આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Sunday, July 9, 2023

DGT Latest updates: CBT હોલ ટીકીટ NCVT MIS પોર્ટલ ઉપર ડાઉનલોડ થવા બાબત.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



સુચના:
CTS AITT 2023 માટેની હોલ ટીકીટ Trainee Profile માંથી તારીખ: 05/07/2023 થી  download  થઈ શકશે.

Download કરવા શું કરવું?


NCVT MIS પોર્ટલ ઉપર જવું : https://www.ncvtmis.gov.in/pages/home.aspx

ત્યારબાદ ,
Trainee -->Trainee Profile  માં જવું.
જરૂરી નીચે આપેલ પોતાની વિગતો નાખવી.
Roll no.:  R210824007449
Father name: RANJITSINH
D.O.B. : 08-July-2003
Submit આપવું.
ત્યારબાદ નીચે મુજબ open થશે તેમાં લાલ કલરથ
 કરેલ રાઉન્ડ ઉપર આપેલા બિલોરી કાચ ના symbol (First Year, Second Year) ઉપર ક્લિક કરવાથી તમારી CBT હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકાશે.

Thursday, July 6, 2023

CBT હોલ ટીકીટ ડાઉનલોડ બાબત: NCVT MIS પોર્ટલ ઉપર આ બાબતની સુચના આપવામાં આવી છે, તારીખ:6/7/2023.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


સુચના:

તમામ તાલીમાર્થીઓને જણાવવાનુ કે  CBT ની હોલ ટિકિટ તાલીમાર્થીઓના ઈ મેઈલ આવી ગયેલ અને જેમની હોલ ટિકિટ મેઇલમાં આવેલ  ન હોય તે તાલીમાર્થીઓને  આઈ.ટી.આઈ માં પરીક્ષા શાખામાંથી મેળવી લેવા જણાવવુ.


Friday, June 30, 2023

છેલ્લો દિવસ... (dedicated to all my ITI Staff)


જીવનની આ સુંદર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
હાજર થતા વખતની એ યાદોને વાગોળતા વાગોળતા
યાદ કરું છું કે સાલું ક્યાં જઉં તો બેસવા માટે જગ્યા મળે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડમાં પ્રવેશતાની સાથે જ ઘણા ચહેરાઓ યાદ આવે છે,
યાદ કરું છું એ ખુશ મિજાજી ચહેરાઓને.........
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ચર્ચાઓ વખતની એ વાતોને વાગોળતા વાગોળતા ,
યાદ કરું છું એ દોસ્તોના મુખેથી સાંભળેલા મજાકિયા શબ્દોને..
સાલાઓ પાછળથી કહેતા ખોટું ના લગાડતો, સ્વભાવ મજાકયો છે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડ માં કામ કરતી વખતો ને વાગોળતા વાગોળતા,
કહેતા કે મિત્ર આટલું મારું કામ કરી દે ને યાર, મારે અરજન્ટ કામ છે આવું છું!!!!
પાછળથી ખબર પડતી કે સાલાઓ બધા મને મૂકીને ચા નાસ્તો કરવા ગયા હતા!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ફોરમેનશ્રીઓની સવારની "જાદુ કી જપ્પી"  ઘણાને નર્વસ કરતી, તો ઘણાને પોતાનો હોવાનું અનુભવ કરાવતી....
પાછળથી કહેતા "ચિંતા" ના કર "હું" છું,આ "શબ્દ" જ જાણે અમને "ફ્રી" કરી દેતો!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
પ્રિન્સિપાલ સાહેબ શ્રી ની મોટીવેશનલ વાતો, ખરેખર બધાને પ્રેરણા આપતી....
 એ ડેડીકેશનથી કામ કરવાની પ્રેરણાને યાદ કરું છું....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
વોલીબોલ અને ક્રિકેટ રમતી વખતની એ રમુજ પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરું છું કે મિત્રોના હસ્તા ચહેરાઓને....
કે જે ઇન્સ્પેક્શનના ટેન્શનને પલભરમાં ભૂલાવી દે!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
અને છેલ્લે બદલીના ઓર્ડર મુકાય છે અને મિત્રો વિખુટા પડે છે ત્યારે હિન્દી ફિલ્મ Mr. India નું   એ ગીત યાદ આવે છે... "જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ, થોડે આંસુ હૈ થોડી ખુશી....."
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....

Saturday, June 24, 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, પાલનપુર વિભાગમાં વિવિધ ટ્રેડની ભરતી પ્રક્રિયા માટે આઈ.ટી. આઈ.પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ... અરજી કરવાનો સમયગાળો: 03/07/23 થી 12/07/2023.


  •   ગુ.રા.મા.વા.વ્ય. નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) મીકનીક મોટર વ્હીકલ (૨) મીકેનીક ડીઝલ (૩) ઇલેક્ટ્રીશીયન (૪) પ્રો.એન્ડ સી.એસસ્ટીવ આસી (પાસા) (૫) વેલ્ડર આઈ.ટી.આઈ પાસ તથા જરૂરી શૈક્ષાણિક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ -૧૦ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઇ તેવા ઉમેદવારોએ www.apprentice shipndia.org વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલ.સી., માર્કશીટ, આઇ.ટી.આઇ. તથા જાતી અંગેનું પ્રમાણપત્ર તેમજ કોઇ ગુનાહીત પ્રવૃતિ આચરવામાં આવેલ નથી તે સબબનો પોલીસનો દાખલો અને બે પ્રતિષ્ઠીત વ્યક્તિના ચાલચલગતનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટા તેમજ જરૂરી ડોકયુમેન્ટ સાથે વિભાગીય કચેરી, એરોમા સર્કલ જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે તા. ૦૩/૦૭/૨૦૨૩ થી તા.૧૨/૦૭/૨૦૨૩ સુધી ૧૧:૦૦ કલાક થી ૧૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વિહવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહી એવું વિભાગ નિયામકશ્રી એસ.ટી પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Source: (માહિતી બ્યુરો,પાલનપુર)