આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, December 6, 2019

ફીટર MCQ ટેસ્ટ -૨ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.



ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Saturday, November 30, 2019

ફીટર MCQ ટેસ્ટ -૧ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)


  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે. તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો


Thursday, October 17, 2019

વાર્તા--સોબત...હંમેશા ઉચ્ચ વિચારોવાળાની કરો....

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની  "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા...
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા... લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો...

એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું.. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે...

ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે..

એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ.. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા..

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે.. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા..
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા..

ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity"સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા...

પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ.. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ? એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે...

માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે ''તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે... મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે...''

આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો...

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે... આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો... માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે...

અને છેલ્લે...

વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ કારણ કે
"દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે, પરંતુ દ્રષ્ટિકોણનો નહી."

Wednesday, September 11, 2019

ફીટર ટ્રેડ માટે National Craft Instructor Certificate (NCI) મેળવવા માટેનું સ્ટડી મટીરીયલ (RPL- નવી ગાઈડલાઈન મુજબ, પરિપત્ર ક્રમાંક: રોતાનિ/મકમ/વ-૧૦/૨૦૧૯/૬૪૧, તારીખ-૧૬/૦૨/૨૦૧૯)



નોધ: પરિપત્ર ક્રમાંક: રોતાનિ/મકમ/વ-૧૦/૨૦૧૯/૬૪૧, તારીખ-૧૬/૦૨/૨૦૧૯), વંચાણે લીધેલ D.G.T. , નવી દિલ્હીની ગાઈડ લાઈન મુજબ Supervisor Instructor    માટે CITS ની પરીક્ષા પાસ કરી  National  Craft Instructor  Certificate (NCI)  મેળવવું ફરજીયાત બનાવવામાં  છે.

ફીટર ટ્રેડ માટે સ્ટડી મટીરીયલ:







       




Friday, May 31, 2019

આઈ.ટી.આઈ. એડમિશન -૨૦૧૯, વધુ માહિતી અને અપડેટ માટે નીચે લીન્ક ઉપર ક્લિક કરો.

iti
  • ઓનલાઈન પ્રવેશ ફોર્મ અને વધુ માહિતી , અપડેટ માટે નીચેની  વેબસાઈટ ઉપર ક્લિક કરો:
          https://itiadmission.gujarat.gov.in
  

  • જરૂરી તારીખોની વિગત:

        
     પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાની શરુ થવાની તારીખ અને સમય :
     ૦૧/૦૬/૨૦૧૯, સવારે ૧૦:૩૦ વાગે.
     
     પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાની બંધ થવાની તારીખ અને સમય :
     ૨૧/૦૬/૨૦૧૯, બપોરે ૦૫:૦૦ વાગે.
    
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ: 
  1. ધોરણ -૮,૯,૧૦  જે પણ પાસ કરેલ હોય તે , ની માર્કશીટ(ધોરણ -૧૦ પાસ કરેલ હોય તો ૮ અને ૯ ની માર્કશીટ લાવવી નહી)
  2. ધોરણ -૧૦ નું ટ્રાયલ સર્ટિફિકેટ
  3. શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.) 
  4. જાતીનું પ્રમાણપત્ર (જનરલ કેટેગરી માટે આ સર્ટિફિકેટ ન હોય)
  5. આવકનો દાખલો (૨૦૧૯ માં માન્ય હોય તેવો દાખલો લાવવો)
  6. આધાર કાર્ડ
  7. બેંક પાસબુક 
  8. પાસપોર્ટ સાઈઝ ફોટો 
  9. મોબાઈલ નંબર (માહિતીના SMS માટે)

  • નોધ : ઉપરના દરેક ડોક્યુમેન્ટ્સ અલગ -અલગ આઈ .ટી આઈ. માટે અલગ અલગ કોપી અને  ઓરીજનલ લાવવા .
  • રજીસ્ટ્રેશન કરાવવા માટે -- નજીકની કોઈ પણ આઈ.ટી.આઈ. માં ભરેલ ઓનલાઈન ફોર્મ(નજીકની કોઈ પણ આઈ.ટી.આઈ. અથવા સાઈબર કાફે માં ઓનલાઈન ફોર્મ ભરાવી શકો   છો.) ફોર્મ દીઠ-૫૦/- રૂપિયા ફી રૂબરૂ અથવા ઓનલાઈન ભરવા માટે  e-trams.gujarat.gov.in   વેબસાઈટ ઉપર ભરી શકાય,ઓનલાઈન ફી ભરેલ રીસીપ્ટની  પ્રિન્ટ, ઉપર  જણાવેલ ડોક્યુમેન્ટ્સ ની ઝેરોક્ષ અને  ઓરિજનલ (ચેક કરવા માટે) આપીને ફોર્મ ભર્યા ની પહોંચ   મેળવી લેવાની રહેશે.
      

Sunday, May 5, 2019

ભરતી મેળો : સુઝુકી મૉટર્સ. હાંસલપુર પ્લાન્ટ,બેચરાજી, જી. –મેહસાણા.

લાયકાત: ધોં.- ૧૦માં ૫૫% મિનીમમ.

ફ્રેશર/આઇ.ટી.આઇ પાસ ૬૦% મિનીમમ હોય તેવા ઉમેદવારો.


(પાસ આઉટ વર્ષ : ૨૦૧૫/૧૬/૧૭/૧૮, જી.સી.વી.ટી અથવા એન.સી.વી.ટી )

ટ્રેડ : ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, મશીનીષ્ટ, એમ.એમ.વી., મિકેનિક ડીઝલ,પી.પી.ઑ., ટર્નર,ફીટર,વેલ્ડર, ફક્ત ભાઇઓ માટે

ઉંમર : ૧૮ થી ૨૩ વર્ષ

નોકરીનું સ્થળ : સુઝુકી મૉટર્સ. હાંસલપુર પ્લાન્ટ,બેચરાજી, જી. –મેહસાણા.

કંપની તરફથી સુવિધાઓ : સેફ્ટી શુઝ ૧-જોડ, (કેન્ટીન/રહેઠાણની સુવિધા subsidized rate), યુનિફોર્મ ૨-જોડ,

પગાર : ગ્રોસ રૂ.૧૬,૨૦૦/-, In hand salary : રૂ.૧૩૦૯૬/-

પસંદગી પ્રક્રીયા: પ્રથમ રાઉન્ડ : લેખિત પરીક્ષા, બીજો રાઉન્ડ : ઇંન્ટરવ્યુ

ડોક્યુમેન્ટસ: બધા જ ઓરીજીનલ ડોક્યુમેન્ટસના બે સેટ સ્વ-પ્રામણીત કરેલ. ધો. ૧૦ ની માર્કશીટ,આઇ.ટી.આઈ. ની બધીજ માર્કશીટ,પાસપોર્ટ સાઇઝ ફોટો -૫ , પાનકાર્ડ અથવા તેની એપ્લીકેશન રીશિપ્ટ ફરજીયાત,આધારકાર્ડ ફરજીયાત,રહેઠાણનો પુરાવો,જાતિ નુ પ્રમાણપત્ર, રોજગાર કચેરીનું નોધણીપત્ર(મરજિયાત).

ઇંન્ટરવ્યુ સ્થળ : પ્લે-ગ્રાઉન્ડ / આઇ.ટી.આઇ, વિસનગર

તારીખ: ૦૯/૦૫/૨૦૧૯, ગુરુવાર સમય: સવારે ૦૯:૩૦ કલાકે


Thursday, August 2, 2018

વર્ષ-૨૦૧૮ માં પરીક્ષા આપનાર માટે ભરતી મેળો-સુઝુકી મોટર ગુજરાત પ્લાન્ટ માટે-રાજકોટ આઇટીઆઇ માં તા.-૨૩-૦૮-૨૦૧૮,ગુરુવાર

Image result for suzuki motors gujarat
સુઝુકી મોટર ગુજરાત પ્રા. લી.
ગામ- હાસલપુર
બેચરાજી/ મહેસાણા નજીકતાલુકો- માંડલજિલ્લો- અમદાવાદ
  • વર્ષ-૨૦૧૮ માં પરીક્ષા આપનાર માટે સારી તક-( GCVT/NCVT બને માટે)-જગ્યા ની સંખ્યા-૧૦૦૦
               આ માહિતી માત્ર આપની જાણકારી માટે છે.  નીચે વિગતવાર માહિતી જોવી 
        
  • જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ આવવાની યાદી (અસલ તેમજ ૩ ફોટોકોપી) :-                            
ધોરણ – ૧૦ માર્કશીટ
સ્કુલ લીવીગ સર્ટિફિકેટ
ITI બધા સેમેસ્ટરની માર્કશીટ/પ્રમાણપત્ર
બાયોડેટા(કમ્પુટરાઇજ)
ફોટો – 
સરકારી ફોટો આઈ.ડી પ્રૂફ (આધારકાર્ડ/ચુટણી કાર્ડ)

Eligibility Criteria for ITI -  (Under Fixed Term Contract Scheme - for 7 Months )
Note: On completion of 7 months, they will be absorbed based on their performance
1
Age
18-23 year-(22 years and 10 months)
2
10th Pass
As Regular Students with 55 % in 10th class
3
ITI
ITI with 60 % marks (NCVT & SCVT)
4
ITI Trades
Fitter, Turner, Motor Mechanic, Welder, Painter (General), Electrician, Tool & Die Maker, Plastic Process Operator, Machinist, Tractor Mechanic, COE (Automobile), Diesel Mechanic
5
Experience
ITI -2014, 2015, 2016 & 2017 Passed out candidates(Immediate Joining) – Students to carry three set xerox copies of their mark sheets/school-ITI leaving certificates/aadhar card/pan card/driving license/caste certificate/domicile certificate,2018 Batch can participate but joining will be after the results.
Salary & Other Benefits
1
Stipend (Gross)
Rs. 16200/-- per month ( Gross – CTC )
2
Canteen / Dormitory Facility
At subsidized rates
3
Uniform
2 pairs of uniform along with 1 pair of safety shoes.
4
Weekly off
Sunday
5
Traveling Allowance for Joining
Applicable as per SMG Policy
6
Leaves
As per Policy






DETAILS
remark
 ૨૩-૦૮-૨૦૧૮,ગુરુવાર  Rajkot ITI
આઇ.ટી.આઈ. રાજકોટ ,આજી ડેમ ચોકડી પાસે,સરકારી પોલીટેકનીકની બાજુમાં,દૂરદર્શન ટાવરની બાજુમાં,ભાવનગર રોડ રાજકોટ 
ફોન ૦૨૮૧-૨૩૮૭૩૬૬ 
ITI વર્ષ ૨૦૧૪૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭  માં પાસ કરનાર તેમજવર્ષ ૨૦૧૮ માં પરીક્ષા આપનાર માટે (NCVT/GCVT) 
ધોરણ-૧૦ પાસ-ઓછામાંઓછા ૫૫% સાથે
ITI પાસ-ઓછામાં ઓછા ૬૦% (NCVT/GCVT)
ITI ટ્રેડ
ફિટર
ડીઝલ મિકેનિક
મોટર મિકેનિક
ટર્નર
ઇલેક્ટ્રિસિયન
ટૂલ & ડાય મેકર
વેલ્ડર
પ્લાસ્ટિક પ્રોસેસીંગ ઓપરેટર
COE(ઓટોમોબાઇલ)
પેઇન્ટર
મશીનિસ્ટ
ટ્રેક્ટર મિકેનિક


  •  ૨૩/૮/૨૦૧૮ ગુરુવાર  સવારે  ૧૦ કલાકે  લેખિત કસોટી -પસંદગી પામેલ  ઉમેદવારનાંમૌખિક ઈન્ટર્વ્યુ  બીજે દિવસે – ૨૪/૦૮/૨૦૧૮ ના લેવાશે
vacancy
1000