ans. 1) Flexible Steel rule -- વક્ર સપાટીઓ માપવા માટે.
          2) Hook rule -- છેડે હુકની રચના હોય છે, ગીયર ના હોલ ,સ્લોટ અને કી વે ની ઊંડાઈ માપવા.
          3) Narrow rule -- સાંકડા ગ્રુવ માપવા.
          4) Shrinkage rule -- પેટર્ન અને મોલ્ડિંગ શોપમાં.
          5) Short rule -- નાના નાના ટુકડાઓનો સેટ છે.
          6) Canvas rule -- બાંધકામ કાર્ય માટે, ખાસ પ્રકારના કેશમાં વીંટાવામાં આવે છે.
          7) Folding rule -- સુથારી કામ અને કડિયા કામમાં, જરૂર પડે ત્યારે તેને ખોલીને ઉપયોગમાં લઇ શકાય છે.

3) In S.I. unit , લંબાઈ નો બેઝીક યુનિટ કયો છે?
Ans. મીટર (Meter).

4) સ્ટીલરૂલની સ્ટાન્ડર્ડ સાઈઝો કઈ કઈ છે? (Give the standard sizes of Steel rule)
Ans.150mm (15cm),300mm (30cm),600mm (60cm).

5) સ્ટીલરૂલના ઉપયોગો જણાવો. (State Uses of Steel rule)
Ans.લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ--માપવા માટે .

6) સ્ટીલરૂલની ચોકસાઈ કેટલી હોય છે? (State the accuracy of SteelS rule)
a) 1mm b) 2mm c) 0.01mm d)0.5mm
Ans. 0.5mm-- સ્ટીલરૂલ ઓછામાં ઓછું માપી શકે.


રૈખિક માપન (Linear Measurement)


1) રૈખિક માપન એટલે શું? (What is Linear Measurement?)
Ans. જોબના લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ ,વ્યાસ --રૈખિક માપન કહેવાય છે.

2)રૈખિક માપનના એકમોની પદ્ધતિઓ જણાવો. (Give the names of system of Linear Measurement)
Ans.1) S.I. પદ્ધતિ
        2) મેટ્રીક પદ્ધતિ
        3) બ્રિટિશ પદ્ધતિ

3) 1'' (ઇંચ) =_______mm. (In Metric System)
a) 2.54mm  b) 25.4mm c) 24.4mm d) 25.00mm
Ans.  1'' =25.4mm.

4) 1meter =_______inch. (In Inch System)
a) 39.38"  b) 37.37" c) 39.37" d) 39.00"
Ans.  1meter = 39.37inch.

5) 1meter =________mm.
a) 10mm  b) 100mm c) 0.001mm d) 1000mm
Ans.  1meter =1000mm.

6) 1mm =_______micron(u--Micrometer).
a) 10u  b) 1000u c) 100u d) 10000u
Ans.  1mm=1000u.(1000micron)

7)1micron=________mm.
a) 0.01mm  b) 0.001mm c) 10mm d) 1000mm
Ans.   1mm = 1000micron
          1micron = 1÷1000mm
          1micron =0.001mm.


Thursday, January 7, 2016

રાષ્ટ્રીય યુવા દિવસ

  • National Youth Day એટલે  કે રાષ્ટ્રીય યુવા દિવસ આપણા દેશમાં દર વર્ષે 12 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે.


  • સ્વામી વિવેકાનંદની જન્મ તિથિને (12જાન્યુઆરી 1863- 4જુલાઈ 1902) સરકાર દ્વારા 1995 થી દર વર્ષે 12 જાન્યુઆરીએ નેશનલ યુથ ડે ઉજવવામાં આવે છે .
  • સ્વામીજીની ફિલોસોફી ,તે કેવી રીતે જીવ્યા ,કેવી રીતે કામ કર્યું --તે આપણા દેશના યુવાનો માટે ઘણું જ પ્રેરણાદાયી છે.
  • નેશનલ યુથ દિવસે  આપણા ભારતમાં --સ્કુલ ,કોલેજોમાં - વ્રકતૃત્વ સ્પર્ધા ,મ્યુઝિક ફેસ્ટિવલ ,સેમિનાર ,યોગાસનો ,પ્રેઝેન્ટેશન ,ખેલકુદ વગેરે યોજાય છે .આ દિવસથી શરુ થતા વીક ને નેશનલ યુથ વીક કહે છે.
  • આ ફેસ્ટિવલનો હેતુ -- રાષ્ટ્રીય એકતા ,ભાઈચારો ,યુવાનોમાં ઉત્સાહ અને જોશનો ઉમેરો કરવો , સાંસ્કૃતિક વારસાને એક જ પ્લેટફોર્મ પર લાવી તેમનો ઉત્સાહ વધારી અલગ અલગ પ્રવુત્તિઓમાં ભાગ લેતા કરવા એ છે.
  • રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શ્રમ અને રોજગાર મંત્રાલયનો પરિપત્ર : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો