આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, April 8, 2024

આઈ. ટી. આઈ. એડમિશન -2024 , ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલું થઈ ગયેલ છે...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



  • ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ: 01/04/2024
  • ઓનલાઈન ફોર્મ ભરવાના બંધ થવાની તારીખ: 30/06/2024


  • Form કઈ રીતે ભરવું? જાણવા માટે PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 
  • Form કઈ રીતે ભરવું? વીડિયો જોવા માટે: અહીં ક્લિક કરો 
  • ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટની યાદી: 
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)
2.  ધોરણ -10 ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ.
3. ધોરણ -8/9 ની માર્કશીટ ( ધોરણ -10 નાપાસ માટે)
4. જાતિનો દાખલો ( જનરલ કેટેગરી સિવાય બધા માટે-ST/SC/SEBC/EWS)
5. આવકનો દાખલો
6. આધાર કાર્ડ 
7. બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા
8. ઈમેઈલ આઈડી
9. મોબાઈલ નંબર ( જેના પર OTP અને એસએમએસ આવશે. ચાલું હોવો જોઇએ)
10. રજિસ્ટ્રેશન ફી -50₹ (ઓનલાઈન ભરવાની છે)
11. બેંક પાસબુકની ઝેરોક્ષ.

ઉપરના તમામ ડોક્યુમેન્ટ ની ઓરીજનલ અને ઝેરોક્ષ 1 કોપી  લઈ નજીકની કોઈ પણ આઈ. ટી. આઈ. ખાતે જવું. વધું માહિતી ત્યાંથી મળી રહેશે.

Thursday, March 28, 2024

Trainee Verification (SIDH PORTAL) ના પ્રોબ્લેમ વિગતવાર સોલ્યુશન બાબત : વધુ માહિતી માટે અહી ક્લિક કરો

 

DGT દ્વારા 21-03-2024 ના રોજ આ બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.



   
   પરિપત્ર ડાઉનલોડ કરવા  માટે : અહી ક્લિક કરો

નોધ : ઉપર લિંકમાં આપેલ પરિપત્ર માં Trainee Verification (SID PORTAL) ના પ્રોબ્લેમ  વિગતવાર સોલ્યુશન  આપેલ છે . જે પ્રમાણે આગળની કાર્યવાહી કરવી.


 Trainee Verification (SID PORTAL)  છેલ્લી તારીખ:  30-03-2024  છે

Friday, March 15, 2024

Trainee Verification દરમ્યાન E-kyc થયેલ નથી , તેઓની SSC Marksheet અને Photo દ્વારા કઈ રીતે વેરિફિકેશન કરવું ?.....જાણવા માટે અહી ક્લિક કરો

 

  • કોણ  SSC Marksheet  અને Photo દ્વારા  વેરિફિકેશ કરી શકે ?( આ પ્રક્રિયા ત્યારે જ કરવી જ્યારે કોઈ પણ સંજોગોમાં E-kyc થતું ન હોય, કારણ કે આ પ્રક્રિયા ફક્ત એક જ વાર કરી શકાય છે.એટલે સમજી વિચારીને કરવું ,પછી તેમાં ભૂલ હશે તો બદલાવ નહીં કરી શકાય )
  1. Trainee Verification દરમ્યાન E-kyc  થતું  નથી.(કોઈ પણ પ્રોબ્લેમ ને કારણે -મોબાઈલ નંબર, OTP.... વગેરે)
  2. બે અલગ અલગ મોબાઈલથી  રજીસ્ટર થયેલ હશે , તો જેમાં state Registration Number જે log in માં બતાવશે .તેમાં થઈ શકશે.
  3. અથવા બીજા કોઈ અન્ય પ્રોબ્લેમ હોય તો.

  • નીચે દર્શાવેલ પ્રક્રિયા પ્રમાણે કરવું .

1. સૌ પ્રથમ જે મોબાઈલ સંસ્થા ખાતે આપેલ હતો તેના દ્વારા સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર Log in કરો .

Log in કરવા માટે : અહી ક્લિક કરો 

Log in કર્યા બાદ , નીચે પ્રમાણે સ્ક્રીન દેખાશે .


 


ત્યારબાદ,

સ્ક્રીન નીચે સ્ક્રોલ કરવાથી  ITI Application ઓપ્શન બતાવશે. તેમાં " View Details" ઉપર ક્લિક કરો।


ત્યારબાદ ,

થોડા સમય બાદ , નીચે પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લેય થશે .


તેમાં : " I do not have Aadhar " ઉપર ક્લિક કરવું. ત્યારબાદ, ઓપન થયેલ સ્કિનમાં " EDIT DETAILS " બટન પર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે .




તો આ સ્ક્રિનમાં આપ્યા મુજબ , પ્રથમ Photo (મસ્ટર રોલ માં છે) અને SSC Marksheet  (ઓરીજનલ) , અને કોઈ પણ બે વિગતો સુધારી( જો કોઈ સુધારો ન હોય તો નામ પછી એક space અને પિતાના નામ પછી એક space આપી દેવાથી SSC Marksheet અપલોડ કરવાનો ઓપ્શન ખુલશે.) , ટીક કરી SUBMIT બટન ક્લિક કરવું . ત્યાર બાદ, સ્ક્રીન ઓપન થાય તેમાં "Yes" બટન પર ક્લિક કરી પ્રક્રિયા પુરી કરવી .

ત્યાર બાદ , PRN નંબર in progress બતાવશે. જે state દ્વારા અપ્રૂવ થયા બાદ R...વાળો નંબર જનરેટ થશે.જેનો sms તમને મોબાઈલ પર મળશે .
નોંધ: E kyc તો pending જ બતાવશે.

Wednesday, March 13, 2024

આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર Link છે ? તે કઈ રીતે જાણી શકાય ?....જાણવા માટે અહી ક્લિક કરો

 

  

Skill India digital Portal ઉપર રજિસ્ટ્રેશન દરમ્યાન આ problem આવતો હોય છે.

 આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર Link છે? જાણવા માટે નીચેની વિગતોની જરૂર પડશે .

  1. આધારકાર્ડ નંબર 
  2. જે મોબાઈલ રજિસ્ટર્ડ છે (તેવું તમને લાગે છે )તે .
  3. કેપચા (ચિત્ર માં આપેલ કોડ લખવો )

ઉપરની વિગતો મેળવ્યા પછી, 

  • આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર Link છે? તે જાણવા માટેની લિન્ક : અહી ક્લિક કરો
જો લિંકમાં નાખ્યા પછી નીચેની સ્ક્રીનમાં બતાવ્યા મુજબ ,

  • Green કલરમાં " The mobile number you have entered is already verified with our records " બતાવે તો જે Mobile no. નાખ્યો હતો, તે Mobile રજિસ્ટર્ડ છે. તેમ સમજવું.

જો લિંકમાં નાખ્યા પછી નીચેની સ્ક્રીનમાં બતાવ્યા મુજબ ,
  • Red કલરમાં " The mobile number you have entered does not match with our records " બતાવે તો જે Mobile no. નાખ્યો હતો, તે Mobile રજિસ્ટર્ડ નથી તેમ સમજવું. અને બીજો Mobile no. નાખીને પ્રયત્ન કરવો.

Saturday, March 9, 2024

ITI પાસ માટે રેલ્વેમાં Technician ની 8052 જગ્યાઓ માટે ભરતી Advt no. 02/2024 જાહેર કરવામાં આવી: Date -09/03/2024..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો




  • ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ: 09/03/2024.
  • ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ: 08/04/2024.
  • ફોર્મ સુધારવાની અને ફી ભરવા માટે: 09/04/2024 to 18-04-2024.
  • જગ્યાનું નામ: Technician Grade III ( ટેકનીશિયન ગ્રેડ-3).
  • કયા કયા ટ્રેડ માટે ઓનલાઈન અરજી કરી શકાય?
  • Fitter, Electrician, IM,EM, MMV, Wiremen, MD,RFM,Turner, Plumber, MH, Carpenter, Tractor Mechanic, welder 
  • ઉંમર: 18-33 years.
  • લાયકાત: ધોરણ -10 + ITI પાસ.
  • ફોર્મ કઈ રીતે ભરવું?  (How to apply?) 
Step-1: સૌ પ્રથમ અરજી કરવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો પર જાઓ. (desktop computer માં ઓપન કરવું, mobile માં નથી ખૂલતું)

ક્લિક Apply બટન, પછી " Creat An Account" ઉપર ક્લિક કરો.
(Otp માટે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી ફરજિયાત જરૂર પડશે.)
Step-2 : સિલેક્ટ only one RRB (ex. Ahmedabad) માટે એક જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.
Step-3 : નીચેના ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા.
1) ફોટો - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
આ ફોટાની 12 કોપી કઢાવીને રાખવી.
2) સહી - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
3) SC,ST, SEBC,EWS સર્ટિફિકેટ સ્કેન કરીને રાખવા.
4) Qualification Certificate
 Upload કર્યા બાદ Submit કરવું.
Step-4 :
CBT ( Computer Based Test) લેવાશે.
સમય: 90 min.
Q-100, માર્કસ -100
સિલેબસ: Maths, General intelligence & reasoning , Basic Science and engineering..
પાસ થવા માટે: UR/EWS -40%,OBC,SC-30%,ST-25%.
Negative marking: 1/3 = 0.33 માર્કસ દરેક ખોટા જવાબ માટે કપાશે.
Step -5: પરીક્ષા ફી ઓનલાઈન અથવા UPI દ્વારા ભરી શકાશે.
Step -6: Document Verification થશે.
Step -7: Medical Examination થશે.