આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, May 2, 2025

AITT પાસ કરવા બાબતનો DGT, New Delhi નો પરિપત્ર , તારીખ-28/05/2024....વધુ માહિતી માટે અહી ક્લિક કરો



આ પરિપત્ર મુજબ,
  • તાલીમાર્થીને ટોટલ ચાર-4 પ્રયત્નો આપવામાં આવશે. જેમાં 1- રેગ્યુલર અને 3 - એકી સાથે લીધેલ (ગેપ વગર એક પછી એક) પ્રયત્નો રહેશે.
  • પ્રયત્નની ગણતરી બાબતે , એડમિશનની બેચના આધારે રેગ્યુલર પ્રયત્ન ગણાશે કે જેમાં તેઓ Fail, partially Fail, Absent, Ineligible હશે.
  • ત્યારબાદ , તેઓને  DGT દ્વારા ત્રણ એકી સાથેના (Successive) પ્રયત્નો આપવામાં આવશે.
  • જો કોઈ તાલીમાર્થી ઉપર મુજબના પ્રયત્નોમાં પાસ થતો નથી .તો તેનું નામ પોર્ટલ ઉપરથી નીકળી જશે . તેની  જો આઈ.ટી.આઈ. કરવાની ઈચ્છા હોય તો ,તે નવેસરથી એડમિશન લઈ શકે છે.
  • બે વર્ષના કોર્ષ માટે , બીજા વર્ષનો  છેલ્લો પ્રયત્ન તેને જ આપવા દેવામાં આવશે.જેને પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરેલ હશે.

DGT દ્વારા ચલાવાતી તમામ સ્કીમ જેવી કે CTS (FlexiMOU,COE), CITS,ATS For both regular and pvt trainees.  માટે  લાગુ પડશે.

  • AITT પાસ કરવા બાબતનો DGT, New Delhi નો પરિપત્ર , તારીખ-28/05/2024 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 

(નોધ: આ બાબતે DGT દ્વારા જાહેર કરેલ English પરિપત્ર જ આખરી ગણાશે . ઉપરની ગુજરાતી માહિતી ફક્ત જાણ અને સમજ માટે જ છે )

Thursday, May 1, 2025

કારકિર્દી માર્ગદર્શન -2025 નો અંક પ્રગટ થઈ ગયો છે... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 

CBT Result Link : નાપાસ થયેલા તાલીમાર્થીઓની April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો

 

  • April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ  તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ક્લિક કરો  (Result declared)
  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:

    1. PRNumber :  ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
    2. D.O.B.  (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
  • નોંધ: જો કોઈ તાલીમાર્થીને રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો 9898936844 ઉપર Whats up માં R વાળો PRNumber અને Birth date send કરવી. ત્યારબાદ અમારા તરફથી યોગ્ય Reply મળશે. Or Comment section માં આ માહિતી લખવાથી યોગ્ય Reply મળશે.

Wednesday, April 30, 2025

ITI Job Interview (Fitter): ઈન્ટરવ્યુમાં શું શું ધ્યાન રાખવું? 10 Golden Rules..જાણવા માટે અહીં ક્લિક કરો


ધ્યાન રાખવાની બાબતો: 
1. સારા કપડા અને શ્યુઝ પહેરી ને જવું.
2. યોગ્ય તૈયારી સાથે જવું.
3. જવાબ ચોખ્ખા અને ટુંકમાં to the Point જ આપવા. લાંબુ લચક ભાસણ આપવું નહીં.
4. ના આવડતું હોય તો સ્વીકારી લેવું. ગપ્પા મારવા નહી.
5. પોતાના વખાણ કરવા નહીં.
6. પોતાનો પરિચય તૈયાર રાખવો જેમાં-- નામ , સરનામું, આઈ. ટી. આઈ. નું નામ , ટ્રેડ વિશે ટૂંકમાં કહેવું, અપેક્ષિત સેલરી, વજન, જન્મ તારીખ.... વગેરે વગેરે.
7. પોતાના Bio data/Resume, Documents, ઝેરોક્ષ, પોતાના ફોટો, પેન , મોબાઈલ (Silent) સાથે ફરજીયાત રાખવું.
8. ઈન્ટરવ્યુ માં ટટ્ટાર બેસવું. અને સદાય હસતું મોં રાખવું.
9. જે ભાષા (ગુજરાતી, હિન્દી, English..) સારી બોલતા આવડતી હોય તે જ બોલવી.
10. ઈન્ટરવ્યુ લેનાર બહાર જવાનું કહે ત્યારે જ પોતાની બેઠક છોડવી.

ITI Job Interview (Fitter) નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો