આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, June 1, 2023

Trade Fitter : Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -1, જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -1 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

Wednesday, May 17, 2023

ITI Palanpur ખાતે મેગા ભરતી મેળો -2023, તારીખ: 23/05/2023.... વઘુ માહિતી માટે અહીં ક્લિક કરો


કુલ જગ્યાઓ: 600
તારીખ અને સમય: 23/05/2023, મંગળવાર, સવારે 10-00 વાગ્યાથી.
સ્થળ: આઈ. ટી. આઈ. પાલનપુર, બનાસ ડેરી રોડ, પાલનપુર.
વિગતવાર જાહેરાત માટે: અહીં ક્લિક કરો 

Tuesday, May 16, 2023

Summer Skill Program બાબત: ફિટર ટ્રેડ માટે સમર સ્કીલ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


  • રોજગાર અને તાલીમ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા  ભવિષ્યના તાલીમાર્થી ને આઈ. ટી. આઈ. અને તેની કાર્ય પધ્ધતિ, તેમાં ચાલતા કોર્ષ, કોર્ષ કર્યા પછીના સ્કોપ વિશે માહિતગાર કરવા માટે આ Summer Skill Program કરવામાં આવનાર છે.


Saturday, May 6, 2023

Learning Licence બાબત: RTO નો Documents બાબતનો તા -24/4/2023 નો પરિપત્ર..... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


તારીખ: 24/5/2023 ના રોજ RTO દ્વારા  Learning Licence માં Proof તરીકે લેવાતા Documents પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.

ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 

Project (Fitter): Trammel -250mm..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • Bill of Materials: 

M.S.Round bar: 30 mm diameter X 110mm-2 Nos
M.S.Round bar: 10 mm diameter X 300mm.
Allen Head Screw 6mm diameter -2 Nos.
  • ટ્રેમલનો ઉપયોગ: માપને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા, મોટી આર્ક , સર્કલ દોરવા માટે તેનો ઉપયોગ થાય છે.
  • બનાવવાની પદ્ધતિ: 
1. સૌ પ્રથમ લેથ મશીન ઉપર 30mm ના રાઉન્ડ બારને થ્રી જો ચક ઉપર હોલ્ડ કરી બંને બાજુ Facing કરો...100 લંબાઈ કરવાની છે.
2. ત્યારબાદ Turning કરીને રાઉન્ડ બારને 20mm સુધી લાવો. આ દરમ્યાન માપવા માટે Vernier caliper નો ઉપયોગ કરવો.
3. ત્યારબાદ ટેપર એંગલ 30-35 સેટ કરી આગળની ધારો ટેપર કરો.
4. હવે drill machine ઉપર તેને લઈ જઈ રાઉન્ડ બાર ના ટેપર છેડાના સામેના છેડાની 15 mm નીચે 10mm નો હોલ બંને પીસ ઉપર કરો.
5. હવે રાઉન્ડ બારના ઉપરની બાજુ સેન્ટરમાં 5.5 mm નું Drill કરી 6 mm ના Tap set નો ઉપયોગ કરી આંટા પાડો.


6. હવે તમામ ભાગોને  કાચ પેપર વડે ઘસીને  એકદમ સ્મૂધ સરફેસ કરો. સ્ક્રુ બાજુની સપાટી ચોરસ કરવી જેથી કરીને બન્ને રાઉન્ડ બારને યોગ્ય રીતે hold કરી શકાય.
7. ઉપર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમામ ભાગોને જોડો.

Saturday, April 29, 2023

CBT પરીક્ષા July -2023 વિશે: ફી, જરૂરી તારીખો, કેટલા પ્રશ્નો આવશે? , પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા ? તમામ માહિતી માટે અહીં ક્લિક કરો

  • કોની CBT પરીક્ષા લેવાશે?

રેગ્યુલર તાલીમાર્થીઓની પરીક્ષા લેવાનાર છે.
Session 2021-23 : 2nd year (બીજું વર્ષ)
Session 2022-24 : 1st year (પ્રથમ વર્ષ)
Session 2022-23 : 1 year & Six months કોર્ષ 
પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થવાની તારીખ: 03/07/2023.
પ્રેક્ટીકલ પરીક્ષા પૂરું થવાની તારીખ: 07/07/2023.

CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 10/07/2023.
CBT પરીક્ષા બંધ થવાની તારીખ: 04/08/2023.

Result જાહેર થવાની તારીખ: 19/08/2023.

Practical માટેની Hall ticket 26-6-2023 થી ડાઉનલોડ થશે. જે તમને આઈ. ટી. આઈ માંથી મળશે.
  • CBT ફી: 213/- રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે. આ માટે આઈટીઆઈ દ્વારા તમને જાણ કરવામાં આવશે. જે 1-06-2023 થી 10-06-2023 દરમ્યાન ભરાશે.
  • CBT પરીક્ષા માટે: 80% હાજરી, Formative Assessment માં 60%, CBT અને Practical પરીક્ષા ની ફી ભરેલ હોવી જોઈએ.
  • CBT પરીક્ષા પદ્ધતિ:
બે કલાકની પરીક્ષા રહેશે.
ટોટલ 75 પ્રશ્નો પુછાશે. દરેકના બે માર્કસ લેખે 150 માર્ક્સનું પેપર આવશે. 
  • એન્જિનિયરિંગ ટ્રેડ માટે: ex. ફિટર....
100 માર્ક્સ ટ્રેડ થિયરી ( ટ્રેડ થિયરી-38 પ્રશ્નો, વર્કશોપ સાયન્સ-6 પ્રશ્નો, ડ્રોઈંગ-6 પ્રશ્નો નો સમાવેશ થશે.)
50 માર્ક્સ એમ્પ્લોયબિલિટી સ્કિલ-25 પ્રશ્નો પુછાશે.
  • નોન -એન્જિનિયરિંગ ટ્રેડ માટે:
100 માર્ક્સ ટ્રેડ થિયરી ( ટ્રેડ થિયરી-50 પ્રશ્નો  સમાવેશ થશે.)
50 માર્ક્સ એમ્પ્લોયબિલિટી સ્કિલ-25 પ્રશ્નો પુછાશે.
  • પાસ થવા માટે:
ટ્રેડ થિયરી માં 33 માર્ક્સ અને ઈ. એસ માં 17 માર્ક્સ લાવવા પડે.[ 33%]

Friday, April 28, 2023

Nestle કંપની સાણંદ માટે રોજગાર ભરતી મેળો: આઈ. ટી. આઈ સિદ્ધપુર ખાતે તારીખ:29/04/2023 ના રોજ યોજાશે... વઘુ માહિતી માટે અહીં ક્લિક કરો


રોજગાર મુલેટીન: 
  • ઔ.તા.સંસ્થા, સિધ્ધપુર ખાતે તારીખ 29-04-2023ના રોજ 9=30 કલાકે. Nestle કંપની સાણંદ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આઇ.ટી.આઇ ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, વેલ્ડર, ફીટર 2020,2021,2022 માં પાસ રસધરાવતા ઉમેદવારો અસલ પ્રમાણપત્રો તથા દરેક ની ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
  • પગાર રૂ.18000 CTC. 
  • ઉંમર 18 વષૅ થી વધુ
  • કુલ જગ્યાઓ 150

ITI Academic Calendar -2023-24/25: એડમિશન, સેશન સ્ટાર્ટ, પરીક્ષા અને અન્ય બાબતો..... તા- 27/04/2023 નો DGT નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો


પરિપત્ર અનુસાર,
  • એડમિશન શરૂ કરવા માટે જાહેરાત આપવાની તારીખ: 01-06-2023.
  • એડમિશન માટેની અંતિમ તારીખ: 31/08/2023.
  • Academic Session શરૂ થવાની તારીખ: 25/09/2023.
  • Academic Session બંધ કરવાની તારીખ: 28/06/2024.
વધુ માહિતી માટે,
  • Academic Calendar -2023-24/25: એડમિશન, સેશન સ્ટાર્ટ, પરીક્ષા અને અન્ય બાબતો..... તા- 27/04/2023 નો DGT નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લીક કરો