આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Saturday, June 24, 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, પાલનપુર વિભાગમાં વિવિધ ટ્રેડની ભરતી પ્રક્રિયા માટે આઈ.ટી. આઈ.પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ... અરજી કરવાનો સમયગાળો: 03/07/23 થી 12/07/2023.


  •   ગુ.રા.મા.વા.વ્ય. નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) મીકનીક મોટર વ્હીકલ (૨) મીકેનીક ડીઝલ (૩) ઇલેક્ટ્રીશીયન (૪) પ્રો.એન્ડ સી.એસસ્ટીવ આસી (પાસા) (૫) વેલ્ડર આઈ.ટી.આઈ પાસ તથા જરૂરી શૈક્ષાણિક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ -૧૦ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઇ તેવા ઉમેદવારોએ www.apprentice shipndia.org વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલ.સી., માર્કશીટ, આઇ.ટી.આઇ. તથા જાતી અંગેનું પ્રમાણપત્ર તેમજ કોઇ ગુનાહીત પ્રવૃતિ આચરવામાં આવેલ નથી તે સબબનો પોલીસનો દાખલો અને બે પ્રતિષ્ઠીત વ્યક્તિના ચાલચલગતનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટા તેમજ જરૂરી ડોકયુમેન્ટ સાથે વિભાગીય કચેરી, એરોમા સર્કલ જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે તા. ૦૩/૦૭/૨૦૨૩ થી તા.૧૨/૦૭/૨૦૨૩ સુધી ૧૧:૦૦ કલાક થી ૧૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વિહવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહી એવું વિભાગ નિયામકશ્રી એસ.ટી પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Source: (માહિતી બ્યુરો,પાલનપુર) 

1 comment: