આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Sunday, April 6, 2025

Ludo (એક રમત): જો આ રીતે રમવામાં આવે તો........ જાણવા માટે અહીં ક્લિક કરો

           એક વખત એવું બન્યું કે એક બોકડા ઉપર ૫-૬ કોલેજમાં  ભણતા યુવાનો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. સ્વાભાવિક છે કે ગેમ રમતા હશે!!! સામાન્ય રીતે હું આ બાબતે ધ્યાન નથી આપતો, પણ યુવાનોનો ઉત્સાહ જોઈને મને પણ ઈચ્છા થઈ કે  આ છોકરાઓ આટલા ધ્યાનથી શું રમે છે, તો જાણવા મળ્યું કે Ludo -The King 👑 ગેમ રમતા હતા!! આટલો બધો ઉત્સાહ!!! એક ગેમ પાછળ અને એય પાછી મોબાઈલમાં. ત્યારે વિચાર આવ્યો કે આનાથી આ યુવાનો ને શું ફાયદો? કંઈ ક એવું કરી શકાય કે આ ગેમ તેઓ મેદાનમાં રમે?????
ઘણા બધા વિચારો બાદ, આ  ગેમને ઉપર ઉપર ફોટામાં બતાવ્યા મુજબ જો મોટા મેદાનમા (Ground) દોરવામાં આવે, અને એના પેદા (કુકડા) ની જગ્યાએ જો આ યુવાનો ને ગોઠવવામાં આવે, વચ્ચે પેલો નંબર વાળો મોટો લાકડાનો કે  પ્લાસ્ટીકનો બ્લોક બનાવી, તેના પર ૧ થી ૬ ટપકા દોરી તેને એક જણ ઉછાળે અને જે નંબર આવે એ પ્રમાણે પેલા યુવાનો વારાફરથી પોતાનો દાવ લે, આ પ્રમાણે ગેમ આગળ વધે અને ખૂબ સરસ રીતે રમી શકાય.
જો આ પહેલથી ૫- યુવાનો એક કે બે કલાક મોબાઈલ ઉપર સમય ઓછો આપશે, તો મારા મતે ગણો મોટો બેનિફિટ થાય એમ છે!!!!!!!

No comments:

Post a Comment