આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, December 15, 2022

Trade: Fitter, બીજું વર્ષ: MCQ test સિરીઝ.... ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો



નોંધ: હવે પછીના ટેસ્ટ આ પેજ ઉપર અપડેટ કરતા રહીશું.
સતત આ પેજ જોતા રહેવું. 
આ મહિના સુધીના ડે વાઈઝ પ્રમાણે ટેસ્ટ તૈયાર કરી દીધેલ છે.
ટેસ્ટ આપતી વખતે કોઈ પણ પ્રકારનો ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો  ઈ મેઈલ આઈડી: ketanindia2002@gmail.com ઉપર અથવા કોમેન્ટ સેક્શનમાં જણાવશો.

Wednesday, December 14, 2022

ITI માં એડમિશન લેવાનો હેતુ(Objectives): આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવાથી તાલીમાર્થી શું કરી શકશે?, શા માટે આઈ. ટી. આઈ. માં ટ્રેનીંગ લેવી?....... અહીં ક્લિક કરો


આઈ. ટી. આઈ. માં તાલીમ લેવાનો હેતુ:

તાલીમ લીધા બાદ, તાલીમાર્થીઓ શું કરી શકશે? (They are able to)
  • ટેકનીકલ બાબતોનું જ્ઞાન મેળવશે-- ટેકનીકલ બાબતોને સમજવી, કામનું યોગ્ય રીતે સમય મુજબ આયોજન કરવું. જરૂરી મટીરિયલ અને ટુલ્સને ઓળખવા (થિયરી જનરલ).
  • કોઈ પણ કાર્ય દરમ્યાન-- સેફ્ટી અને એવી કામ કરવાની પદ્ધતિને અનુસરવી કે જેમાં એકસીડેન્ટ ન થાય (સેફ્ટી).
  • જોબ બનાવતી વખતે-- તાલીમ દરમ્યાન લીધેલ ટેકનીકલ જ્ઞાન, આવડત (skill), employability skills નો ઉપયોગ કરવો.
  • Job/Assembly કરતી વખતે ડ્રોઈંગને ચેક કરવું, સમજવું, તેને લગતી error (ભૂલ) સુધારવી (Practical job).
  • કરેલ કામની ટેકનીકલ બાબતોને ડોક્યુમેન્ટ્સ સ્વરૂપે તૈયાર કરવી (પ્રેક્ટિકલ જનરલ).

શા માટે આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવી? (Career- Progression Pathways)
  • Industry માં ટેકનીશિયન તરીકે જોડાઈ શકે છે અને ત્યાં સીનીયર ટેકનીશિયન, સુપરવાઈઝર વધુમાં મેનેજર સુધી બઢતી મળી શકે છે.
  • પોતાના ફિલ્ડમાં Entrepreneur- ઉદ્યોગ સાહસિક પણ બની શકાય છે.
  • 10+2 પદ્ધતિમાં NIOS ની પરીક્ષા આપી શકાય છે, ધોરણ-12 સમકક્ષ પ્રમાણપત્ર પણ મેળવી શકાય છે.
  • Diploma engineering માં રિલેટેડ ફિલ્ડમાં એડમિશન લઈ આગળ ભણી શકાય છે.
  • એપ્રેન્ટીસ કરીને National Apprentice Certificate (NAC) મેળવી શકાય છે.
  • CITS - Craft Instructor Training Scheme ને જોઈન કરી ITI માં Instructor  બની શકાય છે.

નોંધ: હમણાં જ આપણા માનનીય નિયામક સાહેબ શ્રી અમુક આઈ. ટી. આઈ.ની મુલાકાત લીધેલ જેમાં તેઓએ તાલીમાર્થીઓને આ બાબતે પૂછેલ. વધુમાં તાલીમાર્થીઓને ખરેખર આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવાનો આ મૂળ હેતુ સમજાશે તો જ તેની ટ્રેનીંગ સાર્થક થઈ ગણાશે.

Friday, December 9, 2022

રોજગાર ભરતી મેળો-2022, આઈ. ટી.આઈ. , પાલનપુર... તારીખ: 12/12/2022 ના રોજ યોજાશે........ વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • કંપનીનું નામ અને સ્થળ: 12 કંપની, પાલનપુર ખાતે.
  • તારીખ અને સમય, ઈન્ટરવ્યૂ માટેનું સ્થળ: 12/12/2022, 10:00 વાગે, આઈ. ટી. આઈ., પાલનપુર, બનાસડેરી રોડ, પાલનપુર, જી- બનાસકાંઠા.
  • લાયકાત: ITI પાસ તમામ ટ્રેડ.
  • પાસ આઉટ વર્ષ: 2018,2019,2020,2021,2022.
  • સાથે લઈ જવાના ડોક્યુમેન્ટસ: આઈ. ટી. આઈ પાસ આઉટ ની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝ ફોટો, એલ. સી. ઝેરોક્ષ, આઈ. ડી. પ્રૂફ -- તમામની બે નકલ.

Friday, November 25, 2022

Dial Temperature Gaugeનો ઉપયોગ કરી રીતે કરવો? જાણવા માટે અહીં ક્લિક કરો

Dial Temperature Gauge

  • આ ડાયરેક્ટ ટેમ્પ્રેચર-- તાપમાન માપવાની પધ્ધતિ છે.
  • ઉપરના ફોટોમાં બતાવ્યા પ્રમાણે તેમાં ડાયલ અને સેન્સરનો સળિયો અને તેની અંદર બાય મેટાલિક સ્ટ્રીપ હોય છે.
કાર્ય પધ્ધતિ ( Working Principles):
  • જ્યારે બે અલગ અલગ ધાતુઓની સ્ટ્રીપને જોડીને ગરમ કરવામાં આવે છે ત્યારે તે વિસ્તરણ પામે છે. અને આ વિસ્તરણને રેક પિનીઅન, પોઈન્ટર અને સ્લાઈડીંગ બેરિંગ વડે ડાયલ ઉપર નોંધી શકાય છે.
  • તેના અલગ ભાગો નીચે  સેકશનમાં બતાવેલ છે.
તાપમાન માપવાની પધ્ધતિ:
  • સૌપ્રથમ જે જગ્યા અથવા ભાગનું ટેમ્પ્રેચર માપવાનું છે તે જગ્યાએ તેના સેન્સરનો સળિયાનો આગળનો ભાગ- ટોચ રાખો.
  • થોડીવાર રાખવાથી પોઈન્ટરની મૂવમેન્ટ થશે. મૂવમેન્ટ સ્થીર થાય ત્યારે ડાયલ ઉપર ટેમ્પ્રેચર નોધો.
નોંધ: આઈ. ટી. આઈ. , ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષ માં આ પ્રેકટીકલ આવે છે

Wednesday, November 23, 2022

Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • ITI પાસ આઉટ તાલીમાર્થીઓ કે જે ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે તેમને માઈગ્રેશન સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે.
  • આ માટે જે તે આઈ. ટી. આઈમાં જઈ માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા બાબતની લેખિત અરજી કરતાં ત્યાંથી સંસ્થાના પ્રિન્સિપાલ દ્વારા આ સર્ટિફિકેટ જે તે તાલીમાર્થીને મળી શકે છે.
  • Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર  અને Cerificateનું ફોર્મેટ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો


Tuesday, November 22, 2022

Students List For Document Verification Declared: IOCL Apprentice ભરતી-2022: જોવા માટે અહીં ક્લીક કરો


  • Indian Oil corporation Ltd, દ્રારા Apprentice ભરતી-2022 નું Students List For Document Verification  તારીખ: 21-11-2022 ના રોજ જાહેર થનાર છે.
  • ત્યારબાદ 28-11-2022 થી 7-12-2022  દરમ્યાન Document Verification થનાર છે.
  • Students List જોવાની લિંક માટે : અહીં ક્લિક કરો

DGT Alerts: Supplementary Exam Nov-2022 બાબતનો તારીખ: 18/11/2022 નો પરિપત્ર....... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • Supplementary Exam Nov-2022 બાબતનો તારીખ: 18/11/2022 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

  • મુખ્ય સુચના: 
Supplementary Exam શરૂ થવાની અંદાજીત તારીખ: 10/12/2022/થી......

  • નાપાસ થયેલા તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Saturday, November 19, 2022

GSECL Apprentice ભરતી-2022: બધા ટ્રેડ માટે Apprentice ની 310 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, છેલ્લી તારીખ: 09-12-2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • GSECL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટે: અહીં ક્લિક કરો
  • લાયકાત: ITI (NCVT) પાસ.
  • જગ્યાઓ: 310.
  • છેલ્લી તારીખ: 09-12-2022.
  • સૌ પ્રથમ www.apprenticeshipindia.org or https://www.apprenticeshipindia.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ GSECL : TPS: WANAKBORI માં જઈ APPLY કરવું.આ માટે ઉપર આપવામાં જાહેરાતનો  pdf બરાબર વાંચી, બધા ડોક્યુમેન્ટ  ભેગા કરી રાખી આ પ્રક્રિયા કરવી.
  • Online Application કરવાની લિંક માટે: અહીં ક્લિક કરો
  • પ્રોફાઈલ Print કરી તેને pdf માં આપેલ અરજીના નમૂનામાં વિગતો ભરી નીચેના સરનામે છેલ્લી તારીખ પહેલા મોકલો: મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલે. કોર્પોરેશન લિ., વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન.