આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, September 2, 2022

CTS- Fitter, New Updated Course બાબત: કેવા પ્રકારના ફેરફાર થયા છે ? તે જાણવા અને સિલેબસ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


CSTARI એટલે Central Staff Training and Research Institute, Kolkata, West Bengal ખાતે આવેલી છે,  જે આઈ.ટી.આઈ ના કોર્ષના સિલેબસ તૈયાર કરે છે.
ફિટર ટ્રેડ માટે નવું વર્ઝન 2.0 (Revised in -2022) ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
ફિટર ટ્રેડ માટે વર્ઝન 1.2 (Revised in -2019) ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
ફિટર ટ્રેડના નવા કોર્ષમા પ્રથમ નજરે નીચે મુજબ ફેરફાર થયેલ છે:
1. Learning Outcomes : 
નવા વર્ઝન 2.0 માં ટોટલ - 22 (11+11)  છે, જેમાં નંબર 10 અને 11  તથા 21 અને 22 એ અનુક્રમે ડ્રોઈંગ અને મેથ્સના લનિંગ આઉટકમ છે. એમ થીયરીના લનિંગ આઉટકમ 18 જ થાય છે.જયારે જૂના વર્ઝન 1.2 માં ટોટલ - 18 (9+9) હતા.
2. Course Structure:
નવા વર્ઝન 2.0 માં 2400+300 hrs, ED-40 અને WSC-28 (અલગથી  આપેલ છે).જયારે જૂના વર્ઝન 1.2 માં બધા થઈને 3200 hrs ભેગા આપેલ હતા.
વધુમાં નવા વર્ઝન 2.0 માં  On Job Training (OJT)  પ્રથમ વર્ષ -150hrs અને બીજા વર્ષ-150 hrs,. એમ 300hrs ની છે. જે નજીકની કોઈ ઈન્ડસ્ટ્રીમાં કરવાની થાય, જો એમ ન થઈ શકે તો Project કરવાનો થાય. કોઈ પણ એક ફરજીયાત છે.
3. Passing Regulation:
નવા વર્ઝન 2.0 માં " There will be no Grace marks " આ લાઈન લખેલી નથી. જે જૂના વર્ઝન 1.2 માં લખેલી હતી.
4. Distribution of Training on Hourly basis:
નવા વર્ઝન 2.0 માં આપેલ નથી  જે જૂના વર્ઝન 1.2 માં આપેલ હતું.
5. Assessment GuideLine:
નવા વર્ઝન 2.0 માં CBT, Practical Examination નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે જૂના વર્ઝન 1.2 માં ઉલ્લેખ કરેલ નહોતો.
6. Tools and Equipment list:
નવા વર્ઝન 2.0 માં Lathe tool bits  ની કવાન્ટીટી (No.) માં ફરક છે -2 Nos. કરેલ , જે જૂના વર્ઝન 1.2માં -4 Nos હતા.
7. Page Number:
નવા વર્ઝન 2.0 માં ટોટલ-60 પેજ નંબર છાપેલા છે, જ્યારે 
જૂના વર્ઝન 1.2માં ટોટલ-62 પેજ નંબર છાપેલા છે.
8. Total Practical:
નવા વર્ઝન 2.0 માં 196 પ્રેકટીકલ છે , જે જૂના વર્ઝન 1.2માં 198 પ્રેકટીકલ હતા.
9. NSQF લેવલ: 
નવા વર્ઝન 2.0 માં NSQF લેવલ-4 લખેલું છે પરંતુ અંદર કોર્ષ ની વિગત માં લેવલ-5 લખેલું છે. જે ભૂલ ભરેલું છે. એટલે કે શું સમજવું તે સ્પષ્ટ થતું નથી.

નોંધ: 
DGT, New Delhi ની વેબસાઈટ ઉપર નવો કોર્ષ મુકાયેલો છે ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે: ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો  
 જે સર્વેની જાણ સારુ.આ બાબતે કોઈ પણ અપડેટ આવશે તો આ પેજ ઉપર મુકીશું. ભૂલ હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.

No comments:

Post a Comment