CSTARI એટલે Central Staff Training and Research Institute, Kolkata, West Bengal ખાતે આવેલી છે, જે આઈ.ટી.આઈ ના કોર્ષના સિલેબસ તૈયાર કરે છે.
ફિટર ટ્રેડ માટે નવું વર્ઝન 2.0 (Revised in -2022) ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો ફિટર ટ્રેડ માટે વર્ઝન 1.2 (Revised in -2019) ડાઉનલોડ કરવા માટે :
અહીં ક્લિક કરો ફિટર ટ્રેડના નવા કોર્ષમા પ્રથમ નજરે નીચે મુજબ ફેરફાર થયેલ છે:
1. Learning Outcomes :
નવા વર્ઝન 2.0 માં ટોટલ - 22 (11+11) છે, જેમાં નંબર 10 અને 11 તથા 21 અને 22 એ અનુક્રમે ડ્રોઈંગ અને મેથ્સના લનિંગ આઉટકમ છે. એમ થીયરીના લનિંગ આઉટકમ 18 જ થાય છે.જયારે જૂના વર્ઝન 1.2 માં ટોટલ - 18 (9+9) હતા.
2. Course Structure:
નવા વર્ઝન 2.0 માં 2400+300 hrs, ED-40 અને WSC-28 (અલગથી આપેલ છે).જયારે જૂના વર્ઝન 1.2 માં બધા થઈને 3200 hrs ભેગા આપેલ હતા.
વધુમાં નવા વર્ઝન 2.0 માં On Job Training (OJT) પ્રથમ વર્ષ -150hrs અને બીજા વર્ષ-150 hrs,. એમ 300hrs ની છે. જે નજીકની કોઈ ઈન્ડસ્ટ્રીમાં કરવાની થાય, જો એમ ન થઈ શકે તો Project કરવાનો થાય. કોઈ પણ એક ફરજીયાત છે.
3. Passing Regulation:
નવા વર્ઝન 2.0 માં " There will be no Grace marks " આ લાઈન લખેલી નથી. જે જૂના વર્ઝન 1.2 માં લખેલી હતી.
4. Distribution of Training on Hourly basis:
નવા વર્ઝન 2.0 માં આપેલ નથી જે જૂના વર્ઝન 1.2 માં આપેલ હતું.
5. Assessment GuideLine:
નવા વર્ઝન 2.0 માં CBT, Practical Examination નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે જૂના વર્ઝન 1.2 માં ઉલ્લેખ કરેલ નહોતો.
6. Tools and Equipment list:
નવા વર્ઝન 2.0 માં Lathe tool bits ની કવાન્ટીટી (No.) માં ફરક છે -2 Nos. કરેલ , જે જૂના વર્ઝન 1.2માં -4 Nos હતા.
7. Page Number:
નવા વર્ઝન 2.0 માં ટોટલ-60 પેજ નંબર છાપેલા છે, જ્યારે
જૂના વર્ઝન 1.2માં ટોટલ-62 પેજ નંબર છાપેલા છે.
8. Total Practical:
નવા વર્ઝન 2.0 માં 196 પ્રેકટીકલ છે , જે જૂના વર્ઝન 1.2માં 198 પ્રેકટીકલ હતા.
9. NSQF લેવલ:
નવા વર્ઝન 2.0 માં NSQF લેવલ-4 લખેલું છે પરંતુ અંદર કોર્ષ ની વિગત માં લેવલ-5 લખેલું છે. જે ભૂલ ભરેલું છે. એટલે કે શું સમજવું તે સ્પષ્ટ થતું નથી.
નોંધ:
જે સર્વેની જાણ સારુ.આ બાબતે કોઈ પણ અપડેટ આવશે તો આ પેજ ઉપર મુકીશું. ભૂલ હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.