આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Saturday, March 26, 2016

Check list for New tools, equipments & Machinery for acceptance (નવા ટૂલ્સ,ઇક્વિપમેન્ટસ & મશીનરીના સ્વીકારવા માટેના જરૂરી તપાસના મુદ્દાઓની યાદી)




  • નવા સિલેબસ પ્રમાણે જરૂરી સ્પેસિફિકેશનનું ટૂલ  કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી છે કે નહિ તે ચેક કરવું.


  • જો ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી મેક (Make- જે તે કંપનીનું નામ કે લોગો ) દર્શાવેલ હોય અથવા માગેલ હોય તો તે ચેક કરવું.


  • હવે વાત કરીએ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીના સ્પેસિફિકેશનની,

√ ચોકસાઈ ચેક કરવી.(ટૂલ કે ઈક્વિપમેન્ટ ઉપર દર્શાવેલ અથવા પ્રેક્ટિકલ દ્વારા)

√ લંબાઈ ચેક કરવી.(સ્ક્રુ ડ્રાઇવર ની વર્કિંગ લંબાઈ, પંચની  લંબાઈ, ફાઇલની લંબાઈ...)

√ વજન/દળ ચેક કરવું.( ઇલેક્ટ્રીક કાંટા દ્વારા કે બીજી પદ્ધતિથી હેમર/એન્વીલનું વજન/દળ ખાસ ચેક કરવું)

√ જરૂરી બીજા ડાયમેન્શન ચેક કરવા.

√ શક્ય હોય તો ટૂલ કે ઈક્વિપમેન્ટના બનાવટના મટીરિયલની ઓળખ કરવી.(જોઈને, ટેસ્ટ કરીને, બીજી રીતે- હાર્ડ કે સોફ્ટ)

√ ઈક્વિપમેન્ટનો વર્કિંગ ડેમો જે તે પાર્ટી સામે જોવા માગવો.

√ જાતે ટૂલ કે ઈક્વિપમેન્ટને વાપરી જોવું.

√ મશીનને ચાલુ કરી , બધીજ એસેસરી બરોબર છે કે નહિ તે ચેક કરવું.

√ કોઈ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી યોગ્ય ના હોય તો રિજેક્ટ કરવી અને જે તે પાર્ટીને તે બાબતે જાણ કરી તે પાર્ટીને યોગ્ય ટૂલ કે ઈક્વિપમેન્ટ સપ્લાય કરવા માટે જરૂરી સુચન અને મદદ કરવી.

√ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી વિષે કોઈ પણ બાબત જેવી કે ભાવ, દેખાવ, ઉપયોગ, ઉપલ્બ્ધતા વગેરે માટે ગૂગલ ઉપર સર્ચ કરી લેવું, જેથી એ બાબતે પાર્ટીને સુચન કે મદદ કરી શકાય.

√ ઇલેક્ટ્રિક આઈટમ સપ્લાય આપી બંધ છે કે ચાલુ તે ચેક કરવી.

√ ટૂલ કે ઈક્વિપમેન્ટનો સેટ સ્પેસિફિકેશન પ્રમાણે યોગ્ય છે કે નહિ તે ખાસ જોવું.

√ મશીનની કેપેસિટી ખાસ ચેક કરવી.

√ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીમાં જરૂરી ફિટિંગ બરાબર છે કે નહિ તે ચેક કરવું.


  • ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીની બાબતે કોઈ પ્રોબ્લેમ થાય તો તેની ખરીદ કિંમત /ટેન્ડરમાં ભરેલ કિંમત જોવી.


  • ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી બાબતે સિનિયર સુપરવાઈઝર / પ્રિન્સિપાલ/ફોરમેન/સાથી સુપરવાઈઝર સાથે ચર્ચા કરવી અને યોગ્ય સલાહ લેવી.

નોંધ: કોઈ પણ પ્રશ્ન હોય તો અચૂક અમારો સંપર્ક નીચે જણાવેલ ઈ-મેલ ઉપર કરજો.અમે યોગ્ય જવાબ આપીશું.
-મેલ: ketanindia2002@gmail.com

Wednesday, March 23, 2016

સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (મિકેનિકલ ગ્રુપ)પેપરની આન્સર કી (વિગતવાર) અને માર્ક્સ કેલક્યુલેટર, પરીક્ષા તારીખ-૨૦/૩/૨૦૧૬

  • મિકેનિકલ ગ્રુપનું તારીખ - ૨૦/૦૩/૨૦૧૬ ના દિવસે લેવાયેલ  પેપરની આન્સર કી  (વિગતવાર) નીચેની લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.

1) મિકેનિકલ ગ્રુપના પેપર-A ની આન્સર કી અને સોલ્યુશન :
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2) મિકેનિકલ ગ્રુપનું પેપર વીથ આન્સર કી (વિગતવાર):
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
3) મિકેનિકલ ગ્રુપના પેપરના માર્ક્સ ગણવા માટેનું કેલક્યુલેટર:
  • નોંધ:
1) જવાબ અંગેના સૂચનો આવકાર્ય છે.
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.