આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, August 1, 2025

CITS (RPL), CITS ની માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 



 જરૂરી માહિતી : Registration no., Course Type: CITS,RPL,Advance Diploma (Vocational), Exam year

 

 

 જરૂરી માહિતી : Registration no., Course Type: CITS,RPL,Advance Diploma (Vocational), Exam year

Thursday, July 31, 2025

Wednesday, July 30, 2025

e-Sarkar (Instuctor Module): e-સરકાર કઈ રીતે ઉપયોગ કરવું ? જાણવા માટે અહીં ક્લિક કરો .

 

 
 
1. સૌ પ્રથમ e-Sarkar વેબસાઇટ ઉપર લોગ ઈન કરો : https://esarkar.gujarat.gov.in/login.jsp
નીચે પ્રમાણે લોગ ઈન પેજ ખુલશે .જેમાં સૌ પ્રથમ Forget Password ઉપર ક્લિક કરી User ID (સંસ્થા આપશે ) જરૂરી એન્ટ્રી કરી Password બનાવી લેવો. ત્યારબાદ,  User ID, Password captcha નાખી OTP મોબાઇલ પર આવશે .નાખી Verify OTP પર ક્લિક કરી,લોગ ઈન કરવું. નીચે પ્રમાણે સ્ક્રીન શોટ દેખાશે.
 


 2. નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે . જેમાં "Register e-Tappal"  -નવો લેટર લખવા માટે અને "New e-Tappal"-તમને મળેલ લેટર  જોવા માટે ઉપયોગ થાય છે.
 
 


3. "Register e-Tappal"  ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે. જેમાં સ્ક્રીન શોટમાં બતાવેલ સૂચના પ્રમાણે લેટર ભરવો. Upload Pdf કે image માટે -સૌ પ્રથમ વર્ડ ફાઈલમાં ફોરર્વર્ડિંગ લેટર તેમજ બિડાણ મર્જ  કરી એક જ pdf કે  image તૈયાર કરવી. ત્યારબાદ જ અપલોડ કરવી. આ ઓપ્શન ફક્ત વેબસાઈટ ઉપર જ ઉપ્લબ્ધ છે. એપમાં નથી.
 
 

 4."New e-Tappal" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે. બતાવેલ એરો માં આપેલ ફાઇલ ઉપર ક્લિક કરતાં તમને મળેલ લેટર ઓપન થશે .તેમાં આદેશ હોય શકે અથવા જાણ સારું હોય શકે.

5.તમે જે લેટર"Register e-Tappal" ઓપ્શન દ્વારા ફોરમેનને મોકલેલ છે .તે તેમને મળેલ છે કે નહિ? અને તેઓદ્વારા આગળ મોકલેલ છે કે નહિ? તે જાણી શકાય છે.જે નીચે  સ્ક્રીન શોટમાં બતાવેલ છે. જેમાં "Transffered e-Tappal Tracker" ઓપ્શન ઉપર ક્લિક કરવું.

 

6. મોબાઇલમાં e-Sarkar એપ્લિકેશન વાપરવા માટે, સૌ પ્રથમ વેબસાઈટ ઉપર લોગ ઈન કરવું.ત્યારબાદ setting ઓપ્શનમાં જઈ "Update Personal Details" ઓપ્શનમાં જઈ પોતાનો મોબાઈલ નંબર અને ઈ મેઈલ આઈડી verify કરવાનું રહેશે.ત્યારબાદ playstore ઉપર જઈ  e-Sarkar એપ્લિકેશન ડાઉનલોડ કરી install થયા બાદ જ--User ID, Password captcha નાખી OTP મોબાઇલ પર આવશે .નાખી Verify OTP પર ક્લિક કરી,લોગ ઈન કરી શકાશે.

Apprentiship બાબત: એપ્રેન્ટીસ ટ્રેનીંગને Work Experince (અનુભવ) ગણવા બાબત, તા-29/07/2025 નો પરિપત્ર....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

 


 

  • એપ્રેન્ટીસ ટ્રેનીંગને Work Experince (અનુભવ) ગણવા બાબતનો , તા-29/07/2025 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે (No. MSDE-1(2))2023-AP(PMU)
    (E-58412)  dated 29.07.2025
    )  : અહીં ક્લિક કરો 
  • એપ્રેન્ટીસ ટ્રેનીંગ બાબતનો Ministry's letter No. MSDE-1(2)y2023-AP(PMU) (E-58412) dated 19.02.2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 
  • મુખ્ય મુદ્દા : 
        1.આઈ.ટી.આઈ  પાસ તાલીમાર્થીઓ કે જેઓ દ્વારા એક વર્ષ કે તેથી વધુ સમય ગાળાની એપ્રેન્ટીસ ટ્રેનીંગ લઈ NationalApprenticeship Certificate (NAC) ધરાવતા હોય તો એપ્રેન્ટીસ ટ્રેનીંગ દરમ્યાનના સ્મયગાળાને કાર્ય અનુભવ તરીકે ગણવો.

     2.   શબ્દ "possessing National Trade Certificate (NTC)' ને "possessing National Trade Certificate (NTC) or Certificate issued by State Council for Vocational Training (SCVT)/State-level Trade Certificate (STC) તરીકે વાંચવો.

Tuesday, July 22, 2025

ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું વર્ષ ,તારીખ -21/07/2025 થી 22/07/2025 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • ટ્રેડ:  ફીટર
નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.

પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું  વર્ષ ,તારીખ -21/07/2025 થી 22/07/2025 ના રોજ લેવાયલ પરીક્ષા

  • પ્રેક્ટિકલ પેપર (થ્રી ડી ડાયાગ્રામ-Que no.1): અહીં ક્લિક કરો
  • Job  ના ફોટો માટે: અહીં ક્લિક કરો 
  • પ્રેક્ટિકલ પેપર (નાના બોરવાળા સિંગલ એક્ટિંગ ન્યુમેટિક સિલિન્ડરના સ્પીડ અને દિશા નિયંત્રણ માટે સર્કિટ બનાવવી : વિડિયો -Que no.2): અહીં ક્લિક કરો 
  •  Que no.2, Que no. 3: Que no.1માં આપેલા  જોબ બનાવવા માટેની  જરુરી સાધન સામગ્રી અને પધ્ધતિ લખો : અહીં ક્લિક કરો

Friday, July 11, 2025

DGT Updates: Revised CTS Exam Schedule and Guidelines....... અહીં ક્લિક કરો


  • Important Dates to be remember: 
Practical Exam: 17 July to 22 July.
CBT Exam: 28 July to 20 Aug.
Result: 28Aug,2025.

Tuesday, July 1, 2025

ITI પાસ માટે રેલ્વેમાં Technician ની 6055 જગ્યાઓ માટે ભરતી Advt no.CEN: 02/2025 જાહેર કરવામાં આવી: Date -28/06/2025..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

 



  • ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ: 28/06/2025.
  • ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ: 28/07/2025.
  • ફોર્મ સુધારવાની અને ફી ભરવા માટે: 28/06/2025 to 28-07-2025.
  • જગ્યાનું નામ: Technician Grade III ( ટેકનીશિયન ગ્રેડ-3).
  • કયા કયા ટ્રેડ માટે ઓનલાઈન અરજી કરી શકાય?
  • Fitter, Electrician, IM,EM, MMV, Wiremen,Electrician,MD, Plumber, MH, Carpenter,Welder,Heat treater, Pattern Maker,Foundryman,Moulder, Pipe Fitter,Painter etc.
  • ઉંમર: 18-33 years.
  • લાયકાત: ધોરણ -10 + ITI પાસ.
  • ફોર્મ કઈ રીતે ભરવું?  (How to apply?) 
Step-1: સૌ પ્રથમ અરજી કરવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો પર જાઓ. (desktop computer માં ઓપન કરવું, mobile માં નથી ખૂલતું)

ક્લિક Apply બટન, પછી " Creat An Account" ઉપર ક્લિક કરો.
(Otp માટે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી ફરજિયાત જરૂર પડશે.)
Step-2 : સિલેક્ટ only one RRB (ex. Ahmedabad) માટે એક જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.
Step-3 : નીચેના ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા.
1) ફોટો - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
આ ફોટાની 12 કોપી કઢાવીને રાખવી.
2) સહી - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
3) SC,ST, SEBC,EWS સર્ટિફિકેટ સ્કેન કરીને રાખવા.
4) Qualification Certificate
 Upload કર્યા બાદ Submit કરવું.
Step-4 :
CBT ( Computer Based Test) લેવાશે.
સમય: 90 min.
Q-100, માર્કસ -100
સિલેબસ: Maths, General intelligence & reasoning , Basic Science and engineering..
પાસ થવા માટે: UR/EWS -40%,OBC,SC-30%,ST-25%.
Negative marking: 1/3 = 0.33 માર્કસ દરેક ખોટા જવાબ માટે કપાશે.
Step -5: પરીક્ષા ફી ઓનલાઈન અથવા UPI દ્વારા ભરી શકાશે.
Step -6: Document Verification થશે.
Step -7: Medical Examination થશે.

Thursday, June 19, 2025

ડબલ એક્ટિંગ સિલિન્ડર અને તેની એપ્લિકેશન (Double acting cylinder and its application)... અહીં ક્લિક કરો

  • ડબલ એક્ટિંગ સિલિન્ડર:
આ એક એક્યુએટર છે, જે કોમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરીને ભારને દબાણ અને ખેંચી શકે છે.તેમાં હવા જવા માટે બે ઈનપુટ પોર્ટસ હોય છે ઉપરની આકૃતિમાં ડબલ એક્ટિંગ સિલિન્ડર બતાવેલ છે. (Fig 1)
ડબલ એક્ટિંગ સિલિન્ડરના ભાગો: 
ઇનપુટ પોર્ટસ : એર સપ્લાય માટે 
પિસ્ટન:  જે સિલિન્ડરની અંદર આગળ - પાછળ થાય છે.
પિસ્ટન રોડ : એક સળીયો જે પિસ્ટન અને લોડ ને જોડે છે. 
પિસ્ટન સીલ: જે સમગ્ર પિસ્ટનમાંથી લીકેજને અટકાવી છે. 
રોડ સીલ: જે સિલિન્ડરમાંથી વાતાવરણમાં હવાના લીકેજની અટકાવી છે. 
પિસ્ટન એન્ડ: સ્લીડ નો એક ભાગ જેમાં એર પેસેજ હોય છે અને પિસ્ટન બાજુ સાથે જોડાયેલ હોય છે. 
રોડ એન્ડ: સિલિન્ડરનો એક ભાગ જેમાં એર બેસી જ હોય છે અને પિસ્ટન બાજુથી જોડાયેલું હોય છે. 
જ્યારે  પોર્ટ A દ્વારા હવા પૂરી પાડવામાં આવે છે.ત્યારે પિસ્ટન પર બળ લાગે છે જેથી તે આગળની દિશામાં આગળ વધે  છે, આ મુવમેન્ટને  "ફોરવર્ડ સ્ટ્રોક" કહેવામાં આવે છે. ફોરવર્ડ સ્ટોક દરમિયાન રોડની બાજુએ પહેલેથી જ હાજર હવા પોર્ટ B દ્વારા બહાર નીકળી જાય છે. (Fig 2)

 
જ્યારે B પોર્ટ દ્વારા હવા પૂરી પાડવામાં આવે છે, ત્યારે હવા પહેલાથી જ પોર્ટ A માંથી બહાર  નીકળે (exhaust) છે .અને પિસ્ટન પાછો ખેચાય છે.આ મુવમેન્ટને "રિવર્સ સ્ટ્રોક" કહેવામાં આવે છે.
ડબલ એક્ટિંગ સિલિન્ડરનો સિમ્બોલ (Symbol of Double acting cylinder):

5 પોર્ટ 2 પોઝિશન વાલ્વ દ્વારા ડબલ એક્ટિંગ સિલિન્ડરનું દિશા નિયંત્રણ :
 
ડબલ એક્ટિંગ સિલિન્ડરને ચલાવવા માટે A અને B પોર્ટ વચ્ચે હવાની દિશા બદલવી જરૂરી છે તેથી એક વાલ્વ જરૂરી છે જેમાં બે આઉટપુટ પોર્ટ છે. આ વાલ્વનું કન્સ્ટ્રક્શન ઉપર Fig 5 માં બતાવેલ છે.
વાલ્વ બોડી : તે સ્પૂલ અને બંદરોને ખસેડવા માટે પોલાણ પ્રદાન કરે છે.
સ્પૂલ: તે એક ભાગ છે જે વાલ્વ બોડીની અંદર જાય છે ત્યારે પ્રવાહનો માર્ગ બદલી નાખી છે.
ઈનપુટ પોર્ટ: કનેક્શન પોઇન્ટ જ્યાંથી હવા વાલ્વમાં પ્રવેશે છે. તે 'P'  અથવા નંબર '1' દ્વારા સૂચવવામાં આવે છે.
આઉટપુટ પોર્ટ: કનેક્શન પોઇન્ટ જ્યાંથી હવા વાલ્વ માંથી બહાર આવી છે આઉટપુટ પોર્ટ 'A' અને 'B'  અથવા  નંબર '2' અને '4' દ્વારા સુચવવામાં આવે છે.
એક્ઝોસ્ટ પોર્ટ: કનેક્શન પોઇન્ટ જ્યાંથી એર એક્ઝોસ્ટ થાય છે.એક્ઝોસ્ટ પોર્ટ અનુક્રમે 'R'  અને 'S' અથવા નંબર '3' અથવા '5' દ્વારા સૂચવવામાં આવે છે. 
એક પોઝીશનમાં પોર્ટ 'P'  'B'સાથે જોડાયેલ છે અને પોર્ટ 'A' એક્ઝોસ્ટ 'R' સાથે જોડાયલ છે પરંતુ એક્ઝોસ્ટ પોર્ટ 'S' બંધ છે. (Fig 6)
 
બીજી પોઝીશનમાં પોર્ટ 'P' 'A' સાથે જોડાયેલ છે અને પોર્ટ B એક્ઝોસ્ટ 'S' સાથે જોડાયલ છે
 પરંતુ એક્ઝોસ્ટ પોર્ટ 'R' બંધ છે. (Fig 7)

5 પોર્ટ 2 પોઝિશન વાલ્વ નો સિમ્બોલ (Symbol of 5 Port and 2 Position Valve) (Fig 8)
Fig 9 --ડબલ એક્ટિંગ સિલિન્ડર ઓપરેટ કરવા માટે સર્કિટ બતાવે છે શરૂઆતમાં સામાન્ય સ્થિતિમાં પુરવઠાની દિશા 1(P) થી 2(B)  અને 4(A) થી R સુધીની હોય છે. જેથી પિસ્ટન પાછું ખેંચાયેલી સ્થિતિમાં હોય જ્યાં સુધી કાર્ય ન થાય.
Fig 10--જ્યારે પૂછ બટન ઓપરેટ કરવામાં આવે છે ત્યારે વાલ્વની અંદર એરફ્લો બદલાય છે જેથી પુરવઠાની નિશાળ 1 (પ) થી 4(A) અને  2(B) થી 3(S)હોય છે. આમ પિસ્ટન આગળ વધે છે.