આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, September 4, 2026

🚌 GSRTC ભરતી 2026-27 | 2,510 જગ્યાઓ 🚍.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હેલ્પર વર્ગની 2,510 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા ITI પાસ ઉમેદવારો માટે આ એક મહત્વની તક છે.

ભરતીની જાહેરાત ની pdf માટે: અહીં ક્લિક કરો 

📌 ભરતીની મુખ્ય વિગતો

🔹 પદનું નામ: હેલ્પર
🔹 કુલ જગ્યાઓ: 2,510
🔹 પગાર: ₹21,100/- પ્રતિ માસ ફિક્સ પગાર
🔹 નોકરીનો પ્રકાર: કરાર આધારિત ફિક્સ પગાર
🔹 અરજીની શરૂઆત: 07 સપ્ટેમ્બર 2026
🔹 અરજી કરવાની છેલ્લી તારીખ: 06 ઓક્ટોબર 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી
🔹 પ્રોસેસ ફી ભરવાની છેલ્લી તારીખ: 08 ઓક્ટોબર 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી

🎓 શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે સરકાર માન્ય ITIમાંથી નીચે પૈકી કોઈ એક ટ્રેડમાં ઓછામાં ઓછો એક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ:

✅ Mechanic Motor Vehicle
✅ Mechanic Diesel
✅ General Mechanic
✅ Fitter
✅ Turner
✅ Electrician
✅ Sheet Metal Worker
✅ Automobile Body Repairer
✅ Welder
✅ Welder-cum-Fabricator
✅ Machinist
✅ Carpenter
✅ Painter General
✅ Automobile Paint Repairer

એપ્રેન્ટિસશીપ ધરાવતા ઉમેદવારોને વિશેષ લાભ

લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ એ જ ITI ટ્રેડમાં Apprenticeship પૂર્ણ કરેલી હોય અને NCVTનું પ્રમાણપત્ર તથા માર્કશીટ હોય તો પસંદગીમાં વધારાના 10% વેઇટેજનો લાભ મળી શકે છે.

🎯 ઉંમર મર્યાદા

🔸 સામાન્ય પુરુષ: મહત્તમ 35 વર્ષ
🔸 સામાન્ય મહિલા: મહત્તમ 40 વર્ષ
🔸 અનામત પુરુષ: મહત્તમ 40 વર્ષ
🔸 અનામત મહિલા: મહત્તમ 45 વર્ષ
🔸 Ex-Serviceman/દિવ્યાંગ: નિયમ મુજબ છૂટછાટ

📅 ઉંમરની ગણતરી અરજીની છેલ્લી તારીખ 06/10/2026ના આધારે થશે.

💰 અરજી ફી / પ્રોસેસ ફી

🔹 બિનઅનામત (General): ₹300 + GST
🔹 અનામત વર્ગ તથા તમામ કેટેગરીની મહિલા, EWS, SEBC, SC, ST, દિવ્યાંગ અને Ex-Serviceman ઉમેદવારો: ₹200 + GST

📝 પસંદગી પ્રક્રિયા

100 ગુણની MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે.

📊 પરીક્ષાના ગુણનું વેઇટેજ: 90%
⭐ Apprenticeship પ્રમાણપત્રનું વેઇટેજ: 10%
🎯 કુલ વેઇટેજ: 100%

📚 પરીક્ષાનો અભ્યાસક્રમ

• સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન પ્રવાહ – 30 ગુણ
• ગુજરાતી વ્યાકરણ – 5 ગુણ
• અંગ્રેજી વ્યાકરણ – 5 ગુણ
• સંબંધિત ITI લાયકાતના વિષયના પ્રશ્નો – 50 ગુણ
• કોમ્પ્યુટરની પાયાની જાણકારી – 10 ગુણ

⏱️ પરીક્ષા સમય: 2 કલાક

🌐 અરજી ક્યાં કરવી?

ઓનલાઇન અરજી માટે: https://ojas.gujarat.gov.in

Monday, August 31, 2026

Apprentice ભરતી 2026-27 : નેવલ શીપ યાર્ડ , શ્રી વિજય પુરમ........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • નેવલ શીપ યાર્ડ , શ્રી વિજય પુરમ ખાતે અપ્રેંટીસ ભરતી -2026 27  ની વિગતવાર advt માટે : અહીં ક્લિક કરો 
  • Online Registration Start Date: 17/08/2026 

    Online Registration End Date: 10/10/2026 


     

     ટ્રેડ : ELECTRICIAN, WELDER, FITTER ,ICTSM,IM, MH, REFRIGERATION,EM











Tuesday, August 18, 2026

CTS Examination 2026 Grievance Window (રિઝલ્ટ બાબતે ફરિયાદ કરવી ) Open from 17 Aug to 31 Aug 2026....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • CTS Examination 2026 Grievance Window (રિઝલ્ટ બાબતે ફરિયાદ કરવી  )
  •  17 Aug to 31 Aug 2026 દરમ્યાન ઓનલાઈન ગ્રીવઈન્સ (ફરિયાદ) કરી શકાય છે .
  •    CTS Examination 2026 Grievance Window: Click Here

  1. Create Grievance -Practical Marks

  2.  Create Grievance - CBT Marks
  • નીચે મુજબ વિગત તૈયાર રાખવી.

  1.  Scheme  Name: CTS
  2. PRN NO. : R2508240......
  3. D.O.B. :  mm/dd/yyyy 
  4.  Please Select : Trainee or Nodal ITI
  5. Admission Year
  • આ પ્રક્રિયા તમારી ITI અથવા Trainee પોતે કરી શકે છે .
  • જે તે Grievance બાબતનું પ્રૂફ pdf સાથે રાખવો , જે Upload કરવાનો થશે.
  • છેલ્લી તારીખ : 31/08/2026. 
  •   CTS Examination 2026 Grievance Window બાબતની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો 

Sunday, August 9, 2026

Academic Session- 2026 (1st year),2025 (2nd year).... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • Admission Year 2026 (First Year): Start Date - 10/08/2026, End Date -29/05/2027.
  • Admission Year 2025 (Second Year): Start Date - 10/08/2026, End Date -29/05/2027.

Friday, July 31, 2026

CBT Result : Jul-2026 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2024-26 ના બીજા વર્ષની , 2025-27 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો

 

 

  • એડમિશન વર્ષ: 2024-26ના બીજા વર્ષની , 2025-27 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-10/08/2026 ના રોજ જાહેર કરવામાં આવનાર છે.(The results for CTS Mains Examination 2026 has been declared today. However, marksheets and certificates will be enabled for download by 14th August 2026.)
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : https://dgt.skillindiadigital.gov.in/result  (લિન્ક ઓપન છે. )
  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:  
  • સિલેક્ટ  " CTS "  ત્યારબાદ , નીચેની વિગત નાખી submit બટન પર ક્લિક કરવું.

    1. PRNumber :  ex. R250824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
    2. D.O.B.  (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી) (mm/dd/yyyy)
  • નોંધ: જો કોઈ તાલીમાર્થીને રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો 9898936844 ઉપર Whats up માં R વાળો PRNumber અને Birth date send કરવી. ત્યારબાદ અમારા તરફથી યોગ્ય Reply મળશે.

Friday, July 3, 2026

OJT/Project Work Marks Entry પરિપત્ર જાહેર કરવામાં આવ્યો: તા -3/7/2026... અહીં ક્લિક કરો


  • DGT દ્વારા તા -3/7/2026 ના રોજ OJT અથવા પ્રોજેકટ વર્ક ના માર્ક્સ એન્ટ્રી માટે ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી.
  • મુખ્ય બાબતો નીચે મુજબ છે:
1. 150hr - OJT અથવા પ્રોજેકટ વર્ક ફરજીયાત.
2.  AITT -July 2026 માં OJT અથવા પ્રોજેકટ વર્ક ની ગાઈડ લાઇન ફોલો કરવી.
3. માર્ક્સ: Industry Mentor (50Marks) + External Examiner (50 Marks) આપવા.
4. માર્ક્સ એન્ટ્રી ની જવાબદારી ITI ની  રહેશે.


નોંધ: ઉપરની માહિતી ફક્ત જાણકારી માટે છે. આખરી માહિતી English પરિપત્ર મુજબ જ ગણાશે.

Thursday, July 2, 2026

Split up of Syllabus: Trade- Fitter, NSQF Level-4, Version 3.0(Aug -25) પ્રમાણે.......... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


  • Split up of Syllabus ની ખાસિયતો:
  1. NSQF Level-4, Version 3.0 પ્રમાણે Updated in Aug-2025
  2. Look like Day wise.
  3. List of Lesson plan  અને List of Demo/Graded Ex. plan with Learning outcomes ,hours distribution નો સચોટ સમાવેશ.
  4. Practical માટેના Material ની વિગત (જરૂર મુજબ બદલાવ કરી શકાય).
  5. Total LP, DP, Learning outcomes ની વિગત (File Name : DETAILS).
  6. 1YEAR અને 2YEAR અલગ અલગ ઉપલબ્ધ.
  7. મિત્રો લેશનની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. પ્રેક્ટિકલ પણ કોઠા સૂઝ દ્વારા મર્જ કરી શકો છો. મૂળ હેતુ Skill છે જે એચિવ  થવી જોઈએ.
  8. આ Excel Sheet સતત અનુભવે update કરતા રહીશું.check frequently.
  9. સુચનો આવકાર્ય છે.(email : ketanindia2002@gmail.com)
  10.  Practical ના નામ પર ક્લિક કરવાથી પીડીએફ અને Board work જોઈ શકાશે .

Monday, June 29, 2026

Practical Hall Ticket કઈ રીતે ડાઉનલોડ કરવી ?..........જાણવા માટે અહીં ક્લિક કરો


  •  સૌ પ્રથમ https://www.skillindiadigital.gov.in/home વેબસાઈટ ઓપન કરો.અને  LOG IN ઉપર ક્લિક કરો . નીચે સ્ક્રીન શોટ માં લાલ એરો થી બતાવેલ છે.

 


  •  લોગ ઈન કરવાથી નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે .જેમાં ITI Result ઉપર ક્લિક કરો .

  •  ITI Result ઉપર ક્લિક  કરવાથી નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે. તેમાં ફરીથો લાલ એરોમાં બતાવેલ LOGIN પર ક્લિક કરો .

  •  LOGIN પર ક્લિક કરવાથી નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે .તેમાં Trainee Log in પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ નીચે સ્ક્રીન શૉટ મુજબ અનુસરવું .

 


  • Practical Examination પર ક્લિક કરવું .
  • ત્રણ ટપકા પર ક્લિક કરવું .
  • Download Practical Hall Ticket પર ક્લિક કરવાથી ડાઉનલોડ થઈ જશે . 


Monday, June 22, 2026

Letter Drills (લેટરડ્રિલ્સ ): ફ્રેક્શનલ ઇંચ (અપૂર્ણાંક ઇંચ) અને નંબર સાઇઝના ડ્રિલ્સ વચ્ચે બાકી રહેતી જગ્યા (ગેપ) ને પૂરવા માટે ઉપયોગ થાય છે!!!!!!જાણવા માટે અહીં ક્લિક કરો

Size R High Speed Jobber Letter Drill Bit | R-D | AAA KITTS LANDING PAGE 

Drill Size Chart    

 

  • મિકેનિકલ એન્જિનિયરિંગ અને મશીનિંગ (Machining) માં, લેટર ડ્રિલ્સ (Letter Drills) એ એક પ્રમાણભૂત સિસ્ટમ (Standard System) નો ભાગ છે, જેનો ઉપયોગ ફ્રેક્શનલ ઇંચ (અપૂર્ણાંક ઇંચ) અને નંબર સાઇઝના ડ્રિલ્સ વચ્ચે બાકી રહેતી જગ્યા (ગેપ) ને પૂરવા માટે થાય છે. આ સિસ્ટમ A થી Z સુધી ચાલે છે, જેમાં A એ સૌથી નાનો વ્યાસ (Diameter) છે અને Z એ સૌથી મોટો વ્યાસ છે.
  • ​સરળતાથી સાઇઝ પસંદ કરી શકાય તે માટે ઇંચ ડેસિમલ (દશાંશ) અને મિલીમીટર (mm) બંને માપ સાથે લેટર ડ્રિલ સાઇઝનો સંપૂર્ણ રેફરન્સ ચાર્ટ અહીં આપેલ છે: (ઉપરનો ફોટો)
  • ઉપયોગ : આપણે મેટ્રિક સાઇઝ પ્રમાણે ડ્રિલ સાઇઝની ગણતરી કરીએ ત્યારે, example તરીકે M8 ની ગણતરી કરતાં ડ્રિલ સાઈઝ 6.75mmઆવે, હવે બજારમાં સ્ટાન્ડર્ડ સાઈઝમાં 6.5mm નું ડ્રિલ આવે , પણ લેટર ડ્રિલ ના ચાર્ટમાં જોવો  તો  H  સાઈઝમાં 6.76mm નું ડ્રિલ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરવો જોઈએ.
No photo description available. 

Tuesday, June 16, 2026

ISRO (ઈસરો) , અમદાવાદ ખાતે એપ્રેંટીશીપ -2026 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



ITI બાદ ધોરણ 12 નું સમકક્ષતા પ્રમાણપત્ર (Equivalency Certificate) મેળવવાની ઓનલાઇન પ્રક્રિયા.... જાણવા માટે અહીં ક્લિક કરો




  • ITI બાદ ધોરણ 12 નું સમકક્ષતા પ્રમાણપત્ર (Equivalency Certificate) મેળવવાની ઓનલાઇન પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની ગઈ છે. તમે GSEB Service પોર્ટલ દ્વારા ઘરે બેઠા અરજી કરી શકો છો.

  • ​અરજી કરવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે:
​1. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
​સૌ પ્રથમ ગુજરાત બોર્ડની સર્વિસ વેબસાઇટ gsebeservice.com પર જાઓ.
​2. રજીસ્ટ્રેશન (Registration)
​જો તમે પહેલીવાર આ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો 'Register Now' બટન પર ક્લિક કરો.
​તમારી વિગતો જેમ કે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ભરીને એકાઉન્ટ બનાવો.
​તમારા મોબાઈલ પર આવેલો OTP નાખીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
​3. લોગિન અને પસંદગી
​તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરો.
​મુખ્ય મેનુમાં 'Student Service' વિકલ્પમાં જાઓ અને ત્યાં 'Equivalency Certificate' (સમકક્ષતા પ્રમાણપત્ર) પર ક્લિક કરો.
​4. અરજી ફોર્મ ભરવું
​'Apply Now' પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલશે.
​તેમાં તમારી શૈક્ષણિક વિગતો (ધોરણ 10 ની વિગતો, ITI ના વર્ષો, અને ધોરણ 12 અંગ્રેજી વિષયનો સીટ નંબર) કાળજીપૂર્વક ભરો.
​તમારું પૂરેપૂરું સરનામું લખો, કારણ કે પ્રમાણપત્ર આ જ સરનામે કુરિયર દ્વારા આવશે.
​5. દસ્તાવેજો અપલોડ કરવા (Documents Upload)
​નીચેના દસ્તાવેજોને સ્કેન કરીને (સામાન્ય રીતે JPG અથવા PDF ફોર્મેટમાં) અપલોડ કરો:
  • ​ધોરણ 10 ની માર્કશીટ.
  • ​ITI ની તમામ માર્કશીટ અને ટ્રેડ સર્ટિફિકેટ.
  • ​ધોરણ 12 અંગ્રેજી વિષયની માર્કશીટ.
  • ​શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.).
  • ​આધાર કાર્ડ (ID Proof).
​6. ફી ની ચુકવણી (Online Payment)
​આ પ્રમાણપત્ર માટેની નિયત ફી (અંદાજે ₹200) ઓનલાઇન જમા કરાવવાની રહેશે.
​તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા UPI (GPay/PhonePe) દ્વારા પેમેન્ટ કરી શકો છો.
​7. એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવું
​અરજી સબમિટ કર્યા બાદ તમને એક Application Number મળશે. તમે તે નંબર દ્વારા સમયાંતરે વેબસાઇટ પર લોગિન કરીને તમારી અરજીની સ્થિતિ (Status) તપાસી શકો છો. બોર્ડ દ્વારા ચકાસણી પૂર્ણ થયા પછી, પ્રમાણપત્ર તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
  • મહત્વની સૂચના:
​દસ્તાવેજો અપલોડ કરતી વખતે ખાતરી કરો કે તે સ્પષ્ટ વંચાય તેવા હોય, નહિતર તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે.
  • પ્રમાણપત્રની પ્રાપ્તિ:
બોર્ડ દ્વારા તમારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. બધું યોગ્ય જણાય તો આશરે 15 થી 30 દિવસની અંદર તમને 'ધોરણ-12 સમકક્ષતા પ્રમાણપત્ર' પોસ્ટ દ્વારા મળી જશે.

Friday, June 5, 2026

Nestle India (નેસ્લે ઇન્ડિયા) , સાણંદ ખાતે કાયમી ભરતી, તા: 8-6-2026, સ્થળ: નેસ્લે સાણંદ પ્લાન્ટ, સાણંદ


  • કાયમી ભરતી: 
👉 Vacancy: 150
👉 Only Gujarati Domicile Candidates

  • Qualification:
✔ 10th Pass + ITI
✔ No Minimum Percentage Required

Age Limit: 18 to 28 Years

📍 Campus Interview Details
🗓 Date: 08 June 2026
📌 Location: Nestle Sanand Plant

  • Contact number :- 93166 09678