આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, August 24, 2022

Engineering Drawing CBT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી MCQ વિડિઓ જોવા માટે..... અહીં ક્લિક કરો


  • Engineering Drawing ના વિષયના ખૂબ જ ઉપયોગી MCQ ના વિડીઓ જોવા જેથી આગામી CBT પરીક્ષા પાસ કરી શકાય.
  • Engineering Drawing ના વિષયના ખૂબ જ ઉપયોગી MCQ નો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Tuesday, August 23, 2022

DGT Alerts: Revised Schedule for CITS CBT Exam બાબત, તારીખ: 23/08/2022..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


પરિપત્ર અનુસાર,
  • Result તારીખ-03/09/2022ના રોજ જાહેર થશે.
  • હોલ ટીકીટ ડાઉનલોડ કરવા ની તારીખ: 25/08/2022
  • પરીક્ષા ની તારીખ: 29/08/2022,30/08/2022.

Revised Schedule for CITS CBT  Exam બાબતનો પરીપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો


DGT Alerts: Examination of Left over trainee બાબત, Session-2021/22 23...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • DGT , New Delhi દ્વારા તારીખ -22/08/2022ના રોજ બાકી રહેલા તાલીમાર્થી મિત્રો ની પરીક્ષા બાબતની કાર્યવાહી કરવા બાબતે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો.
  • પરીપત્ર અનુસાર Session-2021/22 23 માં પરિક્ષા બાકી રહેલ તાલીમાર્થીઓ માટે આ લાગુ પડે છે.
  • તેમની પરીક્ષા બાબતની કાર્યવાહી સંસ્થા દ્વારા નીચે લીંક માં આપેલ પરીપત્ર ની PDF માં દર્શાવેલ તારીખ પ્રમાણે કરવામાં આવશે.
  • જે તાલીમાર્થીઓને પરીક્ષા બાકી છે તેમની જાણ સારું.

Examination of Left over trainee બાબત, Session-2021/22 23ના પરીપત્ર ની PDF માટે: અહીં ક્લિક કરો


Monday, August 22, 2022

Trade- Fitter: CBT પેપર સોલ્યુશન, પ્રથમ અને દ્વિતીય વર્ષ, તારીખ-12,13,19 Aug-2022ના રોજ અલગ અલગ રાજ્યમાં લેવાયેલ..... જોવા માટે અહીં ક્લિક કરો


  • તારીખ: 12,13,19 August-2022 ના રોજ અલગ અલગ રાજ્યમાં CBT પરીક્ષા લેવાયેલ જેમાં ફિટર ટ્રેડ ના પ્રથમ અને દ્વિતીય વર્ષ ની પરીક્ષાનુ પેપર સોલ્યુશન નીચે લિંકમાં આપેલ છે. જેને ધ્યાનથી જોઈ તૈયારી કરી લેવી.

  • તારીખ: 12,13,19 August ના રોજ લેવાયેલ પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું સોલ્યુશન જોવા માટે: અહીં ક્લિક કરો

  • તારીખ: 12,13 August ના રોજ લેવાયેલ દ્વિતીય વર્ષની CBT પરીક્ષાનું સોલ્યુશન જોવા માટે: અહીં ક્લિક કરો


Friday, August 19, 2022

આઈ.ટી.આઈ.ના કર્મચારીને મળવાપાત્ર રજાઓ બાબત....... વધું માહિતી માટે અહીં ક્લિક કરો

           
  • રજા એટલે સક્ષમ અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી કર્મચારીની ફરજ ઉપરની ગેરહાજરી.
  • આમ તો ગુજરાત મુલ્કી સેવા નિયમોના GCSR ગ્રંથમાં રજાના પ્રકાર અને વિવિધ નિયમો 44 પાનામાં આપેલા છે. અહીં માત્ર અગત્યની હાઇલાઇટ્સ છે.
  • વર્ષના તમામ રવિવાર, તમામ બીજો અને ચોથો શનિવાર તથા જાહેર રજાઓ (લગભગ 20 થી 25) સરકારી કર્મચારીને મળે છે.
  •  એ ઉપરાંત કેટલીક અન્ય રજાઓ નીચે પ્રમાણે મળતી હોય છે.
1)CL / પ્રાસંગિક રજા
આખા અંગ્રેજી વર્ષ દરમિયાન 12 દિવસની CL મળે છે.એક સાથે આઠથી વધુ CL મંજૂર કરી શકાતી નથી. આ રજા બીજી કોઈપણ રજા સાથે જોડી શકાતી નથી. અર્ધા દિવસની પણ CL મંજૂર કરી શકાય છે. વર્ષ-2004થી CL આ રજાનો હિસાબ CL CARD માં રાખવામાં આવે છે.CL કાર્ડ બે નકલમાં બનાવવામાં આવે છે-એક-ઓફિસ કોપી અને બીજી-કર્મચારીની કોપી.બંને કાર્ડમાં રજાની વિગત ભરીને ઉપલા અધિકારી પાસે રજા મંજૂર કરાવવાની હોય છે. કોઈ કારણસર અગાઉથી રજા મંજૂર કરવાની રહી જાય ત્યારે રજા પરથી પરત આવ્યા બાદ તુરત જ કાર્ડમાં નોંધ કરી રજા મંજૂર કરાવવાની રહેશે.
2) મરજીયાત રજા/ RH (Restricted Holidays)
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આગામી વર્ષની સરકારી જાહેર રજાઓની યાદી સાથે મરજીયાત ૨જાઓની યાદી પણ જાહેર કરવામાં આવે છે. જેમાંથી વધુમાં વધુ બે રજાઓ ભોગવી શકાય છે.જેને CL કાર્ડમાં જ અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
3) વળતર રજા/C-Off
જાહેર રજાના દિવસે સરકારી કામે કચેરીમાં હાજરી આપવી પડે ત્યારે વળતર રજા મળે છે. આ રજા CL ની સાથે જોડી શકાય છે. 
    રજા દરમિયાન આખા દિવસના સાડા ત્રણ કલાક કે તેથી ઓછા સમય માટે પરંતુ બે કલાકથી ઓછી નહીં તેટલી હાજરી માટે અડધા દિવસની વળતર રજા મળી શકે છે.તેનાથી વધારે સમય પરંતુ પાંચ કલાકથી ઓછો ન હોય તે માટે આખા દિવસની વળતર રજા મળે છે. આ રજાઓ પણ CL કાર્ડમાં પ્રથમ જમા લઇ ત્યારબાદ ભોગવી શકાય છે. ન ભોગવેલી વળતર રજાઓ આગલા વર્ષમાં કેરી ફોર્વડ થતી નથી.
4) પ્રસુતિ રજા/મેટરનીટી લીવ
કાયમી નોકરીમાં હોય તેવા અને જેમને બે કરતાં વધુ જીવિત બાળકો ન હોય તેવા મહિલા કર્મચારીને 180 દિવસની પ્રસૂતિની રજા મળે છે.ફિક્સ પગારના મહિલા કર્મચારીને પણ આ રજાઓ મળે છે.
5) પિતૃત્વ રજા/પેટરનીટી લીવ
બે કરતાં ઓછા બાળકો ધરાવતા પુરુષ કર્મચારીને તેની પત્નીના પ્રસૂતિ પ્રસંગે 15 પેટરનીટી લીવ મળે છે. પ્રસૂતિના 15 દિવસ અગાઉથી શરૂ થઈને પ્રસુતિના છ માસ સુધીની સમય મર્યાદામાં આ રજાઓ ભોગવી શકાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને પણ આ રજા મળે છે.
6) પ્રાપ્ત રજા/EL(Earned Leave)
વેકેશન ખાતા સિવાયના આપણા ખાતાના કમચારીને નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક (છ માસ) ગાળા માટે 15 દિવસની EL પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઇના દિવસે સર્વિસ બુકમાં રજાના હિસાબમાં અગાઉથી જમા કરવામાં આવે છે. વર્ષની કુલ 30 EL જમા થાય છે. વર્ષ દરમિયાન વધુમાં વધુ ત્રણ પ્રસંગોમાં EL મંજૂર થઈ શકે છે. આ રજાઓ જમા થતી જાય છે.વધુમાં વધુ 300 રજા જમા રહે છે.
આ રજા નિયત પત્રકમાં વિગતો ભરીને અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
7) અર્ધપગારી રજા
EL ની જેમ પ્રત્યેક અર્ધવર્ષે 10 દિવસની અર્ધપગારી રજા સર્વિસ બુકમાં રજાના હિસાબમાં 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ જમા કરવામાં આવે છે. વર્ષની 20 રજા જમા થાય છે.આ જમા રજા --  રૂપાંતરિત રજાના સ્વરૂપે ,તબીબી પ્રમાણપત્રના આધારે મંજૂર કરી શકાય છે. આ રૂપાંતરિત રજા અર્ધપગારી રજા કરતાં બમણી સંખ્યામાં સર્વિસ બુકમાં રજાના હિસાબમાં ઉધારવામાં આવે છે. જનરલી આ રજાઓને મેડીકલ રજાને નામે કર્મચારીઓ ઓળખે છે.
  • ફિક્સ પગારી કર્મચારી માટે:
         12CL મળશે.
  • 15 ખાસ રજાઓ મળશે. જે કેરી ફોર્વર્ડ કરી શકાશે. પરંતુ આવી રજાઓ 30થી વધુ જમા થઈ શકશે નહીં. કોઈપણ હેતુ માટે આ રજાઓ વાપરી શકાશે.
  • માંદગીના હેતુ માટે--પુરા પગારમાં 10 અને અડધા પગારમાં 20 રજા મેડીકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર છે. આ રજાઓ એકઠી થઈ શકશે. સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રી આ રજાઓ મંજૂર કરી શકશે.
  • તમે કોઈપણ રજા ઉપર જાવ ત્યારે તમારા હવાલાની બેચના તાલીમાર્થીના ચાર્જની વ્યવસ્થા કરવાની રહેશે અને તાલીમાર્થીના હાજરીપત્રક તથા ડે-વાઈઝ રજીસ્ટર અન્ય કર્મચારીને સાંપીને જવાનું રહેશે.

Thursday, August 18, 2022

DGT Alerts: New Session_2022-23,2022-24 ચાલું થવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Notice :
નવું સેશન: 2022-23,2022-24 ની ટ્રેનીંગ તારીખ-01/09/2022 ના રોજ ચાલુ થશે.

DGT દ્વારા આપેલ વિગતવાર આદેશ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Thursday, August 11, 2022

DGT Alerts: જે તાલીમાર્થી મિત્રોએ ફી ભરેલ નથી તેમની હોલ ટીકીટ બાબત, ફી ભરવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Notice : Candidates who have not paid the exam fee can also get their CBT Hall Ticket from your ITI.
(જે તાલીમાર્થીઓએ ફી ભરેલ નથી, અને એલીજીબલ છે, તેઓ પણ પોતાની CBT હોલ ટિકિટ પોતાની આઈ. ટી. આઈ.માંથી મેળવી શકે છે.)

      Monday, August 8, 2022

      DGT Alerts: વેબસાઈટ ઉપર લોગ ઈન બાબત, હોલ ટીકીટ ડાઉનલોડ બાબત, ફી ભરવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

      • વેબસાઈટ ઉપર high load ના કારણે, હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે હાલ પૂરતી બંધ છે.
      • હોલ ટીકીટ જે તે તાલીમાર્થી ના રજિસ્ટર્ડ ઈ મેઈલ ઉપર મોકલી દેવામાં આવી છે. જો કોઈ સંજોગોમાં હોલ ટીકીટ ડાઉનલોડ ના થઈ હોય તો, આઈ. ટી. આઈ. નો કોન્ટેક્ટ કરવો.
      • જે તાલીમાર્થીઓએ fee ભરેલ નથી તેઓ અત્યારે તુરંત જ ફી ભરી દે, એ માટે આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો.