આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, January 18, 2024

CITS (RPL) Supp. Exam for year 2022, Feb -2024 ની બાબત: Date - 16/01/2024


  • DGT, દ્વારા   CITS (RPL) Supp. Exam for year 2022, Feb -2024 બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. 
  • ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
  • રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 29-1-2024 to 6-2-2024.
  • પરીક્ષા શરૂ થવાની તારીખ: 20/2/24 to 28/2/24.
  • રીઝલ્ટ આવવાની તારીખ: 8-4-2024.
  • રજિસ્ટ્રેશન માટેની વેબસાઈટ ઉપર જવા માટે: https://nimionlineadmission.in/

Sunday, December 31, 2023

DGT updates: તારીખ: 31/12/23 ના રોજ અપડેટ કરવામાં આવી... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

   

  • The Marksheet and Certificates for CTS Dec 2023 Examination will be available for download tentatively from 8th January 2024.
  • CTS Dec -2023 માં લેવાયેલ નાપાસ થયેલાઓની પરીક્ષાની  માર્કશીટ અને સર્ટિફિકેટ તારીખ 8th, Jan 2024થી ડાઉનલોડ થશે.

Wednesday, December 27, 2023

થર્મલ પાવર સ્ટેશન, ગાંધીનગર ખાતે Apprentice ની 350 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


Step 1: www.apprenticeshipindia.gov.in ઉપર જાઓ. Log in કરો or Registration કરો. 
Step 2: નીચેઆપેલ Screen  મુજબ જમણી બાજુ ઉપર તરફ ત્રણ આડી લીટી પર ક્લિક કરતા નીચે મુજબ ઓપ્શનમાં Apprenticeship Opportunities ઉપર ક્લિક કરો.

 Step 3: નીચે મુજબ Search Location ઉપર Gujarat ક્લિક કરી ત્યાર બાદ Establishment Name માં " THERMAL POWER STATION GANDHINAGAR " સર્ચ કરતાં નીચે મુજબ સ્ક્રીન આવશે.

 Step 4: ત્યારબાદ સ્ક્રીન નીચે તરફ સ્ક્રોલ કરતાં અલગ અલગ ટ્રેડ માટે Apply બટન દબાવી તમારૂં રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.દા. Fitter માટે નીચેપ્રમાણે સ્ક્રીન દેખાશે. 31/12/23 સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. Apply ઉપર click કરવાથી ડાયરેક્ટ apply થઈ જશે. 
 Step 5: રજીસ્ટ્રેશન થયા બાદ તેની પ્રિન્ટ આઉટ લઈ નીચેના સરનામે પ્રમાણપત્રો લઈ ચકાસણી માટે રૂબરૂ જવાનું રહેશે.
567/2, ગાંધીનગર વિજાપુર રોડ, થર્મલ પાવર સ્ટેશન એરિયા, સેક્ટર 30, ગાંધીનગર , 382041.
ઉપર પોસ્ટર માં આપેલ QR કોડ સ્કેન કરવાથી LOCATION મળી જશે.

Friday, December 8, 2023

આઈ. ટી. આઈ. પાલનપુર ખાતે Apprenticeship ભરતી મેળો - Dec 2023, તા -11/12/2023.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Fitter (ગુજરાતી) બ્લોગ ની સફર: વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

 



આ વાત શરૂ થાય છે .....2014 નું એ વર્ષ હતું. મારી પ્રથમ એપોઈંટમેંટ આઈ.ટી.આઈ. , સિદ્ધપુર ખાતે થાય છે .એ વાતને આજે 10 વર્ષ જેટલો સમય થઈ ગયો .મને  ત્યાના તત્કાલિન  પ્રિન્સિપાલ ,શ્રી સી .બી .ઝાલા સાહેબ દ્વારા ફિટર ,ટ્રેડનો ચાર્જ આપવામાં આવેલ .શરૂઆતનો બે ,ત્રણ  વર્ષનો સમય આ બધી સિસ્ટમ સમજવામાં વીતી ગયો. ત્યાર બાદ,  2017માં  ડીજીટી , ન્યુ દિલ્લી દ્વારા NSQF National Skills Qualifications Framework) લાગુ પાડવાનો આદેશ સમગ્ર દેશ ની આઈ.ટી.આઈ . માં કરવામાં આવે છે. આમાં ટ્રેડ ,ફિટર ના NSQF લેવલ -5 ના કોર્ષ નું વિગતવાર વિશ્લેષણ કરતાં તાલીમાર્થીઓ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનું મનોમન એજ સમયે નક્કી કરી લીધું .આ ચીલાચાલૂ પદ્ધતિઓને તિલાંજલિ આપી એક પ્લેટફોર્મ ના શ્રી ગણેશ કરવાનું નક્કી કરી , કોર્ષની જરૂરિયાત, ગુજરાતી તાલીમાર્થીઓને કેન્દ્રમાં રાખી આ સમગ્ર પ્લેટ ફોર્મ બનાવવાની શરૂઆત કરેલ. તમને એ જાણીને નવાઈ લાગશે કે --એ વખતે મારા જોડે lava નો સસ્તો કહી શકાય એવો android મોબાઈલ ફોન હતો. તેમાં blogger વિષે , મે મારા Engineering ના અભ્યાસ દરમિયાન શીખેલી બાબતોનો ઉપયોગ કરી Fitter (ગુજરાતી) બ્લોગના શ્રી ગણેશ કર્યા. આ બ્લોગનું 95 % કામ Mobileપર કરેલ. અહી હું એકબાબત તમામ મિત્રોને કહીશ કે ઓછા સાધનો વગર પણ શ્રેષ્ઠ કરી શકાય છે,તેનું આ ઉદાહરણ છે .ફક્ત મનમાં આત્મવિશ્વાસ અને કઈંક કરવાની ભાવના હોવી જોઈએ!!!!ત્યારબાદ કોરોના કાળ , 2020-21 દરમ્યાન- જ્યારે  આ તાલીમાર્થીઓને કઈ રીતે તાલીમ આપવી?  તે  પ્રશ્ન સતત મારા  મનને કોરી ખાતો  હતો . તે દરમિયાન  અમને દરેક ટ્રેડમાં Computer આપવામાં આવે છે..અને અહી શરૂઆત થાય છે એક ડિજિટલ યુગ ની.... જ્યારે Nimi app  દ્વારા ડિજિટલ -એમસીક્યુ પ્રકારનું પીડીએફ મટીરિયલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું ,તે પહેલા આ પ્લેટફોર્મ ઉપર આ કામ થયેલ હતું . આ બ્લોગમાં અમે વધુમાં વધુ લખેલા ઓરિજનલ ગુજરાતી કન્ટેન્ટ ઉપર ભાર મુકેલ છે. એ જણાવતા મને આનંદ થાય છે ,કે આજે સમગ્ર ગુજરાતની આઈ.ટી.આઈ. ના ફિટર Instructors અને તાલીમાર્થીઓ દ્વારા આનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે . હાલમાં 2023 ના વર્ષમાં આ પ્લેટફોર્મની Android App પણ બનાવવામાં આવેલ ,જેનો ઉપયોગ તાલીમાર્થીઓ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર -નિશુલ્ક વપરાશ કરે છે. આ પ્લેટફોર્મ Google Adsense દ્વારા એપ્રુવ થયેલ છે. જેના દ્વારા જે પણ રેવેન્યૂ જનરેટ થાય છે .તે તાલીમાર્થી અને આઈ.ટી.આઈ. ના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે.આ પ્લેટ ફોર્મ એ પોતાના કામ પ્રત્તેની ભાવના અને તાલીમાર્થીઓને મદદ કરવાના સંકલ્પને કારણે બની શક્યું છે .હાલ આ કામ આઈ.ટી .આઈ ,પાલનપુર ખાતે કરવામાં આવે છે.પાલનપુર પરિવારના માનનીય પ્રિન્સિપાલ  ક્લાસ-1, શ્રી આર.જી. ચૌધરી  સાહેબ દ્વારા માર્ગદર્શન અને સપોર્ટ મળી રહે છે. સેવાના આ કામમાં સાથ આપનાર તમામનો હું હ્રદય પૂર્વક આભાર માનું છું.

આઈ. ટી. આઈ. પાલનપુર ખાતે મેગા ભરતી મેળો, તા-09/12/2023... સારો પગાર, 3 કંપની .... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Tuesday, November 14, 2023

IFFCO (ઇફકો, કલોલ યુનિટ) : વર્ષ -2023/24 માટે Apprentice રજીસ્ટ્રેશન IFFCO પોર્ટલ પર કઈ રીતે કરવું ?


  • કયા ટ્રેડ માટે રજિસ્ટ્રેશન થાય છે? (SSC+ ITI)
Electrician, IMCP,IM,MMCP, Fitter, Machinist,MMV, Diesel Mech., RFM,Welder, Draftman Mech. COPA 

  • 2019 અને પછીના પાસ આઉટ., 60ટકા.

  • ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (Soft copy):
  1. Passport size photo.
  2. Trade.
  3. Full name.
  4. Age, D.O.B.
  5. ALL Semester  marksheet , Percentage.
  6. Aadhar Card and Pan Card
ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવા.

  • ઓનલાઈન અરજી કરવા માટેની લિંક: અહીં ક્લિક કરો
  • જે તાલીમાર્થી અત્યારે Apprentiship બાકી હોય ઉપરના iffco પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું.. ત્યારબાદ Computer based test લેવાશે. જેનું Result SMS/e mail દ્વારા જણાવવામાં આવશે.