આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, October 7, 2022

Craftsman Training Scheme (CTS) ના સિલેબસના રિવિઝન અને બદલાવ બાબતનો તા: 01/09/2022 નો પરિપત્ર....... વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો


  •  પરિપત્રનો ટુંકમાં સાર નીચે મુજબ છે:

નોંધ: DGT દ્વારા જાહેર કરેલ English પરીપત્ર જ આખરી ગણાશે. આ ફક્ત તમારી જાણ માટે છે.
1.CTS ટ્રેડ Curriculum ના Learning  માટેના વાર્ષિક 1600 hrs માંથી 1200hrs કરવામાં આવ્યા, તેથી બે વર્ષના કોર્ષ માટે 2400hrs અને 6 મહિનાના કોર્ષ માટે 600hrs થાય.
2.WSC અને ED ને ટ્રેડ થિયરી સાથે મર્જ કરવા અને એજ પ્રમાણે Curriculum બનાવવા.
3. ઈન્ડ્ટ્રીઝની જરૂરિયાત પ્રમાણે, ES નો કોર્ષ બનાવવો જેમાં 1 વર્ષ માટે 120hrs, 2 વર્ષ માટે 180 hrs, 6 મહિનાના કોર્ષ માટે 60hrs ના Learning Hours કરવા.
4. નવા CTS કોર્ષમાં અત્યારના  માર્કેટ/ઈન્ડ્ટ્રીઝની જરૂરિયાત પ્રમાણે ના ટોપીક, ટુલ્સ, ઈકવિપમેન્ટમાં બદલાવ કરવો.
5. Learning Hours ઓછા કર્યા, અને On Job Training -OJT ફરજીયાત કરવી. જ્યાં OJT થઈ શકે એમ ન હોય તો ત્યાં પ્રોજેક્ટ ફરજીયાત કરવો.
6.NIOS દ્વારા ચાલતા 10th/12th Certificate , Language માટેની સ્ટડીની વ્યવસ્થા કરવી.
7. આ Revised Curriculum ને તાત્કાલિક અસરથી એટલે કે 1 Sept,2022 for all existing CTS Trainees અને નવા Session-2022 23 ના trainees માટે અમલ કરવો.

Tuesday, October 4, 2022

Admission -2022ની તારીખ લંબાવવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


સુચના
તારીખ: 4/10/2022 ના પરીપત્ર અન્વયે DGT , New Delhi દ્વારા Admission-2022ની છેલ્લી તારીખ :31/10/2022 કરેલ છે. આ છેલ્લો ચાન્સ છે હવે તારીખ લંબાશે નહી.

જે અગાઉ છેલ્લી તારીખ: 30/09/2022 હતી.

DGT દ્વારા જાહેર કરેલ વિગતવાર પરીપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

ISRO, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ દ્વારા આઈ. ટી. આઈ. ના ટ્રેડ એપ્રેન્ટીસની ભરતી-2022...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • ટ્રેડ એપ્રેન્ટીસ માટે લાયકાત: SSC + ITI NCVT પાસ માટે.
  • ટ્રેડ:  COPA, CAR PAINTER, DM, DC, MH, FT, TURNER, PAINTER, AOCP, RFM, EM RADIO, ET.
  • પગાર ધોરણ: 7700₹ /- (COPA, CAR PAINTER)
                             : 8050₹/-( બાકીના ટ્રેડ માટે)
  • ઓનલાઈન એપ્લિકેશન ની લીંક શરૂ થવાની તારીખ: 21/09/2022.
  • છેલ્લી તારીખ: 09/10/2022.
  • ISRO Advt ની PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
  • ઓનલાઈન અરજી કરવાની લીંક માટે: અહીં ક્લિક કરો
  • સિલેકશન: આઈ. ટી. આઈ માં મેળવેલ માર્ક્સના આધારે મેરીટ યાદી તૈયાર થશે.
આ ઉપરાંત ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ(B.E., B.TECH.) અને ટેકનીશિયન એપ્રેન્ટીસ (Diploma) માટે પણ ઉપરની Advt માં જગ્યાઓ છે.

Wednesday, September 28, 2022

Marksheet જનરેટ ન થવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

સુચના: 

જે તાલીમાર્થીઓની Aug-2022 CBT પરીક્ષાની માર્કશીટ મળેલ નથી અથવા ડાઉનલોડ થતી નથી પરંતુ તેઓનું RESULT આવી ગયેલ છે. તેવા તાલીમાર્થીઓના રિઝલ્ટ જોતા "CBT Fee  not paid. Please pay the CBT fee through the online payment link or request your ITI to pay through NIMI portal.

Result will be available 48 hours after CBT fee payment."

આવી સુચના આવે છે. પરંતુ તેઓએ CBT Fee ભરેલ હશે. તેવા તાલીમાર્થીઓએ નીચે આપેલ વિગતો લઈ પોતાની આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો ત્યાંથી તમને pdf મળી જશે:

Trainee Registration no. R2108240.... વાળો.

Trainee name: તમારું નામ.

Academic Session: 2021-23/2021-22.

Examination year: 2022.

CBT fee details:

Nimi portal pay order id: CBTM22...... વાળો.

Nimi portal CC Avenue Ref. Id: 12 આંકડાનો નંબર.


Result જોવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો


Tuesday, September 27, 2022

DGT Alerts: CBT Answer Sheet ડાઉનલોડ કરવા બાબત ...... વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • સૌ પ્રથમ NCVT MIS portal : https://www.ncvtmis.gov.in/ ઉપર જવું. તેના ઉપર " Trainee" ઓપ્શન માં " Trainee Profile " માં જવું અને જરૂરી વિગતો જેવી કે...Roll no. R210840..... વાળો નંબર, Father name, D.O.B. -જન્મ તારીખ, કેપચા- અંગ્રેજી ના અક્ષરો... નાખવાથી પોતાની વ્યક્તિગત Profile ખુલશે. જેના Screen shot નીચે પ્રમાણે છે... જૂઓ.
  • ઉપર જણાવ્યા પ્રમાણે Profile ખુલ્યા બાદ " View CBT Exam Center " ઉપર ક્લિક કરવું. આમ કરવાથી નીચે મુજબ સ્ક્રીન ખુલશે.
  • તેમાં જમણી બાજુ આંગળીના ટેરવા થી જવાથી છેલ્લે ઉપર Screen shot માં બતાવ્યા પ્રમાણે "View Response Sheet" ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમારી Answer Sheet  નીચે Screen shot મુજબ જોવા મળશે.
  • જેને તેમ " Save and Print "  ઓપ્શન દ્વારા Save અથવા Print કરી શકો છો.
  • Answer Sheet માં તમે ટિક કરેલા જવાબ અને સાચો જવાબ - ગ્રીન કલરથી કરેલ બતાવેલ છે.
  • નોંધ: જે તાલીમાર્થીની Answer Sheet આ પ્રમાણે ડાઉનલોડ ના થાય તો જરૂરી વિગતો સાથે Comment box -નીચે આપેલ Post a Comment માં Reply કરશો.તમારું ઈ મેઈલ આઈ ડી ઉલ્લેખ કરશો.જરૂરથી  જવાબ આપીશું.

Vernier Height Gauge ના ઝીરો સેટિંગ બાબત: Vernier Scale અને Main Scaleનો " Zero " એડજસ્ટ કઈ રીતે કરવો? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • Vernier Height Gauge માં તાલીમાર્થીઓ દ્વારા જ્યારે જોબ ઉપર માર્કિંગ કરવામાં આવે છે, તે દરમિયાન તાલીમાર્થીઓ  તેમાં ઝીરો સેટિંગ કર્યા વગર જ માર્કિંગ કરતા હોય છે. જેના કારણે વારંવાર માર્કિંગમાં ભૂલ આવે છે.
  • તો આ બાબત ધ્યાને લઈ જયારે સૌ પ્રથમ માર્કિંગ કરવાનું શરૂ કરો એ પહેલો Vernier Height Gauge નો ઝીરો સેટ કરવો પડે છે. જેના માટે નીચેના સ્ટેપ અનુસરવા:
Step- 1 : સૌ પ્રથમ Vernier Height Gaugeનો "Zero" સેટિંગ ચેક કરો નીચે આકૃતિમાં "Zero" સેટિંગ ન હોય તેવું ઉદાહરણ આપેલું છે:
Step-2 : હવે,  મેઈન સ્કેલનું એડજસ્ટમેન્ટ "ફાઈન એડજસ્ટર" દ્વારા કરી નીચે પ્રમાણે Vernier Scale અને Main Scaleના ઝીરો ને મેચ કરી સ્ક્રુ ટાઈટ કરો. નીચે આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ.
  • ત્યારબાદ જ માર્કિંગ કરવાની શરૂઆત કરો તો ભૂલ થવાની શક્યતા નહીવત રહેશે.

Friday, September 23, 2022

એડમિશન-2022 બાબત: DGT દ્વારા તા- 22/09/2022 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • DGT દ્રારા જાહેર કરેલ પત્ર નો ટુંકમાં સારાંશ નીચે મુજબ છે:
1.DGT દ્વારા અગાઉ 12/05/2022 અને 16/08/2022 ના રોજ કરેલ પરિપત્ર મુજબ CTS કોર્ષ -2022,23/24 માટે એડમિશનની છેલ્લી તારીખ :31/08/2022 હતી.
2. બધા સ્ટેટ ડિરેકટર તરફથી મળેલ રજૂઆતો અને સૂચનો ધ્યાનમાં લેતાં હવે એડમિશનની તારીખ: 31/09/2022 સુધી લંબાવવામાં આવે છે.
3. ડેટા અપલોડ કરવા માટે ની API લીંક NCVT MIS પોર્ટલ ઉપર તારીખ: 1/10/2022 થી 15/10/2022 દરમ્યાન ઓપન થશે.
4. આ એડમિશનમાં વધારેમાં વધારે એડમિશન થાય એવા પ્રયત્નો કરવા.
5. 31/05/2023  (31/05/2022-લેટર માં ભૂલ હોય એવું લાગે છે) સુધીમાં તાલીમાર્થીઓ નો સિલેબસ પૂરો કરવાનો થાય છે જે માટે જરુર પડે તો Extra Classes નું એરેંજમેન્ટ કરવું.
6. બીજી activities અગાઉ ના બે પરિપત્રો મુજબ જ રહેશે. જે નીચે લીંકમાં આપેલા છે.

નોંધ: ઉપર લિંક માં આપેલ English પરિપત્ર જ આખરી ગણાશે.

Friday, September 16, 2022

DRDO દ્વારા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓની ટેકનિકલ કેડરમાં ભરતી-2022, છેલ્લી તારીખ-23/09/2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


DRDO એટલે Defence Research and Development Organization  જે Govt of India ની સ્વાયત્ત સંસ્થા છે જેના દ્વારા DRTC (Defence Research Technical Cadre)  માટે આઈ. ટી. આઈ. ના પાસ આઉટ તાલીમાર્થીઓની  ભરતી થવા જઈ રહી છે. ખરેખર આપણા તાલીમાર્થીઓએ આ Advt માં ઓનલાઈન એપ્લિકેશન કરવી જોઈએ. જેની વિગત નીચે મુજબ છે:

AUTO, COPA, MD,CNC,DM, DTP,MH,FT,GRINDER,MMV,RFM,TURNER,SHEET METAL, WELDER, ET, ELECTRONIC.
  • ઓનલાઈન એપ્લિકેશનની લીંક શરૂ થવાની તારીખ: 3/09/2022.
  • ઓનલાઈન એપ્લિકેશનની લીંક બંધ થવાની તારીખ: 23/09/2022.