આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, July 12, 2016

છેલ્લો દિવસ (મારા વ્હાલા તાલીમાર્થીઓને અર્પણ)

જીવનની આ સુંદર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

એડમિશન લેતા વખતનીએ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ ચિંતાતુર ચહેરાઓને....
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

એડમિશન મળ્યા પછીની એ યાદગાર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ ખુશ મિજાજી ચહેરાઓને....
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

લેક્ચર વખતની એ વાતો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ દોસ્તોના મુખે થી સાભળેલા એ મજાકિયા શબ્દોને....
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

પ્રાથના વખતનીએ યાદો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું અમારા એ નર્વસ ચહેરાઓને......
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

પ્રેક્ટીકલ વખતની એ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ દિવસો ત્યારે હસવું આવે છે કે શું અમે જ હતા એ બહાનાબાજો...
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

પરીક્ષા વખતની યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  એ દિવસો ને ત્યારે હસવું આવે છે કે બહાર આવીને કહેતા સાલુ  કેટલુ  'ભારે'  પેપર હતું.....બકવાસ પેપર કાઢેલુ હો!!!!!!
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

મિત્રો સાથેની એ યાદો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  એ મિત્રોના હસ્તા ચહેરાઓને
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

સ્ટાઈપેન્ડ મળ્યા પછીની એ ખુશીને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ બેન્કોના ધકકાઓને!!!!!
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

છેલ્લા દિવસની એ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  એ મિત્રો, સાહેબો, મેડમોને...
ખાસ તો મારા એ મિત્રો ના ચહેરાઓને...
રડવુ આવે છે એ ચહેરાઓને ગુમ થતા જોઈને...

જ્યારે  જ્યારે આકાશ તરફ જોવુ છું ત્યારે
અમુક ચહેરાઓ યાદ આવી જાય છે........
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......


Saturday, March 26, 2016

Check list for New tools, equipments & Machinery for acceptance (નવા ટૂલ્સ,ઇક્વિપમેન્ટસ & મશીનરીના સ્વીકારવા માટેના જરૂરી તપાસના મુદ્દાઓની યાદી)




  • નવા સિલેબસ પ્રમાણે જરૂરી સ્પેસિફિકેશનનું ટૂલ  કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી છે કે નહિ તે ચેક કરવું.


  • જો ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી મેક (Make- જે તે કંપનીનું નામ કે લોગો ) દર્શાવેલ હોય અથવા માગેલ હોય તો તે ચેક કરવું.


  • હવે વાત કરીએ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીના સ્પેસિફિકેશનની,

√ ચોકસાઈ ચેક કરવી.(ટૂલ કે ઈક્વિપમેન્ટ ઉપર દર્શાવેલ અથવા પ્રેક્ટિકલ દ્વારા)

√ લંબાઈ ચેક કરવી.(સ્ક્રુ ડ્રાઇવર ની વર્કિંગ લંબાઈ, પંચની  લંબાઈ, ફાઇલની લંબાઈ...)

√ વજન/દળ ચેક કરવું.( ઇલેક્ટ્રીક કાંટા દ્વારા કે બીજી પદ્ધતિથી હેમર/એન્વીલનું વજન/દળ ખાસ ચેક કરવું)

√ જરૂરી બીજા ડાયમેન્શન ચેક કરવા.

√ શક્ય હોય તો ટૂલ કે ઈક્વિપમેન્ટના બનાવટના મટીરિયલની ઓળખ કરવી.(જોઈને, ટેસ્ટ કરીને, બીજી રીતે- હાર્ડ કે સોફ્ટ)

√ ઈક્વિપમેન્ટનો વર્કિંગ ડેમો જે તે પાર્ટી સામે જોવા માગવો.

√ જાતે ટૂલ કે ઈક્વિપમેન્ટને વાપરી જોવું.

√ મશીનને ચાલુ કરી , બધીજ એસેસરી બરોબર છે કે નહિ તે ચેક કરવું.

√ કોઈ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી યોગ્ય ના હોય તો રિજેક્ટ કરવી અને જે તે પાર્ટીને તે બાબતે જાણ કરી તે પાર્ટીને યોગ્ય ટૂલ કે ઈક્વિપમેન્ટ સપ્લાય કરવા માટે જરૂરી સુચન અને મદદ કરવી.

√ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી વિષે કોઈ પણ બાબત જેવી કે ભાવ, દેખાવ, ઉપયોગ, ઉપલ્બ્ધતા વગેરે માટે ગૂગલ ઉપર સર્ચ કરી લેવું, જેથી એ બાબતે પાર્ટીને સુચન કે મદદ કરી શકાય.

√ ઇલેક્ટ્રિક આઈટમ સપ્લાય આપી બંધ છે કે ચાલુ તે ચેક કરવી.

√ ટૂલ કે ઈક્વિપમેન્ટનો સેટ સ્પેસિફિકેશન પ્રમાણે યોગ્ય છે કે નહિ તે ખાસ જોવું.

√ મશીનની કેપેસિટી ખાસ ચેક કરવી.

√ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીમાં જરૂરી ફિટિંગ બરાબર છે કે નહિ તે ચેક કરવું.


  • ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીની બાબતે કોઈ પ્રોબ્લેમ થાય તો તેની ખરીદ કિંમત /ટેન્ડરમાં ભરેલ કિંમત જોવી.


  • ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી બાબતે સિનિયર સુપરવાઈઝર / પ્રિન્સિપાલ/ફોરમેન/સાથી સુપરવાઈઝર સાથે ચર્ચા કરવી અને યોગ્ય સલાહ લેવી.

નોંધ: કોઈ પણ પ્રશ્ન હોય તો અચૂક અમારો સંપર્ક નીચે જણાવેલ ઈ-મેલ ઉપર કરજો.અમે યોગ્ય જવાબ આપીશું.
-મેલ: ketanindia2002@gmail.com

Wednesday, March 23, 2016

સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (મિકેનિકલ ગ્રુપ)પેપરની આન્સર કી (વિગતવાર) અને માર્ક્સ કેલક્યુલેટર, પરીક્ષા તારીખ-૨૦/૩/૨૦૧૬

  • મિકેનિકલ ગ્રુપનું તારીખ - ૨૦/૦૩/૨૦૧૬ ના દિવસે લેવાયેલ  પેપરની આન્સર કી  (વિગતવાર) નીચેની લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.

1) મિકેનિકલ ગ્રુપના પેપર-A ની આન્સર કી અને સોલ્યુશન :
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2) મિકેનિકલ ગ્રુપનું પેપર વીથ આન્સર કી (વિગતવાર):
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
3) મિકેનિકલ ગ્રુપના પેપરના માર્ક્સ ગણવા માટેનું કેલક્યુલેટર:
  • નોંધ:
1) જવાબ અંગેના સૂચનો આવકાર્ય છે.
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.

Wednesday, February 10, 2016

ફિટર ટ્રેડનું સેમેસ્ટર-૧ માટે NCVT- થિયરી અને એમ્પલોયબિલિટી સ્કિલનું પેપર ફેબ્રુઆરી ૨૦૧૬ જવાબો સાથે (તારીખ-૧૦/૦૨/૨૦૧૬)

  • ફિટર ટ્રેડનું તારીખ - ૧૦/૦૨/૨૦૧૬ ના દિવસે લેવાયેલ થિયરી અને એમ્પલોયબિલિટી સ્કીલનું જવાબો સાથેનું પેપર નીચેની લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.


1) ફિટર થિયરી પેપર જવાબો સાથે:
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

2) એમ્પલોયબિલિટી સ્કીલ પેપર જવાબો સાથે:
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
  • નોંધ:

1) જવાબ અંગેના સૂચનો આવકાર્ય છે.
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.
3)ફિટર થિયરી અને એમ્પલોયાબિલિટી સ્કીલના માર્ક્સ જાણવાનું કેલ્ક્યુલેટર: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Monday, February 8, 2016

How to purchase online books on NIMI Website?

Step-1: NIMI ની વેબસાઈટ ઉપર લોગ ઓન કરો. લોગ ઓન કરવા માટે: અહીં ક્લિક કરો
             લોગ ઓન થયા પછી નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.

 વેબસાઈટ પેજ 
Step-2: યુઝર આઈ ડી અને પાસવર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી, Products ઓપ્શન ઉપર               ક્લિક કરો.ત્યારબાદ CTS- CraftmenTraining Scheme ઉપર ક્લિક કરો.                   
નીચે આપેલ સ્ક્રીનને જુઓ.

સ્ક્રીન -1

સ્ક્રીન-2
Step-3:  CTS- CraftmenTraining Scheme ઓપ્શનમાં ENGLISH લેન્ગવેજ ઉપર ક્લિક કરો.
              નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
              
ટ્રેડ વાઈઝ લીસ્ટ
 Step-4:  ઉદાહરણ તરીકે , FITTER -CTS (ENGLISH) ઉપર ક્લિક કરો.
              નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
સ્ક્રીન-1
  Step-5:  add to cart  ઉપર ક્લિક કરવાથી તેની નીચે Added Successfullyનો મેસેજ આવશે.
              નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
સ્ક્રીન-2
 Step-6:  1-Book(s) ordered click here to check out (for payment) at top right corner of the   pageઉપર ક્લિક કરો અને અહીં પેમેન્ટ કરી શકો છો .નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
ફાઈનલ ઓડર પેજ

Step-7:  તમે ઓડર ટ્રેક પણ કરી શકો છો. ORDER TRACKING ઉપર ક્લિક કરો.
              નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
ઓડર ટ્રેક પેજ