આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Sunday, September 15, 2024

CBT Result : Aug,Sep-2024 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો

 

  • એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : https://dgt.skillindiadigital.gov.in/home?alladmin=false

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. PRNumber :  ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
      2. D.O.B.  (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
    • નોંધ: જો કોઈ તાલીમાર્થીને રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો 9898936844 ઉપર Whats up માં R વાળો PRNumber અને Birth date send કરવી. ત્યારબાદ અમારા તરફથી યોગ્ય Reply મળશે. Or Comment section માં આ માહિતી લખવાથી યોગ્ય Reply મળશે.

    Wednesday, September 4, 2024

    CBT Reschedule Exam બાબત: વધુ વરસાદ , રેડ એલર્ટ ના કારણે ન લેવાયેલ CBT પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    જે તારીખો દરમ્યાન CBT પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, તેઓની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જે નીચે Excel  શીટમાં છે ડાઉનલોડ કરી લેવી. વધુમાં તેઓના નવા એડમિટ કાર્ડ જનરેટ થશે. આખરી યાદી Excel શીટ મૂજબ રહેશે.

    કારીગર તાલીમ યોજના(સીટીએસ) અંતર્ગત અખિલ ભારતીય વ્યવસાય કસોટી(સીટીએસ) માટે તાલીમાર્થીઓની ન્યુનત્તમ હાજરી બાબત.... વડી કચેરીનો તા -2/9/2024 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


    • કારીગર તાલીમ યોજના(સીટીએસ) અંતર્ગત અખિલ ભારતીય વ્યવસાય કસોટી(સીટીએસ) માટે તાલીમાર્થીઓની ન્યુનત્તમ હાજરી બાબતનો વડી કચેરીનો Letter No: DET/0693/08/2024 Approved Date: 02-09-2024 : અહીં ક્લિક કરો 

    Tuesday, August 20, 2024

    CBT પરીક્ષામાં પ્રશ્નો કઈ રીતે પૂછાશે? કેટલા પૂછાશે? માર્કસ કેટલા હશે? ...તમામ માહિતી માટે અહીં ક્લિક કરો

     


    • CBT પરીક્ષા વિશે:
    1. એક જ  પેપર  લેવાશે. જેમાં 75 પ્રશ્નો  દરેકના 2 માર્કસ લેખે 150 માર્કસનું પેપર આવશે.
    2. ફિટર ટ્રેડ માટે Trade Theory (T.T. + WSC+ED) =100માર્કસ-- જેમાં  T.T. ના 38 પ્રશ્નો, 6 પ્રશ્નો WSC, 6પ્રશ્નો ED ના પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
    પાસ થવા માટે, 40% marks in theory (100 માંથી 40) and 40% marks in  E.S.(50 માંથી 20) , અલગ- અલગ લાવવાના રહેશે.

    Sunday, August 18, 2024

    ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું વર્ષ ,તારીખ -16/08/2024 થી 17/08/2024 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    • ટ્રેડ:  ફીટર
    નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.

    પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું  વર્ષ ,તારીખ -16/08/2024 થી 17/08/2024 ના રોજ લેવાયલ પરીક્ષા

    • પ્રેક્ટિકલ પેપર (થ્રી ડી ડાયાગ્રામ-Que no.1): અહીં ક્લિક કરો
    • પ્રેક્ટિકલ પેપર (પુલીનું Dismantling અને Mantling કરવું-Que no.2): અહીં ક્લિક કરો
    • સાધનો અને પધ્ધતિ Que no.3: અહીં ક્લિક કરો 

    Wednesday, August 14, 2024

    ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ ,તારીખ -12/08/2024 થી 14/08/2024 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    • ટ્રેડ:  ફીટર
    નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.
    પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ ,તારીખ -12/08/2024 થી 14/08/2024 ના રોજ લેવાયલ પરીક્ષા

    Monday, July 1, 2024

    AITT-2024: ફી ભરવાની તારીખો અને લિન્ક ઓનલાઈન માર્કસ અને અટેડન્સ એન્ટ્રી, પરીક્ષા શરૂ થવાની તારીખો જાણવા માટે................. અહીં ક્લિક કરો

     

    • ઓનલાઈન માર્કસ અને અટેડન્સ એન્ટ્રી, ફી સ્ટેટસ SIDH પોર્ટલ પર એન્ટ્રી માટેની તારીખ: 30/06/2024 થી 08/07/2024.
    કયા તાલીમાર્થીઓ ફી ભરી શકશે?

    • પ્રેક્ટિકલ પરીક્ષા ફી : 150/- (30/06/2024 થી 13/07/2024)
    ફી ભરવા માટે GCVT OPMS પોર્ટલ ની લિન્ક: અહીં ક્લિક કરો

    • CBT પરીક્ષા ફી : 213/- (30/06/2024 થી 13/07/2024) 
    ફી ભરવા માટે SIDH પોર્ટલ ની લિન્ક: અહીં ક્લિક કરો અથવા આઈ.ટી.આઈ. ના લોગ ઈનમાંથી BULK PAYMENT કરી શકાય.

    • પરીક્ષા શરૂ થવાની તારીખો: 
    પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો : 01/08/2024 થી 6/08/2024.

    CBT પરીક્ષાની તારીખો : 07/08/2024 થી 27/08/2024.

    Thursday, June 13, 2024

    CTS પ્રેક્ટિકલ અને CBT પરીક્ષાનું Schedule DGT દ્વારા જાહેર કરવામાં આવ્યું...તા-05/06/2024.....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

     


    • પરીક્ષા ફી ભરવાની તારીખો : 30/06/2024 થી 13/07/2024.
    • પ્રેક્ટિકલ પરીક્ષા ની તારીખો : 01/08/2024 થી 05/08/2024.
    • CBT પરીક્ષા ની તારીખો : 07/08/2024 થી 27/08/2024.
    • રિઝલ્ટ જાહેર કરવાની તારીખ : 05/09/2024.
    CTS પ્રેક્ટિકલ અને  CBT પરીક્ષાનું Schedule બાબતનો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 

    Wednesday, June 12, 2024

    AITT પાસ કરવા બાબતનો DGT, New Delhi નો પરિપત્ર , તારીખ-28/05/2024....વધુ માહિતી માટે અહી ક્લિક કરો



    આ પરિપત્ર મુજબ,
    • તાલીમાર્થીને ટોટલ ચાર-4 પ્રયત્નો આપવામાં આવશે. જેમાં 1- રેગ્યુલર અને 3 - એકી સાથે લીધેલ (ગેપ વગર એક પછી એક) પ્રયત્નો રહેશે.
    • પ્રયત્નની ગણતરી બાબતે , એડમિશનની બેચના આધારે રેગ્યુલર પ્રયત્ન ગણાશે કે જેમાં તેઓ Fail, partially Fail, Absent, Ineligible હશે.
    • ત્યારબાદ , તેઓને  DGT દ્વારા ત્રણ એકી સાથેના (Successive) પ્રયત્નો આપવામાં આવશે.
    • જો કોઈ તાલીમાર્થી ઉપર મુજબના પ્રયત્નોમાં પાસ થતો નથી .તો તેનું નામ પોર્ટલ ઉપરથી નીકળી જશે . તેની  જો આઈ.ટી.આઈ. કરવાની ઈચ્છા હોય તો ,તે નવેસરથી એડમિશન લઈ શકે છે.
    • બે વર્ષના કોર્ષ માટે , બીજા વર્ષનો  છેલ્લો પ્રયત્ન તેને જ આપવા દેવામાં આવશે.જેને પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરેલ હશે.

    DGT દ્વારા ચલાવાતી તમામ સ્કીમ જેવી કે CTS (FlexiMOU,COE), CITS,ATS For both regular and pvt trainees.  માટે  લાગુ પડશે.

    • AITT પાસ કરવા બાબતનો DGT, New Delhi નો પરિપત્ર , તારીખ-28/05/2024 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 

    (નોધ: આ બાબતે DGT દ્વારા જાહેર કરેલ English પરિપત્ર જ આખરી ગણાશે . ઉપરની ગુજરાતી માહિતી ફક્ત જાણ અને સમજ માટે જ છે )

    Friday, May 31, 2024

    Nimi NSQF Level-4 (Fitter-ગુજરાતી, English) બુક્સ ઓનલાઈન લોન્ચ થઈ ગયેલ છે...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

     


    નીમી ની વેબસાઈટ ઉપર Fitter (ગુજરાતી) માટે ઉપલબ્ધ બુક્સની વિગત : 


    • ફિટર ટ્રેડ માટે પ્રથમ વર્ષ  અને બીજા વર્ષ ની NSQF લેવલ-4 , નવા અપડેટ કોર્ષ પ્રમાણે , ગુજરાતી  ભાષામાં  ખરીદવા માટે : અહીં  ક્લિક કરો

    • ફિટર ટ્રેડ માટે પ્રથમ વર્ષ  અને બીજા વર્ષ ની NSQF લેવલ-4 , નવા અપડેટ કોર્ષ પ્રમાણે , English ભાષામાં  ખરીદવા માટે : અહીં  ક્લિક કરો

    Thursday, May 30, 2024

    CTS Training Calender for 2024/25-26: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



    • DGT, New Delhi દ્રારા તારીખ 03/05/2024 ના રોજ CTS માટે એડમીશન અને ટ્રેનીંગ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું.
    જેમાં,
    • એક વર્ષ અને બે વર્ષના કોર્ષ માટે --2/9/2024 ના રોજ સત્ર ચાલું કરવાનું જાહેર કરવામાં આવ્યું.

    વિગતવાર પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 

    Saturday, May 4, 2024

    Leak proof engg કંપની માં ફિટર,ટર્નર, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનીક,ડ્રાફ્ટમેન સિવિલ (Apprentiship) ની ભરતી-2024, તા-06/05/2024 થી 15/05/2024.....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

     

    • Leak proof engg કંપની માં તા-06/05/2024 થી 15/05/2024 ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે  કંપની દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યું નું આયોજન કરેલ છે .

    • ટ્રેડ અને જગ્યા : ફીટર-3 ,ટર્નર-3, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનીક-2,ડ્રાફ્ટમેન સિવિલ-4
    • જરૂરી પ્રમાણપત્રો:
    1. આઈ.ટી.આઈ. ની માર્કશીટોની ઝેરોક્ષ
    2. ધોરણ-૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
    3. આઈ. ડી. પ્રૂફ ની ઝેરોક્ષ
    4. ૨-ફોટા
    5. એલ. સી. ની  ઝેરોક્ષ 
    6. કેટેગરી સર્ટિફિકેટ ની  ઝેરોક્ષ     
    Contact Person:  એમ.સી.ચૌધરી - 7984851129

    ઈન્ટરવ્યું માટેનું સરનામું:

    B1, EDR Industrial Estate, Pirojpura – 385 210, Near Chhapi, Taluka VadgamDist. Banaskantha, North Gujarat. INDIA

    બી-૧,EDR   Industrial Estate , પીરોજપુરા -૩૮૫૨૧૦, છાપી નજીક , તાલુકા- વડગામ
    જીલ્લો- બનાસકાંઠા.

    Monday, April 22, 2024

    Trainee Verification Date લંબાવવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    • Trainee Verification Date extension બાબતનો DGT, ન્યુ દિલ્હી નો આદેશ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 

    • સૂચના: 

    1. Trainee Verification ની તારીખ:  30 April, 2024 કરવામાં આવી છે.
    2. જે તાલીમાર્થીઓના અગાઉ ના મોબાઈલ નંબરમાં problem હતો તેઓએ Copa Instructor , સંસ્થા દ્વારા નવા  update કરાવી રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવું. તરત જ થઈ જાય છે. જે તાલીમાર્થીઓને આધાર વેરીફીકેશન થતું નથી તેઓએ નીચે મુજબ ધોરણ -10 ની માર્કશીટ અને ફોટો દ્રારા, રજિસ્ટ્રેશન કરવું. R વાળો નંબર જનરેટ થઈ જશે.
    •  For Trainee Verification by 10 th Marksheet: Click here

    Tuesday, April 16, 2024

    Measuring Instruments - આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માપવાના સાધનોના વિડીયો ......જોવા માટે અહી ક્લિક કરો

     

    Monday, April 8, 2024

    આઈ. ટી. આઈ. એડમિશન -2024 , ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલું થઈ ગયેલ છે...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



    • ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ: 01/04/2024
    • ઓનલાઈન ફોર્મ ભરવાના બંધ થવાની તારીખ: 30/06/2024


    • Form કઈ રીતે ભરવું? જાણવા માટે PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 
    • Form કઈ રીતે ભરવું? વીડિયો જોવા માટે: અહીં ક્લિક કરો 
    • ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટની યાદી: 
    1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)
    2.  ધોરણ -10 ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ.
    3. ધોરણ -8/9 ની માર્કશીટ ( ધોરણ -10 નાપાસ માટે)
    4. જાતિનો દાખલો ( જનરલ કેટેગરી સિવાય બધા માટે-ST/SC/SEBC/EWS)
    5. આવકનો દાખલો
    6. આધાર કાર્ડ 
    7. બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા
    8. ઈમેઈલ આઈડી
    9. મોબાઈલ નંબર ( જેના પર OTP અને એસએમએસ આવશે. ચાલું હોવો જોઇએ)
    10. રજિસ્ટ્રેશન ફી -50₹ (ઓનલાઈન ભરવાની છે)
    11. બેંક પાસબુકની ઝેરોક્ષ.

    ઉપરના તમામ ડોક્યુમેન્ટ ની ઓરીજનલ અને ઝેરોક્ષ 1 કોપી  લઈ નજીકની કોઈ પણ આઈ. ટી. આઈ. ખાતે જવું. વધું માહિતી ત્યાંથી મળી રહેશે.

    Thursday, March 28, 2024

    Trainee Verification (SID PORTAL) ના પ્રોબ્લેમ વિગતવાર સોલ્યુશન બાબત : વધુ માહિતી માટે અહી ક્લિક કરો

     

    DGT દ્વારા 21-03-2024 ના રોજ આ બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.



       
       પરિપત્ર ડાઉનલોડ કરવા  માટે : અહી ક્લિક કરો

    નોધ : ઉપર લિંકમાં આપેલ પરિપત્ર માં Trainee Verification (SID PORTAL) ના પ્રોબ્લેમ  વિગતવાર સોલ્યુશન  આપેલ છે . જે પ્રમાણે આગળની કાર્યવાહી કરવી.


     Trainee Verification (SID PORTAL)  છેલ્લી તારીખ:  30-03-2024  છે

    Friday, March 15, 2024

    Trainee Verification દરમ્યાન E-kyc થયેલ નથી , તેઓની SSC Marksheet અને Photo દ્વારા કઈ રીતે વેરિફિકેશન કરવું ?.....જાણવા માટે અહી ક્લિક કરો

     

    • કોણ  SSC Marksheet  અને Photo દ્વારા  વેરિફિકેશ કરી શકે ?( આ પ્રક્રિયા ત્યારે જ કરવી જ્યારે કોઈ પણ સંજોગોમાં E-kyc થતું ન હોય, કારણ કે આ પ્રક્રિયા ફક્ત એક જ વાર કરી શકાય છે.એટલે સમજી વિચારીને કરવું ,પછી તેમાં ભૂલ હશે તો બદલાવ નહીં કરી શકાય )
    1. Trainee Verification દરમ્યાન E-kyc  થતું  નથી.(કોઈ પણ પ્રોબ્લેમ ને કારણે -મોબાઈલ નંબર, OTP.... વગેરે)
    2. બે અલગ અલગ મોબાઈલથી  રજીસ્ટર થયેલ હશે , તો જેમાં state Registration Number જે log in માં બતાવશે .તેમાં થઈ શકશે.
    3. અથવા બીજા કોઈ અન્ય પ્રોબ્લેમ હોય તો.

    • નીચે દર્શાવેલ પ્રક્રિયા પ્રમાણે કરવું .

    1. સૌ પ્રથમ જે મોબાઈલ સંસ્થા ખાતે આપેલ હતો તેના દ્વારા સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર Log in કરો .

    Log in કરવા માટે : અહી ક્લિક કરો 

    Log in કર્યા બાદ , નીચે પ્રમાણે સ્ક્રીન દેખાશે .


     


    ત્યારબાદ,

    સ્ક્રીન નીચે સ્ક્રોલ કરવાથી  ITI Application ઓપ્શન બતાવશે. તેમાં " View Details" ઉપર ક્લિક કરો।


    ત્યારબાદ ,

    થોડા સમય બાદ , નીચે પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લેય થશે .


    તેમાં : " I do not have Aadhar " ઉપર ક્લિક કરવું. ત્યારબાદ, ઓપન થયેલ સ્કિનમાં " EDIT DETAILS " બટન પર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે .




    તો આ સ્ક્રિનમાં આપ્યા મુજબ , પ્રથમ Photo (મસ્ટર રોલ માં છે) અને SSC Marksheet  (ઓરીજનલ) , અને કોઈ પણ બે વિગતો સુધારી( જો કોઈ સુધારો ન હોય તો નામ પછી એક space અને પિતાના નામ પછી એક space આપી દેવાથી SSC Marksheet અપલોડ કરવાનો ઓપ્શન ખુલશે.) , ટીક કરી SUBMIT બટન ક્લિક કરવું . ત્યાર બાદ, સ્ક્રીન ઓપન થાય તેમાં "Yes" બટન પર ક્લિક કરી પ્રક્રિયા પુરી કરવી .

    ત્યાર બાદ , PRN નંબર in progress બતાવશે. જે state દ્વારા અપ્રૂવ થયા બાદ R...વાળો નંબર જનરેટ થશે.જેનો sms તમને મોબાઈલ પર મળશે .
    નોંધ: E kyc તો pending જ બતાવશે.

    Wednesday, March 13, 2024

    આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર Link છે ? તે કઈ રીતે જાણી શકાય ?....જાણવા માટે અહી ક્લિક કરો

     

      

    Skill India digital Portal ઉપર રજિસ્ટ્રેશન દરમ્યાન આ problem આવતો હોય છે.

     આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર Link છે? જાણવા માટે નીચેની વિગતોની જરૂર પડશે .

    1. આધારકાર્ડ નંબર 
    2. જે મોબાઈલ રજિસ્ટર્ડ છે (તેવું તમને લાગે છે )તે .
    3. કેપચા (ચિત્ર માં આપેલ કોડ લખવો )

    ઉપરની વિગતો મેળવ્યા પછી, 

    • આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર Link છે? તે જાણવા માટેની લિન્ક : અહી ક્લિક કરો
    જો લિંકમાં નાખ્યા પછી નીચેની સ્ક્રીનમાં બતાવ્યા મુજબ ,

    • Green કલરમાં " The mobile number you have entered is already verified with our records " બતાવે તો જે Mobile no. નાખ્યો હતો, તે Mobile રજિસ્ટર્ડ છે. તેમ સમજવું.

    જો લિંકમાં નાખ્યા પછી નીચેની સ્ક્રીનમાં બતાવ્યા મુજબ ,
    • Red કલરમાં " The mobile number you have entered does not match with our records " બતાવે તો જે Mobile no. નાખ્યો હતો, તે Mobile રજિસ્ટર્ડ નથી તેમ સમજવું. અને બીજો Mobile no. નાખીને પ્રયત્ન કરવો.

    Saturday, March 9, 2024

    ITI પાસ માટે રેલ્વેમાં Technician ની 8052 જગ્યાઓ માટે ભરતી Advt no. 02/2024 જાહેર કરવામાં આવી: Date -09/03/2024..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો




    • ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ: 09/03/2024.
    • ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ: 08/04/2024.
    • ફોર્મ સુધારવાની અને ફી ભરવા માટે: 09/04/2024 to 18-04-2024.
    • જગ્યાનું નામ: Technician Grade III ( ટેકનીશિયન ગ્રેડ-3).
    • કયા કયા ટ્રેડ માટે ઓનલાઈન અરજી કરી શકાય?
    • Fitter, Electrician, IM,EM, MMV, Wiremen, MD,RFM,Turner, Plumber, MH, Carpenter, Tractor Mechanic, welder 
    • ઉંમર: 18-33 years.
    • લાયકાત: ધોરણ -10 + ITI પાસ.
    • ફોર્મ કઈ રીતે ભરવું?  (How to apply?) 
    Step-1: સૌ પ્રથમ અરજી કરવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો પર જાઓ. (desktop computer માં ઓપન કરવું, mobile માં નથી ખૂલતું)

    ક્લિક Apply બટન, પછી " Creat An Account" ઉપર ક્લિક કરો.
    (Otp માટે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી ફરજિયાત જરૂર પડશે.)
    Step-2 : સિલેક્ટ only one RRB (ex. Ahmedabad) માટે એક જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.
    Step-3 : નીચેના ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા.
    1) ફોટો - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
    આ ફોટાની 12 કોપી કઢાવીને રાખવી.
    2) સહી - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
    3) SC,ST, SEBC,EWS સર્ટિફિકેટ સ્કેન કરીને રાખવા.
    4) Qualification Certificate
     Upload કર્યા બાદ Submit કરવું.
    Step-4 :
    CBT ( Computer Based Test) લેવાશે.
    સમય: 90 min.
    Q-100, માર્કસ -100
    સિલેબસ: Maths, General intelligence & reasoning , Basic Science and engineering..
    પાસ થવા માટે: UR/EWS -40%,OBC,SC-30%,ST-25%.
    Negative marking: 1/3 = 0.33 માર્કસ દરેક ખોટા જવાબ માટે કપાશે.
    Step -5: પરીક્ષા ફી ઓનલાઈન અથવા UPI દ્વારા ભરી શકાશે.
    Step -6: Document Verification થશે.
    Step -7: Medical Examination થશે.

    Wednesday, February 14, 2024

    DGT updates: Date -14/02/2024...... વિગતવાર માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો


    • સુચના: 
    1. CTS સેમેસ્ટર પદ્ધતિ માં 2017 ના 2 વર્ષ ના ટ્રેડ માટે ફીની લિંક 15/02/2024 સુધી ઓપન રહેશે.(ITI નો સંપર્ક કરો)
    2. DEC-23 માં લેવાયેલ CBT પરીક્ષાની Answer Sheet જોઈ શકાય છે.
    3. DEC-2023 માં લેવાઈ ગયેલ પરીક્ષાની Marksheet અને Certificate હવે ડાઉનલોડ થાય છે.

    Tuesday, February 13, 2024

    ITI Trainee Verification Process: વિગતવાર માહિતી માહિતી માટે અહીં ક્લિક કરો

       
    How to verify trainee at Skill India Digital Portal: 
    Step 1: સૌ પ્રથમ તાલીમાર્થી ના રજિસ્ટર્ડ ફોન પર આવેલ મેલ અથવા મેસેજ માં આવેલ જ લિંક ઓપન કરવી. લિંક ન આવેલ હોય તો રાહ જોવી.(જો લિંક ઉપર ક્લિક કર્યા પછી open થઈને સ્થિર થઈ જાય તો, back button ઉપર ક્લિક કરવાથી નીચે મુજબ ઓપન થઈ જશે.)
    Step 2: લિંક ઓપન કરતા સ્ક્રીન પર સૌ પ્રથમ તમને તાલીમાર્થીનો મોબાઈલ નંબર ડિસ્પ્લે થશે. જ્યાં સુધી ડિસ્પ્લે ના થાય ત્યાં સુધી રાહ જોવી. મોબાઈલ નંબર ઓકે હોય તો નીચે continue બટન પર ક્લિક કરીને આગળ વધવું.

    Step:3 ત્યારબાદ રજિસ્ટર્ડ નંબર પર 6 digit નો otp આવશે. જે આપેલ સ્ક્રીન માં નાખવો

    Step 4: ત્યારબાદ સ્ક્રીન પર પાસવર્ડ સેટ કરવા માટેની સૂચના મળશે .જેમાં પાસવર્ડ સેટ કરીને આગળ વધવું.

    Step 5: આગળની સ્ક્રીન માં 2 ઓપ્શન જોવા મળશે. 1. I HAVE ADHAAR અને 2. I do not have Adhaar જેમાંથી આપને પ્રથમ ઓપ્શન જ પસંદ કરવાનો રહેશે. જેને આધાર આપેલો હશે તેને ડાયરેક્ટ આધાર વેરીફીકેશન માટે પૂછશે.

    Step 6: ત્યારબાદ kyc verification માટે ઓપ્શન સિલેક્ટ કરવાનું આવશે.જેમાંથી by otp પસંદ કરવો. ત્યારબાદ તમને આધારકાર્ડ નંબર નાખવા જણાવવામાં આવશે.જેમાં તાલીમાર્થી નો આધારકાર્ડ નંબર નાખવો. આધારકાર્ડ નંબર નાખ્યા બાદ આધાર સાથે લિંક મોબાઈલ પર 6 આંકડાનો otp આવશે જે આપેલ સ્ક્રીન માં નાખવો.
     
    Otp નાખ્યા બાદ પોર્ટલ પર verify થશે. આ પ્રોસેસ સંપૂર્ણ કરવી. ખાસ ઉતાવળ કરવી નહી.
    ત્યારબાદ ઉપર સ્ક્રીન શોટ મુજબ eKYC completed બતાવશે. ઘણી વાર સામાન્ય તફાવત ને કારણે આધાર ની વિગત અને અપલોડેડ વિગત માં different નો msg ડિસ્પ્લે સ્ક્રીન પર થતો હોય છે. પરંતુ details same જ અને ok હોય તો submit કરી દેવું. તેવા કેસમાં State Approval મળ્યા બાદ eKYC completed બતાવશે. રાહ જોવી.
    હવે,  My Dashboard માં જશો તો, નીચે પ્રમાણે ઓપન થશે. જેમાં  છેક નીચે ITI Application સ્ક્રોલ કરતાં નીચે સ્ક્રીન શોટ મુજબ વિગત બતાવશે 
    જેમાં PRN Number માં in Progress લખેલું આવશે, જેમાં 48 hrs માં R2023..... વાળો નંબર જનરેટ થશે.
    ત્યારબાદ જ રજિસ્ટ્રેશન થયું કહેવાશે.
    નોંધ
    1.જે આઈ. ટી. આઈ. માં એડમિશન લીધેલું છે એની જ લિંક ઉપર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરવું. કારણ skill India Portal પર બીજી પણ Institute હશે... જેવી કે Technical school.
    For ex. INDUSTRIAL TRAINING INSTITUTE PALANPUR (GOVERNMENT) મેસેજ માં લખેલું હશે.
    2. ADMISSION -2023 NCVT TRADE ના તમામ ડેટા skill India digital પોર્ટલ પર ઉપલોડ થઈ ગયેલ છે, દરેક તાલીમાર્થીને વિરિફિકેશન માટેની લિંક મળી ગઈ હશે અને ના મળી હોય તો ગૂગલ શીટ માં આપેલ મોબાઈલ નંબરથી લોગીન કરી વેરિફિકેશન ની કામગીરી પૂર્ણ કરવાની થાય છે. હવે જે તાલીમાર્થીઓને e kyc થતું નથી, તેમને " I don't have Aadhar no. " ઓપ્શન ઉપર ક્લિક કરી - પોતાનો ફોટો અને Original SSC એટલે કે ધોરણ 10 ની માર્કશીટ  અપલોડ કરી, કોઈ પણ બે સુધારા કરી Submit કરવું. ત્યારબાદ state authorities દ્વારા એપ્રુવ થશે.
    3. R2023... નંબર જનરેટ થયા પછી, SMS મોબાઈલ માં આવશે. 

    Monday, January 29, 2024

    CBT Exam Paper Solution (Fitter) ડાઉનલોડ કરવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



    • સુચના: નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે.

    Wednesday, January 24, 2024

    DGT Updates: CTS Supplementary Examination For Semester System for Session 2017-2019 : Date 16/01/2024 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    • CTS Supplementary Examination For Semester System for Session 2017-2019 : Date 16/01/2024 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 
    • Fees payment: 1Feb,2024 to 15Feb, 2024.
    • CBT Exam start from: 20 March,2024.
    • Result date: 10April, 2024.

    નોંધ: જો કોઈ તાલીમાર્થી સેમેસ્ટર સિસ્ટમ (session 2017-19) માં બાકી રહી ગયેલ હોય તો તેને આઈ. ટી.આઈ. નો સંપર્ક કરવો.