આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, September 28, 2022

Marksheet જનરેટ ન થવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

સુચના: 

જે તાલીમાર્થીઓની Aug-2022 CBT પરીક્ષાની માર્કશીટ મળેલ નથી અથવા ડાઉનલોડ થતી નથી પરંતુ તેઓનું RESULT આવી ગયેલ છે. તેવા તાલીમાર્થીઓના રિઝલ્ટ જોતા "CBT Fee  not paid. Please pay the CBT fee through the online payment link or request your ITI to pay through NIMI portal.

Result will be available 48 hours after CBT fee payment."

આવી સુચના આવે છે. પરંતુ તેઓએ CBT Fee ભરેલ હશે. તેવા તાલીમાર્થીઓએ નીચે આપેલ વિગતો લઈ પોતાની આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો ત્યાંથી તમને pdf મળી જશે:

Trainee Registration no. R2108240.... વાળો.

Trainee name: તમારું નામ.

Academic Session: 2021-23/2021-22.

Examination year: 2022.

CBT fee details:

Nimi portal pay order id: CBTM22...... વાળો.

Nimi portal CC Avenue Ref. Id: 12 આંકડાનો નંબર.


Result જોવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો


Tuesday, September 27, 2022

DGT Alerts: CBT Answer Sheet ડાઉનલોડ કરવા બાબત ...... વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • સૌ પ્રથમ NCVT MIS portal : https://www.ncvtmis.gov.in/ ઉપર જવું. તેના ઉપર " Trainee" ઓપ્શન માં " Trainee Profile " માં જવું અને જરૂરી વિગતો જેવી કે...Roll no. R210840..... વાળો નંબર, Father name, D.O.B. -જન્મ તારીખ, કેપચા- અંગ્રેજી ના અક્ષરો... નાખવાથી પોતાની વ્યક્તિગત Profile ખુલશે. જેના Screen shot નીચે પ્રમાણે છે... જૂઓ.
  • ઉપર જણાવ્યા પ્રમાણે Profile ખુલ્યા બાદ " View CBT Exam Center " ઉપર ક્લિક કરવું. આમ કરવાથી નીચે મુજબ સ્ક્રીન ખુલશે.
  • તેમાં જમણી બાજુ આંગળીના ટેરવા થી જવાથી છેલ્લે ઉપર Screen shot માં બતાવ્યા પ્રમાણે "View Response Sheet" ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમારી Answer Sheet  નીચે Screen shot મુજબ જોવા મળશે.
  • જેને તેમ " Save and Print "  ઓપ્શન દ્વારા Save અથવા Print કરી શકો છો.
  • Answer Sheet માં તમે ટિક કરેલા જવાબ અને સાચો જવાબ - ગ્રીન કલરથી કરેલ બતાવેલ છે.
  • નોંધ: જે તાલીમાર્થીની Answer Sheet આ પ્રમાણે ડાઉનલોડ ના થાય તો જરૂરી વિગતો સાથે Comment box -નીચે આપેલ Post a Comment માં Reply કરશો.તમારું ઈ મેઈલ આઈ ડી ઉલ્લેખ કરશો.જરૂરથી  જવાબ આપીશું.

Vernier Height Gauge ના ઝીરો સેટિંગ બાબત: Vernier Scale અને Main Scaleનો " Zero " એડજસ્ટ કઈ રીતે કરવો? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • Vernier Height Gauge માં તાલીમાર્થીઓ દ્વારા જ્યારે જોબ ઉપર માર્કિંગ કરવામાં આવે છે, તે દરમિયાન તાલીમાર્થીઓ  તેમાં ઝીરો સેટિંગ કર્યા વગર જ માર્કિંગ કરતા હોય છે. જેના કારણે વારંવાર માર્કિંગમાં ભૂલ આવે છે.
  • તો આ બાબત ધ્યાને લઈ જયારે સૌ પ્રથમ માર્કિંગ કરવાનું શરૂ કરો એ પહેલો Vernier Height Gauge નો ઝીરો સેટ કરવો પડે છે. જેના માટે નીચેના સ્ટેપ અનુસરવા:
Step- 1 : સૌ પ્રથમ Vernier Height Gaugeનો "Zero" સેટિંગ ચેક કરો નીચે આકૃતિમાં "Zero" સેટિંગ ન હોય તેવું ઉદાહરણ આપેલું છે:
Step-2 : હવે,  મેઈન સ્કેલનું એડજસ્ટમેન્ટ "ફાઈન એડજસ્ટર" દ્વારા કરી નીચે પ્રમાણે Vernier Scale અને Main Scaleના ઝીરો ને મેચ કરી સ્ક્રુ ટાઈટ કરો. નીચે આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ.
  • ત્યારબાદ જ માર્કિંગ કરવાની શરૂઆત કરો તો ભૂલ થવાની શક્યતા નહીવત રહેશે.

Friday, September 23, 2022

એડમિશન-2022 બાબત: DGT દ્વારા તા- 22/09/2022 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • DGT દ્રારા જાહેર કરેલ પત્ર નો ટુંકમાં સારાંશ નીચે મુજબ છે:
1.DGT દ્વારા અગાઉ 12/05/2022 અને 16/08/2022 ના રોજ કરેલ પરિપત્ર મુજબ CTS કોર્ષ -2022,23/24 માટે એડમિશનની છેલ્લી તારીખ :31/08/2022 હતી.
2. બધા સ્ટેટ ડિરેકટર તરફથી મળેલ રજૂઆતો અને સૂચનો ધ્યાનમાં લેતાં હવે એડમિશનની તારીખ: 31/09/2022 સુધી લંબાવવામાં આવે છે.
3. ડેટા અપલોડ કરવા માટે ની API લીંક NCVT MIS પોર્ટલ ઉપર તારીખ: 1/10/2022 થી 15/10/2022 દરમ્યાન ઓપન થશે.
4. આ એડમિશનમાં વધારેમાં વધારે એડમિશન થાય એવા પ્રયત્નો કરવા.
5. 31/05/2023  (31/05/2022-લેટર માં ભૂલ હોય એવું લાગે છે) સુધીમાં તાલીમાર્થીઓ નો સિલેબસ પૂરો કરવાનો થાય છે જે માટે જરુર પડે તો Extra Classes નું એરેંજમેન્ટ કરવું.
6. બીજી activities અગાઉ ના બે પરિપત્રો મુજબ જ રહેશે. જે નીચે લીંકમાં આપેલા છે.

નોંધ: ઉપર લિંક માં આપેલ English પરિપત્ર જ આખરી ગણાશે.

Friday, September 16, 2022

DRDO દ્વારા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓની ટેકનિકલ કેડરમાં ભરતી-2022, છેલ્લી તારીખ-23/09/2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


DRDO એટલે Defence Research and Development Organization  જે Govt of India ની સ્વાયત્ત સંસ્થા છે જેના દ્વારા DRTC (Defence Research Technical Cadre)  માટે આઈ. ટી. આઈ. ના પાસ આઉટ તાલીમાર્થીઓની  ભરતી થવા જઈ રહી છે. ખરેખર આપણા તાલીમાર્થીઓએ આ Advt માં ઓનલાઈન એપ્લિકેશન કરવી જોઈએ. જેની વિગત નીચે મુજબ છે:

AUTO, COPA, MD,CNC,DM, DTP,MH,FT,GRINDER,MMV,RFM,TURNER,SHEET METAL, WELDER, ET, ELECTRONIC.
  • ઓનલાઈન એપ્લિકેશનની લીંક શરૂ થવાની તારીખ: 3/09/2022.
  • ઓનલાઈન એપ્લિકેશનની લીંક બંધ થવાની તારીખ: 23/09/2022.

Wednesday, September 14, 2022

Employability Skills (ES) ના સિલેબસ અને Learning Hours બાબત: DGT નો તા:5/09/2022 નો પરિપત્ર...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


માનનીય, Atulkumar Tiwari, IAS Add. secretary, DGT દ્વારા નીચે પ્રમાણે આદેશ કરવામાં આવ્યો. જેેના
મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે:
1. Revised. Syllabus ES-120hrs for Students  of 1 year Course  અને 1st year of 2 year Course &  60hrs Advance Course in the 2nd year of 2 year Course, 60hrs for  Six Month Course આ પ્રમાણે ગણવું.
2. આ Revised Syllabus Session-2022/23થી ..... હવે પછી લાગુ કરવો.

નોંધ: ઉપરનું ગુજરાતી રૂપાંતરણ ફક્ત સમજ માટે છે.English પરીપત્ર જ આખરી ગણાશે: ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

WSC અને ED ના સિલેબસ અને Learning Hours બાબત: DGT નો તા:5/09/2022 નો પરિપત્ર...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


WSC અને ED ના (40hrs. Each) ને Trade Theory સાથે મર્જ કરી નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા.
1. WSC અને ED નો Revised Syllabus હાલમાં અભ્યાસ કરતા તાલીમાર્થી Admission વર્ષ-2021/22 અને નવા એડમિશન થયેલ તાલીમાર્થીઓને લાગુ પડશે.
2. જે તાલીમાર્થીઓ અગાઉ (ex. trainees) WSC અને ED માં નાપાસ છે તેઓની પરીક્ષા અલગથી Supplementary examination લેવામાં આવશે.
નોંધ : ED અને WSC નો  Revised Syllabus  Annexure-A અને Annexure-B માં આપેલો છે.

CTS અને CITS Learning Hours બાબત: DGT નો તા: 5/09/2022 નો પરિપત્ર..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

માનનીય, Atulkumar Tiwari, IAS Add. secretary, DGT  દ્વારા નીચે પ્રમાણે આદેશ કરવામાં આવ્યો.
1. 1-Year Courses અને 1-Year of Two Year Courses માટે  સુધારેલા સિલેબસ પ્રમાણે (1200+150hrs OJT/Group Project) Session 2022-23 થી લાગુ કરવું. ( 2Year of Two Year Course હાલ જે ચાલે છે તેમને લાગુ પાડવાનું  કે નહી તેનો ઉલ્લેખ નથી)
2. Six Month ITI Courses, સુધારેલા સિલેબસ પ્રમાણે  (600+150hrs OJT/Group Project) Session 2022-23 થી લાગુ કરવું.
3. ITI માં 10 અને 12 મા ધોરણ માટેના સેન્ટર/NIOS ખોલવા.
4. MSDE દ્વારા IGNOU સાથે MOU કરવામાં આવે કે જેમાં 12 સમકક્ષ પછીના  ગ્રેજ્યુએટ કોર્ષ - કોલેજ માટે ITI ના તાલીમાર્થીઓને એનરોલ કરવામાં આવે.
5. નવા કોર્ષના Reorganize માટે CSTARI, NIMI, DGT/NSTI,SSC, ITI Instructors, INDUSTRIES Experts ની ટીમ બનાવવામાં આવે કે જે કોર્ષ તૈયાર કરશે.
ઉપર પ્રમાણે હમણા જ  નવા CTS કોર્ષ Syllabus રજૂ થયા છે.

Monday, September 12, 2022

CBT Answer Sheet જોવા માટે: NCVT ની વેબસાઈટ ઉપર કઈ રીતે જોવી ? જાણવા માટે અહીં ક્લિક કરો

Step-1: સૌ પ્રથમ નીચે આપેલ Result જોવાની Link ઉપર ક્લિક કરી તમારી વિગત જેવી કે Roll no. (21082..... વાળો),Exam System (Annual), Year (1 or 2)  નાખતા તમારી માર્કશીટ ખુલશે જેમાં 600 માંથી ટોટલ માર્ક્સ આવે તે જ સાચા ગણવા.

Step-2 : તમારી Marksheet ની નીચે - છેક નીચે બતાવેલ
આકૃતિમાં " Redirect To Answer Sheet " ના ઓપ્શન ક્લિક કરવું. ક્લિક કર્યા બાદ તેના નીચે  આપેલ --તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર " OTP " આવશે. જે ત્યાં આપેલા બોક્સમાં નાખી Submit બટન ઉપર ક્લિક કરવાથી તમારી Answer Sheet  તમે જોઈ શકશો જેમાં તમે આપેલ જવાબો સાથે ખોટા અને સાચા જવાબો ની વિગત આપેલ હશે.
નોંધ: કેટલાક તાલીમાર્થીઓ ની માર્કશીટ માં 700 માંથી બતાવે છે જે ખોટું છે... વેબસાઈટ અપડેટ થઈ રહી છે... રાહ જોવી.

Friday, September 9, 2022

NSQF સંલગ્ન ટ્રેડો ના સ્ટડી મટીરિયલ, એસેસમેન્ટ રિફોર્મ, ES ના મોડયુલ અને તાલીમાર્થી ઓનાહિતોના નિર્ણય બાબત: તા-29/08/2022 નો પરીપત્ર...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • " Skill India " મિશનને Successful બનાવવા અને "Trainee Centric" ઈકો સીસ્ટમ બનાવવા ના હેતુથી, અને આ આખી સીસ્ટમ ને સરળ બનાવવા માટે માનનીય, રાજેશ અગ્રવાલ, IAS, સચિવ શ્રી Govt of India,Ministry of Skill Development & Entrepreneurship દ્વારા આ પરિપત્ર તારીખ - 29/08/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો. જેમાં પ્રથમ નજરે નીચેના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા.
  • NSQF સંલગ્ન ટ્રેડો ના સ્ટડી મટીરિયલ, એસેસમેન્ટ રિફોર્મ, ES ના મોડયુલ અને તાલીમાર્થી ઓનાહિતોના નિર્ણય બાબત: તા-29/08/2022 નો પરીપત્રઅહીં ક્લિક કરો
a. MSDE, દ્વારા ચાલતા અલગ અલગ કોર્ષના સ્ટડી મટીરિયલ  English ભાષામાં ઉપલબ્ધ છે પરંતું લોકલ રિજનલ ભાષામાં ઉપલબ્ધ નથી તો આ સ્ટડી મટીરિયલ લોકલ રિજનલ ભાષામાં ઉપલબ્ધ થાય તે જરૂરી છે. જેથી કરીને વધારેમાં  વધારે તાલીમાર્થીઓ Skill બધ્ધ થાય.
b. સ્ટડી મટીરિયલ ના ફોર્મેટ જેવા કે PDF ફોર્મેટમાં, હિન્દી અને લોકલ ભાષામાં ઉપલબ્ધ હોય અને QR CODE  બેઝ વિડીઓ Learning, Self Learning મટીરિયલ પણ ઉપલબ્ધ થાય.
c. ઉપરનું તમામ મટીરિયલ Free  ઉપલબ્ધ થાય- વેબસાઈટ, NSDC ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવે.
d. ઉપરનું તમામ મટીરિયલ up to date, હાલની  ઈન્ડસ્ટ્રીઝ ની જરૂરિયાત મુજબ હોય,OJT (On Job Training) ફરજીયાત કરવામાં આવે.
e. Assessment નો સમય અને Cost વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ કરી ઘટાડી શકાય.
f. Focus on જોબ પ્લેસમેન્ટ અને Industry MOU.
g. નવો ES નો કોર્ષ અને સ્ટડી મટીરિયલ Free of Cost ઉપલબ્ધ કરાવવો.
h. Short Duration ના કોર્ષ, Practical એપ્રોચ વાળો કોર્ષ એક મહિનાની અંદર તૈયારી કરવા - Skill Hub Initiative.
i. Free Mock Test- PDF,Apps અને વેબસાઈટમાં ઉપલબ્ધ કરાવવા.
j. સમય મર્યાદામાં Result , e Marksheet , e Certificate વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવા. ઈ મેઈલ/ વેબસાઈટ દ્વારા પણ Result ની જાણ કરવી તેમજ તાલીમાર્થીઓ ડાઉનલોડ કરી શકે એવી વ્યવસ્થા કરવી. Re- evaluation process, Supplementary exam process- Students Friendly રાખવું અને એ પણ સમય મર્યાદામાં કરવું.
k. Question wise Performance - દરેક તાલીમાર્થીનું એનાલીસિસ એજન્સી મારફત કરાવવું.
l. જે તાલીમાર્થીમિત્રો નાપાસ થયેલા છે , તેમના માટે Extra Classes, Supplementary exam કરાવવી.
m. Short term કોર્ષ માટે આધાર અને મોબાઈલ OTP બેઝ ટ્રેઈનર અને Assesors દરેક જિલ્લા વાઈઝ ઉપલબ્ધ થાય તેવું કરવું.
n. Job role Licence માટેની પ્રોસેસ ને ઓળખવી અને અભ્યાસ કરવો.
o. વધારાનું ફંડ MSDE ને Return કરવું.
p. Daily Attendance of Candidates, Trainer, Assesors through આધાર બેઝ બાયોમેટ્રિક એટેડન્સ સીસ્ટમ (AEBAS) ફરજીયાત કરવી- buffer time 20minutes before class start.

ઉપરના તમામ મુદ્દાઓનો અમલ કરવો.
નોંધ: ઉપર લીંક માં આપેલ Original English પરીપત્ર આખરી ગણાશે.



Apprentice ભરતી મેળો-2022, આઈ. ટી. આઈ. , પાલનપુર તારીખ - 12/09/2022 ના રોજ યોજાશે.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


કોણ ભાગ લઈ શકે? : 78 બેચના બે વર્ષના તાલીમાર્થીઓ માટે અને  79 બેચના એક વર્ષના તાલીમાર્થીઓ માટે.
બનાસકાંઠા:  જીલ્લો આઈ.ટી.આઈ. પાલનપુર
● એપ્રન્ટીસ ભરતી મેળાની તારીખ: ૧૨-૦૯-૨૦૨૨ ના સવારે૧૦:૦૦ કલાકે
● ભરતી મેળાનું સ્થળ :  આઈ.ટી.આઈ., પાલનપુર (કોન્ફરન્સ હોલ) (૪થો માળ)
● ભરતીની જગ્યા : એપ્રેન્ટીસ ટ્રૈઇની
સ્ક્રીનીંગની પ્રક્રિયા: (૧)  રજીસ્ટ્રેશન (૨) ઈન્ટરવ્યુ
ભરતીની જગ્યા લાગુ પડતા ટ્રેડ 
● ફીટર
● ઇલેકટ્રીશીયન
● વેલ્ડર
● ડીઝલ મમકેનીક
● વાયરમેન
● કો.પા.
● મોટર મિકેનિક
ઉંમર : ૧૪ વર્ષ કે તેથી વધુ , ITI પાસ આઉટ
સરકારના ધારા ધોરણ મુજબ સ્ટ્ટાઈપેન્ડ મળવા પાત્ર થશે 
સાથે લઈ આવવાના ડોક્યમેન્ટ
● ધોરણ-૧૦ /આઈ.ટી.આઈ અને અન્ય  લાયકાતના પ્રમાણપત્રો ઓરીજનલ તથા નકલ
● એલ.સી ઓરીજનલ તથા નકલ
● આધાર કાર્ડ
● પાસપોર્ટ સાઈઝ ફોટો - ૦૨ કોપી
● રજીસ્ટ્રેશનની  લીંક https://dgt.gov.in/appmela2022/candidate_registration.php
●પાસ થયેલ તાલીમાર્થીઓએ https://www.apprenticeshipindia.gov.in/ પોર્ટલ પર એપ્રેન્ટીસ માટેનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
રજીસ્ટ્રેશન કરી A વાળો સાચવી રાખવાનો રહેશે.
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાયેલ ઇચ્છનીય છે.

Thursday, September 8, 2022

CBT Resultની સપષ્ટતા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • જે તાલીમાર્થીઓને Resultના ઈ મેઈલ નથી આવ્યા તેમને તારીખ:  10-09-2022 સુધી રાહ જોવી.
  • અત્યારે Result ની લીંક અમુકવાર ઓપન થાય છે ત્યારે તાલીમાર્થીની વિગત નાખતા અમુક તાલીમાર્થીઓને 700 માંથી માર્કસ બતાવે છે. જે ખોટું છે 600માંથી તાલીમાર્થીઓ ના માર્કસ આવશે.તે જ સાચું Result હશે.
  • કોઈએ ઈ મેઈલ ખોટું આપેલું હોય અથવા કોઈ બીજા કારણસર ઈ મેઈલ ન પણ મળે તો ચિંતા  ન કરવી-- 10/09/2022 સુધી રાહ જોવી.
  • અત્યારે હાલ DGT, New Delhi દ્રારા Result અપડેટ થઈ રહ્યું છે.
  • Result ની Link proper ખુલશે એટલે આ બ્લોગ ઉપર અપડેટ આપીશું.

Wednesday, September 7, 2022

AITT-2022, Passing Certificate મેળવવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • Result Declaration on 7th September, 2022
  • Certificate Distribution on Convocation Day-17th September,2022 ( વિશ્વકર્મા જયંતિ- સર્ટીફીકટ આ દિવસે મળશે).
  • Result of this Year-89.13%
  • Total-14.83 lakh trainees Pass out
          16.6 lakh appeared.

Source: Press conference release by DGT, New Delhi on 7/09/2022 on Website.

CBT Result : Aug-2022 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2021-23ના પ્રથમ વર્ષની , 2020-22ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો

  •  એડમિશન વર્ષ: 2021-23ના પ્રથમ વર્ષની , 2020-22ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ 7/09/2022ના રોજ જાહેર કરવામાં આવશે.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 210824002613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 1/2 (જે હોય તે સિલેક્ટ કરવું)
    • નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT:  noreply-dget@gov.in  દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.
    • જે તાલીમાર્થીઓનાં રિઝલ્ટ ન આવેલ હોય તેમનું રિઝલ્ટ 10/09/2022 સુધી માં જાહેર થઈ જશે.

    Tuesday, September 6, 2022

    Circlip (સરક્લીપ) અને Circlip Plier (સરક્લીપ પક્કડ): ઓટોમોબાઈલ વિભાગમાં બહુ જ ઉપયોગી ..... જાણવા માટે અહીં ક્લિક કરો

    આકૃતિ-1
    આકૃતિ-2

    • આકૃતિ 2 માં બતાવેલ ખાસ પ્રકારના Circlip Plier (સરક્લીપ પક્કડ) વડે  આકૃતિ 1 માં બતાવેલ એક્ષ્ટરનલ અને ઈન્ટરનલ સરક્લીપને પહોળી કરીને ફિટ કરી શકાય છે.
    • તેના " જો" પોઈન્ટેડ આકારના અને તીક્ષ્ણ હોય છે.
    • ખાસ કરીને ઓટોમોબાઈલ્સમાં તેનો ઉપયોગ સૌથી વધુ થાય છે.
    • આકૃતિ 1 માં બતાવેલ એક્ષ્ટરનલ સરક્લીપ નો ઉપયોગ શાફ્ટ ના છેડે કોઈ પાર્ટ જેમકે વ્હીલ, બેરિંગ કે અન્ય ભાગ બહાર ન નીકળે એ માટે શાફટ ઉપર સરક્લીપ ગ્રુવ- ખાંચો આપેલો હોય છે ,ત્યાં સરક્લીપ લગાવાય છે. જે શાફટ ઉપર તે લગાવાય તેની આકૃતિ નીચે આપેલ છે. 
    • Circlip ની સાઈઝ શોધવા તેને સેન્ટરમાં એક બાજુ અંદરથી અને તેની સામેની બાજુ બહાર સુધી માપવામાં આવે છે. જે તમે નીચે આપેલ વિડીઓ માં જોશો.
    • Circlip Plier ની સાઈઝ શોધવા તેની આખી લંબાઈ માપવામાં આવે છે.
    • Circlip (સરક્લીપ) અને Circlip Plier (સરક્લીપ પક્કડ) ની સમજ અને ઉપયોગ દર્શાવતો વિડીઓ જોવા માટે: અહીં ક્લિક કરો

    Friday, September 2, 2022

    CTS- Fitter, New Updated Course બાબત: કેવા પ્રકારના ફેરફાર થયા છે ? તે જાણવા અને સિલેબસ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


    CSTARI એટલે Central Staff Training and Research Institute, Kolkata, West Bengal ખાતે આવેલી છે,  જે આઈ.ટી.આઈ ના કોર્ષના સિલેબસ તૈયાર કરે છે.
    ફિટર ટ્રેડ માટે નવું વર્ઝન 2.0 (Revised in -2022) ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
    ફિટર ટ્રેડ માટે વર્ઝન 1.2 (Revised in -2019) ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
    ફિટર ટ્રેડના નવા કોર્ષમા પ્રથમ નજરે નીચે મુજબ ફેરફાર થયેલ છે:
    1. Learning Outcomes : 
    નવા વર્ઝન 2.0 માં ટોટલ - 22 (11+11)  છે, જેમાં નંબર 10 અને 11  તથા 21 અને 22 એ અનુક્રમે ડ્રોઈંગ અને મેથ્સના લનિંગ આઉટકમ છે. એમ થીયરીના લનિંગ આઉટકમ 18 જ થાય છે.જયારે જૂના વર્ઝન 1.2 માં ટોટલ - 18 (9+9) હતા.
    2. Course Structure:
    નવા વર્ઝન 2.0 માં 2400+300 hrs, ED-40 અને WSC-28 (અલગથી  આપેલ છે).જયારે જૂના વર્ઝન 1.2 માં બધા થઈને 3200 hrs ભેગા આપેલ હતા.
    વધુમાં નવા વર્ઝન 2.0 માં  On Job Training (OJT)  પ્રથમ વર્ષ -150hrs અને બીજા વર્ષ-150 hrs,. એમ 300hrs ની છે. જે નજીકની કોઈ ઈન્ડસ્ટ્રીમાં કરવાની થાય, જો એમ ન થઈ શકે તો Project કરવાનો થાય. કોઈ પણ એક ફરજીયાત છે.
    3. Passing Regulation:
    નવા વર્ઝન 2.0 માં " There will be no Grace marks " આ લાઈન લખેલી નથી. જે જૂના વર્ઝન 1.2 માં લખેલી હતી.
    4. Distribution of Training on Hourly basis:
    નવા વર્ઝન 2.0 માં આપેલ નથી  જે જૂના વર્ઝન 1.2 માં આપેલ હતું.
    5. Assessment GuideLine:
    નવા વર્ઝન 2.0 માં CBT, Practical Examination નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે જૂના વર્ઝન 1.2 માં ઉલ્લેખ કરેલ નહોતો.
    6. Tools and Equipment list:
    નવા વર્ઝન 2.0 માં Lathe tool bits  ની કવાન્ટીટી (No.) માં ફરક છે -2 Nos. કરેલ , જે જૂના વર્ઝન 1.2માં -4 Nos હતા.
    7. Page Number:
    નવા વર્ઝન 2.0 માં ટોટલ-60 પેજ નંબર છાપેલા છે, જ્યારે 
    જૂના વર્ઝન 1.2માં ટોટલ-62 પેજ નંબર છાપેલા છે.
    8. Total Practical:
    નવા વર્ઝન 2.0 માં 196 પ્રેકટીકલ છે , જે જૂના વર્ઝન 1.2માં 198 પ્રેકટીકલ હતા.
    9. NSQF લેવલ: 
    નવા વર્ઝન 2.0 માં NSQF લેવલ-4 લખેલું છે પરંતુ અંદર કોર્ષ ની વિગત માં લેવલ-5 લખેલું છે. જે ભૂલ ભરેલું છે. એટલે કે શું સમજવું તે સ્પષ્ટ થતું નથી.

    નોંધ: 
    DGT, New Delhi ની વેબસાઈટ ઉપર નવો કોર્ષ મુકાયેલો છે ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે: ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો  
     જે સર્વેની જાણ સારુ.આ બાબતે કોઈ પણ અપડેટ આવશે તો આ પેજ ઉપર મુકીશું. ભૂલ હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.