આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, January 14, 2016

સ્ટીલરૂલ (Steel rule)

સ્ટાન્ડર્ડ 30cm સ્ટીલરૂલ

1) સ્ટીલરૂલ કયા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે?(Which material is used for making steel rule?)
Ans. સ્ટેઇનલેસ સ્ટીલ.(કાટ ન લાગે તેવું સ્ટીલ)

2) રૂલના પ્રકારોના નામ જણાવો. (Name the types of  rule)
Ans. 1) Flexible Steel rule -- વક્ર સપાટીઓ માપવા માટે.
          2) Hook rule -- છેડે હુકની રચના હોય છે, ગીયર ના હોલ ,સ્લોટ અને કી વે ની ઊંડાઈ માપવા.
          3) Narrow rule -- સાંકડા ગ્રુવ માપવા.
          4) Shrinkage rule -- પેટર્ન અને મોલ્ડિંગ શોપમાં.
          5) Short rule -- નાના નાના ટુકડાઓનો સેટ છે.
          6) Canvas rule -- બાંધકામ કાર્ય માટે, ખાસ પ્રકારના કેશમાં વીંટાવામાં આવે છે.
          7) Folding rule -- સુથારી કામ અને કડિયા કામમાં, જરૂર પડે ત્યારે તેને ખોલીને ઉપયોગમાં લઇ શકાય છે.

3) In S.I. unit , લંબાઈ નો બેઝીક યુનિટ કયો છે?
Ans. મીટર (Meter).

4) સ્ટીલરૂલની સ્ટાન્ડર્ડ સાઈઝો કઈ કઈ છે? (Give the standard sizes of Steel rule)
Ans.150mm (15cm),300mm (30cm),600mm (60cm).

5) સ્ટીલરૂલના ઉપયોગો જણાવો. (State Uses of Steel rule)
Ans.લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ--માપવા માટે .

6) સ્ટીલરૂલની ચોકસાઈ કેટલી હોય છે? (State the accuracy of SteelS rule)
a) 1mm b) 2mm c) 0.01mm d)0.5mm
Ans. 0.5mm-- સ્ટીલરૂલ ઓછામાં ઓછું માપી શકે.


રૈખિક માપન (Linear Measurement)


1) રૈખિક માપન એટલે શું? (What is Linear Measurement?)
Ans. જોબના લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ ,વ્યાસ --રૈખિક માપન કહેવાય છે.

2)રૈખિક માપનના એકમોની પદ્ધતિઓ જણાવો. (Give the names of system of Linear Measurement)
Ans.1) S.I. પદ્ધતિ
        2) મેટ્રીક પદ્ધતિ
        3) બ્રિટિશ પદ્ધતિ

3) 1'' (ઇંચ) =_______mm. (In Metric System)
a) 2.54mm  b) 25.4mm c) 24.4mm d) 25.00mm
Ans.  1'' =25.4mm.

4) 1meter =_______inch. (In Inch System)
a) 39.38"  b) 37.37" c) 39.37" d) 39.00"
Ans.  1meter = 39.37inch.

5) 1meter =________mm.
a) 10mm  b) 100mm c) 0.001mm d) 1000mm
Ans.  1meter =1000mm.

6) 1mm =_______micron(u--Micrometer).
a) 10u  b) 1000u c) 100u d) 10000u
Ans.  1mm=1000u.(1000micron)

7)1micron=________mm.
a) 0.01mm  b) 0.001mm c) 10mm d) 1000mm
Ans.   1mm = 1000micron
          1micron = 1÷1000mm
          1micron =0.001mm.


Thursday, January 7, 2016

રાષ્ટ્રીય યુવા દિવસ

  • National Youth Day એટલે  કે રાષ્ટ્રીય યુવા દિવસ આપણા દેશમાં દર વર્ષે 12 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે.


  • સ્વામી વિવેકાનંદની જન્મ તિથિને (12જાન્યુઆરી 1863- 4જુલાઈ 1902) સરકાર દ્વારા 1995 થી દર વર્ષે 12 જાન્યુઆરીએ નેશનલ યુથ ડે ઉજવવામાં આવે છે .
  • સ્વામીજીની ફિલોસોફી ,તે કેવી રીતે જીવ્યા ,કેવી રીતે કામ કર્યું --તે આપણા દેશના યુવાનો માટે ઘણું જ પ્રેરણાદાયી છે.
  • નેશનલ યુથ દિવસે  આપણા ભારતમાં --સ્કુલ ,કોલેજોમાં - વ્રકતૃત્વ સ્પર્ધા ,મ્યુઝિક ફેસ્ટિવલ ,સેમિનાર ,યોગાસનો ,પ્રેઝેન્ટેશન ,ખેલકુદ વગેરે યોજાય છે .આ દિવસથી શરુ થતા વીક ને નેશનલ યુથ વીક કહે છે.
  • આ ફેસ્ટિવલનો હેતુ -- રાષ્ટ્રીય એકતા ,ભાઈચારો ,યુવાનોમાં ઉત્સાહ અને જોશનો ઉમેરો કરવો , સાંસ્કૃતિક વારસાને એક જ પ્લેટફોર્મ પર લાવી તેમનો ઉત્સાહ વધારી અલગ અલગ પ્રવુત્તિઓમાં ભાગ લેતા કરવા એ છે.
  • રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શ્રમ અને રોજગાર મંત્રાલયનો પરિપત્ર : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો