- " Skill India " મિશનને Successful બનાવવા અને "Trainee Centric" ઈકો સીસ્ટમ બનાવવા ના હેતુથી, અને આ આખી સીસ્ટમ ને સરળ બનાવવા માટે માનનીય, રાજેશ અગ્રવાલ, IAS, સચિવ શ્રી Govt of India,Ministry of Skill Development & Entrepreneurship દ્વારા આ પરિપત્ર તારીખ - 29/08/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો. જેમાં પ્રથમ નજરે નીચેના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા.
- NSQF સંલગ્ન ટ્રેડો ના સ્ટડી મટીરિયલ, એસેસમેન્ટ રિફોર્મ, ES ના મોડયુલ અને તાલીમાર્થી ઓનાહિતોના નિર્ણય બાબત: તા-29/08/2022 નો પરીપત્ર: અહીં ક્લિક કરો
a. MSDE, દ્વારા ચાલતા અલગ અલગ કોર્ષના સ્ટડી મટીરિયલ English ભાષામાં ઉપલબ્ધ છે પરંતું લોકલ રિજનલ ભાષામાં ઉપલબ્ધ નથી તો આ સ્ટડી મટીરિયલ લોકલ રિજનલ ભાષામાં ઉપલબ્ધ થાય તે જરૂરી છે. જેથી કરીને વધારેમાં વધારે તાલીમાર્થીઓ Skill બધ્ધ થાય.
b. સ્ટડી મટીરિયલ ના ફોર્મેટ જેવા કે PDF ફોર્મેટમાં, હિન્દી અને લોકલ ભાષામાં ઉપલબ્ધ હોય અને QR CODE બેઝ વિડીઓ Learning, Self Learning મટીરિયલ પણ ઉપલબ્ધ થાય.
c. ઉપરનું તમામ મટીરિયલ Free ઉપલબ્ધ થાય- વેબસાઈટ, NSDC ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવે.
d. ઉપરનું તમામ મટીરિયલ up to date, હાલની ઈન્ડસ્ટ્રીઝ ની જરૂરિયાત મુજબ હોય,OJT (On Job Training) ફરજીયાત કરવામાં આવે.
e. Assessment નો સમય અને Cost વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ કરી ઘટાડી શકાય.
f. Focus on જોબ પ્લેસમેન્ટ અને Industry MOU.
g. નવો ES નો કોર્ષ અને સ્ટડી મટીરિયલ Free of Cost ઉપલબ્ધ કરાવવો.
h. Short Duration ના કોર્ષ, Practical એપ્રોચ વાળો કોર્ષ એક મહિનાની અંદર તૈયારી કરવા - Skill Hub Initiative.
i. Free Mock Test- PDF,Apps અને વેબસાઈટમાં ઉપલબ્ધ કરાવવા.
j. સમય મર્યાદામાં Result , e Marksheet , e Certificate વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવા. ઈ મેઈલ/ વેબસાઈટ દ્વારા પણ Result ની જાણ કરવી તેમજ તાલીમાર્થીઓ ડાઉનલોડ કરી શકે એવી વ્યવસ્થા કરવી. Re- evaluation process, Supplementary exam process- Students Friendly રાખવું અને એ પણ સમય મર્યાદામાં કરવું.
k. Question wise Performance - દરેક તાલીમાર્થીનું એનાલીસિસ એજન્સી મારફત કરાવવું.
l. જે તાલીમાર્થીમિત્રો નાપાસ થયેલા છે , તેમના માટે Extra Classes, Supplementary exam કરાવવી.
m. Short term કોર્ષ માટે આધાર અને મોબાઈલ OTP બેઝ ટ્રેઈનર અને Assesors દરેક જિલ્લા વાઈઝ ઉપલબ્ધ થાય તેવું કરવું.
n. Job role Licence માટેની પ્રોસેસ ને ઓળખવી અને અભ્યાસ કરવો.
o. વધારાનું ફંડ MSDE ને Return કરવું.
p. Daily Attendance of Candidates, Trainer, Assesors through આધાર બેઝ બાયોમેટ્રિક એટેડન્સ સીસ્ટમ (AEBAS) ફરજીયાત કરવી- buffer time 20minutes before class start.
ઉપરના તમામ મુદ્દાઓનો અમલ કરવો.
નોંધ: ઉપર લીંક માં આપેલ Original English પરીપત્ર આખરી ગણાશે.