ઇન્સ્ટ્રક્ટર મિત્રો,
આપણે આઈ.ટી.આઈ.માં ઇન્ટરનલ પરીક્ષા જો OMR - Optical Mark Reading પદ્ધતિથી લેવામાં આવે તો તાલીમાર્થીને NCVT દ્વારા લેવામાં આવતી AITS -All India Trade Test માં ઘણો જ ફાયદો થઈ શકે છે.
આ માટે કોઈ પણ જાતના મશીન કે બીજા સાધનો ની જરૂર નથી,પણ આપણી પાસે રહેલા સાધનો નો ઉપયોગ કરવાનો છે. જેવા કે પેન, પેપર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન વગેરે..
આ માટે કોઈ પણ જાતના મશીન કે બીજા સાધનો ની જરૂર નથી,પણ આપણી પાસે રહેલા સાધનો નો ઉપયોગ કરવાનો છે. જેવા કે પેન, પેપર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન વગેરે..
૧)સૌ પ્રથમ A4 સાઇઝનું બ્લેન્ક પેપર લઈ તેમાં તમારા સબ્જેક્ટના જરૂરી માર્કસ પ્રમાણે પ્રશ્નો ફક્ત પેજની એક જ બાજુ લખો અથવા ટાઇપ કરી પ્રિન્ટ કરો. જરૂર જણાય તો બીજુ પેપર લેવું. એક જ પેજમાં થાય તો સારુ.
૨)હવે, તમે OMR શીટ (.jpg /.pdf): ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો. ડાઉનલોડ કર્યા પછી તેને પેલા પ્રશ્નો લખેલા પેજની બ્લેન્ક સાઇડે પ્રિન્ટ કરો. પ્રિન્ટરના સેટીંગમાં A4 સાઇઝ સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં.
૩)હવે, આ પેજની તાલીમાર્થીની સંખ્યા પ્રમાણે પ્લસ એક વધારે ઝેરોક્ષ કઢાવી લેશો.
૪)તાલીમાર્થીઓની પરીક્ષા લઈ બધી આન્સર શીટ કલેક્ટ કરવી.
૫) આ આન્સર શીટો ને ચેક કરવા માટે પેલી પ્લસ એક જે વધારે ઝેરોક્ષ કાઢી હતી તેમાં તમારે સાચા જવાબોના ઓપ્શનના સર્કલના ભાગને કાઢી ત્યાં હોલ(અગબર્ત્તી વડે)કરી દો. હવે એક તાલીમાર્થીની આન્સર લઈ તેના ઉપર પેલી હોલ વાળી સ્ટાન્ડર્ડ શીટ મૂકી જ્યાં બ્લેક સર્કલ દેખાય ત્યાં જવાબ સાચો ગણી બાકીના ખોટા ગણવા. જરૂર જણાય તો બે - સર્કલ માટે, કોઈ ભૂલ માટે માઇનસ માર્કસ કરવા.
- નોધ: સેમ્પલ પેપર વિથ OMR શીટ (ઉદાહરણ તરીકે): ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- આશા રાખું કે તમે આનો ઉપયોગ કરશો.
- કોઈ પણ મુંઝવણ માટે કોમેન્ટ કરી શકો છો.
- તમારો અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે.
- સૂચનો આવકાર્ય છે.
No comments:
Post a Comment