આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, January 10, 2022

બેચ-79 , પ્રથમ વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૫ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 



  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


     ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

Friday, January 7, 2022

ટ્રેડ : ફીટર, માઈક્રોમીટર રીડીંગ પ્રેક્ટીસ-૧..........અહી ક્લિક કરો

 માઈક્રોમીટર રીડીંગ પ્રેક્ટીસ-૧ ના હેતુઓ:

  • તાલીમાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિકલ રીડીંગની પ્રેક્ટીસ કરાવવી.
  • માઈક્રોમીટર રીડીંગ કરતી વખતની ભુલોને સુધારવી
  • પરીક્ષા માટે ઉપયોગી તેમજ પ્રેક્ટિકલ અનુભવ મળે .
  • કંપની લેવલેની જરૂરિયાત મુજબની પ્રેકટિસ.
  • તાલીમાર્થીઓએ comment સેક્શન માં પોતાનો જવાબ આપવો.
  • યોગ્ય ગણતરી સાથે જવાબ આપીશું.
  • તો ચાલો શરૂઆત કરીએ..
  • માઈક્રોમીટરનો ઝીરો અને થીમ્બલનો ઝીરો મેચ થયા બાદ રીડીંગ લેવું
માઈક્રોમીટર રીડીંગનું સૂત્ર = (સ્લીવ પર કેટલા કાપા પસાર થઈ ચૂકેલ છે x 1                                               mm +  થીમ્બલનો ઝીરો સ્લીવ પર સબ ડીવીઝન (અડધો કાપો) પસાર કરી ગયેલ હોય તો  0.5 mm  ઉમેરો અથવા પસાર કરી ગયેલ ન હોય તો  0  ઉમેરો + (થીમ્બલનો કેટલામો કાપો ડેટમ લાઈન સાથે મેચ થાય છે x 0.01 mm).

  • નીચે આપેલ રીડીંગનો જવાબ-mm માં comment સેક્શન આપો.



ટ્રેડ : ફીટર, વર્નિયર કેલીપર રીડીંગ પ્રેક્ટીસ-૧..........અહી ક્લિક કરો

 વર્નિયર કેલીપર રીડીંગ પ્રેક્ટીસ-૧ ના હેતુઓ:

  • તાલીમાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિકલ રીડીંગની પ્રેક્ટીસ કરાવવી.
  • વર્નિયર કેલીપર રીડીંગ કરતી વખતની ભુલોને સુધારવી
  • પરીક્ષા માટે ઉપયોગી તેમજ પ્રેક્ટિકલ અનુભવ મળે .
  • કંપની લેવલેની જરૂરિયાત મુજબની પ્રેકટિસ.
  • તાલીમાર્થીઓએ comment સેક્શન માં પોતાનો જવાબ આપવો.
  • યોગ્ય ગણતરી સાથે જવાબ આપીશું.
  • તો ચાલો શરૂઆત કરીએ.
  •  વર્નિયર સ્કેલ અને મુખ્ય સ્કેલ ના ઝીરો મેચ થયા બાદ રીડીંગ લેવું.
વર્નિયર કેલીપર રીડીંગનું સૂત્ર = (વર્નિયર સ્કેલનો ઝીરો મુખ્ય સ્કેલ પર કેટલા કાપા પસાર કરી ચૂકેલ છે x 1                                                            mm વર્નિયર સ્કેલનો કેટલામો કાપો મુખ્ય સ્કેલના કયા કાપા સાથે                                                       બરોબર મેચ થાય છે x 0.02 mm).

  • નીચે આપેલ રીડીંગનો જવાબ-mm માં comment સેક્શન આપો.




                                                      

Friday, December 31, 2021

DGT Alerts: આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર તા-29/12/2021... વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લીક કરો.


પરિપત્રનો ગુજરાતી અનુવાદ:

 1.DGT, MSDE દ્વારા અત્યારે નીચે જણાવેલ તાલીમાર્થીઓની , AITT-2021 પરીક્ષા લેવાનાર છે.

  • First Year of 2020-21 session (CBT, PRACTICAL,ED)
  • Second Year of two year trade session 2019-21 (CBT, PRACTICAL,ED) 
  • First Year of two year trade session 2020-22  (PRACTICAL,ED)

2.બે વર્ષ ના ટ્રેડમાં પ્રથમ વર્ષ દરમ્યાન કોરોના રોગચાળો ચાલતો હતો....આ બાબત ની રજૂઆત અલગ અલગ સ્ટેટ દ્વારા કરવામાં આવી હતી.અને આ બાબત DGT એ ધ્યાને લીધેલ છે.

3.ઓથોરિટીએ નીચેના નિર્ણયો લીધા છે. જેમાં

  • જે તાલીમાર્થીઓ First Year of two year trade session 2020-22 માં હતા તેઓને પ્રથમ વર્ષમાં પ્રમોશન આપવું. PRACTICAL,ED માં તે પાસ હોય તો તેને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવો.
  • CBT પરીક્ષા ફી આપેલી હોય તો તેને બીજા વર્ષની CBT પરીક્ષા ફીમાં એડજસ્ટ કરવી.
  • session 2020-22 નું બીજું વર્ષ 3જી જાન્યુઆરી-2022 થી ચાલુ કરવું.
  • session 2020-22 ના તાલીમાર્થીઓને  આમ પ્રથમ વર્ષમાં પ્રમોટ કરવાથી તેમના પહેલાની બેચ: 2018-20 અને બેચ: 2019-21 તેઓને પણ અસર થશે.તેઓને પણ જે તાલીમાર્થીઓ PRACTICAL,ED માં  પાસ હોય તો તેમને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવા.
  • T.T., WSC, E.S. ના માર્કસ E.D. અને પ્રેકટીકલ , ફોર્મેટિવ એસેસમેંટના આધારે ગણવા.
4. આ નિયમ એ તાલીમાર્થીઓને લાગુ પડશે કે જેઓએ E.D. અને પ્રેકટીકલની પરીક્ષા પાસ કરેલ હોય. તેઓની બીજા વર્ષની પરીક્ષા --બીજા વર્ષના સિલેબસ પ્રમાણે લેવાશે.

5.આ બાબત સેક્રેટરી, MSDE દ્વારા એપ્રુવ કરેલ.

  • DGT દ્વારા જાહેર કરેલ મૂળ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો,તા-29/12/2021નો  જ માન્ય ગણાશે. અનુવાદ ફક્ત જાણ ખાતર છે.

Wednesday, December 29, 2021

ટ્રેડ : ફીટર, Try Square ની ચોકસાઈ તપાસવાની રીત........વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • ટ્રાય સ્કેવરના સતત  ઉપયોગના કારણે તેની ચોકસાઈમાં ઘટાડો થતો હોય છે.
  • તેથી તેની ચોકસાઈ માપવી જરૂરી બને છે.
 Try Square ની ચોકસાઈ તપાસવાની રીત:

  • ટ્રાય સ્કેવરને સરફેસ પ્લેટની ધાર સાથે અડાવીને મૂકવામાં આવે છે.અને તેની બ્લેડને અનુલક્ષીને એક લાઈન ચોક કે પેન્સિલ વડે દોરવી.
  • હવે , ટ્રાય સ્કેવરને ઉલટાવી દઈ બ્લેડની સામેની ધાર , ઉપર મુજબ જે લાઈન દોરી એને બાજુમાં આવે. હવે ચોકની મદદથી આ ધારને અનુલક્ષીને એક લાઈન ચોક કે પેન્સિલ વડે દોરવી.
  • હવે ટ્રાય સ્કેવર ને બાજુમાં મૂકી દો.અને ઉપર મુજબ દોરવામાં આવેલ સરફેસ પ્લેટ ઉપરની બે લાઈનો ચોક્કસ સમાંતર હોવી જરૂરી છે.
  • આ બે લાઈનોની સમાંતરતા ચેક કરવા માટે  આ બે ઉભી (vertical) લાઈનો વચ્ચેનું અંતર 4 થી 5 જગ્યાએ ઉપરથી લઈને નીચે સુધી માપો.
  • Try Square ની ચોકસાઈ કઈ રીતે તપાસવી ? : જોવા માટે અહીં ક્લિક કરો
  • આ રીતે બંને લાઈનોની સમાંતરતામાં જે ફરક હશે તેટલી માત્રામાં ટ્રાય સ્કેવારમાં ભૂલ છે તેમ કહી શકાય, જો આ બે ઉભી (vertical) લાઈનો વચ્ચેનું અંતર 4 થી 5 જગ્યાએ સરખું આવે તો સમજવું કે આપણો ટ્રાય સ્કેવર ઉપયોગ કરવા યોગ્ય છે.

Tuesday, December 28, 2021

Oxygen Plant Operator: મિકેનિકલ ગ્રૂપના તાલીમાર્થીઓ માટે MCQ સ્ટડી મટીરિયલ -ખુબ જ ઉપયોગી.....અહીં ક્લિક કરો

 


Oxygen Plant Operator: મિકેનિકલ ગ્રૂપના તાલીમાર્થીઓ માટે MCQ સ્ટડી મટીરિયલની ખાસિયતો :


  • મિકેનિકલ ગ્રૂપના તાલીમાર્થીઓ માટે જેવા કે  ફીટર, વેલ્ડર ....વગેરે.
  • ઓનલાઈન પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી.
  • ટોટલ -96 પેજ , 861 પ્રશ્નો જવાબો સાથે.
  • Oxygen Plant Operator માટે MCQ સ્ટડી મટીરિયલ pdf  ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો

For Supervisor Instuctor , AITT - CBT Candidate Attendance Mobile Application કઈ રીતે વાપરવી? જાણવા માટે અહીં ક્લિક કરો

 

  • Supervisor Instuctor  મિત્રોને ઇન્વિજિલેટર તરીકે ડ્યૂટી આવતી હોય છે.તો આ એપ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વાપરવી તેની માહિતી નીચે pdf માં આપેલ છે.
  • એપ માટે ગૂગલ પ્લે સ્ટોરની ડાઉનલોડ લિન્ક : અહીં ક્લિક કરો 
  • મોબાઈલ એપ્લિકેશન કઈ રીતે વાપરવી ?અહીં ક્લિક કરો

બેચ-79,ટ્રેડ : ફીટર, પ્રથમ વર્ષ--CBT પરીક્ષા માટેનું સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને ખુબ જ ઉપયોગી.....ડાઉનલોડ કરવા નીચે લિન્ક ઉપર કિલક કરો

 



  • CBT પરીક્ષા શરૂ થઈ ગયેલ છે ટૂંક જ સમયમાં એડમિટ કાર્ડ આવી જશે.
  • બેચ-79,ટ્રેડ : ફીટર, પ્રથમ વર્ષ માટે.

સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને  ખુબ જ ઉપયોગી:

  1. ટ્રેડ થીયરી (ફીટર) માટે અહીં ક્લિક કરો ,અગાઉ પૂછાયેલ પેપર માટે: અહી ક્લિક કરો 
  2. વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશનની (WCS) પરીક્ષા  માટે : અહી ક્લિક કરો
  3. એમ્પ્લોયબિલિટી સ્કીલ ( E.S.) ની પરીક્ષા માટે : અહી ક્લિક કરો  

  • આગામી CBT પરીક્ષા વિષે: નવી પરીક્ષા પેટર્ન-- માર્કસ,સમય, વિષય, પાસિંગ માર્કસ, ધ્યાન રાખવાના મુદ્દા વગેરે માટે: અહીં ક્લિક કરો