આ વાત શરૂ થાય છે .....2014 નું એ વર્ષ હતું. મારી પ્રથમ એપોઈંટમેંટ આઈ.ટી.આઈ. , સિદ્ધપુર ખાતે થાય છે .એ વાતને આજે 10 વર્ષ જેટલો સમય થઈ ગયો .મને ત્યાના તત્કાલિન પ્રિન્સિપાલ ,શ્રી સી .બી .ઝાલા સાહેબ દ્વારા ફિટર ,ટ્રેડનો ચાર્જ આપવામાં આવેલ .શરૂઆતનો બે ,ત્રણ વર્ષનો સમય આ બધી સિસ્ટમ સમજવામાં વીતી ગયો. ત્યાર બાદ, 2017માં ડીજીટી , ન્યુ દિલ્લી દ્વારા NSQF ( National Skills Qualifications Framework) લાગુ પાડવાનો આદેશ સમગ્ર દેશ ની આઈ.ટી.આઈ . માં કરવામાં આવે છે. આમાં ટ્રેડ ,ફિટર ના NSQF લેવલ -5 ના કોર્ષ નું વિગતવાર વિશ્લેષણ કરતાં તાલીમાર્થીઓ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનું મનોમન એજ સમયે નક્કી કરી લીધું .આ ચીલાચાલૂ પદ્ધતિઓને તિલાંજલિ આપી એક પ્લેટફોર્મ ના શ્રી ગણેશ કરવાનું નક્કી કરી , કોર્ષની જરૂરિયાત, ગુજરાતી તાલીમાર્થીઓને કેન્દ્રમાં રાખી આ સમગ્ર પ્લેટ ફોર્મ બનાવવાની શરૂઆત કરેલ. તમને એ જાણીને નવાઈ લાગશે કે --એ વખતે મારા જોડે lava નો સસ્તો કહી શકાય એવો android મોબાઈલ ફોન હતો. તેમાં blogger વિષે , મે મારા Engineering ના અભ્યાસ દરમિયાન શીખેલી બાબતોનો ઉપયોગ કરી Fitter (ગુજરાતી) બ્લોગના શ્રી ગણેશ કર્યા. આ બ્લોગનું 95 % કામ Mobileપર કરેલ. અહી હું એકબાબત તમામ મિત્રોને કહીશ કે ઓછા સાધનો વગર પણ શ્રેષ્ઠ કરી શકાય છે,તેનું આ ઉદાહરણ છે .ફક્ત મનમાં આત્મવિશ્વાસ અને કઈંક કરવાની ભાવના હોવી જોઈએ!!!!ત્યારબાદ કોરોના કાળ , 2020-21 દરમ્યાન- જ્યારે આ તાલીમાર્થીઓને કઈ રીતે તાલીમ આપવી? તે પ્રશ્ન સતત મારા મનને કોરી ખાતો હતો . તે દરમિયાન અમને દરેક ટ્રેડમાં Computer આપવામાં આવે છે..અને અહી શરૂઆત થાય છે એક ડિજિટલ યુગ ની.... જ્યારે Nimi app દ્વારા ડિજિટલ -એમસીક્યુ પ્રકારનું પીડીએફ મટીરિયલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું ,તે પહેલા આ પ્લેટફોર્મ ઉપર આ કામ થયેલ હતું . આ બ્લોગમાં અમે વધુમાં વધુ લખેલા ઓરિજનલ ગુજરાતી કન્ટેન્ટ ઉપર ભાર મુકેલ છે. એ જણાવતા મને આનંદ થાય છે ,કે આજે સમગ્ર ગુજરાતની આઈ.ટી.આઈ. ના ફિટર Instructors અને તાલીમાર્થીઓ દ્વારા આનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે . હાલમાં 2023 ના વર્ષમાં આ પ્લેટફોર્મની Android App પણ બનાવવામાં આવેલ ,જેનો ઉપયોગ તાલીમાર્થીઓ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર -નિશુલ્ક વપરાશ કરે છે. આ પ્લેટફોર્મ Google Adsense દ્વારા એપ્રુવ થયેલ છે. જેના દ્વારા જે પણ રેવેન્યૂ જનરેટ થાય છે .તે તાલીમાર્થી અને આઈ.ટી.આઈ. ના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે.આ પ્લેટ ફોર્મ એ પોતાના કામ પ્રત્તેની ભાવના અને તાલીમાર્થીઓને મદદ કરવાના સંકલ્પને કારણે બની શક્યું છે .હાલ આ કામ આઈ.ટી .આઈ ,પાલનપુર ખાતે કરવામાં આવે છે.પાલનપુર પરિવારના માનનીય પ્રિન્સિપાલ ક્લાસ-1, શ્રી આર.જી. ચૌધરી સાહેબ દ્વારા માર્ગદર્શન અને સપોર્ટ મળી રહે છે. સેવાના આ કામમાં સાથ આપનાર તમામનો હું હ્રદય પૂર્વક આભાર માનું છું.
No comments:
Post a Comment