આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, September 10, 2025

Monday, September 8, 2025

CBT Result Grievance case-1 બાબત......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Case 1 : જો કોઈ તાલીમાર્થીને પોતાના Result માં નીચે પ્રમાણે ભૂલ જણાઈ આવતી હોય તો શું કરવું?


 ઉપરના કેસમાં ,  તાલીમાર્થીએ પ્રેક્ટિકલ પરીક્ષા આપેલ છે પરંતુ by mistake પ્રેક્ટિકલમાં AB અથવા ખોટા માર્કસ મુકાયેલ છે તો .......

  1. સૌ પ્રથમ  CBT Result Grievance  કરવાનું થાય , એ માટે જે તે સંસ્થામાં તમારા સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર મારફત Result કોપી લઈ સંસ્થામાં જે કોપા સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર અથવા પ્રિન્સિપાલ સર જોડે રૂબરૂ જવું.
  2. ત્યાં તેઓ દ્વારા આ બાબતની સંપૂર્ણ ખરાઈ બાદ, તેના Proof-Evaluation Sheet, Attedance Sheet વગેરે ચેક કરી સંસ્થાના Log in માં તમારી હાજરીમાં  Grievance પ્રોસેસ કરવામાં આવશે.  છેલ્લે તાલીમાર્થીના મોબાઈલમાં OTP આવશે.જે સબમિટ કરવાનો રહેશે. એ વખતે સ્ક્રીન ઉપર  Grievance Submit નો મેસેજ પણ જોવા મળશે.
  3. ત્યારબાદ નોડલ સંસ્થા દ્વારા જરૂરી એપ્રૂવલ આપ્યા બાદ , માર્કસ માં સુધારો થશે . (સમય લાગશે)
  4.  ત્યારબાદ સમયાંતરે તાલીમાર્થીના Log in ચેક કરતા રહેવું. જેવો સુધારો થશે કે તરત જ Log in માં માર્કસ બતાવશે .
  5. આ પ્રક્રિયા સમયસર કરવી.

બસ પાસ ઓનલાઈન E- Pass System દ્વારા કઈ રીતે કઢાવી શકાય? સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એસટી બસ માં પાસ સંપૂર્ણ ફ્રી કરવામાં આવેલ છે .વધુમાં પાસ ઓનલાઈન E- Pass System દ્વારા કઢાવવાનો રહે છે. જેની માહિતી નીચે મુજબ છે.
1.સૌ પ્રથમ GSRTC ની  E- Pass System માં લોગ ઈન  કરવાનું રહેશે જેની લિન્ક નીચે આપેલ છે:
  • GSRTC ની  E- Pass System લોગ ઈન:  Click Here ( ઈ મેઈલ અને મોબાઈલ નં ની જરૂર પડશે)
  • લોગ ઈન કરવાથી નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે.તેમાં " Student Pass System" ઉપર ક્લિક કરવું.
 
 2. ત્યાર બાદ, ફોર્મ ખૂલે તેમાં જરૂરી વિગતો ભરવી, આધાર કાર્ડ માં જે એડ્રેસ હોય એ લખવું, ગામનું નામ, આઈ.ટી.આઈ. નું નામ, કેટલા કિલોમીટર અંતર છે અને બસ સ્ટેન્ડનું કાઉન્ટર તે લખવું, પાસ -3 મહિના નો કઢાવી શકાય. છેલ્લે તમારી આઈ.ટી.આઈ. માટેની સત્રની તારીખો નાખવાની છે: જેમાં સત્ર શરૂ તારીખ: 01/09/2025 અને સત્ર પૂરું તારીખ:31/07/2026 લખવી. તેની એક પ્રિન્ટ એક જ પેજ માં લેવી. સાથે આધારકાર્ડની ઝેરોક્ષ અને 250/- ની ફી પાવતીની ઝેરોક્ષ લગાવવી.
3.આ ફોર્મ (ફોર્મ + આધારકાર્ડની ઝેરોક્ષ +250/- ની ફી પાવતી+2 પાસપોર્ટ સાઈઝ ફોટા) ઉપર તમારી આઈ.ટી.આઈ.ના રાઉન્ડ શીલ અને પ્રિન્સિપલ સર નો સિક્કો અને સહી કરાવવાની રહેશે.
4.બસ સ્ટેન્ડનું  જે કાઉન્ટર લખ્યું હતું. તે કાઉન્ટર ઉપર ફોર્મ આપી પોતાનો પાસ મેળવી લેવો. જેમાં આઈ.ડી. કાર્ડ હશે. જે સાચવી રાખવું. પાસ રિન્યૂ કરતી વખતે તે માગશે. પાસમાં ભાડાના પૈસા આપવાના નથી. સરકાર શ્રી દ્વારા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ માટે પાસ ફ્રી  કરવામાં આવેલ છે.
5.જો ફોર્મ માં કોઈ ભૂલ હોય તો, ફોર્મ સુધરશે નહીં--નવેસરથી ફોર્મ ભરવાનું થશે.જેમાં  નવું ઈ મેઈલ અને મોબાઈલ નં ની જરૂર પડશે. 
 

Saturday, September 6, 2025

MCQ ટેસ્ટ -1 , બેચ -83 (પ્રથમ વર્ષ).......ટેસ્ટ આપવા માટે નીચે લીંક પર ક્લિક કરો

 

  • MCQ ટેસ્ટ -1 , બેચ -83 (પ્રથમ વર્ષ): અહીં ક્લિક કરો 
     
    1.  ટ્રેડનો પરિચય
    2. સોફ્ટ સ્કીલ
    3. જનરલ સેફ્ટી 
     
     ઉપરના લેશન તૈયાર કરવા અને ત્યારબાદ ટેસ્ટ આપવો.
     
     
      

Thursday, September 4, 2025

માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ અને ANSWER SHEET જોવા બાબત: Aug-2025.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

 

 

  • "VIEW ANSWER SHEET" ઓપ્શન ઉપર ક્લિક કરવાથી જવાબવહી જોવા મળશે.
  •  Note - Marksheet and Certificates will be available for download in 24 to 48 hours. 

        (માર્કશીટ અને સર્ટિફિકેટ ૨૪ થી ૪૮ કલાકમાં ડાઉનલોડ કરવા મળશે)

  • Marksheet અને  Certificate  ડાઉનલોડ થાય છે .(DGT Update News)

 

Friday, August 29, 2025

Exam Result Declaration and Grievance બાબત... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  1. Result and  Answer key Declaration: 04/09/2025.
  2.  Examination Grievance Registration: 04/09/2025 to 19/09/2025.

Thursday, August 28, 2025

L & T Construction Skill Training Institute ,વડનગર, જી-મહેસાણા ખાતે અધતન સુવિધાથી સજ્જ નવી Institute માં તાલીમ લઈ રોજગાર મેળવી શકાય છે .....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • વડનગર ખાતે L&T limited ના સહયોગથી ઈન્ટરનેશનલ કક્ષાની કંસ્ટ્રકશન સ્કીલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ખાતેની તાલીમનો લાભ ઉત્તર ગુજરાતના  મહત્તમ યુવાનો/ તાલીમાર્થીઓને મળી રહે તે હેતુસર પાલનપુર નોડલ આઈ.ટી.આઈ. ખાતે awareness/placement  પોગ્રામ તારીખ : ૦૩/૦૯/૨૦૨૫ આયોજીત કરવામાં  આવનાર છે. વધુમાં વધુ યુવાનો/તાલીમાર્થીઓ આ તાલીમનો લાભ મેળવી શકે તે માટે ટ્રેડ ના  પાસ આઉટ તાલીમાર્થીઓ ને   જાણ કરી પાલનપુર આઈ.ટી.આઈ ખાતે આ દિવસના  રોજ   ૧૧ વાગે  હાજર રહેવા જાણ કરવામાં આવે છે. તેમજ ૧૦૦% પ્લેસમેન્ટ L&T કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ સાઈટ પર પણ મેળવી શકાશે.
  •  પાસ આઉટ તાલીમાર્થીઓ  તથા આ વર્ષે પાસ થનાર તમામ નીચે પોસ્ટર માં દર્શાવેલ ટ્રેડના તાલીમાર્થીઓ હાજર રહી શકશે.(આઈ.ટી.આઈ. પાલનપુર awareness/placement  પોગ્રામમાં  તારીખ : ૦૩/૦૯/૨૦૨૫ ના રોજ)
  • તાલીમનું સ્થળ:  L & T Construction Skill Training Institute , સર્વે નંબર -4336, સાયન્સ કોલેજ પાસે , વિસનગર -વડનગર હાઈવે પર વડનગર, જી-મહેસાણા, સંપર્ક-9924294686.



 



 

Monday, August 25, 2025

CBT Result : Aug-2025 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની, ,2024-25 ના કોર્ષો માટે CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો

 

 

  • એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025ના રોજ જાહેર કરવામાં આવનાર છે.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : https://dgt.skillindiadigital.gov.in/result  (લિન્ક ઓપન થાય છે. )
  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:  
  • સિલેક્ટ  " CTS "  ત્યારબાદ , નીચેની વિગત નાખી submit બટન પર ક્લિક કરવું.

    1. PRNumber :  ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
    2. D.O.B.  (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી) (mm/dd/yyyy)
  • નોંધ: જો કોઈ તાલીમાર્થીને રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો 9898936844 ઉપર Whats up માં R વાળો PRNumber અને Birth date send કરવી. ત્યારબાદ અમારા તરફથી યોગ્ય Reply મળશે.