એક વખત એવું બન્યું કે વર્લ્ડ વોર -૨ પછી...જાપાનના ઘણા બુદ્ધિજીવીઓ - પોતાના દેશની સ્થિતી વિશે અને એને ફરીથી પાટા ઉપર કઈ રીતે લાવી શકાય ? અે માટે ભેગા થયા એમાં એક મુદ્દો એજ્યુકેશન સીસ્ટમનો હતો...અને આ લેખમાં આપણે આ મુદ્દે જ વાત કરવી છે...
આજે આ દેશ દુનિયામાં પોતાની એજ્યુકેશન સીસ્ટમ અને પોતાના વિધાર્થીઓ અને હા ટીચર્સના કારણે વિશ્વમાં ટોપ ઉપર છે. કેમ ?
જાપાનના બુદ્ધિજીવીઓ ઘણા દેશોમાં ગયા જેવા કે -ફ્રાન્સ, અમેરિકા, જર્મની,ઈંગ્લેન્ડ વગેરે વગેરે અને ત્યાંથી અે જે વિચારો લાવ્યા તેના પરીણામ સ્વરૂપ ઉદભવ થયો એક બિરદાવવા લાયક - એજ્યુકેશન સીસ્ટમનો. તેમણે આ દેશો સાથે ટેકનોલોજી, બૌધિકતા, વેપાર, ફાઇનાન્સ જેવા છેત્રોમાં સ્પર્ધા કરવાની હતી, અને એ પણ કોઈ પણ જાતના ભરોસેમંદ રિસોર્સ વગર. આમેય જાપાનનું અક્ષરજ્ઞાન ખરેખર વર્લ્ડ ક્લાસ છે..અને તે દેશમાં ટીચર્સનું સ્ટેટ્સ બહુ ઊંચુ કહેવાય છે,અને હા તમારી જાણ ખાતર કહી દઉ કે ત્યાં કોઈ પણ નાગરિક જોબ ના લેવલે સૌથી વધારે પગાર ટીચર્સનો છે.
જાપાન દેશની અંદર તક(opportunity)નો આધાર મેરિટ ઉપર છે. સામાન્ય રીતે મેરિટનો અર્થ અે થાય છે કે સ્કૂલની અંદર પરીક્ષા દરમિયાન માર્કસ સ્વરૂપે મેળવેલુ અચીવમેન્ટ.પણ જાપાનીઓ આ અચીવમેન્ટને વિધાર્થીઓનો શ્રમ (effort ) કહે છે. તેઓ એવું માને છે કે જો વિધાર્થી ફેલ થાય - તે ફક્ત વિધાર્થી ફેલ નથી થયો પણ સાથે તેના પેરન્ટ્સ અને ટીચર્સ પણ ફેલ થયા કહેવાય. તેઓ તેમની ફેમિલી અને સ્કૂલ પોતાની સમજે છે અને એના માટે કઈ પણ કરી છૂટવા તૈયાર છે. તેઓ બહુ જ ટફ કોર્ષ અને હાર્ડ વર્ક ને મહત્વ આપે છે કારણ કે તેઓ જાણે છે કે દેશનો અને સમાજનો વિકાસ એના પર રહેલો છે.
જાપાનીઝ કરીક્યુલમ આમેય વર્લ્ડ ફેમસ છે. આ કરીક્યુલમમાં મેથેમેટિક્સ અને વિજ્ઞાન બહુજ મહત્વ ધરાવે છે. મિન્સ્ટ્રી ઑફ એજ્યુકેશન, જાપાન દ્વારા કલ્ચર,સ્પોર્ટસ,સાયન્સ,ટેકનોલોજીને કરીક્યુલમમાં ઘણું જ મહત્વ અપાયુ છે એના કારણે ત્યાંની કરીક્યુલમમાં સીસ્ટમ ઘણી જ ગુણવત્તા વાળી છે. કરીક્યુલમનો મુખ્ય હેતુ એ છે કે જે તે વિષયની માસ્ટરી અને ખાસ નોંધવા જેવી બાબત એ કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ સૉલ્વ કરવાની ક્ષમતા વિકસાવવી -જુદી જુદી એજ્યુકેશન પદ્ધતિ દ્વારા.આ પધ્ધતિના કારણે ત્યાના વિધાર્થીઓ કરીક્યુલમના ટેસ્ટ ઉપરાંત એપ્લિકેશન બેઝ ટેસ્ટ માં ઉત્તમ હોય છે.આ પદ્ધતિમાં વિધાર્થીને એ શીખવવામાં આવે છે કે કોઈ વસ્તુ કામ કઈ રીતે કરે છે નહી કે એની થિયરી શું છે. અને આપણે અહીઁ થિયરી ઉપર વધારે ભાર મૂકયો છે જે ખરેખર બદલવાની જરૂર છે. આ કારણે તેઓ આ જ્ઞાનનો ઉપયોગ સારી રીતે કરી શકે છે. આ સીસ્ટમમાં કોઈ પ્રશ્નનો સાચો જવાબ આપવો એના કરતા અે સાચો કેમ છે એની સમજ ઉપર ભાર મુકાય છે. વિધાર્થીઓને ગ્રેડ (ધોરણ )સ્કીપ કરવા દેવામાં નથી આવતા. જાપાનમાં હાઇ સ્કૂલ (ગ્રેડ ૧થી ૯) સુધીનું એજ્યુકેશન ફરજિયાત છે. સ્કૂલમાં વિધાર્થીના સ્વતંત્ર વિચારોને મહત્વ અપાય છે,એના ઉપર લેશન થોપી દેવામાં નથી આવતુ.પુસ્તકીયા જ્ઞાનને બદલે કંઈક નવું કરવાની પ્રેરણા આપવામાં આવે છે.આપણે ત્યાં વિધાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી માટે ફોર્સ કરવામાં આવે છે. કંઈક નવું વિચારવાની તો કોઈ વાત જ નહીં. ઇનોવેશનની તો કોઈ વાત કરતુ જ નથી.છેલ્લા વીસ વર્ષોમાં આપણે ત્યાં કેટલી શોધો થઈ ? ગણતરી કરવા જઈએ તો કદાચ બે આગળીના વેઢા વધારે પડે...
જાપાનીઝ એજ્યુકેશન સીસ્ટમ |
જાપાનીઝ એજ્યુકેશન સીસ્ટમ (વિસ્તૃત) |
આપણને લાગતું નથી કે આપણે કંઇ ક વિચારવાનો અને સાચું કહું તો આવી સીસ્ટમ અપનાવવાનો સમય આવી ગયો છે.