મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Tuesday, November 17, 2015
Friday, November 6, 2015
ITI SIDDHPUR, CTS Affiliated July 2015 semester -4 Result (Batch-71A and 71B)
73-A and 73-B Result |
- ટકા શોધવાની રીત :
ટોટલ માર્કસ :
- પ્રેક્ટિકલ = 270 માર્કસ + સેશનલ -30 માર્કસ =300 માર્કસ
- થિયરી (પેપર -1) = 150 માર્કસ + સેશનલ -20 = 170 માર્કસ
- વર્કશોપ કેલક્યુલેશન એન્ડ સાયન્સ (પેપર -2) = 75 માર્કસ + સેશનલ -10 = 85 માર્કસ
- એન્જિનિઅરિંગ ડ્રોઇંગ (પેપર -3) = 75 માર્કસ + સેશનલ -20 = 95 માર્કસ
- ટોટલ = 300+170+85+95= 650 માર્કસ
- ઉદાહરણ : ટોટલ 474 માર્કસ છે,
Wednesday, November 4, 2015
Wednesday, October 21, 2015
જાપાનીઝ એજ્યુકેશન સીસ્ટમ - સ્કીલ ઇન્ડિઆ, મેક ઈન ઇન્ડિઆ,ડિજિટલ ઇન્ડિઆ અને બીજું ઘણું બધુ -આ બધા પ્રોજેક્ટ સફળ કરવાનો એક જ ઈલાજ અને ખરેખર અપનાવવા જેવો.....
એક વખત એવું બન્યું કે વર્લ્ડ વોર -૨ પછી...જાપાનના ઘણા બુદ્ધિજીવીઓ - પોતાના દેશની સ્થિતી વિશે અને એને ફરીથી પાટા ઉપર કઈ રીતે લાવી શકાય ? અે માટે ભેગા થયા એમાં એક મુદ્દો એજ્યુકેશન સીસ્ટમનો હતો...અને આ લેખમાં આપણે આ મુદ્દે જ વાત કરવી છે...
આજે આ દેશ દુનિયામાં પોતાની એજ્યુકેશન સીસ્ટમ અને પોતાના વિધાર્થીઓ અને હા ટીચર્સના કારણે વિશ્વમાં ટોપ ઉપર છે. કેમ ?
જાપાનના બુદ્ધિજીવીઓ ઘણા દેશોમાં ગયા જેવા કે -ફ્રાન્સ, અમેરિકા, જર્મની,ઈંગ્લેન્ડ વગેરે વગેરે અને ત્યાંથી અે જે વિચારો લાવ્યા તેના પરીણામ સ્વરૂપ ઉદભવ થયો એક બિરદાવવા લાયક - એજ્યુકેશન સીસ્ટમનો. તેમણે આ દેશો સાથે ટેકનોલોજી, બૌધિકતા, વેપાર, ફાઇનાન્સ જેવા છેત્રોમાં સ્પર્ધા કરવાની હતી, અને એ પણ કોઈ પણ જાતના ભરોસેમંદ રિસોર્સ વગર. આમેય જાપાનનું અક્ષરજ્ઞાન ખરેખર વર્લ્ડ ક્લાસ છે..અને તે દેશમાં ટીચર્સનું સ્ટેટ્સ બહુ ઊંચુ કહેવાય છે,અને હા તમારી જાણ ખાતર કહી દઉ કે ત્યાં કોઈ પણ નાગરિક જોબ ના લેવલે સૌથી વધારે પગાર ટીચર્સનો છે.
જાપાન દેશની અંદર તક(opportunity)નો આધાર મેરિટ ઉપર છે. સામાન્ય રીતે મેરિટનો અર્થ અે થાય છે કે સ્કૂલની અંદર પરીક્ષા દરમિયાન માર્કસ સ્વરૂપે મેળવેલુ અચીવમેન્ટ.પણ જાપાનીઓ આ અચીવમેન્ટને વિધાર્થીઓનો શ્રમ (effort ) કહે છે. તેઓ એવું માને છે કે જો વિધાર્થી ફેલ થાય - તે ફક્ત વિધાર્થી ફેલ નથી થયો પણ સાથે તેના પેરન્ટ્સ અને ટીચર્સ પણ ફેલ થયા કહેવાય. તેઓ તેમની ફેમિલી અને સ્કૂલ પોતાની સમજે છે અને એના માટે કઈ પણ કરી છૂટવા તૈયાર છે. તેઓ બહુ જ ટફ કોર્ષ અને હાર્ડ વર્ક ને મહત્વ આપે છે કારણ કે તેઓ જાણે છે કે દેશનો અને સમાજનો વિકાસ એના પર રહેલો છે.
જાપાનીઝ કરીક્યુલમ આમેય વર્લ્ડ ફેમસ છે. આ કરીક્યુલમમાં મેથેમેટિક્સ અને વિજ્ઞાન બહુજ મહત્વ ધરાવે છે. મિન્સ્ટ્રી ઑફ એજ્યુકેશન, જાપાન દ્વારા કલ્ચર,સ્પોર્ટસ,સાયન્સ,ટેકનોલોજીને કરીક્યુલમમાં ઘણું જ મહત્વ અપાયુ છે એના કારણે ત્યાંની કરીક્યુલમમાં સીસ્ટમ ઘણી જ ગુણવત્તા વાળી છે. કરીક્યુલમનો મુખ્ય હેતુ એ છે કે જે તે વિષયની માસ્ટરી અને ખાસ નોંધવા જેવી બાબત એ કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ સૉલ્વ કરવાની ક્ષમતા વિકસાવવી -જુદી જુદી એજ્યુકેશન પદ્ધતિ દ્વારા.આ પધ્ધતિના કારણે ત્યાના વિધાર્થીઓ કરીક્યુલમના ટેસ્ટ ઉપરાંત એપ્લિકેશન બેઝ ટેસ્ટ માં ઉત્તમ હોય છે.આ પદ્ધતિમાં વિધાર્થીને એ શીખવવામાં આવે છે કે કોઈ વસ્તુ કામ કઈ રીતે કરે છે નહી કે એની થિયરી શું છે. અને આપણે અહીઁ થિયરી ઉપર વધારે ભાર મૂકયો છે જે ખરેખર બદલવાની જરૂર છે. આ કારણે તેઓ આ જ્ઞાનનો ઉપયોગ સારી રીતે કરી શકે છે. આ સીસ્ટમમાં કોઈ પ્રશ્નનો સાચો જવાબ આપવો એના કરતા અે સાચો કેમ છે એની સમજ ઉપર ભાર મુકાય છે. વિધાર્થીઓને ગ્રેડ (ધોરણ )સ્કીપ કરવા દેવામાં નથી આવતા. જાપાનમાં હાઇ સ્કૂલ (ગ્રેડ ૧થી ૯) સુધીનું એજ્યુકેશન ફરજિયાત છે. સ્કૂલમાં વિધાર્થીના સ્વતંત્ર વિચારોને મહત્વ અપાય છે,એના ઉપર લેશન થોપી દેવામાં નથી આવતુ.પુસ્તકીયા જ્ઞાનને બદલે કંઈક નવું કરવાની પ્રેરણા આપવામાં આવે છે.આપણે ત્યાં વિધાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી માટે ફોર્સ કરવામાં આવે છે. કંઈક નવું વિચારવાની તો કોઈ વાત જ નહીં. ઇનોવેશનની તો કોઈ વાત કરતુ જ નથી.છેલ્લા વીસ વર્ષોમાં આપણે ત્યાં કેટલી શોધો થઈ ? ગણતરી કરવા જઈએ તો કદાચ બે આગળીના વેઢા વધારે પડે...
જાપાનીઝ એજ્યુકેશન સીસ્ટમ |
જાપાનીઝ એજ્યુકેશન સીસ્ટમ (વિસ્તૃત) |
આપણને લાગતું નથી કે આપણે કંઇ ક વિચારવાનો અને સાચું કહું તો આવી સીસ્ટમ અપનાવવાનો સમય આવી ગયો છે.
Monday, October 19, 2015
L & T કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટમાં ૩- મહિનાની કન્સ્ટ્રક્શન ટેક્નીશિયન ની ટ્રૈનિંગ ફ્રીમાં, ૨૦૦૦ પ્રતિ માસ સ્ટાઇપેન્ડ,હોસ્ટેલની સુવિધા
- લાયકાત : આઈ.ટી.આઈ. -ફિટર, મેસન અથવા કારપેંટર ટ્રેંડ.
- સમય : ૩-મહિના, ઉમર-૧૮ થી ૩૫ વર્ષ, વજન :૪૫ kg, ઊઁચાઈ -૧૫૫ સે.મી.
- ડોક્યુમેન્ટ્સ : ૧) પાસપોર્ટ સાઇઝ ફોટો -૪
ડ્રાઇવીંગ લાયસન્સ - ૧
૩) સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ-૧
૪) રેશન કાર્ડ -૧
- કોન્ટેક કરો : ૦૯૯૨૪૨૯૪૬૮૬, ૦૯૯૨૫૨૩૯૩૫૦
- સ્થળ : L & T કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, સરખેજ - બાવળા નેશનલ હાઈવે, ઝા યડસ કેડીલા ફેક્ટરીની સામે, ચાચરવાડી બસ સ્ટોપ પાસે, અમદાવાદ, ગુજરાત.
- વિસ્તૃત માહિતી માટે (.jpg) :ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો.
- નોંધ : આ ટ્રેનીંગ ફ્રી છે.
Saturday, October 17, 2015
ફિટર ટ્રેડમાં સ્ટોરમાંથી લાવેલ મટીરીયલને પ્રેક્ટિકલમાં ઉપયોગ કર્યા પછી સ્ક્રેપ તરીકે આપવા માટે કેટલી ઘટ મળવા પાત્ર છે? પરિપત્ર અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
ફિટર ટ્રેડમાં સ્ટોરમાંથી લાવેલ મટીરીયલને પ્રેક્ટિકલમાં ઉપયોગ કર્યા પછી સ્ક્રેપ તરીકે આપવા માટે નીચે પ્રમાણે ઘટ મળવા પાત્ર છે:
- સંદર્ભ: સીટીએસ. -સ્ટોર /ઘટ (૪)૯૯૦૪.
- લોખંડ ,પ્લાસ્ટીક, કાસ્ટ આયર્ન,રબર - ૨૦% ઘટ મળવા પાત્ર છે.
- તાબુ ,પિત્તળ , એલ્યુમીનીયમ ,સ્ટેઇનલેસ સ્ટીલ - ૧૦% ઘટ મળવા પાત્ર છે.
- મશીનરી કન્ડેમ,સ્ક્રેપ પક્રિયા તથા અન્ય લગતી બાબતોનો પરિપત્ર (વિસ્તૃત): ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
Wednesday, October 14, 2015
CCC -પરીક્ષાનું સ્ટડી મટીરીયલ
- CCC - પરીક્ષાનો સિલેબસ: ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- CCC - હેન્ડ બુક : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- CCC - કોમ્પ્યુટર બુક : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- CCC - માટે ઉપયોગી વિડીઓ : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- CCC - હેન્ડ રિટન મટીરીયલ : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
આઈ.ટી.આઈ.માં OMR - પદ્ધતિથી પરીક્ષા લેવાની ઘણી જ ઉપયોગી રીત
ઇન્સ્ટ્રક્ટર મિત્રો,
આપણે આઈ.ટી.આઈ.માં ઇન્ટરનલ પરીક્ષા જો OMR - Optical Mark Reading પદ્ધતિથી લેવામાં આવે તો તાલીમાર્થીને NCVT દ્વારા લેવામાં આવતી AITS -All India Trade Test માં ઘણો જ ફાયદો થઈ શકે છે.
આ માટે કોઈ પણ જાતના મશીન કે બીજા સાધનો ની જરૂર નથી,પણ આપણી પાસે રહેલા સાધનો નો ઉપયોગ કરવાનો છે. જેવા કે પેન, પેપર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન વગેરે..
આ માટે કોઈ પણ જાતના મશીન કે બીજા સાધનો ની જરૂર નથી,પણ આપણી પાસે રહેલા સાધનો નો ઉપયોગ કરવાનો છે. જેવા કે પેન, પેપર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન વગેરે..
૧)સૌ પ્રથમ A4 સાઇઝનું બ્લેન્ક પેપર લઈ તેમાં તમારા સબ્જેક્ટના જરૂરી માર્કસ પ્રમાણે પ્રશ્નો ફક્ત પેજની એક જ બાજુ લખો અથવા ટાઇપ કરી પ્રિન્ટ કરો. જરૂર જણાય તો બીજુ પેપર લેવું. એક જ પેજમાં થાય તો સારુ.
૨)હવે, તમે OMR શીટ (.jpg /.pdf): ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો. ડાઉનલોડ કર્યા પછી તેને પેલા પ્રશ્નો લખેલા પેજની બ્લેન્ક સાઇડે પ્રિન્ટ કરો. પ્રિન્ટરના સેટીંગમાં A4 સાઇઝ સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં.
૩)હવે, આ પેજની તાલીમાર્થીની સંખ્યા પ્રમાણે પ્લસ એક વધારે ઝેરોક્ષ કઢાવી લેશો.
૪)તાલીમાર્થીઓની પરીક્ષા લઈ બધી આન્સર શીટ કલેક્ટ કરવી.
૫) આ આન્સર શીટો ને ચેક કરવા માટે પેલી પ્લસ એક જે વધારે ઝેરોક્ષ કાઢી હતી તેમાં તમારે સાચા જવાબોના ઓપ્શનના સર્કલના ભાગને કાઢી ત્યાં હોલ(અગબર્ત્તી વડે)કરી દો. હવે એક તાલીમાર્થીની આન્સર લઈ તેના ઉપર પેલી હોલ વાળી સ્ટાન્ડર્ડ શીટ મૂકી જ્યાં બ્લેક સર્કલ દેખાય ત્યાં જવાબ સાચો ગણી બાકીના ખોટા ગણવા. જરૂર જણાય તો બે - સર્કલ માટે, કોઈ ભૂલ માટે માઇનસ માર્કસ કરવા.
- નોધ: સેમ્પલ પેપર વિથ OMR શીટ (ઉદાહરણ તરીકે): ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- આશા રાખું કે તમે આનો ઉપયોગ કરશો.
- કોઈ પણ મુંઝવણ માટે કોમેન્ટ કરી શકો છો.
- તમારો અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે.
- સૂચનો આવકાર્ય છે.
Tuesday, October 13, 2015
ફિટર ટ્રેડ પ્રેક્ટિકલના ઉપયોગી વિડીઓ
૧)માર્કિંગ અને પંચિંગ કઈ રીતે કરવું ? :
૨)હક્સૉબ્લેડ વિથ ફ્રેમ નો કઈ રીતે કરવો ? :
૩)ટેપીંગ કઈ રીતે કરવું ? :
૪)વર્નીયર કેલીપરનો ઉપયોગ કઈ રીતે કરવો ? :
૫)માઇક્રોમીટર નો ઉપયોગ કઈ રીતે કરવો ? :
૬)વર્નીયર હાઇટગેજનો ઉપયોગ કઈ રીતે કરવો ? :
૭)વાયરગેજનો ઉપયોગ કઈ રીતે કરવો ? :
ફિટર ટ્રેડ માટે ઉપયોગી ટૂલ્સ (સોફ્ટવેર)
૧) ફિટર ટ્રેડ માટે આપણે સ્ટોરમાંથી એમ.એસ. ફ્લેટ, રાઉન્ડ બાર, સ્ક્વેર બાર, G.I. શીટ, પાઇપ
વગેરેના ... વજન શોધવા માટે આ એન્ડ્રોઇડ એપ
ઘણી જ ઉપયોગી થશે.
વગેરેના ... વજન શોધવા માટે આ એન્ડ્રોઇડ એપ
ઘણી જ ઉપયોગી થશે.
૨) ફિટર ટ્રેડ ને સારી રીતે ચલાવવા અને તમારા એન્ડ્રોઇડ ફોન મારફતે ઓફિસના ડોક્યુમેન્ટ્સ જેવા કે વર્ડ,એક્સલ, પાવર પોઇન્ટ ફ્રી માં બનાવવા માટે આ એપ ઘણી જ ઉપયોગી થશે.
૩) આપણે ઘણી વાર ગુજરાતીમાં ડોક્યુમેન્ટ્સ ટાઇપ કરવા પડે છે, પણ અે વખતે જો આપણી પાસે ફોનમાં ગુજરાતી ટાઇપિંગ માટેની આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે.
૪) આપણે ઘણીવાર ગુજરાતી ડિક્શનેરીની જરૂર પડતી હોય છે , અે વખતે જો આપણી પાસે ફોનમાં ગુજરાતી ડિક્શનેરી માટેની આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે. અને આપણે કોઈ પણ શબ્દનો ગુજરાતીમાં અર્થ સમજી શકીએ છીઅે.
૫) આપણે ઘણીવાર ફાઇલને .rar અથવા .zip કરવાની કે unrar અથવા unzip કરવાની જરૂર પડતી હોય છે , અે વખતે જો આપણી પાસે ફોનમાં આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે. આ ટૂલની મદદથી ફાઇલની સાઈઝ ઘટાડી શકાય છે.
૬) આપણે ઘણીવાર ડોક્યુમેન્ટ્સને સ્કેન કરવાની જરૂર પડતી હોય છે , અે વખતે જો આપણી પાસે ફોનમાં આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે.અને આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરી .jpg અથવા .pdf ફ્રીમાં કરી શકીએ છીઅે.
:ઇન્સ્ટોલ કરવા માટે અહીઁ ક્લિક કરો
:ઇન્સ્ટોલ કરવા માટે અહીઁ ક્લિક કરો
૭) આપણે બધા કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલના ડ્રોઇંગ દોરતા હોઇએ છીએ (Autocad).પણ જો મોબાઇલમાં સરળતાથી જો ડ્રોઇંગ દોરી શકાય તો કેટલું સારુ !!
આ માટે જો આપણી પાસે ફોનમાં આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે.
Monday, October 12, 2015
આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી -૨૦૧૪, મિકેનિકલ ઈજનેરી જવાબો સાથેનું પેપર
આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી - ૨૦૧૪માં લેવાયેલ મિકેનિકલ ઈજનેરી શાખા ની પરીક્ષાનું પેપર એના જવાબો સાથે અહીઁ નીચે દર્શાવેલ લિંક ઉપર ઉપલ્બધ છે.
આ પેપર ઉપરથી તમને થોડો અંદાજો આવશે કે
પેપર કેવી રીતે પૂછાય છે ?
પેપર કેવી રીતે પૂછાય છે ?
આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી - ૨૦૧૪, મિકેનિકલ ઈજનેરીનું પેપર : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
Wednesday, October 7, 2015
આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી - ૨૦૧૫, મિકેનિકલ ઈજનેરી (કોર્ષ, બૂક્સ, આગળના પેપરો, મોડેલ પેપરો,સ્ટડી મટીરીયલ અને ચર્ચા )
- આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી - ૨૦૧૫: જાહેરાત માટે અહીઁ ક્લિક કરો
- એન્જીનીયરીંગ ટ્રેડ ગ્રુપમાં નીચે મુજબ પરીક્ષા લેવામાં આવશે:
- પેપર-૧ : ૧૫૦ માર્કસ (૧૮૦ મીનીટસ)
કેલ્ક્યુલેશન, એન્જીનીયરીંગ ડ્રૉઇંગ (E.D.)
- પેપર -૧ માટે ઉપયોગી સ્ટડી મટીરિયલની વિગત :
વર્કશોપ સાયન્સ એન્ડ કેલ્ક્યુલેશન, એન્જીનીયરીંગ ડ્રૉઇંગ (E.D.) આ બંને સબજેક્ટ આઈ.ટી.આઈમાં ભણવામાં આવતા સબજેક્ટ છે , તેની બુક આઈ.ટી.આઈ.ના સબજેક્ટની બૂકો રાખતા વિક્રેતાઓ પાસેથી મળી રહેશે – પ્રકાશનોના નામ: ધ્રુવ પ્રકાશન, સન રાઇઝ બીજા પણ હશે...અથવા તો નજીકની આઈ. ટી. આઈ ના શિક્ષકોનો સંપર્ક કરો અથવા નીચેના ઇ-મેલ ઉપર સંપર્ક કરો: ketanindia2002@gmail.com અથવા બ્લોગ ઉપર કોમેન્ટ કરો.
- પેપર-૨ : ૧૫૦ માર્કસ (૧૮૦ મીનીટસ)
- પેપર -૨ માટે ઉપયોગી સ્ટડી મટીરિયલની વિગત :
- કટ ઑફ માર્કસ :
જનરલ કેટેગરી (General) : ૬૦% માર્કસ (૧૮૦ માર્કસ)
સામાજિકઅને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC): ૫૭% માર્કસ (૧૭૧ માર્કસ)
અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ (SC,ST): ૫૫% માર્કસ (૧૬૫ માર્કસ)
- નેગેટિવ માર્કિંગ રાખેલ નથી. પરંતુ કોઈ પ્રશ્નનો જવાબ છોડવામાં (લખેલ નહીં હોય ) તેના માટે નેગેટિવ માર્કસ ગણવામાં આવશે.
- નોધ:
2) પરીક્ષામાં મેળવેલ માર્કસના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. મૌખિક લેવામાં
આવનાર નથી.
3) આગળના પેપરો અને મોડેલ પેપરો અને સ્ટડી મટિરિયલ આ બ્લોગ ઉપર મુકવામાં આવશે.
4) કોઈપણ પ્રકારના પ્રશ્નો તમે અમને બ્લોગમાં આ પેજ ઉપર નીચે તરફ આવેલ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. (કોમેન્ટના અંતે તમારું નામ અને e-mail આઈ.ડી. જરૂરથી લખો)
Friday, June 5, 2015
કોન્ટેકટ કરો
1) આઈ. ટી.આઈ. સિદ્ધપુર ( 23/06/2014 to 18/04/2022)
2) આઈ. ટી.આઈ. પાલનપુર ( 19/04/2022 to date)
Follow કરો અમારા Social Media એકાઉન્ટ ઉપર :
Telegram Channel , Fitter (ગુજરાતી) : ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ, Theory,
NSQF લેવલ-૫ પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ, યુ ટ્યુબ ની ઉપયોગી ચેનલોની માહિતી , આઈ.ટી. આઈ. ના પરિપત્રો
આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે.
👇👇
Facebook Channel ,Fitter (ગુજરાતી) : અહીં ક્લિક કરો
Android app ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફીટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ/એપ--ફીટર ટ્રેડ અને ફીટર (DST) નો સિલેબસ, Theory,Practical,NSQF લેવલ-૫ પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ, યુ ટ્યુબ ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો. આ બ્લોગ/એપ રોજે રોજ અપડેટ થાય છે. આ સર્વિસ ફ્રી માં ઉપયોગ કરી શકો છો.તેનો કોઈ ચાર્જ નથી.
ટ્રેડ- ઓળખ
- રાષ્ટ્રીય ધંધાકીય વર્ગીકરણ
- કોડ નંબર : ૮૪૨.૧૦,૮૪૨.૧૫
- ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમનો સમયગાળો: ૨-વર્ષ (૬- મહિનાના ચાર સેમેસ્ટર).
- પાવર જરૂરિયાત : ૩.૫૧ કિલો વોટ.
- જગ્યાની જરૂરિયાત : ૮૮ મીટર^૨
- પ્રવેશ યોગ્યતા : ધોરણ -૧૦ પાસ વિજ્ઞાન અને ગણિત સાથે અથવા તેને સમકક્ષ લાયકાત.
- તાલીમાર્થીઓની સંખ્યા : ૧૬ (સુપરન્યુમરિ/એક્સ-તાલીમાર્થીઓ: ૫)
ઇન્સ્ટ્રક્ટરની યોગ્યતાઓ :
- મેકનીકલ ઇજનેરની ડીગ્રી કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અને ૧- વર્ષનો યોગ્યતા પછીનો અનુભવ જેતે ફિલ્ડમાં. અથવા
- મેકનીકલ ઇજનેરીમાં ડિપ્લોમા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અને ૨- વર્ષનો યોગ્યતા પછીનો અનુભવ જેતે ફિલ્ડમાં.
- NTC/NAC સર્ટિફિકેટ “Fitter” ટ્રેડમાં અને ૩- વર્ષનો યોગ્યતા પછીનો અનુભવ જેતે ફિલ્ડમાં ; ઇચ્છિત યોગ્યતા : ફિટર ટ્રેડ માં Craft Instructor Certificate (CIC) મળવેલ હોય તેને પ્રથમ તક.
કોર્ષની માહિતી :
આ કોર્ષ એવા candidates માટે છે કે જેઓ વ્યવસાયિક ફિટર બનવા માગે છે.
Terminal Competency(પરિપૂર્ણતા)/Deliverables:
2. તાલીમાર્થીઓ પાઇપ ફિટિંગ , લેથનું કામ , ડ્રિલીંગ , વેલ્ડીંગ ,ઈન્સ્પેકશન અને માપન , સામાન્ય ફિટિંગ કામ કરી શકશે અને અે પણ સેફ્ટી સાથે.
3.તાલીમાર્થીઓ વાલ્વ ને ખોલવા અને ફીટ કરવા અને મશીન અને ટૂલની ચોકસાઇ ટેસ્ટ કરી શકશે.
4. મશીનરીનું સમારકામ , ડોવટેલ સ્લાઇડ અને ડોવેલ પિનથી એસેમ્બલી કરવી, સ્ટડ અને બોલ્ટ નો ઉપયોગ કરી શકશે.
5. ± ૦.૦૨મીમી ની ચોકસાઇથી સ્નેપ ગેજ વડે ડાયામીટર માપી શકે છે.
6. અલગ- અલગ ફાયર એક્તેંગ્યુશર નો ઉપયોગ કરી શકશે .
- તાલીમ પૂર્ણ કર્યા પછી તાલીમાર્થીઓ નીચે પ્રમાણેની સ્કિલ્સ મેળવી શકશે :
2. તાલીમાર્થીઓ પાઇપ ફિટિંગ , લેથનું કામ , ડ્રિલીંગ , વેલ્ડીંગ ,ઈન્સ્પેકશન અને માપન , સામાન્ય ફિટિંગ કામ કરી શકશે અને અે પણ સેફ્ટી સાથે.
3.તાલીમાર્થીઓ વાલ્વ ને ખોલવા અને ફીટ કરવા અને મશીન અને ટૂલની ચોકસાઇ ટેસ્ટ કરી શકશે.
4. મશીનરીનું સમારકામ , ડોવટેલ સ્લાઇડ અને ડોવેલ પિનથી એસેમ્બલી કરવી, સ્ટડ અને બોલ્ટ નો ઉપયોગ કરી શકશે.
5. ± ૦.૦૨મીમી ની ચોકસાઇથી સ્નેપ ગેજ વડે ડાયામીટર માપી શકે છે.
6. અલગ- અલગ ફાયર એક્તેંગ્યુશર નો ઉપયોગ કરી શકશે .
નોકરીની તકો:
આ કોર્ષ યોગ્ય રીતે પૂર્ણ કર્યા પછી, તાલીમાર્થીઓને નીચે આપેલ ઇન્ડસ્ટ્રીમાં નોકરીની તકો
આ કોર્ષ યોગ્ય રીતે પૂર્ણ કર્યા પછી, તાલીમાર્થીઓને નીચે આપેલ ઇન્ડસ્ટ્રીમાં નોકરીની તકો
મળે છે:
1.પ્રોડક્શન અને મન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીમાં.
1.પ્રોડક્શન અને મન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીમાં.
2.સ્ટ્રક્ચરલ ઇન્ડસ્ટ્રીમાં બ્રિજ , રુફ સ્ટ્રક્ચરલ, બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શન.
3.ઑટોમોબાઈલ અને તેને સલંગ્ન ઇન્ડસ્ટ્રીમાં.
4. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જેવી કે રોડ ટ્રાન્સપોર્ટેશન અને રેલ્વે.
5. શિપ બિલ્ડીંગ અને રિપેરીંગ.
6.ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ ઓર્ગનાઇઝેશન.
7.પબ્લિક સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં જેવી કે BHEL,BEML, NTPC, વગેરે, દેશમાં આવેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીમાં & વિદેશમાં.
8. Self employment- સ્વરોજગાર દ્વારા.
આગળ ભણવાની તકો:
3.ઑટોમોબાઈલ અને તેને સલંગ્ન ઇન્ડસ્ટ્રીમાં.
4. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જેવી કે રોડ ટ્રાન્સપોર્ટેશન અને રેલ્વે.
5. શિપ બિલ્ડીંગ અને રિપેરીંગ.
6.ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ ઓર્ગનાઇઝેશન.
7.પબ્લિક સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં જેવી કે BHEL,BEML, NTPC, વગેરે, દેશમાં આવેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીમાં & વિદેશમાં.
8. Self employment- સ્વરોજગાર દ્વારા.
આગળ ભણવાની તકો:
- એપ્રઍન્ટીઇસ તરીકે ઇન્ડસ્ટ્રીમાં.
- ડિપ્લોમા માં પ્રવેશ
- CITS (Craftmen Instructor Training Scheme)માં પ્રવેશ
ક્રાફ્ટમેન ટ્રેનીંગ સ્કીમ માટે ફિટર ટ્રેડનો લેટેસ્ટ સિલેબસ 1.2(વાર્ષિક પેટર્ન -Revised in 2019) અને વર્ઝન 1.1_(વાર્ષિક પેટર્ન )... ડાઉનલોડ કરવા નીચે લિંક ઉપર ક્લિક કરો
- ક્રાફ્ટમેન ટ્રેનીંગ સ્કીમ માટે ફિટર ટ્રેડનો સિલેબસ વર્ઝન 1.2_(વાર્ષિક પેટર્ન -Revised in 2019):
- ક્રાફ્ટમેન ટ્રેનીંગ સ્કીમ માટે ફિટર ટ્રેડનો સિલેબસ વર્ઝન 1.1_(વાર્ષિક પેટર્ન ):
Thursday, June 4, 2015
ફિટર સેમેસ્ટર-૧ ( અટેડન્સ રિપોર્ટ, સ્પ્લિટ અપ સિલેબસ, લીસ્ટ ઑફ લેસન્સ, લીસ્ટ ઑફ ગ્રેડેડ એક્સરસાઇઝ, લીસ્ટ ઑફ ડેમોન્સ્ટ્રેશન પ્લાન, ડેમોન્સ્ટ્રેશન પ્લાન(D.P.), લેસન પ્લાન(L.P.), ગ્રેડેડ એક્સરસાઇઝ, ઇન્ફર્મેશન શીટ નવા સિલેબસ -૨૦૧૪ મુજબ )
- અેટેડન્સ રિપોર્ટ (એક્સલ ફાઇલ ) : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- ફિટર સેમ-૧ સ્પ્લિટ અપ સિલેબસ : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- ફિટર સેમ-૧ લીસ્ટ ઑફ લેસન્સ : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- ફિટર સેમ-૧ લીસ્ટ ઑફ ગ્રેડેડ એક્સરસાઇઝ : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- ફિટર સેમ-૧ લીસ્ટ ઑફ ડેમોન્સ્ટ્રેશન પ્લાન : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- ફિટર સેમ-૧ ડેમોન્સ્ટ્રેશન પ્લાન(D.P.) : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- ફિટર સેમ-૧ લેસન પ્લાન(L.P.) : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- ફિટર સેમ-૧ ગ્રેડેડ એક્સરસાઇઝ : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- ફિટર સેમ-૧ ઇન્ફર્મેશન શીટ : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
- પરીક્ષા માટે OMR શીટ : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...