આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, October 13, 2015

ફિટર ટ્રેડ પ્રેક્ટિકલના ઉપયોગી વિડીઓ


 
૧)માર્કિંગ અને પંચિંગ કઈ રીતે કરવું ? : 
૨)હક્સૉબ્લેડ વિથ ફ્રેમ નો કઈ રીતે કરવો ? : 
૩)ટેપીંગ કઈ રીતે કરવું ? :
૪)વર્નીયર કેલીપરનો ઉપયોગ કઈ રીતે કરવો ? : 
૫)માઇક્રોમીટર નો ઉપયોગ કઈ રીતે કરવો ? : 
૬)વર્નીયર હાઇટગેજનો ઉપયોગ કઈ રીતે કરવો ? : 
૭)વાયરગેજનો ઉપયોગ કઈ રીતે કરવો ? : 

ફિટર ટ્રેડ માટે ઉપયોગી ટૂલ્સ (સોફ્ટવેર)

૧) ફિટર ટ્રેડ માટે આપણે સ્ટોરમાંથી એમ.એસ. ફ્લેટ, રાઉન્ડ બાર, સ્ક્વેર બાર, G.I. શીટ, પાઇપ
વગેરેના ... વજન શોધવા માટે આ એન્ડ્રોઇડ એપ
ઘણી જ ઉપયોગી થશે.
૨) ફિટર ટ્રેડ ને સારી રીતે ચલાવવા અને તમારા એન્ડ્રોઇડ ફોન મારફતે ઓફિસના ડોક્યુમેન્ટ્સ જેવા કે વર્ડ,એક્સલ, પાવર પોઇન્ટ ફ્રી માં બનાવવા  માટે આ એપ ઘણી જ ઉપયોગી થશે.
૩) આપણે ઘણી વાર ગુજરાતીમાં ડોક્યુમેન્ટ્સ ટાઇપ કરવા પડે છે, પણ અે વખતે જો આપણી  પાસે ફોનમાં ગુજરાતી ટાઇપિંગ માટેની આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે. 
૪) આપણે ઘણીવાર ગુજરાતી ડિક્શનેરીની જરૂર પડતી હોય છે , અે વખતે જો આપણી  પાસે ફોનમાં ગુજરાતી ડિક્શનેરી માટેની આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે. અને આપણે કોઈ પણ શબ્દનો ગુજરાતીમાં અર્થ સમજી શકીએ છીઅે. 
૫) આપણે ઘણીવાર ફાઇલને .rar અથવા .zip  કરવાની કે  unrar અથવા unzip કરવાની જરૂર પડતી હોય છે , અે વખતે જો આપણી  પાસે ફોનમાં આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે. આ ટૂલની મદદથી ફાઇલની સાઈઝ ઘટાડી શકાય છે.  
૬) આપણે ઘણીવાર ડોક્યુમેન્ટ્સને સ્કેન કરવાની જરૂર પડતી હોય છે , અે વખતે જો આપણી  પાસે ફોનમાં આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે.અને આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરી .jpg  અથવા .pdf ફ્રીમાં કરી શકીએ છીઅે.
 :ઇન્સ્ટોલ કરવા માટે  અહીઁ ક્લિક કરો
૭) આપણે બધા  કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલના ડ્રોઇંગ દોરતા હોઇએ છીએ (Autocad).પણ જો મોબાઇલમાં સરળતાથી જો ડ્રોઇંગ દોરી શકાય તો કેટલું સારુ !!
આ માટે  જો આપણી  પાસે ફોનમાં આ એન્ડ્રોઇડ એપ હોય તો આપણું કામ ઘણું જ સરળ બને છે.

Monday, October 12, 2015

આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી -૨૦૧૪, મિકેનિકલ ઈજનેરી જવાબો સાથેનું પેપર


આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી - ૨૦૧૪માં લેવાયેલ  મિકેનિકલ  ઈજનેરી શાખા ની પરીક્ષાનું પેપર એના જવાબો સાથે અહીઁ નીચે દર્શાવેલ લિંક ઉપર ઉપલ્બધ છે.
આ  પેપર ઉપરથી તમને થોડો અંદાજો આવશે કે
પેપર કેવી રીતે પૂછાય છે ?
    આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી - ૨૦૧૪, મિકેનિકલ  ઈજનેરીનું પેપર : ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો

Wednesday, October 7, 2015

આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી - ૨૦૧૫, મિકેનિકલ ઈજનેરી (કોર્ષ, બૂક્સ, આગળના પેપરો, મોડેલ પેપરો,સ્ટડી મટીરીયલ અને ચર્ચા )



  • આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી - ૨૦૧૫: જાહેરાત માટે અહીઁ ક્લિક કરો 
  • એન્જીનીયરીંગ ટ્રેડ ગ્રુપમાં નીચે મુજબ પરીક્ષા લેવામાં આવશે:
  • પેપર-૧ : ૧૫૦ માર્કસ (૧૮૦ મીનીટસ)
                       : વિષય- મિકનીકલ એન્જીનીયરીંગ (કોર   સબજેક્ટ),વર્કશોપ સાયન્સ એન્ડ
                                      કેલ્ક્યુલેશન, એન્જીનીયરીંગ ડ્રૉઇંગ (E.D.)
  • પેપર -૧ માટે ઉપયોગી સ્ટડી મટીરિયલની  વિગત
વિષય- મિકનીકલ એન્જીનીયરીંગ (કોર સબજેક્ટ) માટે મેકનીકલ એન્જીનીયરીંગ  ઓબ્જેક્ટિવ બાય આર.એસ.ખુરમી અને મેકનીકલ ગ્રુપ ના બધા ટ્રેડની થીયરી બુક જેવા કે ફિટર, વેલ્ડર, એમ.એમ.વી., મેકનીક ડીઝલ, આર.એફ.એમ,ઓટોમોબાઇલ(સ્પેશ્યલ ઓટોમોબાઈલ માટે) વગેરે વગેરે.
વર્કશોપ સાયન્સ એન્ડ કેલ્ક્યુલેશન, એન્જીનીયરીંગ ડ્રૉઇંગ (E.D.) આ બંને સબજેક્ટ આઈ.ટી.આઈમાં ભણવામાં આવતા સબજેક્ટ છે , તેની બુક આઈ.ટી.આઈ.ના સબજેક્ટની બૂકો રાખતા વિક્રેતાઓ પાસેથી મળી રહેશે – પ્રકાશનોના નામ: ધ્રુવ પ્રકાશન, સન રાઇઝ  બીજા પણ હશે...અથવા તો નજીકની આઈ. ટી. આઈ ના શિક્ષકોનો સંપર્ક કરો અથવા નીચેના ઇ-મેલ ઉપર સંપર્ક કરો: ketanindia2002@gmail.com અથવા બ્લોગ ઉપર કોમેન્ટ કરો.
  • પેપર-૨ : ૧૫૦ માર્કસ (૧૮૦ મીનીટસ)
                       : વિષય- એમ્પ્લોયીબિલિટી સ્કિલ એન્ડ સોફ્ટ સ્કિલ (E.S.),ટીચિંગ સ્કિલ એન્ડ ઇંગ્લિશ
  • પેપર -૨ માટે ઉપયોગી સ્ટડી મટીરિયલની વિગત
એમ્પ્લોયીબિલિટી સ્કિલ એન્ડ સોફ્ટ સ્કિલ,ટીચિંગ સ્કિલ એન્ડ ઇંગ્લિશ આ બંને સબજેક્ટને સમાવિષ્ટ કરતો સબજેક્ટ આઈ.ટી.આઈમાં ભણવામાં આવતો સબજેક્ટ Employability Skills (E.S.) છે , તેની બુક આઈ.ટી.આઈ.ના સબજેક્ટની બૂકો રાખતા વિક્રેતાઓ પાસેથી મળી રહેશે – પ્રકાશનોના નામ: ધ્રુવ પ્રકાશન, સન રાઇઝ  બીજા પણ હશે...અથવા તો નજીકની આઈ. ટી. આઈ ના શિક્ષકોનો સંપર્ક કરો અથવા નીચેના ઇ-મેલ ઉપર સંપર્ક કરો: ketanindia2002@gmail.com અથવા બ્લોગ ઉપર કોમેન્ટ કરો.
  • કટ ઑફ માર્કસ :
          ટોટલ : ૧૫૦ માર્કસ + ૧૫૦ માર્કસ = ૩૦૦ માર્કસ

          જનરલ કેટેગરી (General) : ૬૦% માર્કસ (૧૮૦ માર્કસ)

          સામાજિકઅને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC): ૫૭% માર્કસ (૧૭૧ માર્કસ)

          અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ  (SC,ST): ૫૫% માર્કસ (૧૬૫ માર્કસ)
  • નેગેટિવ માર્કિંગ રાખેલ નથી. પરંતુ કોઈ પ્રશ્નનો જવાબ છોડવામાં (લખેલ નહીં હોય ) તેના માટે નેગેટિવ માર્કસ ગણવામાં આવશે.
  • નોધ
         1) કટ ઑફ માર્કસ કરતાં ઓછા માર્કસવાળા પાસ ગણાશે નહીં.

         2) પરીક્ષામાં મેળવેલ માર્કસના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. મૌખિક લેવામાં 
              આવનાર નથી.
         3) આગળના પેપરો અને મોડેલ પેપરો અને સ્ટડી મટિરિયલ આ બ્લોગ ઉપર મુકવામાં આવશે.

         4) કોઈપણ પ્રકારના પ્રશ્નો તમે અમને બ્લોગમાં આ પેજ ઉપર નીચે તરફ આવેલ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. (કોમેન્ટના અંતે તમારું નામ અને e-mail આઈ.ડી. જરૂરથી લખો)