જીવનની આ સુંદર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......
એડમિશન લેતા વખતનીએ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ ચિંતાતુર ચહેરાઓને....
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......
એડમિશન મળ્યા પછીની એ યાદગાર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ ખુશ મિજાજી ચહેરાઓને....
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......
લેક્ચર વખતની એ વાતો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ દોસ્તોના મુખે થી સાભળેલા એ મજાકિયા શબ્દોને....
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......
પ્રાથના વખતનીએ યાદો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું અમારા એ નર્વસ ચહેરાઓને......
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......
પ્રેક્ટીકલ વખતની એ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ દિવસો ત્યારે હસવું આવે છે કે શું અમે જ હતા એ બહાનાબાજો...
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......
પરીક્ષા વખતની યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ દિવસો ને ત્યારે હસવું આવે છે કે બહાર આવીને કહેતા સાલુ કેટલુ 'ભારે' પેપર હતું.....બકવાસ પેપર કાઢેલુ હો!!!!!!
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......
મિત્રો સાથેની એ યાદો ને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ મિત્રોના હસ્તા ચહેરાઓને
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......
સ્ટાઈપેન્ડ મળ્યા પછીની એ ખુશીને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ બેન્કોના ધકકાઓને!!!!!
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......
છેલ્લા દિવસની એ યાદોને વાગોળતા વાગોળતા,
યાદ કરુ છું એ મિત્રો, સાહેબો, મેડમોને...
ખાસ તો મારા એ મિત્રો ના ચહેરાઓને...
રડવુ આવે છે એ ચહેરાઓને ગુમ થતા જોઈને...
જ્યારે જ્યારે આકાશ તરફ જોવુ છું ત્યારે
અમુક ચહેરાઓ યાદ આવી જાય છે........
યાદ કરુ છું આઈ.ટી.આઈ.ના એ દિવસોને......