આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, July 4, 2022

નેવીમાં apprentice ની 388 જગ્યા, ધોરણ-10, આઈ. ટી. આઈ. પાસ ઉમેદવાર માટે.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

વિગત:

  • ઈન્ડીયન નેવી apprentice ની જગ્યા-388
  • સ્થળ: નેવેલ ડોક યાર્ડ મુંબઈ.
  • છેલ્લી તારીખ: 8/07/2022.
  • ટ્રેડ: ઈલેકટ્રીશીયન, ફિટર, મશીનિષ્ટ,આઈ.એમ., મેકેનિક ડિઝલ.
  • યોગ્યતા: ધોરણ-10, આઈ. ટી.આઈ. સંબધિત ટ્રેડ.
  • ઊંચાઈ-150cm, વજન-45kg.
  • વય મર્યાદા: 01-Aug-2001 થી 31-Oct-2008ની વચ્ચે જન્મેલા.
  • એપ્લિકેશન ફી: નથી.
  • પસંદગી પ્રક્રિયા: લેખિત, સ્કીલ ટેસ્ટ, ઈન્ટરવ્યૂ.
  • Advt ની pdf માટે : અહીં ક્લિક કરો
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની લીંક માટે: અહીં ક્લિક કરો

Friday, July 1, 2022

GCVT- પ્રેકટીકલ પરીક્ષા ફી ની રીસિપ્ટ ડાઉનલોડ કરવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • તાલીમાર્થી દ્રારા હાલમાં GCVT પોર્ટલ પર 150₹ ફી ઓનલાઈન ભરવાની છે. ભરતી વખતે ઘણીવાર વચ્ચે કંઈ પણ પ્રોબ્લેમ થવાને કારણે રિસિપ્ટ ડાઉનલોડ થતી નથી.
  • આવા તાલીમાર્થીઓએ પોતાના ઈ મેઈલ આઈડીમાં આવેલ મેસેજમાં  આપેલા નંબર  જેવા કે EFPN-2022628-0000700284,3786910960218 હશે.




  • આ નંબર નોંધ કરી નીચે પ્રમાણેના GCVT પોર્ટલ ના ઓપ્શન "Check Payment Status- SBIePay"  માં જઈ વિગતો નાખતા ......SUBMIT બટન પર ક્લીક કરવાથી તમારી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકાય છે.
  • નોંધ: જો પેમેન્ટ કરતી વખતે રૂપિયા કપાઈ જાય અને receipt  ડાઉનલોડ ન થાય તો ૨૪ કલાક રાહ જોવી થઈ જશે. ન થાય તો જ ફરીથી ફી ભરવી.
  • જો ઓનલાઈન વિગતો નાખ્યા પછી , ફી ભરતી વખતે જો ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કોઈ પણ problem ને કારણે ફી ભરાતી નથી તો ૨૪ કલાક પછી જ ફરીથી ઓનલાઈન ફી ભરાશે.

Thursday, June 30, 2022

બેચ-79J પ્રેક્ટિકલ પરીક્ષાની ફી ની પાવતી ડાઉનલોડ કરવા માટે... અહીં ક્લિક કરો


સૂચના:
  • આ પાવતી 150/- રૂપિયા ભરેલ ફીની છે.
  • GCVT OPMS પોર્ટલ પર ભરેલ PRACTICAL EXAM ની ફી છે.
  • દરેક તાલીમાર્થી ના નામથી PDF ફાઈલ સેવ કરેલ છે. જે તાલીમાર્થી એ ડાઉનલોડ કરી લેવી.

બેચ-79J પ્રેક્ટિકલ પરીક્ષાની ફી ની પાવતી ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લીક કરો

બેચ-79E/F પ્રેક્ટિકલ પરીક્ષાની ફી ની પાવતી ડાઉનલોડ કરવા માટે... અહીં ક્લિક કરો


સૂચના:
  • આ પાવતી 150/- રૂપિયા ભરેલ ફીની છે.
  • GCVT OPMS પોર્ટલ પર ભરેલ PRACTICAL EXAM ની ફી છે.
  • દરેક તાલીમાર્થી ના નામથી PDF ફાઈલ સેવ કરેલ છે. જે તાલીમાર્થી એ ડાઉનલોડ કરી લેવી.

બેચ-79E/F પ્રેક્ટિકલ પરીક્ષાની ફી ની પાવતી ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લીક કરો

Thursday, June 23, 2022

Aug-2022માં લેવાનાર CBT પરીક્ષા વિશે-- વિષયો વાર કેટલા પ્રશ્નો આવશે?, માર્ક્સ, શરૂ થવાની તારીખ, પરિક્ષા ફી,રિઝલ્ટ....વગેરે માટે અહીં ક્લીક કરો.


  • CBT Exam fees:- 213/- છે.જે તાલીમાર્થી એસ. આઈ. જોડે જમા આપવાના છે.
  • પરીક્ષા વિશે:
  1. એક જ પરીક્ષા લેવાશે જેમાં 75 પ્રશ્નો દરેકના 2 માર્કસ લેખે 150 માર્કસનું પેપર આવશે.
  2. Engg. ટ્રેડ માટે Trade Theory (T.T. + WSC+ED) =100માર્કસ-- જેમાં  T.T. ના 38 પ્રશ્નો, 6 પ્રશ્નો WSC, 6પ્રશ્નો ED ના પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
  3. Non.Engg. ટ્રેડ માટે Trade Theory  =100માર્કસ-- જેમાં  T.T. ના 50 પ્રશ્નો  પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
  • Practical પરીક્ષા હશે. પરીક્ષા Fee-150 ભરવા માટે : અહીં ક્લીક કરો
  • Practical પરીક્ષા પોતાની જે તે આઈ. ટી. આઈ. માં હશે.
  • પાસ થવા માટે, 40% marks in theory (100 માંથી 40) and 40% marks in  E.S.(50 માંથી 20) , અલગ- અલગ લાવવાના રહેશે.
અંદાજીત પરીક્ષાનો કાર્યક્રમ:
  • Batch: 2021-22/2021-23(પ્રથમ વર્ષ)
Practical પરીક્ષા- 1/08/2022 થી 5/08/2022.
CBT પરીક્ષા- 8/08/2022 થી 19/08/2022.
Result- 27/08/2022.
  • Batch: 2020-22( બીજું વર્ષ)
Practical પરીક્ષા- 1/08/2022 થી 5/08/2022.
CBT પરીક્ષા- 20/08/2022 થી 30/08/2022.
Result- 10/09/2022.

Tuesday, June 21, 2022

તાલીમાર્થીઓના NCVT સર્ટિફિકેટ કે Marksheet જનરેટ ન થયા હોય તેના માટે DGT Service Desk માં Complain કઈ રીતે કરવી? તે બાબતે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો


  • જે તાલીમાર્થીઓની માર્કશીટ કે NCVT સર્ટિફિકેટ જનરેટ નથી થયા તેવા તાલીમાર્થીઓએ DGT દ્રારા ફક્ત તાલીમાર્થીઓ માટે શરૂ કરેલી Service Desk ઉપર પોતાની Complaint અરજી કરી શકે છે.
  • DGT Service Desk ઉપર પોતાની Complaint કઈ રીતે કરવી તેની Pdf માટે: અહીં ક્લિક કરો
  • જરૂરી વિગતો: 
1) Roll no.
2) Mobile no.
3) કયા વર્ષ દરમ્યાન આઈ. ટી. આઈ કર્યું?

નોધ: ઉપર મુજબ Complaint કર્યા પછી--Compailnt history માં Complaints pending, Complaints in process, Complaints Closed ઉપર તેનું status જાણી શકાય છે.


Wednesday, June 15, 2022

CITS (RPL) Main exam September-2022 બાબત : છેલ્લી તારીખ: 23/07/2022, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે શું શું જોઈશે? થીયરી ,પ્રેક્ટીકલ, TOT, Tentative ટાઈમ ટેબલ, હોલ ટીકીટ ડાઉનલોડ કરવા ......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  

  • CITS (RPL) Main exam , September-2022,તાલીમાર્થીઓની પરીક્ષા બાબત : ટ્રેડ થીયરી ,પ્રેક્ટીકલ, TOTનુ Tentative ટાઈમ ટેબલ તારીખ - 14/06/2022 ના રોજ  જાહેર  કરવામાં આવ્યું.
  • CITS (RPL)પરીક્ષા આઈ.ટી.આઈ. ના  S.I. એ આપવાની હોય છે. 
  • જે S.I. ના ડિપાર્ટમેન્ટ માં ત્રણ વર્ષ કે તેથી વધુ થયા હોય તે CITS (RPL) આપી શકતા હોય છે.
  • વધુ જાણકારી માટે CITS (RPL) નવી ગાઈડ લાઈન વાંચવી: ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો
  • ટ્રેડ થીયરી ,પ્રેક્ટીકલ, TOTનુ Tentative ટાઈમ ટેબલડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 20/06/2022 થી 23/07/2022.
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે કઈ કઈ વિગત જોઈશે ?  જાણવા માટે અહીં ક્લિક કરો
  • Photo with Sign (ફોટાની નીચે સહી રાખવી) , ધોરણ-10 કે 12 માર્કશીટ, Diploma કે B.E. અથવા B.Tech માર્કશીટ, સંસ્થા દ્વારા આપેલ અનુભવનું પ્રમાણપત્ર -- ની સોફ્ટ કોપી તૈયાર રાખવી.
  • CPF કે GPF નંબર માગે તો સંસ્થાના પ્રિન્સિપાલ ને જાણ કરી તે કહે તેમ કરવું.
  • રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
  • Download Hall Ticket from 15/09/2022 :Click Here
  • રિઝલ્ટ જાહેર કરવાની તારીખ: 17/10/2022.

Wednesday, May 4, 2022

ITI Admission -2022: રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ? જરૂરી તારીખો , સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • આઈ.ટી.આઈ એડમીશન શરુ થવાની તારીખ : 2/05/2022
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 26/06/2022
  • આ વર્ષે આઈ.ટી.આઈ એડમીશન સંપૂર્ણ ઓનલાઈન પધ્ધતિથી થવાનું છે.
  • ઉમેદવાર તેના પસંદગી ના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈ. ટી. આઈ. તેમજ તમામ ટ્રેડ ની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી Choice Filling કરી શકશે.
  • ફી-50₹ ઓનલાઈન પધ્ધતિ થી ભરવાના છે. જેની લીંક તારીખ: 06/06/2022 થી ચાલુ થશે.આ ફી ભરવી ફરજિયાત છે. જેના વગર રજીસ્ટ્રેશન અધૂરું ગણાશે.
  • જો 50₹ રૂપિયા ફી ન ભરાય તો નજીકની આઈ. ટી. આઈ. નો સંપર્ક કરવો.
  • ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના ડોક્યુમેન્ટની યાદી :
  1. એલ.સી.
  2. ધોરણ -10 ની માર્કશીટ OR  ધોરણ -8,9 ની માર્કશીટ
  3. ધોરણ-10 ટ્રાયલ સર્ટીફિકેટ (સ્કૂલ માંથી મળશે)
  4. જાતિનો દાખલો 
  5. આવકનો દાખલો 
  6. આધાર કાર્ડ 
  7. બેન્કીની વિગત 
  8. ફોટો 
  9. મોબાઈલ નંબર 
  10. ઈ-મેલ આઈ.ડી.