આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, November 30, 2016

Digital Payment Education, Part-3: મોબાઈલ બેન્કીગ


જરૂરી માહિતી:
1) મોબાઇલ નંબર
2) ડેબિટ કાર્ડ--ATM  કાર્ડ.
3) સારો માબોઈલ(Smart phone).
A) Google Play store ઉપર જઈ  કોઈ પણ(તમારે જે બેન્કમાં એકાઉન્ટ હોય તે) ની Mobile Banking app અથવા Bank ની UPI app Download કરો.
B) Paytm, Mobikwik જેવી app Download કરો-- જેમાં મોબાઈલ નંબર નાખી રજીસ્ટર કરાવી શકાય છે.

* UPI-Unified Payment Interface.

શોધનાર: RBI-- Reserve Bank of India
સપોર્ટ: NPCI-- National Payment Corporation of India.
Platform: IMPS--Immediate Payment Service.
ઉપયોગ: કોઈ પણ મોબાઇલ થી એકાઉન્ટ નંબર જાણ્યા વગર બીજા ના એકાઉન્ટમાં ₹ મોકલી શકાય.
1) 24*7 અને 365 દિવસ કોઈ પણને ₹ મોકલી શકાય.
2) અલગ અલગ એકાઉન્ટ માટે એક મોબાઈલ Application.
3) Single click 2 factor Authentication.
4) જાતે  બનાવેલ I.D.  કે જેમાં બેન્કની માહિતી ની જરૂર નથી.
5) Bill payment, Donation, Schedule push/ pull Payment.
6) Raising Complaint.
7) કોઈ દુકાનદારને કે વ્યક્તિને સરળ રીતે ₹ આપી શકાય કે લઈ શકાય.
UPI કઈ રીતે કામ કરે છે?
1) Download UPI App from playstore (જે તે બેન્કની એપ).
2) પ્રોફાઈલ બનાવી ,આઈ. ડી. અને પાસવર્ડ બનાવો.
3) બેન્ક એકાઉન્ટ  લિન્ક કરો.
4) M-Pin બનાવો.
5) OTP--One Time Password ની આપ- લે કરો.
6) ₹ મોકલો.


Tuesday, November 29, 2016

Digital Payment Education, Part-2: ઈન્ટરનેટ બેન્કીગ


ઈન્ટરનેટ બેન્કીગ માટે જરૂરી માહિતી:
1) બેન્ક  એકાઉન્ટ નંબર
2) IFSC કોડ-- Indian Financial System Code, બેન્કને ઓળખવા માટે નો કોડ, કે જે ૧૧ -કેરેકટરનો બનેલો હોય છે. જે નીચે પ્રમાણે છે:

3) Login I.D. અને Password  જે બેન્ક દ્વારા મળે છે. બેન્કમા જઈ જરૂરી ફોર્મ ભરી મેળવી શકાય.
4) બેન્કની વેબસાઈટ ઓપન  કરવી. તેમાં લોગ ઈન કરવુ.
5) Mobile Number--બેન્ક એકાઉન્ટ મા રજીસ્ટર થયેલ કે જે દ્વારા OTP--One Time Password મેળવી શકાય.
6) Payment Settlement System in India
A) RTGS-- Real Time Gross Settlement.
--તરત જ ₹  મોકલી શકાય.
--વધારે મોટી રકમ, તરત મોકલવા માટે
--high value, low volumeમાં.
ઉદાહરણ:
બેન્ક A _____RealTime_______◆બેન્ક B
   - ₹ Debit                            + ₹Credit     
B) NEFT--National Electronic Fund Transfer.
--₹ સરળ અને સીકયોર રીતે મોકલી શકાય.
--Electronic Message દ્વારા
--Hourly Basis: કલાક ની અલગ -અલગ બેચો દ્વારા.
--એ માટે જરૂરી ઈન્ફરમેશન
A) Beneficiary Name--જેના એકાઉન્ટમા ₹ મોકલવા છે એનુ નામ.
B) Branch Name-- તેનુ એકાઉન્ટ જે બ્રાન્ચમા છે તે.
C) Branch IFSC Code.
D) Account Type-- Saving કે Current account.
E) Account No--તેનો એકાઉન્ટ નંબર.
F) Amount--મોકલાવાની રકમ.
--30000 બેન્કોમાં આ સુવિધા છે.
--RTGS અને NEFT: રવિવારે ન થાય, બીજા અને ચોથા શનિવારે ન થાય, બેન્ક ના રજા ના દિવસે ન થાય.

Monday, November 28, 2016

Digital Payment Education, Part-1: ફિટર ટ્રેડ ,આઈ.ટી.આઈ. સિધ્ધપુરની પહેલ



1. કાર્ડ દ્વારા પેમેન્ટ:
* ડેબિટ કાર્ડ -- આ કાર્ડ દ્વારા ATM માંથી ₹ ઉપાડી શકાય , ₹ બીજા ને આપી શકાય, ખરીદી કરી શકાય.

1. મેગ્નેટીક પટ્ટી: જે માં વપરાશ કર્તા ની પૂરી માહિતી હોય છે.
2.સહી ની પેનલ.
3.Card Security Code(CSC) or Card Verification Code(CVC):  કાર્ડની Security માટે.
* PIN- Personal Identification Number: ચાર આકડાનો પાસવર્ડ હોય છે.
ઉપયોગ:
1) ATMમાં ₹ લેવા માટે.
2) Swipe Machine માં બીલ પે કરવા.

POS-Point of Sale પણ કહે છે.
3) Online Payment માં એપ અથવા કોમ્પ્યુટર દ્વારા.
સાવચેતીઓ:
1) https:// --વેબસાઈટમાં આ લીલા અક્ષરો થી લખેલુ હોવું જોઈએ.
2) PIN  નંબર કોઈ ને આપશો નહીં.(ગમે તેવો કોલ આવે તો પણ!!!!)
3) રજીસ્ટ્રેશન વાળો મોબાઇલ સાથે રાખવો.
4) અજાણ્યા વ્યક્તિ ઓથી સાવધ રહો.

Wednesday, November 23, 2016

આઈ.ટી.આઈ. સિધ્ધપુર કેરિયર ન્યૂઝ-નવેમ્બર ૨૦૧૬

1) Central Railway Recruitment -2016 (રેલ્વેમાં ભરતી)
Advt No. :RRC/CR/AA1/2016
Post name: Apprentices
No. of Vacancies: 2326 posts
Education Qualification: 10 with min 50% marks+ITI (NCVT) 
Age limit: 15 to 24 year
Selection Process: based on merit list
Fees: Gn/OBC-100 ₹ through online
How to apply (ફોર્મ ભરવા માટે): apply online through website http://www.rrccr.com from 01/11/2016 to 30/11/2016
Important Dates to Remember:
   Starting date:01/11/2016
   Last date:30/11/2016


Tuesday, July 12, 2016

છેલ્લો દિવસ (મારા વ્હાલા તાલીમાર્થીઓને અર્પણ)

જીવનની આ સુંદર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

એડમિશન લેતા વખતનીએ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ ચિંતાતુર ચહેરાઓને....
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

એડમિશન મળ્યા પછીની એ યાદગાર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ ખુશ મિજાજી ચહેરાઓને....
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

લેક્ચર વખતની એ વાતો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ દોસ્તોના મુખે થી સાભળેલા એ મજાકિયા શબ્દોને....
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

પ્રાથના વખતનીએ યાદો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું અમારા એ નર્વસ ચહેરાઓને......
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

પ્રેક્ટીકલ વખતની એ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ દિવસો ત્યારે હસવું આવે છે કે શું અમે જ હતા એ બહાનાબાજો...
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

પરીક્ષા વખતની યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  એ દિવસો ને ત્યારે હસવું આવે છે કે બહાર આવીને કહેતા સાલુ  કેટલુ  'ભારે'  પેપર હતું.....બકવાસ પેપર કાઢેલુ હો!!!!!!
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

મિત્રો સાથેની એ યાદો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  એ મિત્રોના હસ્તા ચહેરાઓને
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

સ્ટાઈપેન્ડ મળ્યા પછીની એ ખુશીને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ બેન્કોના ધકકાઓને!!!!!
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......

છેલ્લા દિવસની એ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું  એ મિત્રો, સાહેબો, મેડમોને...
ખાસ તો મારા એ મિત્રો ના ચહેરાઓને...
રડવુ આવે છે એ ચહેરાઓને ગુમ થતા જોઈને...

જ્યારે  જ્યારે આકાશ તરફ જોવુ છું ત્યારે
અમુક ચહેરાઓ યાદ આવી જાય છે........
યાદ કરુ છું  આઈ.ટી.આઈ.ના એ દિવસોને......