આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, May 4, 2022

ITI Admission -2022: રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ? જરૂરી તારીખો , સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • આઈ.ટી.આઈ એડમીશન શરુ થવાની તારીખ : 2/05/2022
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 26/06/2022
  • આ વર્ષે આઈ.ટી.આઈ એડમીશન સંપૂર્ણ ઓનલાઈન પધ્ધતિથી થવાનું છે.
  • ઉમેદવાર તેના પસંદગી ના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈ. ટી. આઈ. તેમજ તમામ ટ્રેડ ની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી Choice Filling કરી શકશે.
  • ફી-50₹ ઓનલાઈન પધ્ધતિ થી ભરવાના છે. જેની લીંક તારીખ: 06/06/2022 થી ચાલુ થશે.આ ફી ભરવી ફરજિયાત છે. જેના વગર રજીસ્ટ્રેશન અધૂરું ગણાશે.
  • જો 50₹ રૂપિયા ફી ન ભરાય તો નજીકની આઈ. ટી. આઈ. નો સંપર્ક કરવો.
  • ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના ડોક્યુમેન્ટની યાદી :
  1. એલ.સી.
  2. ધોરણ -10 ની માર્કશીટ OR  ધોરણ -8,9 ની માર્કશીટ
  3. ધોરણ-10 ટ્રાયલ સર્ટીફિકેટ (સ્કૂલ માંથી મળશે)
  4. જાતિનો દાખલો 
  5. આવકનો દાખલો 
  6. આધાર કાર્ડ 
  7. બેન્કીની વિગત 
  8. ફોટો 
  9. મોબાઈલ નંબર 
  10. ઈ-મેલ આઈ.ડી.

Sunday, May 1, 2022

ONGC advt updates 10/05/2022.માં ITI Apprentices ભરતી-2022: ટ્રેડ, સુધારેલી તારીખો, સ્ટાઈપેન્ડ, સીલેકશનની પ્રક્રિયા, ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?... વધુ માહિતી માટે અહીં ક્લીક કરો

 

  • ટ્રેડ : ઈલેક્ટ્રીશીયન, ફિટર,ઇલેક્ટ્રોનિક  મિકેનિક, ઈનસ્ટ્રુંમેન્ટ મિકેનિક, મશીનિસ્, વેલ્ડર, મિકેનિક ડિઝલ, ડ્રાફ્ટમેન સિવિલ, આર એફ એમ,એમ.એમ.વી., કોપા વગેરે વગેરે.
  • ગુજરાતના તાલીમાર્થીઓ સ્થળની વિગત : વડોદરા, અમદાવાદ,મહેસાણા, અંકલેશ્વર...total-1476 જગ્યાઓ... બીજે પણ જઈ શકાય.
  • ONGC ઓફિશિયલ Advt PDF માટે: અહીં ક્લીક કરો
  • છેલ્લી તારીખ: 22-5-2022.
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે ની પોર્ટલ: www.ongcapprentices.ongc.co.in
  •    ઉંમર: ઓછામાં ઓછી 18 વર્ષ, વધારેમાં વધારે 28 વર્ષ
  •    જન્મ તારીખ: 22-5-1992 અને 22-5-2004ની વચ્ચે જન્મેલા.
  • સર્ટિફિકેટ: ITI NCVT સર્ટિફિકેટ હોલ્ડર.
  • ટ્રેનિંગ નો સમયગાળો: 12 મહિના.
  • સ્ટાઈપેન્ડ: 1Year ITI-7700, 2Year ITI-8050.
  • સિલેકશન: ITI માર્કશીટ માં આવેલા માર્કસ , મેરીટ.
  • ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા નીચેની વિગતોની જરૂર પડશે.
  1. ટ્રેડ Apprentices માટે: સૌ પ્રથમ ભારત સરકારની Apprentices માટેની વેબસાઈટ- https://www.apprenticeshipindia.gov.in/candidate-registration ઉપર જાતે રજીસ્ટ્રેશન કરી પોતાનો રજીસ્ટ્રેશન નંબર મેળવવો. આ નંબર ongc ની પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે લખવો પડશે.
  2. ઈ મેઈલ આઈડી.
  3. મોબાઈલ નંબર.
  4. પોતાનો કલર ફોટોની .JPG ફાઈલ (20-50kb).
  5. ITI  માર્કશીટ , સર્ટિફિકેટ.
  • ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો?
  • રજિસ્ટ્રેશન ની પ્રોસેસ બે ભાગમાં છે.
  1. Part-1: નામ, કેટેગરી.... ઈ મેઈલ આઈડી, પાસવર્ડ સેટ કરવો.
  2. Part-2: અપલોડ સ્કેન ફોટો, એજ્યુકેશનની વિગત, અનુભવની વિગત.... પછી સબમિટ કરવું.
  • સિલેકશન અને જોઈનીંગ:
  1. તાલીમાર્થી સિલેક્ટ થાય તો તેના ઈ મેઈલ આઈડી ઉપર જાણ કરવામાં આવશે.
  2. ઓરીજીનલ ડોક્યુમેન્ટનું વેરીફીકેશન જોઈનીંગ પહેલા થશે.
  3. સિલેક્ટ થયેલા તાલીમાર્થી નું રજીસ્ટ્રેશન ફોર્મ વેબસાઈટ ઉપર જનરેટ થશે.તે લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવું.
  4. કયા કયા ડોક્યુમેન્ટ બતાવવા તે સિલેક્ટ થયેલા તાલીમાર્થી ને જાણ કરવામાં આવશે.
  • મહત્વની તારીખો:
  1. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ તારીખ: 27-4-2022.
  2.        ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 22-5-2022.
  3. રિઝલ્ટ/સિલેકશનની તારીખ: 23-5-2022.
  • તારીખ : 10/05/2022 ના રોજ આ એડ માં સુધારો કરવામાં આવેલ. જેની pdf માટે - અહીં ક્લિક કરો.આ સુધારો ઉપર new લખેલ ઈમેજ જે બ્લીંક થાય તે અપડેટ કરેલ છે.
  • કોઈ પણ પ્રોબ્લેમ માટે: ongc_skilldev@ongc.co.in ઈ મેઈલ ઉપર સંપર્ક કરવો.

Sunday, April 10, 2022

DGT દ્વારા નાપાસ થયેલ તાલીમાર્થીઓ (Supp.) બાબત અને બાકી રહી ગયેલા તાલીમાર્થીઓની (Left over)પરીક્ષા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો..... વધુ માહિતી માટે અહીં ક્લીક કરો

                                                       
બાકી રહી ગયેલા તાલીમાર્થીઓ (Left over trainees) ની પરીક્ષા બાબત:
  • 2018-20,2019-21 (2nd year), 2019-20,2020-21 (1st year, 6 month) ની પરીક્ષા લેવાશે. 
  • Fee status- હાલ જોવાનુ નથી, જ્યારે રિઝલ્ટ ડિકલેર કરવાનું હોય એ વખતે fee ભરાયેલ હોવી જોઈએ.
  • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 25-04-2022.
  • રિઝલ્ટ જાહેર કરવાની તારીખ: 2nd week of June, 2022.
નાપાસ થયેલ તાલીમાર્થીઓની પરીક્ષા અલગથી લેવામાં આવશે. તેની CBT પરીક્ષા ની ફી ભરવાની લીંક ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

  • DGT દ્વારા નાપાસ થયેલ તાલીમાર્થીઓ (Supp.) બાબત અને બાકી રહી ગયેલા તાલીમાર્થીઓની પરીક્ષા બાબતે પરિપત્ર : અહીં ક્લિક કરો

DGT દ્વારા E.D. વિષયમાં એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ: 08/04/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • એન્જિનિયરિંગ ડ્રોઈંગ (Annual Pattern)
  • કોરોના વાઈરસ રોગચાળાને કારણે, રેગ્યુલર કલાસ ન થવાને કારણે...
  • 2018-20, 2019-21(1st year,2nd year of 2 year trade)
  • 2019-20, 2020-21(one year and six month) 
  • 2020-22 (1st year of 2 year trade) ની બેચોને પણ E.D. માં નીચેનું રિલેકસેશન એક વખત આપવામાં આવે.
  • જે તાલીમાર્થીઓએ એન્જિનિયરિંગ ડ્રોઈંગ માં 12 થી 16  માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય...તેમને 17 માર્કસ આપી Pass જાહેર કરવા.
  • DGT દ્વારા E.D. વિષયમાં એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર, તારીખ: 08/04/2022   : અહીં ક્લિક કરો

Thursday, April 7, 2022

NCVT MIS પોર્ટલ પર તાલીમાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી અપડેટ કરવામાં આવી.....જાણવા માટે અહીં ક્લિક કરો

 

  • હવે  CBT પરીક્ષાની ANSWER SHEET/જવાબવહી ઓનલાઈન જોવા માટે Trainee Profile/ Marksheet Verification લીંક ઉપર ક્લિક કરી તમારી વિગત ભરી Search બટન ઉપર ક્લિક કરવાથી તમારી Marksheet ખુલશે.નીચે આપેલ ઈમેજ જોવી .લીંક માટે : અહીં ક્લિક કરો 

  • Marksheet ખુલ્યા પછી  બરાબર તેની નીચે વચ્ચે " Redirect Answer Sheet" બટન ઉપર ક્લિક કરવાથી તાલીમાર્થીના રજીસ્ટર્ડ મોબાઈલ ઉપર OTP  જશે  અને તે OTP એન્ટર કરવાથી જવાબવહી જોઈ શકાશે.

  • આ સુવિધા 21 Dec-2021 પછી લેવાયેલી CBT પરીક્ષાઓ માટે જ છે.
  • તાલીમાર્થીઓ હવે , બધી ભેગી માર્કશીટ, અલગ માર્કશીટો , સર્ટીફીકેટ  Trainee Profile  પેજ પરથી ડાઉનલોડ કરી શકશે.આઈ.ટી.આઈ.ના Log in પણ થઈ શકશે.

  • માર્કશીટ અને સર્ટીફીકેટ- Accept Result બટન દબાવ્યા પછી 24 કલાકની અંદર જનરેટ થશે અથવા ગ્રીવીનંસ પણ કરી શકાશે.


ITI New Syllabus:E.D. ,WCS ની PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો




ITI New Syllabus માટે DGT દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો -તારીખ : 05/04/2022 તે બાબત..વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • તારીખ: 05/04/2022 ના રોજ DGT, New Delhi ...માનનીય  અતુલ કુમાર તિવારી ,એડીશનલ સેક્રેટરી , ડાયરેક્ટર જનરલ , IAS દ્વારા  આ બાબતે  બે ઓર્ડર કરવામાં આવ્યા.જેની ટૂંકમાં વિગત સમજ માટે નીચે પ્રમાણે છે :

    1. WCS અને ED નો સિલેબસ સરળ કરવો --જેમાં 40 hrs ,40 hrs કલાક કરી તેને ટ્રેડ થીયરી સાથે મર્જ કરવામાં આવે -બધા એન્જી. ટ્રેડ માટે , તેને એડમીશન વર્ષ -2021 થી લાગુ કરવું -જેથી કરીને તાલીમાર્થીઓને ED/WCS ની અલગ પરીક્ષા -JULY/AUG-2022માં ન આપવી પડે. આ સંદર્ભે થયેલ ચર્ચા અનુસાર નીચેના મુદ્દાઓ ને બહાલી આપવામાં આવે છે.
    • રીવાઈઝ WCS અને ED સરળ સિલેબસ આ વર્ષથી લાગુ કરવો -એડમીશન વર્ષ :2021-22 થી જેથી કરીને તે તાલીમાર્થીઓને ED/WCS ની અલગ પરીક્ષા -JULY/AUG-2022માં ન આપવી પડે. 
    • અગાઉ નાપાસ થયેલ (ex. Supplementary) તાલીમાર્થીઓની ED/WCS ની અલગ પરીક્ષાનુ આયોજન કરવામાં આવે.
    • તારીખ -10/03/2022 ના રોજ DGT દ્વારા થયેલ મીટીંગ માં Annexure -A (Engineering Drawing)  અને  Annexure -B  (Workshop Calculation & Science) નો સિલેબસ  દર્શાવેલ છે.
         2. ES નો સિલેબસ રીવાઈઝ કરવામાં આવે જેમાં -120 hrs પ્રથમ વર્ષ માટે (1/2 YEAR કોર્ષ ), 60 hrs          advance કોર્ષ બીજા વર્ષ માટે અને 60 hrs -છ મહિનાના કોર્ષ માટે.
    • 16 મી મીટીંગ , NSQC (National Skill Qualification Committee--24 Feb,2022 under NCVET દ્વારા VC માં ES વિષયને  NOS (National Occupational Standard) માં સમાવેશ કરવાનું વિચારાયુ .
    • એકસુત્રતા જાળવવા  માટે ES માં લેટર પ્રમાણેના મુદ્દાઓનો સમાવેશ કરવો.
    • વિસ્તાર પૂર્વકની ચર્ચાને અંતે -- ES નો સિલેબસ રીવાઈઝ કરવામાં આવે જેમાં -120 hrs પ્રથમ વર્ષ માટે (1/2 YEAR કોર્ષ ), 60 hrs  advance કોર્ષ બીજા વર્ષ માટે અને 60 hrs -છ મહિનાના કોર્ષ માટે નક્કી કરવામાં આવે.
    • આ સિલેબસને એડમીશન વર્ષ : 2022-23 લાગુ કરવામાં આવે.
    • ઉપરોક્ત બંને ઓર્ડર લાગતા વળગતા ને લાગુ પડશે. અને અમલ કરવા સારું.
    તારીખ: 05/04/2022 ના રોજ DGT, New Delhi ...માનનીય  અતુલ કુમાર તિવારી ,એડીશનલ સેક્રેટરી , ડાયરેક્ટર જનરલ , IAS દ્વારા  આ બાબતે  બે ઓર્ડરની  PDF આખરી ગણાશે :  ઓર્ડર-૧ ઓર્ડર-૨

    Tuesday, March 29, 2022

    ITI New Exam Pattern માં ટ્રેડ થીયરી + ડ્રોઈંગ , ઈ.એસ. પેપર કેવું હશે ? તે બાબત ની ટૂંકમાં સમજ ..વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

     





    • Revised Engineering Drawing Syllabus બાબત 
    1. ક્યારથી એપ્લાય થશે? :2021-22 એડમીશન થી.
    2. ભણવાના કલાક : 40 hrs.
    3. પરીક્ષા : ફ્રી હેન્ડ સ્કેચ એ ફોર્મેટીવ એસેસમેન્ટ માં આવશે , ટ્રેડ થીયરી +Engineering Drawing ના MCQ
    4. CBT: ટ્રેડ થીયરી +Engineering Drawing ના MCQ
    નોધ : ડ્રાફ્ટમેન ગ્રુપ માં Engineering Drawingનુ પેપર પ્રેક્ટીકલ સ્વરૂપે હશે .

    • Revised Workshop Calculation & Science Syllabus બાબત 
    1. ક્યારથી એપ્લાય થશે? :2021-22 એડમીશન થી.
    2. ભણવાના કલાક : 40 hrs.
    3. પરીક્ષા : Workshop Calculation & Science ને ટ્રેડ થીયરી સાથે મર્જ કરવામાં આવશે 
    4. CBT: ટ્રેડ થીયરી +WCS ના MCQ
    નોધ : 
    • CBT: ટ્રેડ થીયરી (ટ્રેડ થીયરી +WCS +E.D.) એક જ પેપર તરીકે આવશે. 
    •  ITI New Exam Pattern  માં  ટ્રેડ થીયરી + ડ્રોઈંગ , ઈ.એસ. પેપર કેવું હશે ? તે બાબત ની ચર્ચા તારીખ -10/03/2022 ના રોજ DGT દ્વારા થયેલ મીટીંગ માં Annexure -A (Engineering Drawing)  અને  Annexure -B  (Workshop Calculation & Science) પ્રમાણે દર્શાવેલ છે.